Saturday 30 April 2016

[amdavadis4ever] પાંચ મિનિટ તો શ ું મારી જિંદગીની પાંચ સેક્ધડ પણ શું કામ આપું તને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મા જ્યારે દીકરાને ચાહે છે, એને ઉછેરે છે, મમતાપૂર્વક એની કાળજી લે છે ત્યારે એના મનમાં એક આશા જન્મે છે કે દીકરો મોટો થઈને પોતાના ઘડપણની લાકડી બનશે. માની આ આશા ક્યારેક ફળીભૂત ન પણ થાય તોય એ દીકરાનું બૂરું કરતી નથી, બૂરું ઈચ્છતી નથી.

ફૅન્સનું આવું નથી હોતું. સેલિબ્રિટીઝના ફૅન્સ એ સુપરસ્ટાર સુપરનેતાને કે સુપરબિઝનેસમૅનને સુપરસંગીતકારને કે સુપરરાઈટરને મનોમન ખૂબ ચાહે છે. એની સાથે પોતાની જાતને આઈડેન્ટિફાય કરવા માંડે છે. એને પોતાની પ્રેરણામૂર્તિ ગણતા થઈ જાય છે. એ એમના માટે એક આઈડોલ બની જાય છે.

આપત્તિ હવે શરૂ થાય છે. જેને તમે મનોમન આટલો આદર આપ્યો એ પણ તમને એટલો જ ભાવ આપશે એવું આપણે માની બેસીએ છીએ. હાલાકિ, માએ જેમ પોતાના બાળક પાછળ જે જે કંઈ કર્યું છે એમાંનું આપણે કશું જ નથી કર્યું હોતું. આપણા એ આઈડોલ માટે. તસુભાર પણ નહીં. આમ છતાં, આપણી લાગણીને રેસિપ્રોકેટ કરવા એ એની જિંદગીમાંથી પાંચ મિનિટ આપણને આપશે એવી આશા આપણે રાખીએ છીએ, જેવી આશા 'ફૅન' ફિલ્મના ગૌરવ ચાન્દ્નાને છે. પણ આર્યન ખન્ના જ્યારે એને કહે છે કે, 'મેરી લાઈફ હૈ, મેરા ટાઈમ હૈ... પાંચ સેક્ધડ ભી ક્યું દૂં?' ત્યારે ગૌરવનું દિલ તૂટી જાય છે. ગૌરવ સમજવા તૈયાર નથી કે જેના લાખો નહીં કરોડો ચાહકો હોય એવી વ્યક્તિ જો પોતાના દરેક ફૅનને પાંચ - પાંચ મિનિટનો સમય ફાળવવા જશે તો જેના માટે તમે એને ચાહો છો એ કામ કરવાનો સમય એને ક્યાંથી મળશે? તમારી જેમ એને પણ માબાપ, પત્ની-બાળકો, મિત્રો, બિઝનેસ એસોસિએટ્સ વગેરે છે અને એમને પણ સમય આપવાની મારામારી છે. તમારી પ્રાયોરિટી તો લાસ્ટ છે એના માટે.

પણ ગૌરવ ચાન્દ્ના માની બેઠો છે કે અમે ફૅન્સલોકોએ જ તો આ સ્ટારને સ્ટારપદ સુધી પહોંચાડ્યો છે. અમે નહીં હોઈએ તો એ સાલાની (હા, સેક્ધડ હાફમાં ગૌરવ એના આરાધ્યદેવસમા આર્યન ખન્ના માટે આ શબ્દ પણ એની ગેરહાજરીમાં વાપરે છે) શું વિસાત છે?

એક ફૅન તરીકે ગૌરવ ભૂલી ગયો છે કે આર્યનને એણે નથી બનાવ્યો. આર્યન ખન્ના જ્યારે પોતાની મહેનતથી, ટેલન્ટથી, જીદથી અપમાનો સહન કરીને પણ સ્ટાર બની ગયો એ પછી ગૌરવ જેવા ફૅન્સ અસ્તિત્વમાં આવ્યા છે. આર્યન જ્યારે નોબડી હતો, સ્ટુડિયોઝના ચક્કર કાટતો હતો કે પ્રોડ્યુસર્સ - કાસ્ટિંગ ડિરેક્ટર્સનાં અપમાનો સહન કરતો હતો ત્યારે ક્યાં હતા આ બધા ફૅન્સ. ક્યાંય નહીં કારણ કે તે વખતે પોતાના આ ફૅન્સ નામની જમાતનો જન્મ જ નહોતો થયો.

આર્યનની ગ્લોરી વધી, ગ્લેમર સર્જાઈ, એની સત્તા - મહત્તા બની, એની પાસે પૈસો આવ્યો, એને પ્રસિદ્ધિ મળી ત્યારે એનું આવડું મોટું ફૅન ફોલોઈંગ ઊભું થયું છે. બાકી ટેલન્ટેડ તો કેટલાય લોકો હોય છે. રિયલ લાઈફમાં શાહરુખ ખાન કરતાં નસીરુદ્દીન શાહ અભિનય ક્ષેત્રે અનેકગણા ટેલેન્ટેડ ગણાય. પણ શાહરુખની સરખામણીએ નસીરસા'બ પાસેની ગ્લેમર, સત્તા-મહત્તા, પૈસો - પ્રસિદ્ધિ બધું જ ઘણું ઓછું છે એટલે એમનું ફૅન ફૉલોઈંગ પણ ઓછું છે. શાહરુખ પોતાના બંગલાની ટેરેસ પર ચઢીને વરસગાંઠને દિવસે 'દર્શન આપવા' આવે ત્યારે હજારોનું ટોળું ગાંડું થઈ જાય. નસીરસા'બની આ બાબતમાં એવું નથી બનવાનું).

ગૌરવ જેવા ફૅન્સની દલીલ એવી હોય છે કે અમે તમને બનાવ્યા અર્થાત્ અમે તમારા પિક્ચરો નહીં જોઈએ તો તમે કમાવાના કેવી રીતે? આ લૉજિકમાં પાયાની ખામી એ છે કે ફૅન્સ કંઈ એટલા માટે પિક્ચર જોવા નથી જતા કે એની આવકમાંથી શાહરૂખ ખાનના રસોડાનો ચૂલો ચાલે. કોઈનેય એની પડી નથી. ફૅન્સ સુપરસ્ટારનું મૂવી જોવા એટલા માટે જાય છે કે એમાંથી 'મને' આનંદ મળે, 'મને' મનોરંજન મળે, 'મને' મઝા પડે, 'મારો' ટાઈમપાસ થાય. અને જ્યારે 'મને' આમાંથી કશુંક નથી મળતું કે ઓછું મળે છે ત્યારે 'હું' તરત જ વૉટ્સઍપ પર કે ફેસબુક/ ટ્વિટર પર એ સુપરસ્ટારને ઉતારી પાડતા સંદેશા મૂકતો થઈ જાઉં છું.

ગૌરવ ચાન્દ્ના આર્યન ખન્નાના બંગલાની બહાર જમા થયેલી ભીડને ક્ધટ્રોલ કરી રહેલા સિક્યુરિટીના માણસોમાંના એકને કહે પણ છે કે: 'હું કંઈ એમનો ફેસબુક ટાઈપનો ડબલ ઢોલકી ચાહક નથી જે એક તરફ એની સાથે ફોટો પડાવવા માટે આજીજી કરતો હોય બીજી તરફ એમની ફિલ્મો વિશે ગાળાગાળી કરતો હોય?

સુપરસ્ટાર્સ કે કોઈપણ સેલિબ્રિટી માટે સૌથી મોટી આપત્તિ એ હોય છે કે એમના વિશેની સારી સારી વાતો મીડિયામાં આવે તો એને ફરમાસુ કે પેઈડ આયટમ માની લેવામાં આવે અને એમના વિશેની તદ્દન જુઠ્ઠી, બેબુનિયાદ અને ઈરાદાપૂર્વક ફેલાવવામાં આવેલી ખરાબ, ગંદી કે હલકટ વાતો મીડિયામાં આવે તો એને તરત જ સાચી માની લેવામાં આવે અને જોતજોતામાં એ વાઈરલ થઈ જાય.

'ફૅન'ના આરંભે આર્યન ખન્ના સાથે એવું જ બન્યું. આર્યનને ૪૮મી બર્થડે પર એને વિશ કરવા એના ઘરે આવેલો સિધ કપૂર નામનો હજુ ગઈ કાલે જ ઈંડામાંથી બહાર આવેલો ઍક્ટર આર્યન ખન્નાની જ એક્સપેન્સિવ રેડ વાઈન પીને આર્યનની પત્ની સાથે ફલર્ટ કરતો હતો. આર્યને આ હરકતને નજરઅંદાજ કરવાની ખૂબ કોશિશ કરી, ઘરે આવેલા અતિથિનું અપમાન નથી કરવું એમ માનીને ગુસ્સો ક્ધટ્રોલ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બદતમીજીની હદ આવી ગઈ ત્યારે આર્યને પેલાને ધીમેથી એક થપ્પડ મારીને ઘરની બહાર મોકલી દીધો.

બહાર મીડિયાના ટીવી કેમેરા સામે સિધ કપૂરે સ્ટેટમેન્ટ આપ્યું: 'હું તો આર્યન ખન્નાની ખૂબ ઈજ્જત કરું છું. એમની ફિલ્મો જોઈ જોઈને તો હું ઍક્ટિંગ શીખ્યો છું. ખબર નહીં મારાથી એ આટલા ઈન્સિક્યોર્ડ કેમ ફીલ કરે છે (!).'

સિધ કપૂર હાથમાં આવેલી આ પબ્લિસિટી મેળવવાની તકને જતી કરવા નથી માગતો. એ પોલીસમાં એફ.આઈ.આર. નોંધાવવા માગે છે, આયર્ન ખન્નાને અદાલતના પગથિયાં ચડાવવા માગે છે. શું કામ? એના જ શબ્દોમાં: 'યે મેરી ડ્યૂટી હૈ તાકિ ઔર કોઈ ન્યુ કમર સિનિયર ઍક્ટર કે ગુસ્સે કા શિકાર ન હો.'

અને મીડિયા મંડી પડે છે: 'થપ્પડ કી ગૂંજ. આર્યન ખન્ના કા બૂરા વક્ત ચલ રહા હૈ. એક તરફ ઉન કી ઉમ્ર ઢલ રહી હૈ ઔર દુસરી તરફ ફિલ્મેં પિટ રહી હૈ... સમયે આર્યન ખન્નાનો સાથ છોડી દીધો છે... આર્યન ખન્નાના દિવસો પૂરા થઈ ગયા...'

મીડિયાનો એક પણ માઈનો લાલ આર્યન ખન્નાનો કૉન્ટેક્ટ કરીને આ થપ્પડ પાછળનું કારણ શું છે એ જાણવાની કોશિશ કરતો નથી.

નાનપણથી આર્યન ખન્નાનો જબરો ફૅન એવો ગૌરવ આ સમાચાર ટીવી પર જોઈને સમસમી જાય છે. મનોમન બોલે છે: 'તેરે જૈસે કિતને આયે ઔર કિતને ચલે ગયે, પચ્ચીસ સાલ સે (વે) વહીં કે વહીં હૈ. આર્યન ખન્ના કો કોઈ ઉખાડ નહીં પાયા.'

અને ગૌરવ ચાન્દ્ના સિનિસ્ટર મોટિવ સાથે સિધ કપૂરને મળવા એના લોકેશન શૂટિંગ પર પહોંચી જાય છે. સિધની આગામી ફિલ્મની એકશન સિક્વન્સ ક્યાં શૂટ થઈ રહી છે? 'મુંબઈ સમાચાર'ની ઑફિસ સામેના હૉર્નિમન સર્કલના ડાબા રસ્તે એશિયાટિક લાયબ્રેરી જાઓ તો રસ્તામાં જ શૂટિંગ ચાલુ હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment