Saturday 30 April 2016

[amdavadis4ever] જેવો ઉછેર એવી આદત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાનપણમાં હરલીન આળસુ નહોતી, પણ તેના પિતા જોગીન્દરે તેને ખાવાનો ચસ્કો લગાવી દીધો. રોજ હરલીન માટે તેઓ ચોકલેટ, ટૉફી, મીઠાઈ, ચીઝ લઈ આવતા. તેમના ઘરમાં મોટી ટ્રે હંમેશાં સૂકા મેવાથી ભરેલી રહેતી. ઘરમાં દાખલ થતાં જ સીધા તેઓ હરલીનને નવી વસ્તુ ખવરાવવામાં આનંદ અનુભવતા. પંજાબના ફાગવારા શહેરમાં બાળ સ્પર્ધામાં તેમની હરલીન તંદુરસ્ત બાળક તરીકે પ્રથમ ઈનામ જીતે તેવી તેમની ભારે ખ્વાહિશ હતી. પોતાના નાનપણમાં તેમણે મર્ફી બેબીની તસવીરો જોઈ હતી. તેમની હરલીન પણ ફાગવારાની સૌથી તન્દુરસ્ત બાળક ગણાય તેમ તેઓ ઈચ્છતા હતા.

એસ.એસ.સી. પાસ કરીને જોગિન્દર પિતાની ઑટો પાર્ટ્સની દુકાનમાં કામ કરવા લાગ્યા હતા. ફાગવારાની અનાજ મંડીના વિકાસ સાથે તેમનો વ્યાપાર પણ વધતો રહ્યો. ઑટો પાર્ટ્સની ખરીદી માટે ઉસ્તાદો તેમના સહાયક છોકરા ચેલાને જ મોકલાવતા. તેમને અડપલાં કરતા રોકવા અને જલદી તગેડી મૂકવા એના પિતા અપશબ્દોવાળી ભાષાનો છૂટથી ઉપયોગ કરતા રહ્યા. એમના વેપારની એ મજબૂરી હતી. જોગિન્દરે પણ 

એનું અનુકરણ કર્યું. ઘરમાં પણ એવી ભાષા વાપરતા.

એમના પત્ની બલજીત કૌર એમને રોકવાના પ્રયાસ કરતા પણ હંમેશાં વિફળ રહેતા. હરલીન બાળા છે. છોકરી એકવડા બાંધાની સજ્જન હોવી જોઈએ એવી તેમની સમજ. પણ જોગીન્દર માનવા તૈયાર નહિ. બલજીત કોર હરલીનને કામ કરવા કહેતા પણ જોગીન્દર રોકતા. 'ઘરમાં નોકરોની ફોજ સેવામાં હાજર છે તો હરલીને કામ શું કામ કરવું? એવી જ એમની દલીલ. વાત આગળ વધતા જ જોગીન્દર બરાડતા - તું જ બાળકી લઈ 

આવી. છોકરો નહિ! પણ બલજીત સમજાવતી, એમાં તમારા જનીનની ખામી પણ જવાબદાર ગણાય.

બલજીત કૌર ભણેલી નહોતી. વિજ્ઞાનની એની સમજ ખાસ નહિ, પણ બાળકી આવવાના સમાચાર સાંભળી ઉદાસ બની ગઈ તે જોઈને એની તબીબે વાત સમજાવી હતી જનીનના મેળાપની. બાળકીના જન્મને વાજબી ગણાવવાની બે દલીલ એને ગમી ગઈ હતી. ગર્ભમાં મોટા થતા માનવના લિંગને તબીબ પણ બદલાવી શકે નહિ એટલી વાત એની સમજમાં રહી ગઈ.

પણ બાળા આવી તેથી એનો ઉછેર ક્ધયા તરીકે કરવાની આવશ્યકતા તેને સમજાતી. એને કામ શીખવવા ખાતર કામ કરવા કહેતી. એના સંદેશા હરલીનના અચેતન માનસ પર અથડાઈ ફેંકાઈ જતા. પિતાના તમામ સંદેશા એના માટે સ્વીકાર્ય બની જતા. આમ એના સ્વભાવના અને જબાનના ઘડતરમાં તેના પિતાની આદતોનો જ ફાળો હતો. બાળા છે, લગ્ન ખાતર એ સુંદર જ નહિ પણ એકવડી કાયાવાળી જ હોવી જોઈએ એવી બલજીત કૌરની દલીલના જવાબમાં જોગીન્દર તાડૂકી 

ઊઠતા - "હું રાત દિન મહેનત કરી લાખો રૂપિયા કમાઈ રહ્યો છું, આ તમામ દોલત વડે તો સારામાં સારા છોકરાને હરલીન માટે રાજી કરાવી લઈશ.

પિતાની આવી વકીલાત સાંભળી માને ચૂપ થતી જોઈને હરલીનને પણ એના વધતા વજનની ખાસ ચિંતા થતી નહિ, તેથી અતિ ખાવાની આદત છોડી નહિ.

સ્થૂળતાના કારણે હરલીનને સ્કૂલમાં કોઈ પણ રમતગમતમાં ધ્યાન આપવામાં આવતું નહિ. એનો હરલીનને ક્યારે પણ અફસોસ થયો નહિ. બલ્કે એનાથી એને આનંદ થતો. એની કર્કશ અને અપશબ્દોવાળી જબાનના કારણે બાકીના વિદ્યાર્થીઓ એનાથી દૂર જ રહેતા. હરલીન માટે મનગમતી વાત કારણ પોતાના ટિફિન બીજા સાથે શેઅર કરવા પડતા નહિ. ઘરમાં આવતા જ ટીવીની સામે અડ્ડો જમાવતી, કારણ પિતા અદ્યતન વીસીઆર લઈ આવ્યા હતા. એના બાળપણમાં અનેક ચેનલો નહોતી, પણ એની કમતરતા વી.સી.આર. પૂરી કરી નાખતું. ટીવી સામે અડ્ડો જમાવતા પહેલા ખાણાની ટ્રે ભરીને આવી જતી.

દસ વરસની વયે એની ઊંચાઈના પ્રમાણમાં એનું વજન સામાન્ય કરતાં વીસ કિલો વધારે હતું. પિતા-દીકરીને ચિંતા નહોતી. માતાની ચિંતાની ફિકર નહોતી કરતા બન્ને. સાતમીની પરીક્ષા આપતા બાર વરસની ઉંમરે આવતા જ હરલીન રજસ્વલા બની જતાં જ માતાએ આગ્રહ કરી એની સ્કૂલ ખતમ કરાવી. એના આગ્રહ સામે જોગીન્દરના હાથ હેઠા પડ્યા.

સ્કૂલ જવાનું બંધ થઈ ગયા બાદ એના હરવાફરવા પર પણ પ્રતિબંધ આવી ગયા. શોપિંગ કરવા જવાનો એને શોખ નહોતો, કારણ એની સ્થૂળતાને કારણે એના માપના કપડાં મળતા નહિ પણ એની સ્થૂળતા પર અનેકની તીવ્ર નજરો ભોંકાતી રહેતી. હરલીન એની ચિંતા કરતી નહિ, એના કારણે એની જબાનમાં વધુ કડવાશ આવતી ગઈ. સાથોસાથ દૌલત અંગેની મગરૂરી પણ વધતી ગઈ. તમામને મગતરા ગણવાની અને નાણાં ફેંકીને કોઈને પણ ખરીદી શકાય તેવી તેની માન્યતા પ્રબળ બનતી રહી.

હરલીન સાત વરસમાં વધુને વધુ સમય ઘરમાં જ વિતાવતી રહી. તેના સ્કૂલના સમયની તેની સહપાઠિણીઓ કયારેક મળવા આવતી. એમના ખરા મકસદ એની પાસેથી સારી એવી રકમ દાનમાં મેળવવા ખાતરની રહેતી. તેના ઝેરીલાં વેણ સહન કરવા પડતા અંતમાં એની પાસેથી સારી એવી રકમ દાનમાં મળી જ રહેતી. એ સિવાય બહારના જગત સાથેના એના સંપર્ક નહિવત્ હતા. એની મગરૂરીના પ્રદર્શન બહાર કરવા જવાના બદલે ઘરના નોકરો પર જ દેખાડતી રહી.

એના સત્તરમા જન્મદિનથી એની માએ એના લગ્નની તૈયારી શરૂ કરવા માંડી. જોગીન્દરે ફેશન ડિઝાઈનરોની સેવા લેવાની શરૂઆત કરી જેથી એના માટે અલગ પ્રકારના પહેરવેશોનો ખડકલો જમાવી શકાય. બે વરસની જહેમતના અંતે દિલ્હીના ઑટો પાર્ટ્સના મોટા વેપારી પોતાના પુત્ર સાથે હરલીનને જોવા આવ્યા. જસવંતે ના પાડી દીધી પણ પિતાએ સમજાવ્યું- તેના લગ્ન હરલીન સાથે ભલે દેખાય પણ હકીકત તો એના પિતાની અઢળક સંપત્તિ સાથે થવાના. હરલીન એકમાત્ર સંતાન છે જોગીન્દરની. બાકી બહારની દુનિયામાં મોજશોખ કરતા એને કોણ અટકાવી શકશે એવી આ સલાહ હતી. સ્પષ્ટ વાક્યોમાં નહિ પણ જસવંતના અચેતન માનસને સમજમાં આવી જાય તેવી રીતે હતી. જસવંતે એના સચેત માનસને પણ સમજાવ્યું. આટલી સંપત્તિ બીજેથી આવવાની નથી. લગ્ન કરી લીધા.

આખા ફાગવારા જિલ્લાની સ્મૃતિમાં રહી જાય તેવી ધામધૂમપૂર્વક જોગીન્દરે પુત્રીના લગ્ન કરાવ્યાં. તે માટે પાણીની જેમ પૈસા રેલાવ્યા. દીકરી સારા ઘરમાં ગઈ એનો આનંદ હતો તેના મનમાં પણ દીકરીના જીવનમાં બદલાવ આવ્યો નહિ. જસવંત પિતાથી અલગ પણ એ જ ઈમારતમાં ઉપરના માળા પર રહેવા લાગ્યો. એના ઘરમાં પણ પૈસાની રેલમછેલ હતી. માત્ર સંસ્કારો જ અલગ હતા કારણ એના પિતાએ તાલીમ અલગ પ્રકારે આપી હતી. જસવંત હરલીનની ભાષા, એની મગરૂરી તેમ જ આખો દિવસ સોફામાં પડ્યા પડ્યા ટીવી જોવાની આદત એના માતાપિતા પણ દોલતના લોભ છતાં સહી લેવાના નહિ તે વાત સમજી ગયો. હરલીનના સંસ્કારો એને નાનપણથી એના પિતાએ આપ્યા હતા તેમાં બદલાવ આવવાની કોઈ શક્યતા એને દેખાઈ નહિ. મનોવૈજ્ઞાનિકોએ ચૂપચાપ મહેમાન બનાવી લઈ પણ આવ્યો ઘરમાં. તમામના અભિપ્રાય હતા - હરલીનના સ્વભાવ અને આચરણમાં બદલાવ માત્ર ચમત્કાર જ લાવી શકશે. એ કોઈ પણ માનવને - એના પિતા સિવાય સન્માનપૂર્વક જોઈ જ શકવાની નથી. એમાં બદલાવવાના પ્રયાસ સંભવ નથી.

આ ઉપરાંત જસવંત એ પણ સમજી ગયો કે પત્ની એને કોઈ પણ પ્રકારના જાતીય સુખ આપી શકવાની નથી. ઘરમાં જે મળવાનું નહિ તે બહાર મેળવવા સિવાય અન્ય વિકલ્પ નથી. હરલીન પર એના ગુસ્સાની અસર થવાની નથી તેથી આખો દિવસ એ ટીવી સામે પડી રહે છે. નોકરો પર પોતાનો રોફ અને મગરૂરી બતાવતી રહે એમાં જ ભલાઈ હતી. હરલીનને નાખુશ કરવાથી સસરા નારાજ થાય એવો ભય પણ એના મનમાં હતો. હરલીન પાસે ખોરાક કમ કરાવવાનો પ્રયાસ કરાવી એનું વજન ઓછું કરાવવાના એના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા.

આથી હરલીનને ખુશ કરવા ખાતર અને પોતાની સવારના આઠથી રાતના બાર વાગ્યા સુધી ગેરહાજરી એના પર અસર કરે નહિ તે મકસદ સાથે સાતમી લગ્નજયંતીની ઉજવણીમાં એણે હરલીનને અનોખી ભેટ આપી. રૂ. ચાલીસ હજારમાં એક પેકીનીઝ ગલૂડિયાની આયાત કરી એને ભેટ આપી. ગલૂડિયાને જોતા જ હરલીનના મનમાં પ્રથમ વાર કોઈ પ્રાણી માટે પ્રેમભાવ જાગ્યા. એક પણ અપશબ્દના ઉપયોગ વગર ગલૂડિયાને છાતીસરસું ચાંપતા જસવંતને કહ્યું - આની સંભાળ રાખવા એક નવી ગવર્નેસ જોઈશે. જસવંતે સંમતિ આપતા કહ્યું 'મહિને પાંચ હજાર રૂપિયામાં સારી છોકરી મળી રહેશે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment