Saturday 30 April 2016

[amdavadis4ever] ભારતના ફરાર આર ોપીઓને પાછા લા વવા મુશ્કિલ હી નહીં, નામુમકીન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગભગ ૧૭ જેટલી બેન્કોનું રૂ. ૯૦૦ કરોડનું ફુલેકું ફેરવીને ભારતમાં ઉદ્યોગપતિ તરીકે જાણીતો સંસદસભ્ય વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો છે અને હવે તેના અંગે દરરોજ જુદી-જુદી વાતો બહાર આવી રહી છે. 

'લિકર બેરન' તરીકે જાણીતો વિજય માલ્યા શરૂઆતથી જ રંગીન મિજાજ ધરાવે છે. તેની પાસે કારોનો કાફલો છે, વૈભવશાળી યૉટ છે, દેશવિદેશમાં અનેક વિલા છે અને કુલ ૧.ર અબજ અમેરિકન ડોલરની સંપત્તિ ધરાવતો માલ્યા હાલમાં ઇંગ્લેડમાં જઈને વસ્યો છે. વિજય માલ્યા સામે આર્થિક ગુના શાખા (ઈકોનોમિક ઓફેન્સ વિંગ)એ પગલાં ભરવાની શરૂઆત કરી છે.

પણ, તે ઇંગ્લેન્ડનો પણ નાગરિક હોવાનું બહાર આવ્યું છે. ભારત સરકારે તેનો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કર્યો છે, પણ માલ્યાને એથી કોઈ ફરક પડે એવી શક્યતા નહિવત્ છે. ભારતમાં વિજય માલ્યા જેવાં અનેક કિસ્સાઓ નોંધાયા છે, પણ એક વાર સરકારની પકડમાંથી છટકીને વિદેશ ભાગી જનારા ભાગેડુઓને પાછા લાવવામાં અને તેમની સામે અદાલતમાં કામ ચલાવવામાં આવે એ સ્વપ્ન જ બની રહ્યું છે. 

આર્થિક ગુનેગાર હોય કે કોઈ હત્યારો હોય, એક વાર દેશમાંથી છટકી ગયેલા આરોપીને પાછો લાવવામાં કેન્દ્ર સરકારને ભાગ્યે જ સફળતા મળે છે, એ ફરી એક વાર સાબિત થયું છે. વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિને દેશમાંથી છટકવા કેમ દીધો એવો પ્રશ્ર્ન પુછાય એટલી હદે સરકાર ઢીલી પડે છે. 

આમ પણ, હાઈ-પ્રોફાઈલ કેસમાં કાયમ બનતું આવ્યું છે કે એવા કૌભાંડમાં ફસાયેલા લોકો આસાનીથી છટકી જાય છે અને પછી તેમને પાછા દેશમાં લાવવા માટે સરકાર ધમપછાડા કરતી રહે છે અને તેમાં તેમને ભાગ્યે જ સફળતા મળે છે. વિજય માલ્યા અત્યારે લંડનમાં એશો-આરામથી રહે છે અને રોજ જુદી-જુદી ઓફરો મોકલતો રહે છે કે હું આટલી રકમ ચૂકવવા તૈયાર છું, પણ સરકાર યુ.કે.ની સરકારને કહીને ઇંગ્લેન્ડમાંથી તેનો દેશનિકાલ કરાવીને ભારત લાવી શકતી નથી. 

ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. ખૂનખાર ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ ભારતમાં અનેક કેસમાં 'વોન્ટેડ' છે અને તે કરાચીમાં આરામથી રહે છે, એમ કહેવાય છે. પડોશી દેશ સાથે સારા સંબંધ ન હોવાને કારણે આપણે આ ત્રાસવાદીને પાછો લાવી શકતા નથી. 

આજ સુધીમાં દેશ છોડીને ભાગી ગયેલા આરોપીમાંથી માંડ એક કે બેને સરકાર પાછા લાવી શકી છે. તેમાં અંડરવલ્ડ ડોન છોટા રાજન અને અબુ સાલેમનો સમાવેશ થાય છે. 

ગયે વર્ષે ભારત સરકારને છોટા રાજનને પાછા લાવવામાં સફળતા મળી હતી. ઈન્ડોનેશિયામાંથી તેને દેશનિકાલ કરાવીને ભારત તેને સ્વદેશ લઈ આવ્યું. તેની સામે હત્યા, ખંડણી અને કેફી દ્રવ્યોની દાણચોરી જેવા અનેક કેસ છે. તે ભારતમાંથી ભાગી ગયા પછી લગભગ ર૭ વર્ષે પાછો પકડમાં આવ્યો છે. અંડરવલ્ડના ડોન તરીકે કુખ્યાત છોટા રાજનને પકડાવવામાં દાઉદે મોટો ભાગ ભજવ્યો હોવાની વાતો ચર્ચાઈ રહી છે. આમ પણ છોટા રાજન એ દાઉદનો હરીફ હોવાથી દાઉદના મળતિયા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓને મળેલી માહિતીના આધારે તેની ઈન્ડોનેશિમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારમાં તેની સામે ૭૧ જેટલા કેસ નોંધાયેલા છે. 

ભારતને બીજી સફળતા અબુ સાલેમને પાછા લાવવામાં મળી છે. ર૦૦પના નવેમ્બર મહિનામાં પોર્ટુગલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બધડાકામાં તેનો હાથ હોવાથી દાઉદના આ જૂના સાથીદારને ભારત લાવવામાં સીબીઆઈને સફળતા મળી હતી. અબુ સાલેમની ધરપકડ થઈ ત્યારે દાઉદ પણ હવે ટૂંક સમયમાં જ પકડાશે એવી આશા જાગી હતી, પણ છેલ્લાં અનેક વર્ષોથી પાકિસ્તાનમાં છુપાઈને બેસેલા દાઉદને લાવવામાં ભારતને સફળતા મળી નથી. માત્ર થોડા-થોડા દિવસે તેના વિશે અફવાઓ સંભળાતી રહે છે. 

ગુલશનકુમાર હત્યાકાંડમાં નામ સંડોવાયા પછી બોલીવૂડના સંગીતકાર તરીકે અનેરી નામના ધરાવનારા નદીમ-શ્રવણની જોડીનો નદીમ પણ ભારત છોડીને ભાગી ગયો. સન ૨૦૦૦ની એ વાત છે. આજ દી સુધી તેને પાછો લાવવામાં સરકારને સફળતા મળી નથી. 

જોકે, આવા ગુનેગારોને પાછા લાવ્યા પછી તેમની સામે અદાલતી કાર્યવાહીમાં પણ લાંબો સમય ચાલ્યો જાય છે. એટલે તેઓ જેલમાં મજ્જાથી રહે છે. અબુ સાલેમ ર૦૦પથી ભારતમાં છે, પણ તેની સામે કોઈ નક્કર પગલાં ભરાયાં નથી, એ જ રીતે છોટા રાજન સામે પણ અનેક કેસ છે, પણ તેને યોગ્ય સજા થઈ નથી, પણ એ આખો અલગ વિવાદનો વિષય છે. 

ભારતમાંથી ભાગી ગયેલા અને તેમને પાછા લાવવામાં ભારત સરકારને નિષ્ફળતા મળી હોય એવા ગુનેગારોમાં અબુ જુંદાલ, કીમ ડેવી, લલિત મોદી, વોરેન એન્ડરસન જેવાનો સમાવેશ થાય છે. 

૧૯૮૪માં થયેલી ભોપાળ ગેસ દુર્ઘટનામાં આરોપી તરીકે વોરેન એન્ડરસનની ધરપકડ મધ્ય પ્રદેશની પોલીસે કરી હતી. તેને જામીન પર છોડવામાં આવ્યો અને માત્ર રપ,૦૦૦ના બોન્ડ પર અમેરિકા જવાની છૂટ પણ આપવામાં આવી. ત્યાર પછી તે પાછો જ ફર્યો નહીં અને ૨૦૧૪માં ૯૨ વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું. ર૦૦૩માં અમેરિકાની સરકારે ભારતની તેને દેશનિકાલ કરવાની અરજી ફગાવી દીધી હતી. બરાક ઓબામા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સારા સંબંધ હોય કે ભારતના વડા પ્રધાનોનું અમેરિકામાં લાલ જાજમ પર સ્વાગત કરાતું હોય પણ આવા ગુનેગારને સોંપવામાં કોઈ જ પહેલ કરતું નથી. 

મુંબઈમાં ર૦૦૮માં ર૬ નવેમ્બરે થયેલા બોમ્બધડાકાના એક આરોપી અબુ જુંદાલનો કેસ પણ કંઈક આવો જ છે. લશ્કર-એ-તોયબાના આ આતંકવાદીને કોઈ સરકાર આપણા દેશમાં નથી લાવી શકી. 

૧૯૯૫નો પુરુલિયા કેસ યાદ છે? ડેન્માર્કના નાગરિક કિમ ડેવી ઉર્ફે નીલ હોકે શસ્ત્રો ફેંકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સીબીઆઈએ તેને ભારત લાવવા માટે બે વખત પ્રયાસ કર્યા પણ તેમને સફળતા નથી મળી. 

હજારો કરોડના સટ્ટાકાંડમાં નામ આવ્યા પછી લલિત મોદી ભારત સરકારને હાથતાળી આપીને છટકીને ઇંગ્લેન્ડ ભાગી ગયો. ઈડીએ તેની સામે ફોરેક્સ ભંગના અનેક ગુના દાખલ કર્યા અને તેને સવાલો પૂછવા માટે બોલાવ્યો, પણ તે ર૦૧૦થી યુ.કે.માં જઈને બેઠો છે અને તેને પાછો લાવવો મુશ્કેલ જ નહીં, નામુમકીન છે. 

આ બધા આરોપીઓ ફક્ત છટકી જ નથી જતા, પણ સાથોસાથ ભારતના અર્થતંત્રને પારાવાર નુકસાન પણ પહોંચાડતા જાય છે. લલિત મોદી, વિજય માલ્યા, દાઉદ કે બીજા કોઈ પણ ગુનેગાર વિદેશમાં જઈને આરામથી જિંદગી વિતાવે છે. તેમની સામે ભારતમાં અનેક કેસ હોવા છતાં ભારત સરકાર બીજા દેશની સરકારને ગળે એ વાત ઉતારીને તેમને પાછી લાવી શકતી નથી. 

આમાં ખૂનખાર ત્રાસવાદી, બિઝનેસમેન, સટ્ટાકાંડનો આરોપી, સંગીતકાર, હજારોનાં મોત માટે જવાબદાર વ્યક્તિ એમ દરેક પ્રકારના લોકો છે, તેમને પાછા લાવી સજા ફટકારવી એ સરકારનો હેતુ હોવો જોઈએ, પણ તેમાં ઢીલું વર્તન બતાડનારી સરકારની મથરાવટી મેલી હોવાની શંકા જાગ્યા વિના રહેતી નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment