Tuesday, 26 April 2016

[amdavadis4ever] કેસરી - પ્રફુલ શાહ.....મહોબ્બત કી અમાનત લે કે મ ૈં મર નહિ પાઉંગા ....૧૫૯૯૦ ફૂટની ઊંચાઇને વામણી બન ાવતી દેશદાઝ... ક ેસરી - પ્રફુલ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એ સ્કૂલનો બેસ્ટ વૉલીબોલ ખેલાડી. રમતમાં શર્ટ ખૂબ ગંદું થાય એટલે ઘરવાળાએ વૉલીબોલ રમવાની ના પાડી. તો ભાઈ શર્ટ કાઢીને રમવા માડ્યાં. પછી ઘરવાળા કહેવા માંડ્યા કે ગંજી ખૂબ મેલું કરીને આવે છે, બંધ કર આ વૉલીબોલ. હવે ગંજીય કાઢી નાખ્યું પણ રમવાનું ન છોડ્યું. એ છોકરાના પપ્પા સવાલ કરે છે કે આવી મક્કમતાવાળા છોકરાને એનું મનગમતું કામ કરતાં કોઈ કેવી રીતે રોકી શકે?

દિલ્હીની સ્કૂલમાં ભણતા આ છોકરાને એના ગણિતના સર 'બંડલ ઑફ એનર્જી' કહેતા. કાયમ કંઈક ને કંઈક કરતો કે દોડધામ કરતો દેખાય. વર્ગનો સૌથી વધુ તોફાની છોકરો. એની ધમાલ-મસ્તીથી ત્રાસીને એક વખત તો શિક્ષકે નોટિસ પર લખી નાખ્યું: આઈ વૉન્ટ અનુજ- ડેડ ઓર અલાઈવ.

આ બાળક (અનુજને) જીવતા કે મુઆ પકડવાની સરની ઈચ્છા હતી, તો યુવાન અનુજને જીવતા કે મુઆ પકડવાની તીવ્ર ઈચ્છા પાકિસ્તાનમાં હતી. આ યુવાન એટલે અનુજ નાયર. કેપ્ટન અનુજ નાયર.

૧૯૭૫ની ૨૮મી ઑગસ્ટે દિલ્હીમાં જન્મ. પિતા એસ. કે. નાયર દિલ્હી સ્કૂલ ઈકૉનોમિક્સમાં વિઝિટિંગ પ્રોફેસર. માતા મીના નાયર દિલ્હી યુનિવર્સિટીની સાઉથ કેમ્પસ લાઈબ્રેરીમાં કાર્યરત.

અનુજે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યું નવી દિલ્હીના ધૌલાકુઆ સ્થિત આર્મી પબ્લિકમાં. ખેલકૂદ જેટલી જ કાબેલિયતતા અને નિપુણતા શિક્ષણમાં. નેશનલ ડિફેન્સ ઍકેડેમી (નેવુંમાં કોર્સ અર્થાત ઈકો સ્કવૉડ્રન)માંથી સ્નાતક થયા. ત્યાર બાદ ઈન્ડિયન મિલિટરી ઍકેડેમીમાંથી ૧૯૯૭ના જૂનમાં જાટ રેજીમેન્ટની ૧૭મી બટાલિયનમાં ફરજ સોંપાઈ હતી.

એક લશ્કરી અધિકારીની ઈમેજ સામાન્યપણે ખૂબ શિસ્તબદ્ધ અને ગંભીર માણસની હોય. આ બંને ગુણ ધરાવવા છતાં અનુજ નાયર ખૂબ ખુશખુશાલ વ્યક્તિ. એક યુવતીને ખૂબ ઉત્કટતાથી, કહો કે દિલ-ઓ-જાનથી ચાહે. એકાદ દાયકાની આ લવ-સ્ટોરી ખૂબ હૃદયસ્પર્શી છે. આ સિમરન નામની યુવતી સાથે તેમણે સગાઈ સુધ્ધાં કરી લીધી હતી.

પરંતુ કારગિલ યુદ્ધમાં જતા પહેલાં કેપ્ટન અનુજ નાયર પોતાના કમાન્ડર પાસે ગયા. યુદ્ધના સમયમાં સૈનિકો જાતજાતની વાતો કરે પણ આ યુવાને શું કહ્યું હશે?

'સર પ્લીઝ આપ યહ અંગુઠી રખ લીજીએ, મેરી મંગેતરને મુઝે દી થી. અગર મૈં વાપસ ના આયા તો યે ઉસે વાપસ કર દેના.'

'તુમ વાપસ આઓંગે... ઐસે ક્યોં સોચતે હો! તુમ જરૂર વાપસ આઓગે.'

'મૈંં જાનતા હું સર. ભગવાન કરે ઐસા હી હો. અગર મેં વાપસ ના આયા. આપ પ્લીઝ યે અંગુઠી રખ લીજીયે સર... મહોબ્બત કી અમાનત બહુત ભારી હોતી હૈ સર, મૈં ઈસ કો લે કે મર નહિ પાઉંગા...'

આટલું કહીને હસતા ચહેરે સગાઈની વીંટી આપીને, હસ્તધૂનન કરીને કેપ્ટન અનુજ નાયર જતાં રહ્યાં.

કમાન્ડર પાસેથી પાછા વળતી વખતે કેપ્ટન અનુજને પ્રેમિકા સાથેની વિદાય અને એ વખતે થયેલી વાતચીત યાદ આવી ગઈ.

કેપ્ટન જ્યારે આર્મી એરપોર્ટ ભણી રવાના થયા ત્યારે વાગદત્તા સિમરન મળવા આવી હતી.

'અરે યે હંમેશાં પટર પટર કરનેવાલી આજ ચૂપ કૈસે હૈ, કુછ તો બોલો....'

'ક્યાં બોલું મૈં?'

'આઈ ડોન્ટ નો. બાય બાય યા પંજાબી મેં કુછ બોલ દે... ચંગા જી.'

'જબ દિલ દિલ સે બાત કરતા હૈ તો હોઠો કો ચૂપ રહેના ચાહિયે.'

'અરે વાહ શાયર બન ગયી.'

એ જ સમયે પ્લેનમાં બેસી જવાની તાકીદ કરતો ફોન આવ્યો.

સિમરન સામે જોઈને અનુજ બોલ્યો: 'વેલ ધેટ્સ ઈટ... ટાઈમ ટુ લીવ.'

'સુન... તુઝે બહુત બુરી આદત હૈ, તું જાતે હુએ વાપસ નહિ દેખતા. ઈસ બાર જરૂર દેખના વર્ના જિંદગીભર યહીં ખડી રહુંગી.'

'હા, જરૂર દેખૂંગા મગર એક શર્ત પર. મુઝે કુછ હો ગયા તો તુમ ભી વાપસ પલટ કર મત દેખના.'

'તું મુઝે સમજા હી નહિ, અનુજ નાયર. જિંદગી સે હાથ છૂડાના મુમકીન હૈ મગર મેરે સે નહિ...'

ઉનજે હસીને સિમરનનો હાથ પકડી લીધો. 'આઈ લવ યુ' કહીને એ રવાના થયા... સિમરન એરપોર્ટ પર ઊભા રહીને એને નજરથી દૂર થતાં જોઈ રહી...

કેપ્ટન અનુજ નાયરના સાથીએ કહ્યાં મુજબ આ પ્રેમી પંખીડા વચ્ચે થયેલો આગામી વાર્તાલાપ કંઈક આવો હતો...

અનુજે ફોન કર્યો...

સિમરન: હેલ્લો અનુજ?

અનુજ: ઔર કૌન હો સકતા હૈ? ઈટ્સ મી.

અનુજ: હમ લોગોને પોઈન્ટ ૪૫૪૦ જીત લીયા હૈ... ૪૮૭૫ જીતકર વાપસ આયેંગે... ઓકે... સુનો અગર મૈં વાપસ ના આયા તો કિસી ઔર સે...

સિમરન: બકવાસ બંધ કરો....

અનુજ: ટેક ઈટ ઈઝી, ટેક ઈટ ઈઝી. બી રિયાલિસ્ટિક યાર. યે જંગ હૈ, કુછ ભી હો સકતા હૈ...

સિમરન: તુમ્હારે પાસ એંગેજમેન્ટ રિંગ હૈ ના...

અનુજે પોતાના હાથ તરફ જોયું અને ખોટું બોલ્યો: 'હાં, હૈ.'

સિમરન: તો તુમ્હે કુછ નહિ હો સકતા. યુ વીલ બી સેફ... તુઝે બચાયેગી ઔર તુઝે મેરે પાસ સહેરા બાંધ કે લે આયેગી...'

આંખમાં આંસુ સાથે અનુજ માંડમાંડ બોલી શક્યો: 'ઓકે લવ. જૈસા તું કહે...'

ફોન મૂકીને અનુજ પહાડ પર બેસી ગયો, લાંબો શ્ર્વાસ અંદર ખેંચ્યો અને દૂર દૂરના પર્વતોને જોતો રહ્યો.

કારગિલ યુદ્ધ પર જે. પી. દત્તાએ બનાવેલી ફિલ્મ 'એલઓસી કારગિલ'માં કેપ્ટન અનુજ નાયરનો રોલ સૈફઅલી ખાને ભજવ્યો હતો.

અનુજ નાયર દિલ્હીનો આ ઉત્સાહીજણ વૉલીબોલ રમતાં રમતાં લશ્કરમાં જોડાઇ ગયા. ૧૯૭૫માં જન્મ અને ૧૯૯૭માં જાટ રેજીમેન્ટની ૧૭મી બટાલિયનમાં ફરજ બજાવવાં પહોંચી ગયા. ખૂબ શિસ્તબદ્ધ અને ગંભીર લશ્કરી અધિકારી પણ વ્યક્તિગત પાસું એકદમ ખુશખુશાલ અને ઝિંદાદિલ. સિમરન સાથે લાંબા સમયની દોસ્તી, પછી પ્રેમ અને સગાઇ. 

૧૯૯૯માં પાકિસ્તાને કારગિલમાં મોટે પાયે ઘૂસણખોરી કરી. પાકિસ્તાની લશ્કરી અને અર્ધ-લશ્કરી દળોના ધાડેધાડા જમ્મુ-કાશ્મીરના કારગિલમાં ઊતરી પડ્યા હતા. આની જાણ થતાં જ ભારતીય લશ્કરે ખરેખર યુદ્ધના ધોરણે ઘૂસણખોરો અને ભાંગફોડિયાઓને તગેડી મૂકવા માટે લશ્કરી જમાવટ હાથ ધરવી પડી હતી. એ વખતે આપણા હીરો કૅપ્ટન અનુજ નાયર આ પ્રાંતમાં જમા થયેલા પાંચ લાખ સૈનિકોમાંના એક હતા. ૧૭મી જાટ રેજિમેન્ટના જુનિયર ઑફિસર હતા. 

એકદમ નવાસવા હોવા છતાં તેમને ખૂબ મહત્ત્વનું મિશન સોંપાયું હતું. ટાઇગર હિલની પશ્ર્ચિમ તરફે આવેલા વ્યૂહાત્મક પર્વતીય ટોચ પર આવેલું પોઇન્ટ ૪૮૭૫. પિમ્પલ ટુ તરીકે પણ ઓળખાતી આ પર્વતીય ટોચ પર પાકિસ્તાન અડિંગો જમાવીને બેસી ગયું હતું. 

આ પોઇન્ટ ૪૮૭૫ એકદમ વ્યૂહાત્મક સ્થળે હોવાથી એને પાછા મેળવવાને ભયભીત લશ્કરે સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી હતી, પરંતુ આ આસાન કામ નહોતું. દરિયાની સપાટીથી ૧૫,૯૯૦ ફૂટની ઊંચાઇએ આવેલું આ પોઇન્ટ ૪૮૭૫ એકદમ સીધું અને લીસું ચડાણ ધરાવતું હતું. આનો સાવ સાદો અને એકદમ સીધો અર્થ એ થાય કે હવાઇ દળની મદદ વગર એને જીતવાનું વિચારી સુધ્ધાં ન શકાય. 

પરંતુ સંજોગો એવા હતા કે હવાઇ દળનું વહારે આવવાનું શક્ય બનતું નહોતું હવે કરવું શું ? મોટાભાગના રાહ જોઇ બેસી રહે કે પછી મિશન પડતું મૂકે. પરંતુ ભારતીય લશ્કરના જોશ, સમયની નજાકત અને કેપ્ટન અનુજ નાયરના જુસ્સાને પરિણામે અકલ્પ્ય નિર્ણય લેવાયો : હવાઇ દળની મદદ વગર પણ પોઇન્ટ ૪૮૭૫ પર ફતેહ મેળવી લેવી. 

મિશન ખૂબ વિકટ હતું. આ ભગીરથ કાર્ય પાર પાડવા માટે કરાયેલા હુમલાના પ્રથમ તબક્કામાં પ્લાટુનના કંપની કમાન્ડર ઘાયલ થઇ ગયા. આ દેખીતી પીછેહઠ હતી, પરંતુ પ્રારંભિક પીછેહઠથી લેશમાત્ર હતોત્સાહ થવાને બદલે ઠંડા કલેજે છતાં એકદમ ઝડપથી નવો વ્યૂહ ઘડી કઢાયો. 

હવે બટાલિયનને બે જૂથમાં વહેંચી નખાઇ. એકનું નેતૃત્વ સોંપાયું કૅપ્ટન વિક્રમ બત્રાને જેની પરાક્રમ ગાથા આપણે આ જ સ્થળે (તા.૧૩/૧૦/૨૦૧૫)જાણી હતી. જ્યારે બીજા ગ્રુપની આગેવાની અપાઇ કૅપ્ટન અનુજ નાયરને. આ વિક્રમ-અનુજની જોડીએ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા. 

પોઇન્ટ ૪૮૭૫ કોઇ પણ સંજોગોમાં ન છોડવા માટે પાકિસ્તાને કોઇ કમી રાખી નહોતી. નાપાક ઘૂસણખોરોએ ઠેરઠેર બંકર બાંધી રાખ્યા હતા હવે લશ્કરના આવાં ઘણાં ભોંયરાં બૉમ્બપ્રૂફ પણ હોય છે.

આ બધા અવરોધ છતાં કૅપ્ટન અનુજ નાયરના સિંહોની ટોળી મક્કમ હતી. તેમની ચાર્લી કંપની નામની ટીમમાં સાત અધિકારીઓ હતા. જેમની બાજ નજરે દુશ્મનોના ચાર બંકર પડી ગયા. આ સાથે જ ટીમ લાયન આગળ ધસવા માંડી. એમને આવકારવા માટે પાકિસ્તાનીઓ ભારે તોપમારો અને ગોળીબાર કરવા માંડ્યા, પરંતુ જરાય ગાંજ્યા ગયા વગર નાયરની ટીમે વ્યવસ્થિત વળતો હુમલો કર્યો. તેઓ શસ્ત્રોના ઉપયોગ ઉપરાંત બબ્બે હાથ અજમાવવામાં પાછા ન પડ્યા. આમાં ભારતીય સૈનિકોના દેશપ્રેમ, જોશ અને ઉત્સાહ સામે પાકિસ્તાન સામે એક જ વિકલ્પ હતો : પીછેહઠ

પરંતુ કૅપ્ટન અનુજ નાયર આક્રમક મિજાજમાં હોય અને એ પણ પોતાની માતૃભૂમિ માટે, ત્યારે દુશ્મન માટે પાછીપાની કરવાનું પણ જરાય આસાન કે સલામત ન હોય. એકલા કેપ્ટન નાયરે જ નવ દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો. સાથોસાથ મીડિયમ રેન્જની મશીનગનથી મોતની ધાણીઓ ફોડતાં ત્રણ બંકરનો પણ ખુરદો બોલાવી દીધો. 

આ રીતે કૅપ્ટન અનુજ નાયરની લડાયક નેતાગીરીમાં ભારતીય લશ્કરે ચારમાંથી ત્રણ બંકરના ભૂક્કા બોલાવી દીધા. હવે વારો હતો ચોથા અને છેલ્લાં બંકરનો આ બંકરમાંથી દુશ્મનોને તગેડી મૂકવા માટે જીવસટોસટના ખેલ ખેલાઇ રહ્યા હતા, ત્યારે રોકેટથી છોડાયેલો એક ગ્રેનેડ, સીધો અનુજ નાયર પર પડ્યો કૅપ્ટન ખૂબ ભૂંડી રીતે ઘવાયા પણ ન લડવાનું છોડ્યું, ન નેતૃત્વ ત્યજયું. પોઇન્ટ ૪૮૭૫ ના છેલ્લાં બંકરમાંથી દુશ્મનોનો એકડો કાઢી નાખ્યા બાદ જ કૅપ્ટન અનુજ નાયર ઢળી પડ્યા. કૅપ્ટન નાયરની ચાર્લી કંપનીના દેશપ્રેમ,બહાદુરી અને દોસ્તીની અદ્ભુત મિશાલ જુઓ : બધેબધા માભોમ માટે કામ આવી ગયા, શહીદ થઇ ગયા. કૅપ્ટન નાયર અને કૅપ્ટન બત્રા તથા એમના સાથીઓની બહાદુરીને પ્રતાપે પોઇન્ટ ૪૮૭૫ પર ભારતે પાછો કબ્જો મેળવી લીધો. આ વ્યૂહાત્મક ફતેહને લીધે ટાઇગર હિલ પાછા મેળવવાનું અને પાકિસ્તાની લશ્કરને સંઘર્ષ પૂર્વેના સીમાડા સુધી પાછા તગેડી મૂકવાનું શક્ય બન્યું હતું. 

યુદ્ધમાં બહાદુરી અને નેતૃત્વની કદર કરીને ભારત સરહદે કૅપ્ટન અનુજ નાયરને મરણોત્તર મહાવીર ચક્ર એવૉર્ડ જાહેર કર્યો હતો. કૅપ્ટન નાયરના સાથી સૈનિક તેજવીર સિંહે સદ્ગત પ્રત્યે માન વ્યક્ત કરતા પોતાના પુત્રનું નામ અનુજ પાડ્યું હતું. 

કૅપ્ટન અનુજ નાયરના પિતા એસ.કે.નાયરે પુત્રની શહાદત માટે ગર્વની લાગણી વ્યક્ત કરી પણ સાથોસાથ દેશના રાજકારણીઓ અને અમલદારો પર આકરાં ટીકાસ્ત્રો વરસાવ્યા. હકીકતમાં કારગિલ જંગને સંપૂર્ણ યુદ્ધ ગણવાને બદલે 'યુદ્ધ જેવી સ્થિતિ' ગણાવાઇ હતી. આની સામે વિરોધ વ્યક્ત કરતાં નાયર સાહેબે કહ્યું હતું કે મારો પુત્ર ભલે યુદ્ધમાં શહીદ થાય પણ 'યુદ્ધ જેવી સ્થિતિ'માં એનો જીવ ન જવો જોઇએ કારણ કે મૃત્યુ જેવી કોઇ વસ્તુ નથી, મૃત્યુ જ છે. કાં જીવન છે કાં મોત. એ જ રીતે 'યુદ્ધ જેવી સ્થિતિ' ન હોઇ શકે, કાં યુદ્ધ હોય કાં શાંતિ પાકિસ્તાની ઘૂસણખોરોને દેશની આટલા અંદર આવવા દેનારાઓને કેમ સજા થતી નથી એવો સવાલ તેમણે પૂછ્યો હતો જે હજી સુધી અનુત્તર છે. 

પુત્રને ગુમાવનારા નાયરસાહેબ અનુજના કિસ્સા વર્ણવતા થાકતા નહોતા. યુદ્ધ વખતે દુશ્મનને પકડી લે, ત્યારે એ કેદીના નામ,માતા-પિતાના નામ,ગામના નામ નોંધી રાખતો હતો. એ એમના હાથની છાપ પણ કાગળ પર લઇ લેતો હતો. એ યુદ્ધના મોરચેથી નિયમિતપણે પત્ર લખતો હતો. 

નાયર સાહેબને હજી સાંભરે છે કે કોઇ રિર્પોટરે કૅપ્ટન અનુજને પૂછ્યું કે તમે સૈનિક કેમ બન્યા ? જવાબ મળ્યોે કે મારે સિયાચીન જોવું હતું અને એ જાણવું હતું કે કોણ વધુ મજબૂત શક્તિશાળી છે. હું કે સિયાચીન ?

કૅપ્ટન અનુજની બહાદુરીનો વિચારતા કરી મૂકે એવો એક કિસ્સો. દસમા ધોરણમાં ભણતી વખતે ભયંકર અકસ્માત નડ્યો હતો. પગનાં ઘૂંટણથી તળિયા સુધીના સ્નાયું ચીરાઇ ગયા હતા. કેવી પીડા થતી હશે? છતાં ૧૬ વર્ષના અનુજે એનેસ્થેટિસ્ટની મદદ વગર ૨૨ ટાંકા લેવડાવ્યા. આનું કારણ આપતા બહાદુર બેટાએ પિતાને કહ્યું : પીડા તો મગજમાં રહે, પગમાં નથી. 

કલ્પના કરી જુઓ કે કારગિલ જેવી કોઇકની ભૂલ માટે કૅપ્ટન અનુજ નાયર બત્રીસ લક્ષણા જવાનો કસમયે ખપી ન ગયા હોત તો દેશ અને સમાજ માટે કેટકેટલું કરી શક્યા હોત?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment