Tuesday, 26 April 2016

[amdavadis4ever] ઉપરવાળાના બે હ ાથ માથા પર હોય છે ત્યારે અને નથી હોતા ત્યારે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સચિન તેન્ડુલકર ટેસ્ટ ક્રિકેટ કે વન-ડે કે ટ્વેન્ટી ટ્વેન્ટી માટે મુંબઈમાં પ્રેક્ટિસ કરતો હશે ત્યારે એની પત્નીએ ક્યારેય એને ફોન કરીને પૂછ્યું નહીં હોય કે, 'આજે રાત્રે જમવામાં શું બનાવું.'

નરેન્દ્રભાઈ કે સ્વામી સચ્ચિદાનંદ તો એ બાબતમાં સુખી અને નસીબદાર છે પણ મોરારિબાપુ કે મૂકેશ અંબાણીની ધર્મપત્નીઓએ પોતપોતાના સ્પાઉઝ કથામંડપમાં વ્યાસપીઠ પરથી કથા કરતા હોય કે ઈન્ટરનેશનલ બિઝનેસને લગતી મીટિંગોમાં વ્યસ્ત હોય ત્યારે એમને ડિસ્ટર્બ નહીં કરતા હોય કે, 'આ જુઓ, આપણા લાલાનું રિઝલ્ટ શું આવ્યું' કે 'એને પૉકેટ મની માટે આ વખતે વધારે પૈસા જોઈએ છે' એવું કહીને નૅગિંગ નહીં કરતી હોય. તેઓ સમજતી હોય છે કે પતિ કંઈક એવું કામ કરે છે જેને કારણે હજારો કે લાખો કે કરોડોના જીવનમાં ફરક પડી શકે છે. ઈવન આ કે આવી કોઈ પણ સેલિબ્રિટીઝના પર્સનલ સ્ટાફ (ડ્રાયવર વગેરે), જેને રોજેરોજ એમની સાથે સન્મુખ થવાનું હોય એવો સ્ટાફ પણ પોતાની ઔકાતમાં રહીને 'સા'બ, આજ આપ કુછ ટેન્શન મેં લગતે હૈ' જેવી કમેન્ટ્સ નથી કરતો કે પોતાની દીકરીનાં લગ્ન માટે એમના મોઢે પૈસાની માગણી નથી કરતો કારણ કે એને ખબર છે કે એ માટે એણે સિસ્ટમની કઈ ચૅનલ થ્રુ જવાનું હોય.

આપણી પત્નીને ખબર હોય છે કે આપણને શાકમાં શું શું ભાવે છે અને શું નથી ભાવતું તો પણ ઈનવેરિયેબલી તમે ઓફિસની ઈમ્પોર્ટન્ટ મીટિંગમાં હો ત્યારે જ એનો વૉટ્સઍપ આવે કે આજે રિંગણાં બનાવું કે તૂરિયાં? અને તમારે નાછૂટકે એક્સક્યુઝમી કહીને બાથરૂમ જવાના બહાને બહાર નીકળીને કચકચાવીને જવાબ લખવો પડે: 'ડાર્લિંગ, સૉરી આજે ઘણું મોડું થાય એમ છે. બહાર જમી લેવું પડશે'!

'વિથ ફેમ યુ બીકમ અ સ્ટાર ઍન્ડ વિથ સ્ટારડમ અ લૉટ ઑફ સેલ્ફ સેન્ટર્ડનેસ કમ્સ', આવું નસરીન મુન્ની કબીરવાળી ત્રણ ભાગની ડોક્યુમેન્ટરીના છેલ્લા હિસ્સામાં શાહરૂખ ખાને કહ્યું હતું. આ સેલ્ફ સેન્ટર્ડનેસ કંઈ ટિપિકલ જેને સ્વાર્થ કહે છે તે નથી. ઍપન રૅન્ડ 'વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ'માં જે સ્વાર્થની ક્ધસેપ્ટ સમજાવે છે તે છે. દરેક સેલિબ્રિટીએ દુનિયા જેને સ્વાર્થ કહે છે તેનાથી તો દૂર જ રહેવું પડે. નિ:સ્વાર્થ બનીને જેટલા વધુ લોકોને તમે તમારા થકી સીધો યા આડકતરો લાભ કરાવી શકો એટલા તમે વધુ મોટા બનતા જાઓ. પણ આ મોટા થવાની પ્રક્રિયામાં તમે વધુ ને વધુ આત્મકેન્દ્રી બનતા જાઓ એ અર્થમાં સ્વાર્થની વાત છે જે ઘણી જુદી છે. તમારે તમારી એનર્જી સાચવવા, તમારા સમયનો યોગ્ય ઉપયોગ થાય તે માટે, તમારી પાસે જે કંઈ સાધનો છે તેનો વેડફાટ અટકાવવા આત્મકેન્દ્રી બનવું જ પડે. અન્યથા આ તમામ પર હક્ક જતાવવા એટલા બધા લોકો હોય છે કે તમે જો એમને નહીં અટકાવો તો કૂવાનું તળિયું તરત દેખાવા માંડવાનું.

વધુ ને વધુ લોકોને તમારા દ્વારા ફાયદો કરાવવાનું કામ અને સાથોસાથ આત્મકેન્દ્રી બનવાનું કામ - નિ:સ્વાર્થ તથા સ્વાર્થના બે વિરુદ્ધ દિશામાં જતા પાટાઓને સમાંતર ગોઠવીને આગળ વધવાનું કામ જેઓ કરી શકે છે તેઓ પોતપોતાના ક્ષેત્રની ટોચ પર પહોંચે છે.

કોઈ ક્રિકેટરને રમતો જોવા હું સ્ટેડિયમમાં જવાની ટિકિટ ખર્ચું છું કે કોઈ ઍક્ટરનો અભિનય જોવા નાટક-સિનેમાની ટિકિટ ખર્ચું છું કે રવિવારની કોઈ વહેલી સવારે સાત વાગ્યે ઈડલી-ઉપમા ખાવા માટુંગાની 'રામાશ્રય'ની બહાર લાગેલી લાંબી લાઈનમાં ઊભો રહું છું ત્યારે હું કંઈ એ ક્રિકેટર પર, ઍક્ટર પર કે 'રામાશ્રય'ના માલિક પર ઉપકાર નથી કરતો. મને એ બધું ગમે છે એટલે મારા પૈસા હું એમના પર ખર્ચું છું. મેં ખર્ચેલા પૈસામાંથી એમાંના કોઈની બીએમડબ્લ્યુના ટાયરનું પંક્ચર રિપેર કરવાનું બિલ પે થઈ શકશે એવી મારી ભાવના નથી હોતી. એમની રમત, એમની ઍક્ટિંગ કે એમની વાનગીને વખાણીને હું કંઈ એમના પર ઉપકાર નથી કરતો કે એમણે મારી કોઈ ડિમાન્ડ સામે ઝૂકી જવાનું હોય.

'નટસમ્રાટ' ફિલ્મમાં હીરો જ્યારે એના ઑડિયન્સને કહે છે કે તમે કંઈ મારા 'માઈબાપ' કે 'અન્નદાતા' નથી એના થોડાક મહિના પહેલાં જ હું લખી ચૂક્યો હતો કે મને ક્યારેય 'વાચ્ચકરાજજા' શબ્દ ગમ્યો નથી. મને હંમેશાં એ સંબોધન અતિ વાયડું, વેવલું, બાયલું અને ચાંપલું લાગ્યું છે. વાચક મારો રાજા નથી કારણ કે હું કંઈ કોઈની રૈયત નથી કે નથી કોઈનો ગુલામ. મને તો 'વાચક મારો નેવિગેટર છે' એવા એક્સ્પ્રેશન્સ સામે પણ વાંધો છે. કોકપીટમાં પાયલોટની બાજુમાં બેઠેલો નેવિગેટર નકશા પ્રમાણે જ્યાં લઈ જવાનું કહે તે મુજબ પાયલોટ સુકાન સંભાળે.

વાચક કેવી રીતે લેખકને કહી શકે કે લેખકે પર્ટિક્યુલર મુદ્દે કેવા વિચારો પ્રગટ કરવા. આ જવાબદારી તો લેખકની કહેવાય. ગામ આખું જ્યારે બોલતું, લખતું, સાંભળતું કે વાંચતું હોય કે બાબરી 'મસ્જિદ' તોડી પાડવામાં આવી છે ત્યારે સાચા લેખકે એ ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના, સામા પૂરે તરવાની હિંમત દેખાડીને કહેવું જોઈએ કે ભાઈ એ 'મસ્જિદ' નહીં માત્ર 'ઈમારત' છે, 'ઢાંચો' છે કારણ કે ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિની ત્યાં સ્થાપના થઈ એ પછી ઈસ્લામના નિયમો મુજબ એ જગ્યા હવે મુસ્લિમો માટે પવિત્ર રહી નહીં, હરામ થઈ ગઈ. માટે આ બાબરીનો ઢાંચો છે અને એના ધ્વસ્ત થવાથી મુસ્લિમોનું દિલ દુભાઈ શકે નહીં. ગામ આખું જ્યારે ગણપતિને દૂધ પીવડાવતું હોય ત્યારે અંધશ્રદ્ધાળુઓની ગાળો ખાઈને પણ લેખકે કહેવું પડે કે હા, એ નવ્વાણું લોકો ખોટા અને હું એકલો જ સાચો કે ગણપતિ દૂધ પીએ જ નહીં.

વાચકને તમે નેવિગેટર ગણો છો કે એને 'રાજ્જા' ગણો છો ત્યારે તમારે એ કહે તે કરવું પડે, એને ગમે તે જ લખવું પડે. રાજાના દરબારમાં ભાટ-ચારણોનું જે સ્થાન હોય તે લેખકે સ્વીકારી લેવું પડે.

મારા માટે વાચક ન તો રાજા છે ન તો એ મારો નેવિગેટર છે. મારા માટે વાચક એટલે હું જે સફર કરી રહ્યો છું તે સફરમાં ક્યારેક એ મારી સાથે જોડાઈ જાય છે, ક્યારેક એ પોતાના કામોમાં રોકાઈ જાય છે અને ક્યારેક એ ફરી મારી સાથે યાત્રા કરવા માંડે છે. મેં લખ્યું છે કે આવી યાત્રામાં જ્યારે બપોરે ભૂખ લાગે છે ત્યારે હું ને મારો વાચક એક ઝાડની છાયામાં બેસીને પોતપોતાનું ભાથું ખોલીએ છીએ. મારી પોટલીમાંથી હું એની સાથે રોટલો શેર કરું છું, એના લંચબૉક્સમાંથી એ મને કાજુ કતલી ખવડાવે છે. મારો ને મારા વાચકોનો સંબંધ આ છે.

મારા માટે હું મારા વાચકો કરતાં નાનો કે મોટો નથી અને મારો વાચક પણ મારા કરતાં મોટો કે નાનો નથી. બે વાતો મને મારા વાચક કરતાં વિશેષ આવડતી હશે કે વિશેષ સમજાતી હશે તો બે વાતો એની પાસે પણ એવી હશે જેમાં અત્યાર સુધી મારી ચાંચ ડૂબતી નહીં હોય, મને સમજાતી નહીં હોય.

સ્કૂલના દિવસોમાં ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા 'લગ્નની આગલી રાતે' ધારાવાહિક પ્રગટ થતી હતી ત્યારે દરેક પ્રકરણ આતુરતાથી વાંચતો. હરકિસન મહેતાની 'જોગસંજોગ' પણ ધારાવાહિક પ્રગટ થતી ત્યારે વાંચેલી. એ પછી હસમુખ ગાંધીને, અશ્ર્વિની ભટ્ટને, રઘુવીર ચૌધરીને, વીનેશ અંતાણીને વાંચતો થયો. આ બધાની કલમનો હું જબરજસ્ત આશિક હતો, જબરો ફૅન હતો. એમને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે વિસ્તારિત આંખે એમની સામે 'આમ' કરીને જોયા કરતો. વર્ષો વીતતાં ગયાં. એ શબ્દો મેં પણ લખ્યા. આ સૌ મહાનુભાવો મને એમના ફૅનને બદલે જાણે હું એમનો સમોવડિયો હોઉં એવી ઉદારતાથી ટ્રીટ કરતા થયા. પણ મને મારી ઔકાત ખબર હતી, ખબર છે અને મેં એમને હંમેશાં 'આમ' કરીને વિસ્ફારિત નયનોએ જ જોયા છે. મને તેઓ જો એમના ફૅનને બદલે એમના જ ક્ષેત્રની એક વ્યક્તિ તરીકે જોતા થયા એની પાછળ મારી મહેનત હતી, મારી લગન હતી અને એમની પાસેથી એકલવ્યની તપશ્ર્ચર્યાથી મેળવેલી વિદ્યા હતી. એમનું મારા માટેનું વાત્સલ્ય એ એમની ભલમનસાઈ તો છે જ, સાથોસાથ મારી આપકમાઈ પણ છે. 'નટસમ્રાટ'માં હીરો પ્રેક્ષકોને કહે છે કે 'તમારો પ્રેમ મેં જીત્યો છે. ચાળીસ-ચાળીસ વર્ષ સુધી પ્રત્યેક રાત્રિએ જીવ લગાવીને આ રંગમંચ પર અભિનય કર્યો ત્યારે મને તમારો પ્રેમ મળ્યો છે, કંઈ ભિક્ષારૂપે નથી મળ્યો.'

ફૅન્સ સેલિબ્રિટીઝને બનાવે છે, મીડિયા સેલિબ્રિટિઝને બનાવે છે - ફૅન્સ અને મીડિયા ન હોય તો આ સેલિબ્રિટીઝ ક્યાંથી હોવાની એવી ભ્રમણામાં રાચતા લોકોને એક કિસ્સો કહું:

સંગીતકાર અવિનાશ વ્યાસે ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયની કારકિર્દીમાં ઘણો મોટો ફાળો ભજવ્યો. પુરુષોત્તમ જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય બની ગયા તે પછી પણ અવિનાશભાઈ જ્યારે ને ત્યારે બધાની વચ્ચે કહી બેસતા કે આ પસલાને મેં પુરુષોત્તમ ઉપાધ્યાય બનાવ્યો. વર્ષો સુધી આ રૅકોર્ડ વાગતી રહી. એક દિવસ અવિનાશભાઈના ઘરે કેટલાક મહાનુભાવો બેઠા હતા ત્યારે ફરી એકવાર એમણે આ જ ગાણું ગાયું. પુરુષોત્તમભાઈ ઊભા થઈને રસોડામાં ગયા અને અવિનાશભાઈના રસોઈયાનું બાવડું પકડીને બહાર આવીને કહેવા લાગ્યા, 'લો, હવે આને પુરુષોત્તમ ઉપાધ્યાય બનાવો તમે!'.

સચિન તેન્ડુલકરથી માંડીને લતા મંગેશકર સુધીની અનેક સેલિબ્રિટિઝને કારણે આ જિંદગી જીવવા જેવી લાગે છે. કોઈ અભિનેતા કે અભિનેત્રીની એક્ટિંગ કોઈને ગમે ન ગમે તે આપણા પોતાના ટેસ્ટની વાત છે અને એ ગમો-અણગમો વ્યક્ત કરવાનો હક્ક છે આપણને. પણ કોઈ અભિનેત્રી માટે કહેવું કે આ તો તવાયફ છે કે અભિનેતાને ભવાયા, ભાંડ કે તરગાળા કહેવા તેમાં તો છેવટે આપણું જ અનકલ્ચર્ડ બૅકગ્રાઉન્ડ ઉઘાડું પડે છે. કાલ ઊઠીને આવું કોઈ લતા મંગેશકરને 'ગાનારી' કહી બેસશે. એમને ખબર હોવી જોઈએ કે લતાજી તો સાક્ષાત મા સરસ્વતી છે અને આ સૌ કળાકારો પર વત્તેઓછે અંશે ભગવાનના આશીર્વાદ હોવાના જ. હજાર હાથવાળો ઉપર બેઠાં બેઠાં જ્યારે પોતાના બે હાથ એમના માથા પર મૂકે છે ત્યારે જ તેઓ કળાકાર હોય છે, એ સિવાયના વખતમાં બાકીના કરોડો લોકો જેવા બની જાય છે. એ કરોડો લોકોમાં જોવા મળતાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા-સ્વાર્થ, બદમાશી-હરામખોરી, નફ્ફટાઈ-ક્રોધ, આડાઈ-અસહિષ્ણુતા આ કળાકારોમાં પણ છે જ. આ બધું તો એમની જેમ આ કરોડો લોકોમાં પણ છે જ. દુનિયામાં ઉમેરો થતો હોય તો તે એવી વાતોથી થાય છે જ્યારે એમના માથા પર બે અદૃશ્ય હાથ મુકાયા પછી જે કામ થતાં રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment