Wednesday, 27 April 2016

[amdavadis4ever] ઝુબિન મહેતા , સિમ્ફ્ની અ ને લીલાં મર ચાં (ટેક ઓફ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં (ટેક ઓફ)

ઝુબિન મહેતા બે દિવસ પછી એંશી વર્ષના થશે. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી ગુજરાતી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એનું એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કેન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં. ટિકિટના ભાવ ૧૧૪૫ રૂપિયાથી શરૂ થતા હતા, સૌથી મોંઘી (એક્) ટિકિટની કીમત ૧૭,૧૭૫ રૂપિયા હતી અને છતાં ત્રણેય કોન્સર્ટ્સ હાઉસફુલ હતી. કોણ કહે છે કે ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકના કદરદાનો નથી?  
એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. આવી વ્યક્તિ આપોઆપ આદરણીય બની જતી હોય છે. એના ફ્લ્ડિ સાથે આપણો સીધો સંબંધ ન હોય તોપણ. ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે. કાચી ઉંમરે એમણે સંગીતને કરીઅર બનાવવાનો નિર્ણય લીધો ત્યારે એમનાં મમ્મીએ ચિંતાતુર થઈને જ્યોતિષીઓને કુંડળી બતાવી હતી. જ્યોતિષીઓનું વળગણ સાર્વત્રિક છે - ગામડાગામની મહિલાથી લઈને ઝુબિનનાં માતા જેવાં દક્ષિણ મુંબઈના પોશ ઈલાકામાં રહેતાં પારસી સન્નારી સુધીના સૌને જ્યોતિષશાસ્ત્રમાં સંકટ સમયની સાંકળ દેખાઈ શકે છે! જ્યોતિષીઓએ ઝુબિનનાં માતુશ્રીને સધિયારો આપ્યો કે તમારા દીકરાની કુંડળીમાં તો રાજયોગ લખ્યો છે. તમતમારે જવા દો એને મ્યુઝિકના ફિલ્ડમાં. એક દિવસ આખી દુનિયામાં એ નામ કાઢશે. એેવું જ થયું.  
ઝુબિનના પિતાજી મેહિલ મહેતાએ આમ તો ઈન્કમટેક્સ  ડિપાર્ટમેન્ટમાં નોકરી લીધી હતી, પણ છાશવારે ક્રોફોર્ડ માર્કેટ જઈને ઇંડાંવાળા અને ચાના ગલ્લાવાળા પાસેથી ટેક્સ ઉઘરાવવાનાં કામથી એમને ભારે ત્રાસ થતો. સંગીતકાર બનવા મેહિલ મહેતાએ નોકરી છોડી દીધી. અમેરિકા જઈને ચાર વર્ષ સુધી વાયોલિનવાદનનું પદ્ધતિસરનું જ્ઞાાન લીધું. આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારની વાત છે. ૧૯૪૯માં તેઓ મુંબઈ પાછા ર્ફ્યા ત્યારે ઝુબિન તેર વર્ષના ટીનેજર હતા. મેહિલ મહેતા આખો દિવસ વાયોલિનની પ્રેક્ટિસ કરે, પોતે અમેરિકામાં શું શું શીખ્યા એની વાતો કરે, સંગીતના ખેરખાંઓની ખૂબીઓ વિશે ચર્ચા કરે. એમણે ઝુબિન મહેતા સામે વેસ્ટર્ન કલાસિક મ્યુઝિકની, ઓરકેસ્ટ્રા અને ઓપેરા અને સિમ્ફનીની આખી દુનિયા ખોલી આપી. પિતાજી તરફ્થી મળેલાં સંગીતના આ સંસ્કારોએ ઝુબિન મહેતાના જીવનનો નકશો દોરવાનું કામ કર્યું.  
ખેર, ઝુબિનની જીવનની દિશા નક્કી થઈ ચૂકી હતી એટલે એને વાલી તરીકે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવા એમણે અઢાર વર્ષના ઝુબિનને વેસ્ટર્ન મ્યુઝિક ભણવા માટે વિએના મોકલ્યા. વિએના એટલે ઓસ્ટ્રિયાનું ખૂબસૂરત પાટનગર જ્યાં બીથોવન જેવી વિભૂતિનો જન્મ થયો હતો. મોઝાર્ટ પણ વિએનામાં જ સોળે કળાએ ખીલ્યા હતા. ઝુબિન મહેતાએ અહીં પહેલી વાર લાઈવ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રા માણ્યું. અત્યાર સુધી માત્ર ગ્રામોફેનની રેકોર્ડ્ઝ સાંભળી હતી અને કયારેક મુંબઈના ઓપેરા હાઉસમાં બોમ્બે સિમ્ફ્નીનાં પર્ફોર્મન્સિસ જોયાં હતાં, જેમાં મોટે ભાગે તો નવાસવા શિખાઉ સંગીતકારો, ગોવાનીઝ પ્રોફેશનલ્સ અને ઈન્ડિયન નેવી બેન્ડના યનિર્ફોર્મધારી સભ્યોની ખીચડી રહેતી.  
તેઓ ઝપાટાભેર સંગીતમાં કુશળતા પ્રાપ્ત કરતા ગયા. ચાર જ વર્ષમાં, બાવીસ વર્ષની ઉંમરે મ્યુઝિકલ કન્ડક્ટર તરીકે વિએનામાં પહેલું પર્ફોર્મન્સ આપ્યું. (મ્યુઝિક કંડક્ટર એટલે ચાલીસ-પચાસ-સો સાજિંદાઓ જાતજાતનાં વાદ્યો વગાડતા હોય ત્યારે એમની સામે એક માણસ ઝનૂનથી હાથ ઊંચાનીચા કરતો સૌને સાંકેતિક ઈન્સ્ટ્રક્શન્સ આપતો હોય, એ.) એ જ વર્ષે ઝુબિન લિવરપૂલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કન્ડક્ટિંગ કોમ્પિટિશન જીતી ગયા. રોયલ લિવરપૂલ ફ્લિહાર્મોનિક નામની પ્રતિષ્ઠિત મ્યુઝિક્ સ્ક્ૂલમાં એમને આસિસ્ટન્ટ કંડક્ટર તરીકે જોબ મળી. ચોવીસ વર્ષની ઉંમરે મોન્ટ્રીઅલ સિમ્ફ્ની ઓરક્ેસ્ટ્રામાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ક્રમશઃ યુરોપ-અમેરિકાના ક્લાસિકલ સંગીતનાં વર્તુળમાં આ પારસી ગુજરાતી છોકરાનું નામ થતું ગયું. આજકાલ પ્રિયંકા ચોપડાની ચારેકોર વાહવાહ થઈ રહી છે, કેમ કે અમેરિકાનાં ખ્યાતનામ 'ટાઈમ' મેગેઝિનનાં કવર પર એ અધિકારપૂર્વક ચમકી છે. ઝુબિન મહેતા આજથી ૪૮ વર્ષ પહેલાં, ૧૯૬૮માં  'ટાઈમ'નાં કવર પર ચમકી ચૂક્યા હતા અને તે પણ કોઈ લિસ્ટના ભાગરૂપ નહીં.  'ટાઈમ' મેગેઝિને  ઝુબિન મહેતા પર રીતસર કવરસ્ટોરી કરી હતી. તે વખતે એમની ઉંમર ફ્ક્ત ૩૨ વર્ષ હતી!  

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment