Saturday, 30 April 2016

[amdavadis4ever] સુખનો પાસવર્ડ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આર્થિક સલામતી અને મહત્ત્વાકાંક્ષા માણસને લોલક જેવો બનાવી દે ત્યારે...
 
સુખનો પાસવર્ડ - આશુ પટેલ
 
માણસ પોતાના સપનાં પૂરા કરવા દુ:ખી થવાની તૈયારી રાખે તો તેને સફળતા મળે જ
 

બલરાજ સાહની જેવા દિગ્ગજ અભિનેતાએ અકળાઈને કહી દીધું કે, "તું આ જન્મારે તો ક્યારેય અભિનેતા નહીં બની શકે! એથી સંઘર્ષ કરી રહેલા યુવાનને ખરાબ લાગ્યું પણ તેણે હિંમત હારવાને બદલે કોશિશ ચાલુ રાખી.

 

તે યુવાનને મુંબઈમાં શરૂઆતના દિવસોમાં તો ખ્વાજા અહમદ અબ્બાસે પોતાના બાંદરાસ્થિત ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી, પણ થોડા મહિના પછી તે યુવાને પરેલ જેવા મધ્યમવર્ગી વિસ્તારમાં એક ચાલમાં નાનકડી ઓરડી ભાડે મેળવી લીધી. તેત્રીસ રૂપિયા સાથે મુંબઈ આવ્યો હતો એ રૂપિયા તો થોડા દિવસોમાં જ વપરાઈ ગયા હતા.

 

તે યુવાન જે કામ મળે એ સ્વીકારી લેતો હતો, પણ ઘણી વાર દિવસો સુધી તેને કોઈ કામ મળતું નહોતું એટલે ક્યારેક તેણે ભૂખ્યા સૂઈ રહેવાનો વારો આવતો. ઘણી વાર તેને પોતાનું વતન, પોતાનું કુટુંબ, પોતાના દોસ્તો અને ચુંબન કરીને પ્રેમ વરસાવતી પેલી છોકરી યાદ આવી જતી હતી. એવી ક્ષણોમાં તે ઢીલો પડી જતો, પણ ફરી બીજી સવારે તે નવા જોમ સાથે કામ મેળવવાની કોશિશ શરૂ કરી દેતો.

 

આ રીતે એક વાર બે-ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા પછી ભૂખનું દુ:ખ સહન ના થયું એટલે તેણે પોતાને બહુ પ્રિય એવું પોસ્ટલ સ્ટેમ્પ્સ કલેકશન વેચી દેવું પડ્યું. સ્ટેમ્પ્સ કલેકશન વેચતી વખતે તેને બહુ દુ:ખ થયું અને અધૂરામાં પૂરું હવે બીજું કંઈ વેચવા માટે પણ નથી એ ચિંતા તેને કોરી રહી હતી.

 

છેવટે તે યુવાને વૉર સેન્સરશિપ ઑફિસમાં નોકરી સ્વીકારી લીધી. એ નોકરીમાં તેણે ભારતીય તથા અંગ્રેજ સૈનિકોએ લખેલા પત્રો વાંચવાના હતા અને એમાં કંઈક વાંધો પડે એવું લખાણ હોય તો એ છેકી નાખવાનું હતું. એ માટે તેને રૂપિયા ૧૬૫ પગાર પેટે મળતા હતા. પહેલા તો તે યુવાનને એ કામ કંટાળાજનક લાગતું હતું, પણ પછી કુટુંબના વિયોગમાં ઝૂરતા સૈનિકોના શબ્દો વાંચીને તેમની આંખો ભીંજાવા લાગી.

 

જો કે થોડા સમયમાં જ તે યુવાનના મનમાં સવાલ ઉઠવા લાગ્યો કે હું આ શું કરી રહ્યો છું? મારે તો અભિનેતા બનવું છે. ૧૬૫ રૂપિયાના પગારવાળી નોકરી આર્થિક સલામતી આપતી હતી પણ અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા તેને તકલીફ આપતી હતી. એટલે તે યુવાને ફરી વાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ શરૂ કર્યો.

 

બે વર્ષના સંઘર્ષ અને રઝળપાટને અંતે તે યુવાનને પહેલી ફિલ્મ મળી, "હમ એક હૈ અને એ પછી તો તેણે જીવનમાં પાછું વાળીને જોયું નહીં.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment