Wednesday, 6 April 2016

[amdavadis4ever] 'નદી સત્ય છે, સા મેનો કાંઠો સુંદર છે અને આપણો કાંઠ ો શિવ' (લાઉડમાઉથ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતી સાહિત્યકારોલેખકોકવિઓપત્રકારો અને પ્રવચનકારો ખૂબ ફરતા હોય છે. દેશમાં અને વિદેશમાં પણ કેટલાંક પોતાના પૈસે મોજથી ફરતા હોય છેકેટલાંક પોતાની પાસેના મર્યાદિત પૈસાથી અલગારી રખડપટ્ટી કરતા હોય છે અને મોટાભાગના પારકે પૈસે જલસા કરતા હોય છે. પારકે પૈસે એટલે સરકારી ખર્ચેટૂરિસ્ટ વિભાગો કે પર્યટનઆયોજકોના ખર્ચે અથવા મિત્રો-ચાહકોના ખર્ચે અથવા કોઈને ગળે પડીને! પ્રવાસેથી પાછા ફરીને તેઓ પ્રવાસવર્ણનો લખતા હોય છે. ટ્રાવેલોગ એક આખો અલગ સાહિત્યપ્રકાર છે. ગુજરાતીમાં પારકે પૈસે પ્રવાસજલસા કરનારાઓનાં પ્રવાસ વર્ણનો મફતિયા મહેમાનગતિના અદૃશ્ય પેમેન્ટની રસીદ જેવાં લખાતાં હોય છે. લેસ્ટરમાં લતાબહેને દાળઢોકળી ખવડાવી હોય કે સાન ફ્રાન્સિકોમાં શાંતિભાઈને ત્યાં ખીચડી ખાધી હોય તો એના ઓડકારો તેઓ પ્રવાસવર્ણનોથી ચોપડીમાં પ્રસ્તુત કરતા હોય છે અથવા જે કંપનીસંસ્થા,સરકારી વિભાગરાષ્ટ્ર દ્વારા પોતાને સ્પેન્સરશિપ યાને કે ફ્રિ જન્કેટ મળી હોય તેની (સારી ભાષામાં કહીએ તો) દલાલી કરતાં વખાણો તેઓ વાચકોને માથે મારે છે. ગાડીભાડુંલોન્ગ ડિસ્ટન્સ કોલરહેવાનો ખર્ચશોપિંગ વગેેરેના ખર્ચ બચાવવા બદલ આભાર માનીને પ્રવાસ-વર્ણનનું આખે આખું પુસ્તક વિદેશી યજમાનોને અર્પણ કરીને મફતિયા પ્રવાસની ગિલ્ટફીલિંગમાંથી મુક્ત થવાની કોશિશ થતી હોય છે.  
કવિ કલાપીએ મોટેભાગે પદ્યમાં જ કામ કર્યું છેગદ્ય ખૂબ ઓછું લખ્યું છે અને જે લખ્યું છે એમાંનો એક હિસ્સો છે 'કાશ્મીરનો પ્રવાસસો કરતાં વધુ વર્ષો પહેલાં૧૮૯૧ના ઓકટોબરની એકત્રીસમી તારીખે સવારે અગિયાર વાગ્યેજેલમ નદીમાં હોડીપ્રવાસ કરીનેકલાપી શ્રીનગર પહોંચે છે. એ વખતે રાવલપિંડી થઈને શ્રીનગર જવું પડતું. દિવાળીના દિવસો હતા. પંદર દિવસ કાશ્મીરમાં રહ્યા પછી કલાપી લખે છેઃ 'અમારી કાશ્મીરની ટૂંકી મુસાફરી ઈશ્વરકૃપાથી ખુશી - આનંદમાં પૂરી થઈ. કાશ્મીર એ સ્વર્ગ છે અને ત્યાં જવું મુશ્કેલ પણ છે. દેશનું યથાસ્થિત વર્ણન લખવું એ એક કવિનું કામ છે. તે કૈલાસ એવું છે કેગમે તેવો કવિ તેને માટે અલંકારો લખે તોપણ અતિશયોક્તિ થવાની જ નથી.'  
૨૦૧૨માં ૯૭ વર્ષ આયુષ્ય પૂરું કરનાર લીનાબહેન આ લખતી વખતે કઈ ઉંમરનાં હશેલીનાબહેનની જન્મશતાબ્દીનું આ વર્ષ ગણાય. લખતી વખતે તેઓ ૧૬ કે ૧૮ વર્ષનાં તરુણી હશે. એ જમાનાની અર્થાત્ વીતેલી સદીની  ટીનએજરેલિવ-ઈન રિલેશનશિપ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં પણ નહોતો ત્યારે કેટલી નાજુકાઈથી એ વિશેની સમજણ આપી છે તે જુઓ. કોઈકને થશે કે આવી બધી વાતો પ્રવાસવર્ણનમાં અપ્રસ્તુત છે. ના. પ્રવાસ દરમિયાન માત્ર નવાં સ્થળો જ નથી જોવાનાં હોતાંનવા લોકો અને એ લોકોનાં વ્યક્તિત્વ-વિચારો પણ અનુભવવાનાં હોય છે. લીના મંગળદાસે શાંતિનિકેતનનો પ્રવાસ કરવાને બદલે અમદાવાદમાં શાહીબાગના પોતાના પ્રસિદ્ધ બંગલો 'રિટ્રીટ'ની બહાર નથી નીકળવું એવું માન્યું હોત તો તરુણ ઉંમરે તેઓ સ્ત્રી-પુરુષ સંબંધોના એક નવા પરિમાણના પ્રત્યક્ષ પરિચયથી વંચિત રહ્યાં હોત એ શક્ય છે.  
અમૃતલાલ વેગડ 'લેખકનથી છતાં અદ્ભુત શૈલીમાં પ્રવાસવર્ણન લખે છે. એમનો પ્રવાસ મોટરગાડી કે વિમાનમાં બેસીને નથી થયોપગપાળા થયો છે.'પરિક્રમા નર્મદા મૈયા'ની પુસ્તક માત્ર ટ્રાવેલોગ ન બની રહેતાં એક યુનિક અનુભૂતિની યાત્રા બની જાય છે. અમરકંટક અને જબલપુર-ભેડાઘાટથી છેક ભરૂચ-વિમલેશ્વર સુધીના નર્મદાના તટ સુધીનો પ્રવાસ અમૃતલાલ વેગડે પગપાળા કર્યો છે. આ નર્મદાપ્રવાસ શાસ્ત્રોકત નિયમાનુસાર કરેલી પરિક્રમા નથી પણ દિવાળી કે ઉનાળાની રજાઓ દરમિયાન કરેલી નર્મદાની તૂટક પદયાત્રાઓ છે. છતાં આ યાત્રાઓ દરમિયાનની પોતાની તથા સાથી પ્રવાસીઓની ભાવના તીર્થાટન માટે નીકળેલા પરકમ્માવાસીની જ રહી છે એવી સ્પષ્ટતા અમૃતલાલ વેગડે પ્રવાસ વર્ણનના આરંભે જ કરી દીધી છે.  
જંગલસાધુ અને નદીનું વિશ્વ અહીં ખૂલે છે. સાથે છે ખપ પૂરતો સામાન અને અપાર અગવડોને વધારાના અનુભવમાં ગણી કાઢવાની તૈયારી. એક જગ્યાએ વેગડસાહેબ લખે છેઃ 'એ સાચું કે નદીને બે કાંઠા હોય છે પણ આપણને તો એ જ કાંઠો કામ આવે છે જે આપણી બાજુ હોય છે. અહીં આપણે નહાઈ શકીએતરી શકીએપનિહારીઓ પાણી ભરી શકે અથવા ખેડૂતો એમનાં ખેતરો માટે પાણી લઈ શકે. આપણી બાજુનો કાંઠો આપણા માટે અનેક રીતે કલ્યાણકારી છે. સામા કાંઠાનો આપણા માટે આવો કોઈ ઉપયોગ નથી. માત્ર અહીં બેઠાં બેઠાં એનું સૌંદર્ય માણી શકીએ. તો એક રીતે કહી શકાય કે નદી સત્ય છેઆપણી બાજુનો કાંઠો શિવમ્ છે અને સામેનો કાંઠો સુંદરમ છે. સત્યમ્,શિવમ્સુંદરમ્!'  
રસિક ઝવેરી અને ચં.ચી.મહેતાનાં પ્રવાસવર્ણનો રંગદર્શી વધારે હોય છેએમાં કલ્પનાનો પાસ ચડયો હોય એવું વારંવાર લાગે. ઘણા લેખકો પોતાનું ઈમ્પોર્ટન્સ વાચકોની આંખમાં વધારવા માટે વારંવાર નેમ-ડ્રોપિંગ કરેમોટા-અગત્યના માણસો સાથે જાણે પોતાની રોજની ઊઠ-બેસ ને ઘરોબો હોય એવી ઈમ્પ્રેશન ઊભી કરે. એટલું જ નહીં બીજાઓ બુડથલ છે અને પોતે જ એક દેવના દીધેલ છે એ રીતે દરેક અનુભવને વળ ચડાવી ચડાવીને અતિશયોકિતભર્યા અંદાજમાં પેશ કરે. આવું લખાણ વાંચીએ ત્યારે નગરના ચાર રસ્તા પર કોઈ મહાનુભાવના પૂતળા પર ચડીને કોઈ માણસ પોતાનાં કપડાં કાઢીને 'મને જુઓમને જુઓકહેતો હોય એવું લાગે. કોઈપણ સારા લેખકે પ્રવાસલેખકોએ તો ખાસઆવાં અતિશયોક્તિભર્યાં લખાણો લખીને વાચકોનું ધ્યાન આર્કિષત કરવાની લાલચમાંથી બચવું જોઈએ. કારણકેવાચકો તમારા મોઢે કંઈ કહે કે ન કહેમનમાં બધું જ સમજતા હોય છે.  

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment