Thursday, 28 April 2016

[amdavadis4ever] કચરાનો નિ કાલ કરતાં શીખવે છે નાનાં નગરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેવનારમાં અને બીજા ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો કેમ કરી નિકાલ કરવો એ બાબતે મુંબઈ હજી ગૂંચમાં છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યની લગભગ ૨૧ નગરપાલિકાઓએ મુંબઈ શહેરને કેવી રીતે યોગ્ય દિશામાં આ કામ કરવું એ વિશે રસ્તો દેખાડ્યો છે. વેન્ગુર્લા, વાઈ, સાતારા, રામટેક, ઉમરેડ, બલ્લારપુર, શિરડી, દેવલાલી, શિરુર, લોનાવાલા, મહાબળેશ્ર્વર, મંગલવેઢે અને વૈજાપુર સહિતની નગરપાલિકાઓએ પોતાના વિસ્તારોને ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત રાખવાની સાથે સરેરાશ ૮૦થી ૯૦ ટકા સૂકા અને ભીના કચરાને નોખો પાડવાની સિદ્ધિ મેળવી છે અને કચરાની હેરફેર તથા તેના નિકાલનું પગેરું મેળવવા માટે જીપીએસ જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કર્યો છે, એમ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સંબંધિત કલેક્ટરો દ્વારા કરાવેલા આંતરિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું.

સિંધુદુર્ગ જિલ્લાના વેન્ગુર્લામાં ૧૩,૦૦૦ની વસતિ છે ત્યાં જીપીએસની મદદ વિના કચરાને અલગ પાડવામાં ૧૦૦ ટકાની સફળતા મેળવી હતી. સાતારા જિલ્લાના ૩૬,૦૨૫ની વસતિ ધરાવતા વાઈમાં ૯૫ ટકા પ્રમાણમાં કચરો જુદો પાડવામાં આવ્યો હતો, અહીં પણ જીપીએસની મદદ લેવાઈ નથી. સોલાપુર જિલ્લાના સગોલા નગરની ૩૬,૦૦૦ની વસતિ છે અને અહીં ૯૮ ટકા કચરો અલગ પાડવામાં આવ્યો હતો. અહીં જીપીએસનો વપરાશ કરવામાં આવ્યો હતો. સાતારા જિલ્લાના મહાબળેશ્ર્વરમાં માત્ર ૧૩,૩૯૩ની વસતિ છે, પણ કચરો અલગ પાડવામાં ૯૦ ટકાનો આંક મેળવાયો હતો, જીપીએસની મદદ લેવાઈ હતી. અહમદનગર જિલ્લાના ૪૦,૦૦૦ની વસતિ ધરાવતા શિરડીમાં ૮૦ ટકા કચરો અલગ પાડવામાં આવ્યો હતો, અહીં જીપીએસનો વપરાશ કરાયો છે. આટલાં નાનાં નગરોની સિદ્ધિ જોઈને મુંબઈવાસીને ખરેખર શરમ આવે!

મુંબઈમાં દરરોજનો ૯,૫૦૦ મેટ્રિક ટન ગાર્બેજ-કચરો પેદા થાયછે, પણ તેના પર કોઈ પ્રક્રિયા કરાતી નથી, જેને પરિણામે લગભગ ૩,૨૫૦ એમએલડી (મેગા લિટર પર ડે) ગંદો કચરો સીધો સમુદ્રમાં જાય છે, કોઈ પણ જાતની પ્રક્રિયા વિનાનો. શહેરના આયોજનકર્તાઓ એવો સવાલ કરે છે કે મુંબઈનો દરેક વૉર્ડ આ બધી નગરપાલિકાઓએ અપનાવેલું માળખું કેમ નથી અપનાવતો? પોતાનું નામ નહીં આપવાની શરતે આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનોલૉજી)ના પ્રોફેસરે કહ્યું હતું કે, "મુંબઈએ કચરાને સંપૂર્ણ પ્રમાણમાં નોખા પાડવાની સિદ્ધિ મેળવી હોત તો હવામાં અને થાણેની ખાડીમાં ઝેરી દ્રવ્યોને ટાળી શકાયા હોત. ભારત બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાયના અને સાઉથ આફ્રિકા), પાંચ વિકાસશીલ દેશોના શહેરોની આઠમી શિખર પરિષદ ગોવા ખાતે આવતા ઑક્ટોબરમાં યોજી રહ્યું છે ત્યારે શહેરી નિષ્ણાતો કહે છે કે તેઓ આ મેગાસિટીના ગાર્બેજ-કચરાના સેગ્રેગેશન-કચરાને અલગ પાડવાની પ્રક્રિયા અને ડિસ્પોઝલ-નિકાલ સંબંધે પાકા અને અસરદાર ઉકેલો મળવાની ધારણા રાખે છે. મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનનાં ડાયરેક્ટર મીતા રાજીવ લોચને કહ્યું હતું કે, "આ નગરપાલિકાઓમાં મોટાભાગે ૧૦૦ ટકા કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને જાહેરમાં-ખુલ્લી જગ્યામાં મળોત્સર્ગ તો બિલકુલ નહોતો.

મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, "છેલ્લા કેટલાક મહિનાઓથી આ સુધરાઈઓએ દેખાડી આપ્યું છે કે તેઓ સ્વચ્છતાના કામકાજને બહુ ગંભીરતાથી હાથ ધરે છે. કોંકણમાં વેન્ગુર્લા અને સાતારા જિલ્લામાં ૧૩,૩૯૩ની વસતિ ધરાવતા મહાબળેશ્ર્વર જેવા કદમાં નાના નગર છે અને એક લાખથી વધુની વસતિ ધરાવતું સતારા 

કદમાં ખાસ્સું મોટું છે..., પણ આ ત્રણેય નગરોમાં એક બાબત જે સમાન છે એ છે, સ્વચ્છતાનો અને કચરાને પૃથ્થક કરવાનો તેમનો દૃઢ નિર્ધાર.

આ નગરપાલિકાઓમાં ૫૦ ટકા ઘરવાળાં જગ્યા પર જ એટલે કે પોતાને ત્યાં જ સૂકો અને ભીનો કે ભેજવાળો કચરો જુદો પાડે છે અને ઓછામાં ઓછી નવ નગરપાલિકાઓમાં ૭૫ ટકાથી વધુ પ્રમાણમાં લોકો જગ્યા પર જ કચરાનું વિભાજન કરે છે. ભીનો કે ભેજવાળો કચરો પર બાયો-મિથેનેશન દ્વારા અથવા કૉમ્પૉસ્ટિંગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. એના પરિણામે ઘણા લોકો નજીકના વિસ્તારના ખેડૂતોને ખાતર વેચે છે. આને પગલે આ તમામ નગરપાલિકાઓમાં કચરો પેદા થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે નીચું ગયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment