Tuesday, 26 April 2016

[amdavadis4ever] અંતિમ સફરના અનોખા સાથીદાર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આખું નામ કુમારપાળ રતિલાલ શાહ પરંતુ પુણેકર લોકોની જીભે 'કુમારભાઇ' તરીકે દુ:ખદ ઘડીમાં યાદ આવતું પહેલું નામ છે. ૮૨ વર્ષની જૈફ વયે પણ આ વ્યક્તિ આત્મા વિનાના દેહને યોગ્ય અંતિમ સંસ્કારથી છેલ્લી વિદાય આપતા થાકી નથી. મુલાકાતમાં આ અંગે સવાલ પૂછતાં તેમણે કહ્યું : "ના બેટા, ઉંમરથી કોઇ ખાસ ફરક નથી પડ્યો. પહેલા હું ફોન આવે કે તરત જાતે જતો હતો. હવે હું ફોન કરનારને લઇ જવા અને કામ પતે ઘરે મૂકી જવા કહું છું. ઓળખીતા કે અણઓળખીતાની પંચાતમાં પડ્યા વગર,ફોન આવે કે આ જ્ગ્યાએ અમુકતમુકનું મૃત્યુ થયું છે. કુમારભાઇ તરત જ ત્યાં પહોંચી જાય છે. જીવનનાં આઠમા વર્ષથી તેમણે પોતાના કાકાની દોણી પકડીને આ કાર્યની શરૂઆત કરી છે. આજે પણ આ કામ એટલાં જ જોશથી કરે છે. 

આ વિધિને પણ તેમણે આધુનિકતાનો ઓપ આપ્યો છે. 

આજ સુધી હજારો લોકોનાં અંતિમ સંસ્કાર કરનાર કુમારભાઇ માત્ર નનામી બાંધી સ્મશાને લઇ જવાનું કામ યંત્રવત્ નથી કરતાં. મૃતદેહને સ્મશાને લઇ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ તેમના દ્વારા જ કરવામાં આવ્યો. તેઓ માને છે કે આ ક્રિયા પણ આજના યુગના સંદર્ભમાં ફેરફાર માગે જ,અને ફેરફાર થવો જ જોઇએ. વાંસનો ઉપયોગ કરીને તૈયાર થતી નનામી માટે પણ તેમણે એક નવતર પ્રયોગ ૩ વર્ષ પહેલાં અમલમાં આણ્યો. લોખંડની એક ફોલ્ડીંગ નનામીના પોતાના સ્વપ્નને તેમણે સાકાર રૂપ આપ્યું. તેને સમાજ અને પર્યાવરણવિદો તરફથી ખૂબ આવકાર મળતા તેઓ ખુશ છે. આજે પૂનામાં લોકોના સહકારથી આઠથી દસ આવી ફોલ્ડીંગ નનામીઓ છે. જેના ઘરમાં દુ:ખદ પ્રસંગ હોય તેમને તેનો મફત ઉપયોગ કરવા દેવાય છે. ઉપરાંત તેઓ જે દેહની અંતિમયાત્રામાં જાય તે દેહનું નેત્રદાન કરાવે જ છે. આજ સુધી હજારો અંધજનોના જીવનમાં તેમના આ યશોદાયી કાર્યએ અજવાળુ અજવાળું કરી મૂક્યું છે. વિદ્યુત અગ્નિદાહિની જે સમયે પૂનામાં શરૂ થઇ, તે સમયે તેનો પૂનાનાં સ્થાનિકો તરફથી પ્રચંડ વિરોધ થયો હતો. ગુજરાતી સમાજમાં પણ લાકડા ઉપર જ દેહને નામશેષ કરાય તેવી જીદ હતી. આ સમયે લોકોને, લાકડાનું મહત્ત્વ સમજાવ્યું અને લાકડામાં રહેલા સેંકડો જીવની 'જીવહત્યા' થાય છે, તેવો સંદર્ભ આપી વિદ્યુત શબદાહિનીનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો. આજે બધા જ વિદ્યુત શબદાહિનીનો જ ઉપયોગ કરે છે. આમ આધુનિક વિચારસરણીનો સંગમ તેમના આ કાર્યમાં તેમણે કર્યો છે. 

કુમારભાઇનાં પુત્રીનો લગ્નપ્રસંગ હતો તે જ દિવસે એક ફોન આવે છે, તેમની મદદ માટે ઘરનો પ્રસંગ બાજુએ મૂકી તે ઊપડી જાય છે, એક જણને અંતિમ વિદાય આપવા. બીજો પ્રસંગ છે તેમની પત્નીનો સીમંત ભરવાનો દિવસ. આવા દિવસે પણ તેઓ કોઇ અજાણ્યા માટે ઘરનો ઊંબરો ઓળંગે છે. આજે આવા માણસો કેટલાં ? પોતાની માનવતાની મશાલ ઝળહળતી રાખી હોય તેવો આ માણસ આપણા સમાજમાં, આપણી વચ્ચે છે તે જ આપણું સૌભાગ્ય. 

સમાજે તેમની આ સેવા બદલ ભરપૂર માન આપ્યું છે, તેમને અનેકાનેક માનપત્ર તેમને મળ્યા છે. પૂના મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું માનપત્ર આપી સન્માન કર્યું છે. સમાજ ગૌરવ સહિત અનેકાનેક માનચંદ્ર તેમની પાસે આજે છે. પણ અહંકારની કોઇ રેખા તેમના ચહેરા પર આજે દેખાતી નથી. એકદમ સરળ, સહજ વ્યક્તિત્વ અને સમાજની આ રીતે સેવા કરવાનું પાગલપન એ જ તેમની ઓળખાણ સ્મશાનભૂમિનાં દરેકે દરેક કાર્યકર્તા, પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મૃત્યુ સંબંધી વિભાગનાં અધિકારીઓ, નેત્રદાન પેઢીનાં કાર્યકર્તા આ બધા માટે 'કુમારભાઇ' નામ જ એક સેવાભેખધારીનું પ્રતીક છે. ગરીબ કુટુંબો માટે પોતાના ગાંઠના ખર્ચે દોણી, ઓઢાડવાનું કપડું સહિત લઇ જનારા 'કુમારભાઇ'ને સાદર પ્રણામ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment