Saturday 30 April 2016

[amdavadis4ever] એ આવ્યો, પણ તિર ંગામાં લપેટાઈને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




એ પથ્થરને પીગળાવે એવી પળો હતી. રાક્ષસદિલને ભીનું કરે એવો પ્રસંગ હતો. એક યુવાન પુરુષ વૃદ્ધ બાપના ખભે ચઢી ચિતા પર પોઢ્યો હતો. જેના ખભાનો આશરો લઈ સાંત્વન લઈ શકાય એવા માના જણ્યાં મોટાભાઈને હવે એકલા પડી ગયેલા નાનાભાઈએ મુખાગ્નિ આપવાનું ટાણું હતું. યુવાન વયે વિધવા બનેલી પત્નીને ચિતાની એ આગ જીવનભર સહેવાનું ભાગ્ય જીવતું થયું હતું. નબાપો રહીને ઉછરનારા સાડા ત્રણ વર્ષના પુત્રએ હવે બીજાના મોંઢેથી બાપને ઓળખવાનો હતો. શૂન્યમનસ્ક બની ગયેલી માતા દીકરાનું ભીનું માથું સુંઘવા માટે તરસતી રહેવાની હતી. બાપ તો કાયમનો લાચાર જ બન્યો હતો. એ પ્રસંગ હતો મણિપુરના ઈઝ્ઝર જિલ્લાના સુરહતી ગામના સ્મશાનનો.

મણિપુરમાં ઉગ્રતાવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા હરિયાણાના સપૂત અમિત દેસવાલને પૂર્ણ લશ્કરી માન સાથે અંતિમ વિદાય આપવાનો એ પ્રસંગ હતો. મેજર અમિત દેસવાલના ભાઈ અંકિત (અન્ય અહેવાલમાં સુમીત) દેસવાલે મુખાગ્નિ આપ્યો ત્યારે મેજરના પિતા ઋષિરામ, માતા વેદવતી અને પત્ની નીતાનું કલ્પાંત જોયું જાય નહીં. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, ત્યારે શહીદના ચિરંજીવપણાની ખાતરી તો યમરાજને પણ થઈ જાય એવું એ દૃશ્ય હતું.

મેજર અમિત દેસવાલ મણિપુરમાં તામેંગલોંગ જિલ્લામાં બુધવાર (તારીખ ૧૩)ના દિવસે ઉગ્રતાવાદીઓ સાથે થયેલી અથડામણમાં મૃત્યુને વર્યા, શહીદ થયા. ધર્મયુદ્ધને માટે પ્રાણની આહૂતિ આપનારાને શહીદ કહેવામાં આવે છે. ઉગ્રતાવાદીઓ સામે હથિયાર ઉપાડવાને ધર્મયુદ્ધ કહેવાય કે નહીં? ૨૧ પેરા બટાલિયનના મેજર અમિતના પિતા પણ લશ્કરમાં સુબેદાર હતા. થોડા દિવસો પહેલા જ તેઓ પુત્રને વિદાય આપવા મણિપુર સુધી ગયા હતા. હવે પુત્રના શબને લેવા મણિપુર જવું પડ્યું હતું. સુરહેતી ગામ સાથે જોડાયેલો દેસવાલ પરિવાર લગભગ ત્રણ વર્ષથી ઈઝ્ઝરમાં રહેતો હતો. મેજર અમિતે ૧૦ જૂન, ૨૦૦૬માં લશ્કરમાં પ્રવેશ મેળવ્યો હતો. એમની લશ્કરમાંથી રોમાંચક કામગીરીને પગલે તેમને સ્પેશિયલ ફોર્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા. મેજર અમિત સેનાના એ સ્પેશિયલ ફોર્સનો ભાગ હતા, જે દળ મણિપુરમાં ઉગ્રતાવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતું હતું. એવો અહેવાલ પણ છે કે થોડા મહિના અગાઉ જ મેજર અમિત યુએનના પીસકિપિંગ ફોર્સમાં ફરજ બજાવીને પરત આવ્યા હતા. મણિપુરમાં તેમની નિમણૂક ઑપરેશન હિફાજતને કારણે જાન્યુઆરી ૨૦૧૬માં થઈ હતી. તેમનું લગ્ન ૨૦૦૯માં નીતુ નામની યુવતી સાથે થયું હતું. એમના કુટુંબમાં મેજરનો પત્ની, સાડા ત્રણ વર્ષનો પુત્ર આર્યન, નાનો ભાઈ અંકિત અને માતાપિતા છે. અંકિત જાણીતા ઉદ્યોગ જૂથની કંપનીમાં નોકરી પર છે.

માતા પુત્રના શબનો હાથ પકડી બેઠી હતી, એ માની જ નહોતી શકતી કે પુત્ર હવે નથી કે એણે મોટો પુત્ર ગુમાવી દીધો છે. પિતાએ ચિતાનો અગ્નિ ઉગ્રતાથી પ્રજ્વળવા લાગતા ફક્ત એટલું જ બોલી શક્યા હતા કે, "યે બહુત બુરા હુઆ, 

યે બહુત ગલત હુઆ. ભાઈ અંકિત એના મોટાભાઈની ઘરની છેલ્લી મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, "મારો ભાઈ ૧૬મી ફેબ્રઆરી, ૨૦૧૬ના મારા લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો. અમિતે એક અખબારને કહ્યું હતું કે, "અમે માની જ નથી શકતા કે આવી આપત્તિ અમારા પર આવી શકે! અમિત એવું ઈચ્છતો હતો કે એનો પુત્ર આર્યન રજાના દિવસોમાં એના દાદાની સાથે રહે, જેથી એને કુટુંબનો, ગામનો પરિચય થાય, મૂળ સાથે મૂળ જોડાય. મારા પિતાએ હંમેશાં અમિત લશ્કરમાં અધિકારી બને એવું સ્વપ્ન જોયું હતું, અમિતે એમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. અમિત ૨૦૦૪માં કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસિઝની પરીક્ષામાં બીજો આવ્યો હતો. લશ્કરના એલીટ ફોર્સ-ચોક્કસ કાર્યવાહી માટેના ચુનંદા દળમાં જોડાયા બાદ તેને 'બેસ્ટ સ્ટુડન્ટ કમાન્ડો' જાહેર કરવામાં આવ્યો હતો. મેજર અમિત સાથે કામ કરનારા કમાન્ડો તેમને ગણવેશ માટે સ્તુત્ય માન ધરાવતા તેજસ્વી અધિકારી કહે છે. એક કમાન્ડોએ તેમને 'ફ્લાયીંગ મશીન' કહ્યા હતા.

પિતાને આજે પણ ૧૫ જાન્યુઆરી, ૧૯૮૫ની તારીખ બહુ યાદ આવે છે. એ દિવસે પિતા ઋષિરામે ઘરે બે પ્રસંગોની ઉજવણી રાખી હતી. એક નિમિત્ત હતું આર્મી ડે હતો ને બીજું નિમિત્ત હતું તેમના પુત્રનો જન્મ થયો હતો. તેમના કુટુંબીજનો આજે પણ સુબેદાર મેજરનું 'પુત્ર આર્મી ઑફિસર બને' એવું એકમાત્ર ખ્વાબ જોયાનું યાદ કરે છે. તેમનું એ સ્વપ્ન ૨૧ વર્ષ બાદ સાકાર થયું હતું. અમિત દેસવાલને ૧૦ જૂન, ૨૦૦૬માં રેજિમેન્ટ ઑફ આર્ટિલરીમાં નિમણૂક મળી હતી. ઝિલાયન્ગ્રોન્ગ યુનાઈટેડ ફ્રન્ટ (ઝેડયુએફ) સાથેના ભાગલાવાદીઓની ગોળીઓએ તામેંગલોંગમાં સાકાર થયેલા એ સ્વપ્નને પરિપક્વ ન થવા દીધું. અમિત દેસવાલ પેટ પર વાગેલી ગોળીઓની ઈજા સામે ઝીંક ઝીલી ન શક્યા. આર્મી ડેના દિવસે જન્મેલા લશ્કરી અધિકારીને ૩૧ વર્ષે ફાની દુનિયા માણસોની આતંકી વૃત્તિને કારણે છોડવી પડી.

શહીદ મેજર અમિત દેસવાલ એવા કુટુંબમાંનું રત્ન હતા જેમનાં કુટુંબે કેટલાય દશકથી દેશની સરહદનું જીવ હાથમાં રાખીને સંરક્ષણ કરવામાં જિંદગી અર્પણ કરી છે. મેજરના પિતા ઋષિરામ સુબેદાર તરીકે લશ્કરમાંથી નિવૃત્ત થયા છે. મેજર અમિતના દાદા નત્થુરામ પણ લશ્કરમાં હવલદાર હતા. મેજરના કાકા શમશેર પણ લશ્કરમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. અમિતના બનેવી સંજીવ પણ લશ્કરમાં હવલદાર છે. એમ સમજોને કે મેજર અમિત દેસવાલનું કુટુંબ જાણે કે લશ્કરનું એક થાણું છે.

અમિતે ગામમાં પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લઈ પછી ફોઈને ત્યાં અંબાલામાં રહ્યા હતા. તેમના ભાઈના જણાવ્યા અનુસાર મેજર અમિતનું મોટાભાગનું શિક્ષણ નાસિકના કેન્દ્રીય વિદ્યાલયમાં થઈ હતી. એ પછી દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ કૉલેજ ઑફ કોમર્સમાંથી તેઓ બીકોમ થયા હતા. એ પછી તેઓ ઈન્ડિયન મિલિટરી અકૅડમિમાં જોડાયા હતા. અમિત દેસવાલ રાષ્ટ્રીય સ્તરે વૉલિબૉલ રમ્યા હતા. વૉલિબૉલ ઉપરાંત અમિતને બૉક્સિગંનો પણ શોખ હતો. મેજર શહીદ થયા ૧૩ એપ્રિલ, ૨૦૧૬ના દિવસે પણ તેમણે શનિવારે એટલે કે ૯ એપ્રિલ, ૨૦૧૬ના દિવસે કુટુંબ સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી. વાતચીત સામાન્ય હતી, તેમણે ત્રણ દિવસ બાદ ઘરે પરતવાની વાત કરી હતી. ઘરના દરેક જણે અમિત સાથે વાત કરી હતી, એમ ભાઈએ કહ્યું હતું. આ શહીદને સલામ સાથે કેટલીક કાવ્યપંક્તિઓથી અંજલિ આપીએ:

માની નજર તાકતી રહી આંગણાંને,

વીર પુત્રના આગમનના ઈન્તજારમાં

એ આવ્યો પણ તિરંગામાં લપેટાઈને,

હૈયું માનું ડૂબ્યું નયનના આંસુઓમાં

બાપના ખભે ચઢી થયો હતો એ મોટો,

ખભા એ પર ચઢી થયો વિદાય આજે તે

પત્નીને લાચાર, બેટાને અનાથ મૂકી ગયો,

રહેશે હંમેશાં વીર જીવતો એ શહીદ બનીને.

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment