Saturday 30 April 2016

[amdavadis4ever] બ્લુ બુક - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાસ્યવૃત્તિ એ હાસ્યાસ્પદ પ્રવૃત્તિ ન હોવી જોઈએ
 

 
બ્લુ બુક - કાજલ ઓઝા - વૈદ્ય
 
એક પતિ-પત્નીમાં ઝઘડો થયો હતો. દિવસ આખો ખરાબ રીતે પૂરો થયો. પછી બંને જણાંએ મનોમન નક્કી કર્યું કે હવે કકળાટ કરવાને બદલે બંને જણાં સમાધાન કરી લેશે. પતિ થોડા પૅગ દારૂ પીને ઘરે પહોંચ્યો. પત્ની પણ માનસિક રીતે તૈયાર હતી. એણે દરવાજો ખોલતાંની સાથે જ કહ્યું, "આઇ લવ યુ. પતિએ મીંચેલી આંખે જ કહ્યું, "ફ્રીઝમાં મૂકી દે, હું સવારે ખાઈશ.
અણવરે પૂછ્યું, "ક્ધયાએ ડાબે બેસવાનું કે જમણે ? ગોરબાપાએ કહ્યું, "ભાઈ, હમણાં ગમે તે બાજુ બેસે, પછી તો માથે જ
બેસવાનું છે.
માનવશરીરમાં એક લાખ ૪૯ હજાર જેટલી નસ છે, પણ પત્નીને જ ખબર છે કે કયા સમયે કઈ દબાવવાની...
એક પતિ-પત્ની ડૉક્ટરને ત્યાં ગયાં. પત્નીએ કહ્યું, "એ ઊંઘમાં બહુ બબડે છે. એમને કંઈ દવા આપો. ડૉક્ટરે કહ્યું, "કંઈ દવા નથી, સલાહ છે. એમને દિવસે તક આપતા જાવ, રાત્રે નહીં બોલે.
એમ કહેવાય છે કે સ્રી શક્તિ છે, તો પુરુષ ? ભઈ! પુરુષ
સહનશક્તિ છે.
આ અને આવા કેટલાય જૉક્સ આપણે વોટ્સએપ પર વાંચતા રહીએ છીએ... સ્ત્રી-પુરુષના સંબંધો કે પતિ-પત્નીના સંબંધો વિશે વિચિત્ર પ્રકારના ફની જૉક્સ આપણા સુધી પહોંચતા રહે છે. દામ્પત્ય અથવા લગ્નજીવનને મજાક બનાવી દેતા, હાસ્યાસ્પદ બનાવીને રજૂ કરાતા આ જૉક્સમાં સામાન્ય રીતે પતિને પીડિત- શોષિત- હેરાન- પરેશાન થયેલો દેખાડવાની ફૅશન ચાલે છે. શત્રુઘ્ન સિંહાએ એક ઇન્ટર્વ્યૂમાં કહેલું, "આઇ એમ મેરીડ ઍન્ડ માય વાઇફ ઇઝ હેપી.
એક તરફથી સ્ત્રીઓ કહે છે કે એમના પર અત્યાચાર થતા રહ્યા છે. પ્રેમના નામે, લગ્નના નામે કે સમાજ અને સોસાયટીના નામે સ્ત્રીને હંમેશાં એક્સ્પ્લોઇટ કરવામાં આવી છે. તો બીજી તરફ દાંપત્યના જૉક્સ હંમેશાં પુરુષની પીડાના અને સ્ત્રીની ઑથોરિટીના, એની દાદાગીરીના અથવા પત્નીને કારણે હેરાન થતા પુરુષોની વાત કહેતા રહ્યા છે. આપણે જોવા જઈએ તો સમજાય કે એક તરફથી અત્યાચારની ફરિયાદ સ્ત્રી કરે છે, તો બીજી તરફથી ભલે હસતાં હસતાં જૉક્સમાં કે મજાક બનાવીને, પણ પુરુષનો મુદ્દો તો એ જ છે કે લગ્ન કરવાથી પુરુષની સ્વતંત્રતા છીનવાય છે, એના સુખ પર તરાપ પડે છે.
ખરેખર દાંપત્ય એ બંનેની સ્વતંત્રતા છીનવતી કોઈ એવી સંસ્થા છે, જેમાં બેઉ સુખી નથી ? લગ્ન કરવાથી પુરુષ ધણી બને છે કે ગુલામ બની જાય છે ? લગ્ન કરવાથી સ્ત્રી પત્ની હોવાનો સન્માનનીય દરજ્જો પામે છે કે પુરુષની સગવડ, સેવા અને સેક્સ માટેનું એક મશીન બનીને રહી જાય છે ? આ સવાલના જવાબો દરેક માણસ પાસે જુદા છે, વ્યક્તિએ વ્યક્તિએ પોતાની પાસે જુદી માન્યતા અને એની જુદી અભિવ્યક્તિ છે. સવાલ એ છે કે જો બંને જણાં દુ:ખી છે અને એ વારંવાર કહેવાયું છે, પ્રસ્થાપિત કરાયું છે, એના વિશે ચર્ચા કરાઈ છે કે એની બાબતે ટૂચકા કહેવાયા છે તો આટલાં બધાં લગ્નો થાય છે શા માટે ? હજારો-લાખો રૂપિયા ખર્ચીને કેટલાય લોકો લગ્ન કરે છે. મેરેજ બ્યુરો ધમધોકાર ચાલે છે. સિઝન આવે કે તમામ યુવા દિલો પ્રેમમાં પડવા થનગને છે. પ્રેમમાં પડે એટલા પરણવા તલપાપડ થાય છે... ને આ બધું પત્યા પછી ફરી એક વાર લગ્નજીવનના જૉક્સ ચારે તરફ કહેવાતા જાય છે, સંભળાતા જાય છે !
'પ્યાર કા પંચનામા', 'વેલકમ' જેવી ફિલ્મો લગ્નમાં બંધાયેલા, પ્રેમમાં પડેલા, પરંતુ પાંખો ફફડાવવા મથતા કોઈ પંખી જેવા પુરુષોની કથાઓ છે. મૂર્ખ કહી શકાય તેવી ભોળી પત્નીઓ, છતાં પતિદેવોની ફિતરત જાણતી હોવાને કારણે શંકાશીલ વૃત્તિ ધરાવતી હોય, પતિ આ બધું જ જાણવા-સમજવા છતાં પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિને રોકી શકે નહીં અને એમાંથી નીપજતા ગોટાળાઓ અને હાસ્યની કથા આપણે આવી ફિલ્મોમાં જોતા રહ્યા છીએ. બીજી તરફ 'ફેટલ એટ્રેક્શન' અને 'ઇટ હેપન્ડ વન નાઇટ', 'ડિસક્લોઝર', 'અનફેઇથફુલી યૉર્સ' જેવી ફિલ્મો આપણને લગ્નજીવનની બહાર પગ મૂક્તા જીવનસાથી અને એને કારણે સર્જાતા વંટોળની કથાઓ ગંભીરતાપૂર્વક કહે છે.
સાચું પૂછો તો દાંપત્યજીવન એ ભય પમાડવા જેવી બાબત નથી, તો બીજી તરફ હસી કાઢવા જેવી બાબત પણ નથી જ. લગ્નજીવન એ એક ગંભીર જવાબદારી છે. આખી જિંદગી જેની સાથે જીવી શકાય એવો જીવનસાથી શોધવો, એની સાથે આખી જિંદગી વિતાવવી અને સ્નેહપૂર્ણ-અર્થપૂર્ણ જીવન જીવી જવું સહેલું નથી. જે પતિઓ પોતાની પત્ની વિશે જૉક્સ કરતા હોય, મજાક કરતા હોય કે એમને ઉતારી પાડતી, ઘસાતી બાબતો બોલીને હાસ્ય નિપજાવવાનો પ્રયાસ કરતા હોય એ તમામ પતિઓ - પુરુષો ક્યાંક ને ક્યાંક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાય છે? જ્યારે આપણે હાસ્ય નિપજાવવા માટે કે સેન્સ ઑફ હ્યુમર દેખાડી આપવા માટે ત્રીજી વ્યક્તિનો સહારો લેવો પડે - એને ટાર્ગેટ બનાવીને જૉક્સ કરવા પડે ત્યારે એમ માની લેવું કે આપણી હાસ્યવૃત્તિમાં ક્યાંક ખોટ અથવા ઓટ આવી છે. બીજાને લક્ષ્ય બનાવીને ફેંકાયેલાં તીર કદાચ આપણા માટે હાસ્ય નિપજાવે, પણ એને તો ખૂંચે જ છે - ખૂંચતાં જ હશે એવું સમજવું એ માણસ હોવાનું એક લક્ષણ છે. ઘણા પતિઓને એવું સમજાતું નથી કે પત્નીની સ્થૂળતા વિશે, એની રસોઈ વિશે, એના દેખાવ કે એના ભોળપણ અથવા બેવકૂફી વિશે જૉક્સ કરીને હસવું એ માત્ર પત્નીનું જ નહીં, દાંપત્યજીવનનું અને પત્નીની કાળજીનું, એના સ્નેહનું અને એણે કુટુંબ માટે કરેલા સમર્પણનું અપમાન છે. જે પતિઓ પત્નીની મજાક ઉડાવીને હસે છે એ બધા પતિઓએ એક વાર પોતાની જાતને પૂછવું જોઈએ કે આવી જ રીતે સમારંભમાં, સ્ટેજ ઉપરથી સ્ત્રી-પુરુષના જૉક્સમાં, પતિ-પત્નીના જૉક્સમાં એક્સરખા પતિની બેવકૂફીના, એની સ્થૂળતાના, એના ખાઉધરાપણાના કે એના ગુસ્સાના જૉક્સ કહેવાતા હોય ત્યારે પતિ ઓડિયન્સમાં બેસીને પત્નીની સાથે સહજતાથી હસી શકે ? જો હસી શકે તો એને જૉક્સ કરવાનો અધિકાર છે, પણ જો આવા પતિને લક્ષ્ય બનાવીને કહેવાયેલા જૉક્સમાં એને પોતાના પુરુષત્વનું અપમાન લાગતું હોય, એને એમ લાગતું હોય કે એ જૉક્સને કારણે એના અહંકાર પર ઘસારો પડે છે તો એણે એટલું સમજવું જોઈએ કે આવા સમારંભોમાં સ્ત્રી વિશેના જૉક્સ કે પત્ની વિશેના આવા જૉક્સ સાંભળીને એની બાજુમાં બેસીને હસતી એની પત્ની કેટલી ઉદાર હૃદય અને કેટલી સ્નેહાળ છે! લગ્નજીવન ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને કારણે તૂટતું નથી. મા, સાસુ, નણંદ, ભોજાઈ, દેરાણી-જેઠાણી, પતિની બહેનપણી કે પતિનો મિત્ર, પત્નીની બહેનપણી કે પત્નીનો મિત્ર લગ્નજીવનને તોડી શકે નહીં. લગ્નજીવનમાં પહેલી તિરાડ એકબીજા પરત્વેના સન્માનને હાનિ પહોંચે ત્યારે પડે છે.
સેન્સ ઑફ હ્યુમર બહુ અગત્યનો અને બહુ રસપ્રદ ગુણ છે. એક માણસમાં (વ્યક્તિમાં) જો સેન્સ ઑફ હ્યુમર હોય તો એના બીજા ઘણા અવગુણો આપોઆપ છુપાઈ જાય છે - ઢંકાઈ જાય છે. ખુલ્લા દિલે હસી શક્તી વ્યક્તિ પોતાના સંબંધોને ટકાવવામાં હંમેશાં સફળ નીવડે છે, પરંતુ જે માણસ હસવા માટે પોતાના જીવનસાથીનું નિશાન તાકે એ અથવા બીજા લોકો ત્યારે પોતાના જીવનસાથી તરફ નિશાન તાકીને ઊતરતી, ઘસાતી કે એના સન્માનને હાનિ પહોંચતી કમેન્ટ્સ કરે ત્યારે એ સહન કરી જતા પુરુષ જેટલો નબળો અને મૂર્ખ માણસ બીજો કોઈ નથી, કારણ કે દાંપત્ય પછી એક બનેલા બે જણાંમાંથી કોઈ પણ એકની મજાક કે કોઈ પણ એકને ઉતારી પાડવાની પ્રવૃત્તિ એ આપોઆપ બીજી વ્યક્તિનું અપમાન જ છે !
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment