Thursday, 28 April 2016

[amdavadis4ever] બારમા ધોરણ પછી ક ંઈ હટકે કરવું છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણા દેશમાં બારમા ધોરણમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ પરિણામ આવે તેની રાહ જોઈ બેઠા હોય છે. કેટલાક સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે પછી ફાર્મા કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ કરવાનું પસંદ કરે છે. સવાલ એ છે કે કોઈપણ ફૅક્લ્ટીમાં નિયમિત ડિગ્રી લીધા પછી આગળ એમબીએ કે સીએ અથવા સીએસ કરનાર જ જીવનમાં સફળ કારકિર્દી ઘડી શકે ? એના જવાબમાં તમારી આસપાસ નજર દોડાવશો અને વેબસાઈટ પર ખાંખાખોળા કરશો તો એવા કેટલાક 'જરા હટકે' કોર્સની માહિતી મળી શકે જે કોર્સ પૂરો કરીને તમે કંઈ નવું કર્યાનો સંતોષ મેળવવા ઉપરાંત કારકિર્દી પણ ઘડી શકો અને ઝટપટ કમાણી કરી શકો. આવો કેટલાક કોર્સ વિશે જોઈએ. 

જરાવિજ્ઞાન-જેરોન્ટોલૉજી: (ઘડપણ વિશેનું શાસ્ત્ર) વિશે કદી સાંભળ્યું છે ? નહીં ને તમને જાણીને નવાઈ લાગશે કે આ શાસ્ત્રમાં એજિંગ પ્રોસેસના સોશિયલ સાઈકોલોજિકલ અને બાયોલોજિકલ પાસાં વિશે છણાવટ કરવામાં આવે છે. પશ્ર્ચિમના દેશોમાં તો આ પ્રક્રિયા વિશે ઘણાં સંશોધનો થઈ ચૂક્યા છે. અને હજુ પણ ચાલી રહ્યા છે. આ કોર્સમાં નર્સિંગ, મેડિસિન, સોશિયલ વર્ક, સાઈકોલોજી અને બીજું ઘણું બધું છે. કેટલીક ઈન્સ્ટિટયૂટ દ્વારા જૅરન્ટૉલોજી વિષયમાં ડિપ્લોમા કોર્સનું સંચાલન કરવામાં આવે છે જેમાં સંશોધન, પ્રકાશન, તાલીમ અને સર્વિસ પ્રોગ્રામનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

પ્રૉફેશનલ સ્પા કોર્સ: આખો દિવસ સ્પામાં વીતાવીને કમાણી કરી શકાય એવો વિચાર સ્ફૂર્યો છે કદી ? આવો વિચાર કરનાર માટે સ્પાનું સંચાલન કરવા માટેનો પ્રૉફેશનલ કોર્સ છે. આ કોર્સમાં વિશાળ તકો રહેલી છે. અમુક ઈન્સ્ટિટયૂટ દ્વારા સ્પા ડિપ્લોમા, આયુર્વેદિક સ્પા થેરપી ડિપ્લોમા અને આયુર્વેદ ફાઉન્ડેશન પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવે છે. કેટલીક એકેડૅમીમાં તો સર્ટિફિકેટ કોર્સ કરીને અનુભવ મેળવ્યા પછી તમે પોતાના સ્પાનું સંચાલન કરી શકો છો. 

ચાના આસ્વાદ માટે ડિગ્રી: ગ્રીન ટી, ઑરેન્જ ટી હોય કે ઘરમાં ફુદીનો આદું નાખીને બનાવેલી ચા હોય. ચાના શોખીનો માટે કારકિર્દી બનાવવાનો એક સરસ વિકલ્પ છે. કોર્સ કરતાં કરતાં કમાણી પણ થાય. ટી-ટેસ્ટિંગ કોર્સ કરતી વખતે વિદ્યાર્થીઓને ચા ગટગટાવતાં ચાની ગુણવત્તાની ચોકસાઈપૂર્વક ખાતરી કરવી પડે છે. કોર્સ પૂરો કર્યા પછી સ્ટાર હૉટેલમાં પ્લેસમેન્ટ મળે છે. વિદ્યાર્થીને ચાનું ઉત્પાદન કરવાની બાબતે માહિતી આપવામાં આવે છે. ઇશાનના રાજ્યોની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑફ ટી-હસબન્ડરી એન્ડ ટૅકનોલોજીનો ત્રણ મહિનાનો ટી-ટેસ્ટિંગ કોર્સ ચાલે છે. કોર્સ કર્યા પછી હૉટેલમાં પ્લેસમેન્ટ મેળવીને અથવા સ્વતંત્રપણે વ્યવસાય પણ કરી શકો. 

કઠપૂતળીનો કોર્સ : પહેલાંના જમાનામાં કઠપૂતળીના શો થતા હતા. લોકો એ શો જોવા જતા. જુદા-જુદા પહેરવેશવાળી કઠપૂતળીઓને નચાવતાં નચાવતાં જુદા જુદા વિષયની માહિતી રમુજી ઢબે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવતી હતી. જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા જાહેર સ્થળોએ કઠપૂતળીના શોના આયોજન દ્વારા જનજાગૃતિ લાવતા સંદેશનો પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો. થોડા સમય પહેલાં આ કલાનો પ્રકાર લુપ્ત થવાને આરે હતો. હવે સ્ટેજ અને ટેલિવિઝન પર્ફોર્મન્સ દ્વારા આ કલા પ્રકાશમાં આવી છે. મુંબઈ યુનિવર્સિટી દ્વારા પપેટરી કોર્સનું સંચાલન કરવામાં આવે છે. કેટલાક પપેટ થિયેટર દ્વારા પપેટરી એકેડૅમી ખોલવાના પ્રયાસ ચાલી રહ્યા છે. 

પૅટની (ઘરમાં પાળેલાં પ્રાણી) માવજત માટે કોર્સ: જેમને કૂતરા પાળવાનો શોખ હોય એવાઓ પાળેલાં પ્રાણીના આરોગ્ય-સ્વચ્છતા તેને થતી તકલીફ વગેરેનો અભ્યાસ કરવા પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ કોર્સ કરી શકે. આ કોર્સ કરીને તમે પ્રોફેશનલ સલાહકાર તરીકે સ્વતંત્રપણે કામ કરી શકો અને ફી ચાર્જ કરી શકો. આપણા દેશમાં આ કોન્સેપ્ટ હજુ નવો છે તેમ છતાં ભવિષ્યમાં આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની અને સ્વતંત્ર વ્યવસાય કરવાની ઉજળી તક છે. બૅંગલોરમાં પૅટ ગ્રુમિંગ સ્કૂલ ચાલે છે.

મિત્રો, તમે તમારી પસંદગી અને રસરૂચિ પ્રમાણે તથા ભવિષ્યમાં તમારે શું કરવું છે તેનો પૂરતો વિચાર તમારા માતા-પિતા, મિત્રો સાથે ચર્ચા કરીને તેમ જ જરૂરી તપાસ કરીને નિર્ણય લઈ શકો છો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment