Wednesday, 6 April 2016

[amdavadis4ever] અમારા ક્રિકેટ બોર્ડ તરફથી થ યેલો અનાદર અસ ્થાને છે: સેમી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોલકાતા: ટી-૨૦ વર્લ્ડ કપ બીજી વાર જીતવામાં આનંદિત બનેલ, પણ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડથી નારાજ બનેલ કેપ્ટન ડેરેન સેમીએ કહ્યું હતું કે ટિકાકારો તથા ડબ્લ્યુ.આઈ.સી.બી. તરફથી કરાયેલ અનાદર સામે તેની ટીમના ખેલાડીઓ બને એટલા શક્યપણે સારી રીતે વર્ત્યા છે.

ઈંગ્લેન્ડના કોમેન્ટેટર માર્ક નિકોલસ દ્વારા બુદ્ધિશક્તિ વિનાની ટીમ તરીકે વર્ણાયેલ વેસ્ટ ઈન્ડિઝે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવી આઈ.સી.સી. ટી-૨૦ વર્લ્ડ કપ બીજી વાર રવિવારે રાતે જીત્યો હતો.

વિજયી સુકાની સેમીએ કહ્યું હતું કે તેની ટીમે ૨૦૧૨માં પણ વેસ્ટ ઈન્ડિઝમાં આ સ્પર્ધા જીતી હતી કે જ્યારે કોઈએ વિજયની આશા રાખી ન હતી અને આ વેળા પત્રકારો તથા પોતાના જ રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ તરફથી દેખાડવામાં આવેલ અનાદર અસ્થાને હતો તથા અમારે તેઓને ચૂપ કરવા સ્પર્ધા જીતવા સિવાય અન્ય કોઈ માર્ગ ન હતો.

સેમીએ કહ્યું હતું કે વિજય માટે પોતાના રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ ખુશી ન દેખાડવામાં તે નિરાશ બન્યો છે.

સેમીએ કહ્યું હતું કે તેની ટીમમાં ગેઈલ, બ્રાવો, હોલ્ડર, બ્રેથવેલ, હેન જેવા ખેલાડી છે જેઓ કોઈપણ દિવસે મેચ જીતાડી આપવા કાબેલ છે અને વેસ્ટ ઈન્ડિઝે પુરવાર કરી આપ્યું હતું કે તે કોઈ એક સભ્યની ટીમ નથી.

પણ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આ વર્ષે કોઈ ટી-૨૦ મેચોનો કાર્યક્રમ નથી.

સેમીની ટીમે પુરુષોનો ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે પણ મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ તે જ દિવસે બપોરે કોલકાતામાં ફાઈનલ મેચમાં જીત્યો હતો તથા તેના ૧૯-હેઠળના ખેલાડીઓ ગયા ફેબ્રુઆરીમાં બાંગલાદેશમાં યોજાયેલ યુવા વર્લ્ડ કપમાં વિજયી બન્યા હતા. 

સેમીએ કહ્યું હતું કે ૧૯-હેઠળના ખેલાડીઓ તથા મહિલા ટીમની સફળતામાં રાષ્ટ્રની પુરુષ ટીમના ખેલાડીઓને પ્રેરણા મળી હતી.

૩૨ વર્ષના સેમીએ કબૂલ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટમાં નબળા દેખાવના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમની ઘણી ટીકા થતી હોય છે, પણ તેણે આશા વ્યક્ત કરી હતી કે આ વિજયથી જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળના ટેસ્ટ ખેલાડીઓને નવી પ્રેરણા મળશે.

સેમીએ કહ્યું હતું કે ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ અને ટેસ્ટ મેચો બિલકુલ જુદા છે.

સેમીએ કહ્યું હતું કે પહેલી વાર ટી-૨૦ વર્લ્ડ કપમાં ભાગ લીધેલ કાર્લોસ બ્રેથવેઈટે છેલ્લી ઓવરમાં ચાર છગ્ગા ફટકારી પુરવાર કરી આપ્યું હતું કે દિલ્હી ડેરડેવિલ્સની ટીમે શા માટે તેને આ વર્ષની આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધા માટે મોટી રકમમાં ખરીદયો હતો.

સેમીએ કહ્યું હતું કે પોલાર્ડ, ડેરેન બ્રાવો અને નરેનની ગેરહાજરી છતાં, વેસ્ટ ઈન્ડિઝે ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો જે આ પ્રકારની રમતમાં ટીમની લાયકાત પુરવાર કરે છે.

સેમીએ લેગ-સ્પિનર સેમ્યુલ બદરીના પણ વખાણ કર્યા હતા જે આઈ.સી.સી.ના ટી-૨૦ ક્રિકેટ માટે બોલરોના રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે. (એજન્સી)

------------------------------

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સેમીની ટીકાને બંધબેસતી ગણાવતું નથી



સેન્ટ જહોન્સ (એન્ટીગુઆ): વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પોતાના તરફથી ટેકાના અભાવ બાબતે સુકાની ડેરેન સેમીએ કરેલી ટીકા બદલ તેની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ટી-૨૦ વર્લ્ડ કપમાં વિજયી બનવા પછી તેનો આ વાતમાં ગુસ્સો 'બંધબેસતો નથી.'

સેમીની આગેવાનીમાં તેના ખેલાડીઓએ ડબ્લ્યુ.આઈ.સી.એ. તરફથી કોઈ ટેકો ન મળતો હોવાનું કહેવા પછી કેરેબિયન ક્રિકેટ બોર્ડે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે ડબ્લ્યુ.આઈ.સી.બી.ના પ્રમુખ ડેવ કેમેરોન ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયનો માટે ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે. 

ક્રિકેટ બોર્ડે મેચ-ફી બાબતેની લાંબા સમયની તકરારનો અંત લાવવા ખેલાડીઓ જોડે મંત્રણા કરવાની પણ તૈયારી દેખાડી છે જેથી રાષ્ટ્ર વતી રમવા માટે ઉપલબ્ધ રહેતા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી થઈ શકે

વેસ્ટ ઈન્ડિઝ ટી-૨૦ વર્લ્ડ કપ બીજી વાર જીતનાર પ્રથમ ટીમ બની હતી. 

------------------------------

ભારતીય ક્રિકેટ બોર્ડ અમને વધુ ટેકો આપે છે: બ્રાવો



કોલકાતા: કેપ્ટન ડેરેન સેમી પછી અગ્રણી ઓલ-રાઉન્ડર દ્વેઈન બ્રાવોએ ટીકાનો મારો વરસાવતા કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો રાષ્ટ્રના ક્રિકેટ બોર્ડ કરતા બી.સી.સી.આઈ. તેઓ માટે વધુ કરી રહ્યું છે.

"અમારા રાષ્ટ્રનું ક્રિકેટ યોગ્યના હાથોમાં નથી, અમને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના કોઈ સત્તાધીશ કે ડિરેક્ટર તરફથી ટેલિફોન મળ્યો નથી જે સારી વાત નથી, એમ બ્રાવોએ કહેતા ઉમેયુર્ં હતું કે રાષ્ટ્રના ક્રિકેટ સત્તાવાળા અમે જીત્યે એમ ઈચ્છા ન હતા કે જીતી શકીયે છઈએ એમ માનતા ન હતા.

તેણે સવાલ કર્યો હતો કે તેના તથા ગેઈલ અને રસેલ જેવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝની વન-ડે ટીમમાંથી કેવી રીતે બાકાત રાખવામાં આવ્યા છે.

બ્રાવોએ કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે આ વર્ષે ટી-૨૦ મેચોનો કોઈ કાર્યક્રમ ઘડાયો નથી. તેણે કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ કરતા બી.સી.સી.આઈ. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને વધુ ટેકો આપે છે. 

-------------------------------
સેમ્યુલ્સને ગેરવર્તણૂક બદલ દંડ

કોલકાતા: વેસ્ટ ઈન્ડિઝની ટીમના માર્લોન સેમ્યુલ્સને ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે અહીં, ઈડન ગાર્ડન્સ ખાતે રવિવારે રમાયેલ ફાઈનલ મેચમાં આઈ.સી.સી.ની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ-ફીની ૩૦ ટકાની રકમનો દંડ કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના દાવ દરમિયાન સેમ્યુલ્સે ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ સામે અપશબ્દભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ફિલ્ડ અમ્પાયરો કુમાર ધર્માસેના અને રોડ ટકર, ટેલિવિઝન અમ્પાયર મેરિયસ એરેસમસ તથા રિઝર્વ અમ્પાયર બ્રુસ ઓક્ષનફોર્ડ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા પછી સેમ્યુલ્સે પોતાની ભૂલ કબૂલ કરતા આઈ.સી.સી.ના મેચ રેફરી રંજન મદુગલેએ સેમ્યુલ્સને દંડ ફટકાર્યો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment