Thursday, 28 April 2016

[amdavadis4ever] કાળી ‘ગુલ ામડી’ને મ ળ્યું ઐતિ હાસિક માન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાપ્તાહિક લેખ લખતા હોય ત્યારે એક પ્રશ્ર્ન એ નડે છે કે કોઈ મહત્ત્વની કે દિલચશ્પ કે દુ:ખજનક ઘટના બની હોય તે વિશે ચર્ચા કરવામાં મજા નથી આવતી કેમ કે એ વિશે ચોરે ને ચૌટે લખાઈ ગયું હોય છે. હેરિયટ ટબમેન વિશે જો કે હજી સોમવાર સુધી કાંઈ છપાયું નથી. હેરિયેટ ટબમેનનું મહત્ત્વ ફરી એકવાર ઝળકે છે, કારણ કે પહેલવહેલી વાર અમેરિકન સરકારે પોતાની ચલણનોટ ઉપર એક આફ્રિકન-અમેરિકન મહિલાનું ચિત્ર મૂક્યું છે. વીસ ડૉલરની નોટ ઉપર હવે પ્રેસિડન્ટ એન્ડ્રુ જેકશનને બદલે હેરિયેટ ટબમેનનું ચિત્ર મુકાયું છે. પ્રારંભના ઘણાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની જેમ એન્ડ્રુ જેક્શન પણ પોતે ગુલામો રાખતા હતા અને એમની પાસે મફતિયા કાળી મજૂરી કરાવતા, એ કાળે ગુલામોને વેચવા-ખરીદવા ઉપરાંત ભાડે પણ ફેરવાતા. આ માણસો નહીં પણ માલિકીની ચીજવસ્તુઓ હતા. એ ભાગી જાય તો કોઈ મોંઘી સંપત્તિ ચોરાઈ ગઈ છે એમ ગણી છાપામાં જાહેરાત અપાતી કે આ અમારા ગુલામને જે પકડી આણશે તેમને સો બસો ડૉલરનું ઈનામ અપાશે. સો-બસો ડૉલર એ જમાનાના? વિચાર કરીએ કે જેમની માણસ તરીકેની કિંમત નહોતી તે આ કાળા ગુલામની પોતાની સંપત્તિ તરીકે કેટલી બધી કિંમત હશે. 

વીરાંગના હેરિયેટ

હેરિયેટના નામ સિક્કા (નોટો) પડે છે તેનું કારણ એ ગુલામીમાંથી મુક્ત થઈ એ નથી. કારણ એ છે કે એણે ઘરના અને ઓળખીતા-પાળખીતા મળીને ત્રીસ-ચાલીસ લોકોને પણ જોખમો ખેડીને છાનામાના પ્રવૃત્તિ કરીને છોડાવ્યા. ઈ. સ. ૧૮૨૨માં એમનો જન્મ. છ વર્ષની ઉંમરે એમની માલકીને એમને ભાડે ફેરવ્યા. એટલી જ ઉંમરથી એમના કામમાં જરાયે ગફલત થાય તો વાંસેે કોરડાના ઘા ઝીલવા પડેલા, મરતાં સુધી એ ડાઘ અને કાપા એમના શરીરે હતા. શરૂઆતમાં બાળસંભાળ કે ઘરકામ કર્યા પછી એમણે બળદ જોડી ખેતી કરવાના અને તેથીયે આકરાં કામ કર્યાં. જો કે બધા ગુલામો ચૂપચાપ બધું સહન કરતાં એવું નથી. હેરિયેટનું મૂળ નામ હતું આરમિન્ટ. બધા એમને મિન્ટી કહીને બોલાવે. હેરિયેટ તો એમની માતાનું નામ હતું જેને લોકો રિટ તરીકે ઓળખતાં. રિટને નવ છોકરા. ગુલામના છોકરા ગુલામ. માતા કે પિતાનો માલિક આ છોકરાને વેચી દઈ શકે. હેરિયેટની ત્રણ બહેનોને તો આ રીતે એની માતાના માલિકે વેચી મારેલી. એક નાનકડા દીકરાને વેચવાની વાત આવી ત્યારે રિટે એને મહિના સુધી સંતાડી દીધેલો. એમાં એને બીજા ગુલામો મદદ પણ કરતાં. છેલ્લે બંધ બારણા સુધી માલિક ને ખરીદદાર પહોંચ્યા ત્યારે રિટે ધમાલ કરીને સામાનું માથું ફોડી દેવાની તૈયારી બતાવેલી અને ખરેખર પેલા લોકો પાછા ફરી ગયેલા. મિન્ટી માંદી રહેતી. તો યે જો કે વેઠ તો કરવાની જ. એક વાર એક છટકી જતા ગુલામને એણે રોક્યો નહીં. પાછળ પડેલા માલિકો બશેરનો ઘા કર્યો તે પેલાને ન વાગ્યો. પણ મિન્ટીનું માથું લોહીલુહાણ થઈ ગયું. ત્યાર પછી વાઈની ફિટ આવતી, કારમાં દુખાવા થતા અને ભ્રમણાઓ પણ થતી જે એને ઈશ્ર્વરના સાદ જેવી લાગતી. ઘણાં ખરા ગુલામો અને મુક્ત આફ્રિકન-અમેરિકનોની જેમ એ પણ અત્યંત ધાર્મિક વૃત્તિનાં હતાં અને જીસસમાં એમને ઊંડો વિશ્ર્વાસ હતો.

પોતે ટીનેજમાં આવ્યાં કે પોતાના વેચાણની વાતો એમણે સાંભળીને એ ભડક્યાં, ત્યાં સુધીમાં કેટલાક અમેરિકન રાજ્યોએ ગુલામી નાબૂદ કરી દીધી હતી. ગુલામી વિરોધી ગોરાઓ, એમનાં ચર્ચ, ઘણાં સરકારી અધિકારીઓ અને ન્યાયાધીશો પણ ગુલામી કાનૂની હતી એ રાજયોમાંથી નાસી આવતા ગુલામોને સંતાવા કે જીવનમાં સ્થાયી થવા સહાય કરતાં મુક્ત થઈ ચૂકેલા આફ્રિકન-અમેરિકનોનો પણ બહુ મોટો સાથ હતો. આ મુક્ત કાળી પ્રજા એટલે એ આફ્રિકનો જે ઉત્તરમાં જ્યાં જ્યાં હતા ત્યાં ગુલામી પ્રથા દૂર કરાઈ હતી. આ સિવાય ગોરા માલિકો પણ ક્યારેક પોતાનાં લાડકાં ગુલામોને મુક્ત કરી દેતાં. કોઈ પૈસા આપી ગુલામને ખરીદીને પણ છોડી મૂકી શકે. કેટલાક માલિકો એવું લખી જતાં કે અમુક વય પછી આ ગુલામને મુક્ત કરવા. ટીનેજર હેરિયટે પોતે ભાડે મુકાયેલી ત્યાંથી પોતાના બે ભાઈઓને લઈને ભાગી જવાની પેરવી કરી. જો કે ભાઈઓ પાછા વળવા માગતા હતા તેથી એ પણ પ્લાન્ટેશન - વિશાળ ખેતરોની માલિકોની જાયદાત ઉપર પાછા ફર્યાં વળી પાછા એક વાર લાગ જોઈ ભાગી ગયાં. ત્યાર સુધીમાં એમણે એક મુક્ત ગુલામ સાથે લગ્ન કરેલાં પણ કાનૂન એવો હતો કે બાળકો બધા માતાના કહેવાય અને માતા ગુલામ હોય તો પછી એ બાળકો પણ તેના ગોરા માલિકની સંપત્તિ બની જાય.

ભૂગર્ભ રેલવે

આ કાંઈ રેલગાડી નહોતી, હા, કયારેક એમાં રેલવેનો પણ ઉપયોગ થતો પણ ભૂગર્ભ રેલવે એટલે ગુલામોને ભાગી છૂટવા છાનામાના તૈયાર કરેલા સલામત અને ગુપ્ત માર્ગો. આશરો લેવા માટેનાં સ્થળો, સહાય મેળવવા માટે મદદગાર લોકોનાં ઘરો, ગુપ્તવેશ, બનાવટી કથાઓ એ બધું તૈયાર કરી રખાયેલું તે. આ રીતે સેંકડો ને પછીથી હજારો ગુલામો ભાગી છૂટેલા. અજાણ્યા ગુલામોને હેરિયેટ સલાહ આપતાં અને ભૂગર્ભ રેલવે માટે માર્ગદર્શન આપતાં ક્યારેક પોતે જ ગુલામોની ટોળકી લઈને જતાં સાથે પિસ્તોલ રાખતાં. અણજાણ ભોમની કોઈ કોઈને બીક લાગે. ગુલામી સિવાય કાંઈ જોયું ન હોય તો પછી નવા પ્રદેશો કેવા હશે તેની મૂંઝવણ થાય. જોખમ ખેડીને મુક્તિ પામવા કરતાં કોઠે પડી ગયેલી ગુલામીમાં એમને વધુ સલામતી દેખાય. પોતાની ટોળકીમાંથી કોઈ પણ આ રીતે ભાગવા પ્રયત્ન કરે તો હેરિયટ એમને ગોળીએ ચડાવવાની ધમકી આપતા, કેમ કે એક પાછો જાય તો બીજા વિશેે માહિતી મળે. છૂપા રસ્તા જાહેર થઈ જાય અને ઘણાની જિંદગી જોખમાય.

ભાગતાં ગુલામોને માથે ઘણાં જોખમ, એમને પકડી લેવા માટે સેંકડો ડૉલરના ઈનામ હોય એટલે એ "સુપારી લેવા હરામી સાહસ કરનારા જંગલ રસ્તે આવે, એમના શિકારી કૂતરા દોડતા હોય, બંદૂકો ફૂટતી હોય. રસ્તે સાપ જાનવર હોય, નદી નાળાં ને કિચડ હોય. સૌથી મોટું જોખમ તો કાનૂન વ્યવસ્થાનું. અમેરિકામાં કાયદો હતો કે ભાગી છૂટેલા ગુલામો ઉત્તરનાં ગુલામીમુક્ત રાજ્યોમાં આવે તો તેમને પકડીને પાછાં તેમના માલિકોને સોંપી દેવાના. માનવાધિકારોમાં માનતા સક્રિય લોકો આ કાયદાની ઐસીકી તૈસી કરી ગુલામોને છૂપા રાખવામાં કે લઈ જતાં રોકવામાં મદદ કરતાં. ઈ. સ. ૧૮૫૦માં એવો કાયદો ઘડાયો કે આ રીતે મદદ કરનારને પણ હજાર ડૉલરનો ફાઈન (એ જમાનામાં) અને છ મહિનાની કેદ ભૂગર્ભ રેલવે હવે વધુ અસલામત હતી પણ હેરિયેટ ટબમેન જેવા લોકોએ આ કામ ચાલુ રાખ્યું. પાંચ વર્ષ પછી એ કાયદો રદ થયો. 

અમેરિકન સિવિલ વૉર અને હેરિયેટનું કામ

૧૮૬૧ની સાલમાં ગુલામીને દૃઢ રાખતા દક્ષિણના 'કોનકેડરેટ' રાજ્યો સામે અમેરિકન ફેડરલ સરકારે જંગ છેડ્યો ત્યારે હેરિયેટ ટબમેન આ યુદ્ધમાં પહેલા નર્સ તરીકે અને પછી જાસૂસ તરીકે જોડાયા. પોતે અનુભવી હતાં અને દક્ષિણના રાજ્યો કે મેરિલૅંડ જેવા રાજ્યમાં ખાનગી રીતે પેસવાની રીતો જાણતા હતા. આ જાણકારી અને એમનામાં રહેલી સૂઝબુુદ્ધિ, હિંમત અને સ્વીકારેલા મૂલ્યો માટે આત્મસમર્પણની ભાવનાને લીધે એમણે અબ્રાહમ લિંકનના લશ્કરને આગબોટો ભરી ભરીને હથિયારો અને ગુલામ ખેતમજદૂરોને લઈ આવવાનું કામ કરવામાં ભરપૂર મદદ આપી. લિંકન જેવા પણ કહેતા'તા કે મુક્ત થયેલા ગુલામોની જોડે ભાગી છૂટેલા 'ગેરકાનૂની' મુક્ત ગુલામોને લશ્કરમાં લેવાય નહીં પણ પછી તો આ સૌથી અલગ ટુકડીઓ બની.

- અને છેલ્લે?

યાદ રાખવાનું કે ગુલામી નાબૂદી અને નારી મુક્તિનાં કામ સાથસાથ ચાલેલાં. ગુલામી નાબૂદીનાં કાર્યમાં જોડાયેલી સ્ત્રીઓએ તો પ્રશ્ર્ન ઉઠાવેલો કે માત્ર સ્ત્રી હોવાને લીધે શિક્ષણ અધિકાર, મિલકત અધિકાર અને મતાધિકારને નામે મીંડું છે તો શું માત્ર આફ્રિકન ગુલામોને જ મુક્તિ મળે? આ પ્રશ્ર્ન સંકુલ છે અને અલગ ચર્ચા માગે છે પણ બંને મુક્તિજંગના સંબંધો જોડાયેલા હતા. હેરિયેટ પણ ક્યાંથી પાછાં રહે? ૧૯મી સદીના અંતમાં એમણે કહી દીધેલું કે સ્ત્રીને મુક્તિ શા માટે જોઈએ તે શું હું નથી જાણતી? એમનાં કથનો અને એમણે છોડાવેલા ગુલામોની સંખ્યા વિશે વિવાદો ચાલે છે. કાળી 'ગુલામડી'ને ઈતિહાસમાં આવડું માન મળ્યું તો ઉપલા શાસક વર્ગ બૌદ્ધિકતા ડહોળનારા તો મળી જ રહે. ભૂગર્ભ રેલવે અને સિવિલ વૉરમાં એમનું કામ જોઈએ તો એમના થકી મુક્ત બનેલા ગુલામોની સંખ્યા અગણ્ય છે. એમને સૈનિક તરીકેનું પેન્શન પણ માંડ માંડ બે-ત્રણ દાયકા પછી મળ્યું. ગુલામીમાંથી છૂટેલાં હેરિયેટ ટબમેન ગરીબીમાં જ ઈ. સ. ૧૯૧૩માં અવસાન પામ્યાં.

ડોનાલ્ડ ટ્રમ્પ ઉવાચ

કદાચ હવે મંગળવારે હેરિયેટ ટબમેનની વાત અખબારોનાં ઉલેચાશે, કારણ કે ગોરા અમેરિકાના નીચલા વર્ગની માન્યતાને પોષી જીતવા માગતા રૂઢિચૂસ્ત રિપબ્લિકન પક્ષની ઉમેદવારી ચાહતા બફાટિયા ડોનાલ્ડ ટ્રમ્પે પોત પ્રકાશ્યું છે. ગોરા અને રંગભેદવાદી પ્રેસિડન્ટને છેકીને કાળી ગુલામ સ્ત્રીની છબી ૨૦ ડૉલર પર દેખાય એમાં આવા પ્રકારના લોકો ખળભળી જ ઊઠે. કહે છે કે હેરિયેટને સલામ કરું છું પણ એન્ડ્રુ જેકસનની છબી કેમ કઢાય? કોઈ બે ડૉલરની કે એવી નવી નોટ કાઢો. જેમાં હેરિયેટબાઈનો ફોટો મૂકો. જેક્સને લાખો અમેરિકન મૂળવતનીઓને (અમેરિકન 'ઈન્ડિયનો') દક્ષિણથી કાઢી ઓકળોહામામાં વાડાબંધીમાં રહેવા મોકલેલા જે રાહને અશ્રુમાર્ગ કહેવાય છે, આંસુની કેડીઓ ગણાવાય છે. આમનો બચાવ? એમને કાઢીને કાળી વીરાંગનાની છબી આવે તેને "રાજનૈતિકતામાં ઉચિત કે પછી પેલા માનવ અધિકારવાળા કહીને છાજિયાં લેવાય તેમાં નવાઈ શી? કાગડા બધે જ કાળા તે આપણે જોઈએ જ છીએ, ભલે પછી એ ટ્રમ્પ જેવા ધોળા ધોળા હોય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment