Thursday, 28 April 2016

[amdavadis4ever] વિચારોમાં સંજોગોને ઝ ુકાવવાની શ ક્તિ હોય છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પશ્ર્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા હતા. એ કાર્યક્રમમાં પશ્ર્ચિમ બંગાળના શ્રમ ખાતાના નાયબ પ્રધાન કુંડુ પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીને કારણે કોલકાતાથી સો કિલોમીટર દૂરના એ ગામમાં કેટલાક પત્રકારો પણ પહોંચી ગયા હતા. પત્રકારોએ પ્રધાનને કારણે એ કાર્યક્રમમાં હાજરી આપવી પડી હતી, બાકી તેમને એ શાળાના કાર્યક્રમમાં બિલકુલ રસ નહોતો. નાયબ શ્રમ પ્રધાન કદાચ કોઈ અગત્યની જાહેરાત કરે તો તેમણે સમાચાર લોકો સુધી પહોંચાડવાના હતા. અને નહીં તો રાબેતા મુજબ તેઓ બીજા બધા પ્રધાનોની જેમ વિદ્યાર્થીઓ સામે મોટી મોટી વાતો કરે એ સમાચારરૂપે ઘસડી કાઢવાની હતી.

એ શુષ્ક કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થિની બોલવા માટે ઊભી થઈ. અગિયાર વર્ષની તે છોકરીએ પહેલા તો તેની સ્પીચમાં કહ્યું કે શાળાના અને શિક્ષણના શું ફાયદા છે. એ વાત કરતા કરતા તેણે તેની અને તેની બહેનની વ્યથાકથા કહી દીધી. તેને કહ્યું કે મને આ ઉંમરે પરણાવી દેવા માટે મારાં માતાપિતા દબાણ કરી રહ્યાં છે. તેઓ મારા માટે પતિ શોધી રહ્યાં છે, પણ મારી બહેનની દશા જોયા પછી મેં નક્કી કર્યું છે કે હું કોઈ કાળે તેમના દબાણને વશ નહીં થાઉં. મારાં માતાપિતાએ મારી મોટી બહેનને માત્ર દસ વર્ષની ઉંમરે તેનાથી ઘણા મોટા પુરુષ સાથે પરણાવી દીધી. બિચારી મારી બેન નાની ઉંમરમાં ચાર-ચાર વખત ગર્ભવતી બની અને તેણે દરેક વખતે મ્રુત બાળકને જન્મ આપ્યો. તેની હાલત જોઈને મારું હૃદય દ્રવી ઊઠે છે. હવે મારાં માતાપિતા મને પણ અગિયાર વર્ષની ઉંમરે પરણાવી દેવા ઇચ્છે છે, પણ શાળામા આવવાને કારણે મને સમજાયુ કે હું કંઈ મારાં માતાપિતાની મિલકત નથી કે તેઓ મારી સાથે મનફાવે એમ વર્તી શકે...

તે છોકરીની સ્પીચ પૂરી થઈ ત્યાં સુધીમાં નાયબ શ્રમ પ્રધાન, પત્રકારો અને શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. તે અગિયાર વર્ષની છોકરી કોલકાતાના અખબારોમાં ચમકી ગઈ. 

જો કે તે લોકો તે છોકરી વિશે જાણીને તેની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે તે છોકરી નરક જેવી યાતનામાંથી પસાર થઈ રહી હતી. શાળામાં ચોંકાવનારી સ્પીચ આપીને તે છોકરી ઘરે પહોંચી એ પહેલા તેના ઘરે તેના બળવો પોકારતા ભાષણ વિશે વાત પહોંચી ગઈ હતી. તે છોકરી ઘરે પહોંચી એ સાથે તેની માતા લાકડી લઈને તેના પર ઝનૂનપૂર્વક ફરી વળી. તે છોકરીની કારમી ચીસો સાંભળી છતાં તેના કોઈ પાડોશીઓ મદદે ના આવ્યા. કારણ કે તે છોકરીએ બાળવિવાહ સામે જાહેરમાં અવાજ ઉઠાવ્યો હતો. તે છોકરીના બીજા વડીલોએ પણ તેને બેરહેમીથી ફટકારી. તે છોકરીનું ગામ ભારતના સૌથી વધુ ગરીબ ગામોમાંનું એક હતું અને ભારતના મોટા ભાગના વિસ્તારોની જેમ એ ગામમાં પણ કોઈ સ્ત્રી છોકરીને જન્મ આપે એ બહુ ખરાબ સમાચાર ગણાતા હતા. સ્ત્રીઓને પગની જૂતી સમાન ગણતા એ ગામમાં અને સમાજમાં એક છોકરીએ વિદ્રોહ કર્યો એટલે ખળભળાટ મચી ગયો. 

બાળવિવાહની હલકટ અને પાશવી પ્રથા સામે અવાજ ઉઠાવનારી તે છોકરીને ઘણા દિવસો સુધી ખાવાનું ન અપાયું અને તેને શાળાએ જવાની પણ મનાઈ ફરમાવી દેવાઈ. તેના માતાપિતાએ તેને તાબડતોબ પરણાવી દેવાની તૈયારી આદરી, પણ તે છોકરીએ મચક ન આપી. તેણે કહ્યું કે તમે જબરદસ્તી કરશો તો હું મરી જઈશ પણ લગ્ન નહીં કરું. 

આ દરમિયાન શાળામાં તેની ગેરહાજરીને કારણે શાળાના આચાર્યને ચિંતા થઈ. તેમણે તપાસ કરી તો ખબર પડી કે તે છોકરીને શાળાએ જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. તે શિક્ષકે નાયબ શ્રમ પ્રધાનનો સંપર્ક કરીને તેમની મદદ માગી. શ્રમ પ્રધાને તેમના એક સહાયકને તે છોકરીને મદદ પહોંચાડવાની સૂચના આપી. ઉપરથી દબાણ આવ્યું એટલે તે છોકરીના માતાપિતાએ જખ મારીને દીકરીને સ્કૂલે મોકલવી પડી. 

આ દરમિયાન એક સ્થાનિક પત્રકારે તે છોકરી વિશે લાંબો લેખ લખ્યો. એ પછી બીજાં અખબારોના પત્રકારોને પણ તે છોકરી વિશે સ્પેશિયલ સ્ટોરી કરવામાં રસ પડ્યો. તેના વિશે રાષ્ટ્રીય અખબારોમાં પણ લેખો પ્રકાશિત થવા લાગ્યા. એક અંગ્રેજી અખબારમાં તેના વિશે જાણીને ડચ પત્રકાર એલેટા એન્ડ્રેએ 'ચિલ્ડ્રન હુ ચેંજ્ડ ધ વર્લ્ડ' પુસ્તકમાં એ છોકરીની કથા લખી. જગતના જુદા જુદા દેશોના ક્રાંતિકારી બાળકોની સાથે તે છોકરીની કથા એ પુસ્તકમાં છપાઈ એ પછી ફ્રેંચ લેખક મોસિન એનેઈમીએ તે છોકરી વિશે આખું પુસ્તક કરવાનું વિચાર્યું. અને આ અનોખી છોકરીના જીવન અને તેણે ઉપાડેલા ભગીરથ કામ વિશે આખું પુસ્તક પ્રકાશિત થયું. એ પુસ્તકની લેખિકા તરીકે રેખા કાલિન્દીનુ નામ મુખ્ય હતું. (રેખા કાલિન્દી -વિથ મોસિન એનેઈમી એ રીતે એ પુસ્તકના કવર પર ક્રેડિટ છે.)

આ દરમિયાન તે છોકરીની હિંમતને કારણે અને તેને શિક્ષકો અને પશ્ર્ચિમ બંગાળ સરકારના શ્રમ ખાતા તરફથી મદદ મળી એ જોઈને તેના ગામની બીજી છોકરીઓમાં પણ હિંમત આવી અને તેમણે પણ બાળવિવાહ સામે અવાજ ઉઠાવવા માંડ્યો. બાળવિવાહના દૂષણ સામે મેદાને પડેલી છોકરીએ તેની આજુબાજુનાં ગામડાઓમાં જઈને બાળવિવાહની વિરુદ્ધ જાગૃતિ આણવાનું બીડું ઝડ્પ્યું. તે છોકરીને કારણે આખા પુરુલિયા જિલ્લાની છોકરીઓમાં બાળવિવાહ વિરુદ્ધ જાગૃતિ આવવા લાગી. માત્ર પુરુલિયા જિલ્લામાં જ તે છોકરીને કારણે દસ હજાર છોકરીઓએ બાળવિવાહ સામે બળવો પોકાર્યો.

થોડા સમયમાં તો મીડિયાને કારણે તે છોકરી જાણીતી બનવા લાગી. તે છોકરીને દેશના જુદા જુદા વિસ્તારોમાં ભાષણ આપવા માટે નિમંત્રણ મળવા લાગ્યાં. ૨૦૦૯માં તે છોકરીને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હાથે બાળવિવાહ સામે જંગે ચડેલી તેના જેવી બીજી બે છોકરીઓ અફસાના ખાતુન અને સુનિતા મહાતો સાથે નેશનલ બ્રેવરી એવોર્ડ મળ્યો.

એ છોકરી છે રેખા કાલિન્દી. તેના વિશે લખાયેલા ફ્રેંચ પુસ્તકનો લંડનમાં રહેતી અમેરિકન મૂળની લેખિકા સારાહ લોસને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. 'ધ સ્ટ્રેંગ્થ ટુ સે નો' શીર્ષક ધરાવતા એ પુસ્તકમાં રેખા કાલિન્દી વિશે વાંચીને તેના માટે માન થયા વિના રહે નહીં. રેખા અત્યારે અઢાર વર્ષની થઈ છે. તેણે સીધી અને આડકતરી રીતે ભારતની લાખો નાની છોકરીઓના બાળવિવાહ થતાં અને તેમના બાળવિવાહ અટકાવીને તેમના જીવન બરબાદ થતાં બચાવ્યાં છે.

રેખા કાલિન્દી જેવી વ્યક્તિઓ સમાજના કચડાયેલા વર્ગ માટે નક્કર પ્રદાન કરે છે અને અંતે દેશને આગળ વધવામાં મદદરૂપ બને છે. કમનસીબે આપણે ત્યાં આવી વ્યક્તિઓને બદલે દેશને બબ્બે કટકે ગાળો દેનારા હલકટોને રોલ મોડેલ ગણવાની ફેશન ચાલી રહી છે. ચડાઉ ધનેડા જેવા દેશદ્રોહી ખેપાનીઓને પોતાના સહોદર, પૂર્વજ કે વંશજ ગણતા બૌદ્ધિક ગઠિયાઓને રેખા કાલિન્દી જેવી વ્યક્તિઓનું પ્રદાન દેખાતું નથી. પણ ખરી અને નક્કર સામાજિક ક્રાંતિ રેખા કાલિન્દી જેવી વ્યક્તિઓ થકી આવતી હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment