Saturday, 30 April 2016

[amdavadis4ever] સ્વાભિમાની ભલે ન હોઈએ, સ્વમાની તો હોવું જ જોઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વાભિમાની ભલે ન હોઈએ, સ્વમાની તો હોવું જ જોઈએ

 

દીવાનખાનામાં દાખલ થતાં જાનવીએ ચારે તરફ નજર દોડાવી. વિશાળ હોલમાં ચારે તરફ સજાવટના - કલાના નમૂના વખારમાં ખડકવામાં આવ્યા હોવાનો એને આભાસ થયો. કલાની એને વિશેષ સમજ નહોતી. પ્રથમ નજરે તમામ વસ્તુઓ કીમતી લાગી પણ સજાવટમાં રુચિના સંસ્કારના દર્શન થવાના બદલે માત્ર અમીરીની ખડકલાબંધ જાહેરાત જ દેખાઈ. તેમાં વચ્ચે સોફા પર આડી પડેલી મહિલા એના બલુન સમાન દેખાતા પેટ પર પીળા રંગના ટી-શર્ટની કરચલીઓ, નીલા રંગના સ્ટ્રેચ પેન્ટમાંથી ડોકાતા પગના તળિયા તેમ જ સોફાના હાથા પર દેખાતા માથા પર વિખરાયેલા ભૂખરા વાળની લટકતી લટો જોઈને એને અચંબો થયો. સત્તાવીસ વરસની અબળાનું વજન એની ઊંચાઈના પ્રમાણમાં બમણું લાગ્યું. સોફાની બાજુમાં પડેલા કૉફી ટેબલ પર ભાત ભાતના વાટકાઓમાં ખાવાની સામગ્રી હતી. મહિલાના હાથમાં પણ તળેલાં આલુની ચીપ દેખાઈ. પણ એની નજરો સામેના વિશાળ ટીવીના સ્ક્રીન પર ચોંટી હતી.

જાનવીને દિવાનખાનામાં દોરી લાવનારી રસોયણે ખોંખારો ખાતા આડી પડેલી મહિલાએ અવાજ તરફ માથું ફેરવ્યું સામે સપાટ ચપ્પલમાં બાવીસ વરસની પણ ૬'-૫ ઈંચની ઊંચાઈવાળી યુવતી દેખાઈ. એકવડા બાંધાની ઘઉંવર્ણી ત્વચા, મોટી બાંયો, સુંદર ભવાં તેમ જ કસીને ધોયેલા વાળને ઢાંકતા પાલવના બંને છેડા એના વક્ષસ્થળને સરખી રીતે ઢાંકેલા જોયા. ઘૂંટણથી બે ઇંચ ઊંચા યુવતીએ અડધા પતિયાળા પાયજામાને કારણે એ વધુ ઊંચી લાગતી હતી. મહિલાએ કર્કશ પણ તીખા અવાજમાં સવાલ કર્યો - "તેરા નામ ક્યા હૈ? આ દૃશ્યથી હેબતાઈ ગયેલી જાનવીએ તત્કાળ જવાબ આપ્યો નહિ. પણ મહિલાનો મિજાજ ગયો. "ઓય, બહેરી હૈ ક્યાં? તેરા નામ પૂછા મૈંને? તન્દ્રામાંથી જાગી હોય તેમ જાનવીએ જવાબ આપ્યો. "જાનવી દીક્ષિત એણે મહિલાને સંબોધી જવાબ આપ્યો નહિ. મેમસાહેબ કહ્યું નહિ.

મહિલાએ તુચ્છકારમાં કહ્યુું - "તો બામણી હૈ તૂ! જાનવીને થયું તરત જવાબ વાળવાનું કે "બામણી નથી. બ્રાહ્મણ પુત્રી છે. જાનવી સ્વાભિમાની નહોતી પણ સ્વમાની જરૂર હતી. આવા તુચ્છકાર એણે પહેલાં કદી સાંભળ્યા નહોતા. માતાપિતા તેમ જ સંબંધીઓ અદબપૂર્વક વાત કરવા ટેવાયા હતા. એના વાતાવરણના એના અચેતન માનસને મળતા સંદેશાઓએ એને પણ અદબ રાખતી સ્વમાની યુવતી બનાવી હતી. સારી શાળામાં દસમી સુધી ભણી હતી. શાળામાં પણ પ્રિન્સિપાલ અથવા શિક્ષકોએ આવી રીતના તુચ્છકારથી એને કદી બોલાવી નહોતી. બે ઘડીએ એની સ્મૃતિમાં આઠમીમાં પહેલા દિવસે આવી ત્યારનો પ્રસંગ ઊભરી આવ્યો તેને શિષ્યવૃત્તિ નહિ આપવાનો નિર્ણય સંભળાવતા પ્રિન્સિપાલે પણ કહ્યું હતું. "બેટા સોરી. તને શિષ્યવૃત્તિ નહિ આપી શકાય.

આ નિર્ણય એના કોમળ મન માટે ભારે આઘાતજનક હતો. સાતમીની પરીક્ષામાં એ પેપર તેને ભારે તાવમાં લખવા પડ્યા હતા. એના કુલ માર્ક ૭૯૯ આવ્યા હતા. શિષ્યવૃત્તિ મેળવવા ૮૦૦ માર્ક જરૂરી હતા. એના વતી દલીલ કરતાં એની વર્ગશિક્ષક પૂજા બહેને કહ્યુંં - એણે તાવમાં બે પેપર આપ્યા નહિ તો હંમેશાં ૮૨-૮૪ ટકા માર્ક મેળવતી આવી છે. ગ્રેસના બે માર્ક ઉમેરીએ તો તેના માર્ક ૮૦૧ થઈ જવાના એને શિષ્યવૃત્તિ આપી શકાય.

પ્રિન્સિપાલે કહ્યું - "એની કામગીરી મને પણ ખબર છે પણ અત્યારે ગ્રેસના બે માર્ક લાવીને શિષ્યવૃત્તિ આપવામાં આવી એ તપાસમાં બહાર આવી જાય તો તમને અને મને બન્નેને ભારે પડી જવાનું. બેટા સોરી તને શિષ્યવૃત્તિ નહિ આપી શકાય. એણે એવી દિલગીરી સાથે નિર્ણય કહ્યો કે - થેન્કયુ મેડમ કહીને એ બહાર ચાલી ગઈ. ત્યારે એના દિલથી મેડમ શબ્દ બહાર આવી ગયો.

મહિલા પર એના સંબોધનથી અસર થઈ કે નહિ એનો નિર્દેશ મળ્યો નહિ. પણ એ બોલવા લાગી. જાનવીને એની ફરજ સમજાવવા. એની પ્રિય પુત્રી - નાનકડીને રોજ નવરાવી - લૂછીને બાલ્કનીમાં લાવવાની. એના ત્રણ વારના દૂધનું ધ્યાન રાખવાનું. દૂધ ગરમ હોવું જોઈએ પણ નાનકીને દઝાડી નાખે એટલું નહિ. તમામ સૂચનાઓ પતી જતા સવાલ કર્યો - તારી સમજમાં આવી કે નહિ. બહેરી સાથે બુડથલ પણ નથી ને તું? જવાબમાં જાનવીએ ડોકું ધુણાવ્યું. હસીને ઉમેર્યું. આ કામમાં તને મહિને સાડાચાર હજાર રૂપિયા જ મળશે. જાનવીએ સંમતિમાં ફરી ડોક હલાવી અને રસોડા તરફ જવા ધસી.

ત્યાં હરલીન તાડૂકી "ક્યાં ચાલી ગમાર? નાનકીનો રૂમ આ બાજુ છે... જા - એને જલદી નવરાવી લૂછીને લઈ આવ. પણ દિવસથી કોઈએ એને નવરાવી નથી. જાનવીની સમજમાં આવ્યું કે આ ઘડીથી એની નોકરી શરૂ થઈ. કારણ વગર ભૂલ વગર પણ એના માટે આવા અપશબ્દોના ઉપયોગ કરી એને અપમાનિત કરવામાં આવી તો પણ એણે પ્રતિકાર કર્યો નહિ. એક પણ શબ્દ કાઢ્યો નહિ. એનું એને પોતાને આશ્ર્ચર્ય થયું. કદાચ એના અચેતન માનસે આ મહિલાને પડકાર ગણી એની પરીક્ષા લેવા એને તૈયાર કરી હશે. એને નોકરીની ખાસ જરૂર નહોતી. એના પિતાના પાંચ વરસ પહેલા અવસાનના કારણે એને શાળા છોડવી પડી. પિતા ખાનગી બૅંમાં કારકુન હતા તેથી પેન્શન નહોતું. નર્સ તરીકે માને મળતા પગારમાંથી સ્કૂલ ફીના મહિને પાંચસો રૂપિયા આપવાની સગવડ નહોતી. સુધરાઈની શાળામાં એ ભણવા માગતી નહોતી. ઓપન યુનિવર્સિટીની પદવી એ પદવી નહિ પણ ઉપાધિ બની જાય એવા અનેકના અનુભવો હતા. તેથી એ ઉપાધિ ઉઠાવવા પણ તૈયાર નહોતી. પણ સારી શાળાએ એને સમજશક્તિ આપી હતી. તેથી નાના કામ કરીને મહિને બે હજાર રૂપિયા મેળવી લહેતી પણ પાડોશમાં રહેતી સુષમા પોતાની સાથે એને આ ઘરમાં કામ કરવા ઘસડી લાવી. એ પડકાર ઝીલવા તૈયાર થઈ.

મહિનાભરમાં એની સમજમાં આવી ગયું. બાકીના તમામ નોકરો મેમસાબની જીહજૂરી કરીને કારણ વગર તેમના તીખા તમતમતા શબ્દોના-અપશબ્દોના કોરડા આપતા ઘા કેમ બરદાસ્ત કરી તેમની સામે હાથ જોડીને ઊભા થઈ જતા હતા. તમામ સ્વમાન વગરના છતાં નાની મોટી હેરાફેરીના - ચોરીના કામ કરતા હતા. ઘર માટેની તમામ જવાબદારી તેમના પર જ રાખવામાં આવતી હતી. કોઈ પણ વસ્તુ ખાવાપીવાના હિસાબ માગવામાં આવતા નહિ. ખર્ચા માટેના પૈસા લીધા બાદ ખર્ચા બતાવતા નહિ. મેમસાબ ક્યારેક બૂમાબૂમ કરતા ત્યારે આંખમાં આંસુ લાવી માફી માગતા તેમની સામે માથું ઝુકાવી દેતા. આમ મેમસાબની મગરૂરી સ્વીકારી લેતા જ તેમના તમામ ખોટા કામો માટે દરગુજર કરવામાં આવતા. જાનવીના આવી જતા એની પાછળ ઊભા રહેવામાં એમને વધુ આસાની થઈ. સ્વમાન વગરના ખોટા કામ કરતા અને ભૂલો સંતાડતા અચકાતા નથી. એવા માનવીઓ એ જાનવીનો નવો અનુભવ હતો.

એક વાર મોડી રાતના 

જસવંત માટે બારણું ખોલતા જાનવીએ અજબ દૃશ્ય જોયું. જસવંતના મોંમાંથી શરાબની વાસ આવતી હતી તે સામાન્ય બાબત. પણ એના શર્ટની કોલર પર લિપસ્ટિકના છાપા હતા. શરાબના ઘેનમાં પણ જસવંત સમજી ગયો કે જાનવી એના રહસ્યો જાણી ગઈ છે. ત્યારથી જાનવી માટે સહાનુભૂૂતિના શબ્દો કહેતા એ આગળ રહેતો. ખાસ તો આ બાબત જાનવી સાવ મૌન રહી તેથી.

મેમસાબે જાનવીને એક છૂટ આપી. રવિવારે સવારે એની માને મળવા જવા એની ગાડીમાં મોકલાવતી. એના પરત આવવા ગાડી ત્યાં જ રાહ જોતી. આમાં પણ માલકિનનો સ્વાર્થ હતો તે વાત સમજતા જાનવીને સમય લાગ્યો નહિ. ગાડીને ખોટી નહિ કરવાના ડરથી એ પાંચના બદલે ત્રણ કલાકમાં પરત આવી જતી હતી. જાનવી કોઈપણ ઠપકા અથવા અપશબ્દોના કારણે વિચલિત બનતી નથી - જવાબ પણ આપતી નથી અથવા આજીજી પણ કરતી નથી એ હરદિન માટે નવો અનુભવ હતો. એ એમાં પૈસાની મગરૂરીના દેખાવથી ડરતી પણ નથી અને અંજાતી પણ નથી. એ વાત હરલીનની સમજમાં આવી.

જુલાઈ ૨૦૦૫ના ભારે વરસાદના દિને પરાકાષ્ટા થઈ. નાનકીને નવરાવી જાનવી એને બાલકનીમાં લાવી ત્યારે મેમસાબને બાલ્કનીમાં ઊભા રહી વરસાદ જોતી જોઈ. હરલીનને ઊભી સ્થિતિમાં પહેલી વાર જોઈ હતી. હરલીને નાનકીને એના હાથમાં આપવા કહ્યું જેથી નાનકીને વરસાદ દેખાડે. નાનકીને હાથમાં બરાબર ગોઠવવાના હરલીનના પ્રયાસમાં નાનકી એના હાથમાંથી છૂટીને ચોથા માળેથી નીચે પટકાઈ. અવાજ સાંભળતા જ હરલીનનો પિત્તો ગયો. નાનકીના અકસ્માત માટે જાનવીને ગાળાગાળ કરવા લાગી. બરાડા પાડવા લાગી કે નાનકીનું એણે જાણીને ખૂન કર્યું છે.

નાનકી મારા હાથમાંથી નહિ પણ તમારા હાથમાંથી પડી ગઈ એમ જાનવીએ કહેતા જ મેમસાહેબે જાનવીને તમાચો મારવા હાથ ઉગામ્યો. એ જોતાં જ જાનવી ભાગીને રૂમમાં ગઈ. બિછાનામાં પડેલા તેના કપડા હાથ પર વીંટાળી બડબડાટ કરતી ચાર દાદરા ઊતરી - ઘર તરફ દોડવા લાગી. પણ રસ્તા પરના ભરાયેલાં પાણી અને વરસાદના કારણે વધુ દોડી શકી નહિ. એક ઘરના ગેટ ખુલ્લા જોઈ દોડીને એના પોર્ટિકોમાં જઈ ફસડાઈ પડી. એના પગારના પૈસા માગવા પણ રોકાઈ નહોતી એ સાત આઠ મહિનાના અત્યાચાર સહેવા છતાં એનું સ્વમાન બગાવત કરવાનું ચૂકી ગયું એ વિચારમાં તૂટી પડી. એના આંસુ રોકાતા નહોતા.

ગેટમાં દાખલ થતી યુવતિ એની આંસુ ભરી આંખો જોઈ શકી નહિ. પોર્ટિકોમાં યુવતિ રડતી જોઈ - એ બહેન પાસે આવી સવાલ કરવા લાગી. "કેમ રડે છે તું? શું થયું? કોણ છે તું? કોણ છે તું- એ સવાલ પર જાનવીએ ઊંચે જોયું. એ સવાલનો જવાબ એને મળ્યો નહિ? સ્વમાન વગર એનો પરિચય શું ગણાય એ સવાલ મનમાં ઉઠતાં ડૂસકાં ભરી રડવા લાગી. મહિલાએ એનું બાવડું પકડી એને ઘરમાં લઈ ગઈ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment