Wednesday, 27 April 2016

[amdavadis4ever] સોલાર સડકથી વીજ ઉત્પાદન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સોલાર કૂકર, સોલાર લાઈટ, સોલાર હિટર, સોલાર કાર અને હવે સોલાર રસ્તા દ્વારા ભવિષ્યમાં આવનાર વિજળીના સંકટથી બચવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ફ્રાંસના પર્યાવરણ મંત્રી સેગોલેન રોયાલ દ્વારા ૧ હજાર કિલોમીટર લાંબી સોલાર સડક બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. સેગોલેનના જણાવ્યા મુજબ આ યોજના આગામી પાંચ વર્ષમાં પૂરી કરવામાં આવશે. હાલમાં જે સડકો બનાવવામાં આવી છે તેને ફોટોવોલ્ટિક પ્લેટોથી ઢાંકવામાં આવશે. જેને કારણે પ૦ લાખ લોકોને વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોલાર રસ્તા બનાવવાનો આ પ્રયોગ કાંઈ પ્રથમ વખત થઈ રહ્યો નથી. આ પહેલાં હૉલેન્ડમાં સાયકલ માટે ૭૦ મીટર લાંબી સોલાર સડક બનાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનું પરિણામ સરકારને આશા હતી તેથી અનેક ઘણું સારું મળ્યું છે. આ લાંબો રસ્તો બનાવવાથી ૩ હજાર કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેનાથી એક નાના ઘરમાં વર્ષભર વીજળી મળી શકે છે. ત્યારે પ્રશ્ર્ન એ થાય કે શું વિશ્ર્વના બીજા દેશોમાં પણ આવી સડકો બનાવવી જોઈએ? હાલમાં તો વિદેશોમાં અનેક ઈમારતો, પાર્કિંગ પ્લોટ અને પાર્કમાં સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. સોલાર પૅનલનું કામ કરતી કંપની સોલમુવના પ્રમુખે પણ ફ્રાંસના પર્યાવરણ મંત્રીને જણાવ્યું હતું કે સોલાર સડકોનો ઉપયોગ કરવામાં આવશે તો આપણને પ્રાકૃત્તિક મેદાનોની આવશ્યક્તા જ નહીં રહે. હાલમાં એવી ગણના કરવામાં આવી છે કે ૩૦ વર્ગમીટરની બનેલી સોલાર સડકને કારણે એક ઘરને એક વર્ષ પૂરી પડે તેટલી વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. એક ઈલેક્ટ્રીક કારને વર્ષભર ચાર્જ કરી શકાય, જે ૧૧ હજાર કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી શકે છે. 

સોલાર સડક બનાવતા નિષ્ણાતોનું કહેવું છે કે સડક બનાવતી વખતે સુરક્ષાની પૂરતી જોગવાઈ કરવામાં આવે છે. સોલાર પૅનલ સડકો ઉપર પાથરતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેથી સ્પીડમાં ચાલતા વાહનોની સડક સાથે પકડ જળવાઈ રહે. જર્મનીમાં એક વર્ગમીટર સોલાર સડક બનાવવાનો ખર્ચ સરેરાશ ૨૦૦ યૂરો થાય છે. ખાનગી ઘરોમાં સોલાર પેનલ લગાવવાનું થોડું ખર્ચાળ ગણાય છે. મોટી સંખ્યામાં જો સોલાર સડક બનાવવાનું નક્કી કરવામાં આવે તો ખર્ચમાં થોડી કપાત થઈ શકશે. 

હાલમાં યુરોપીય દેશોમાં સડકોની કુલ લંબાઈ ૧.૦૫ કરોડ કિલોમીટર છે. આ સડકોની ઉપર સોલાર પેનલ મૂકીને સડક બનાવવામાં આવે તો ભવિષ્યમાં તે ઊર્જા ઉત્પાદનમાં મોટો ભાગ ભજવી શકે છે. જે સડકોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યાં સોલાર પેનલ લગાવવી ફાયદાકારક નથી. વધુ પડતા ટ્રાફિકને કારણે સોલાર પેનલને સૂર્ય પ્રકાશ મળવો મુશ્કેલ બને છે. ગામડાંના રસ્તાઓ જ્યાં તડકો પૂરતા પ્રમાણમાં મળી શકે છે, તેને સોલાર સડકમાં રૂપાંતરિત કરવી શક્ય છે. સોલાર સડક બનાવતી કંપનીના નિષ્ણાતોનું કહેવું છે કે સોલાર સડક સોલાર પાર્ક જેટલી પ્રભાવી ન બની શકે, પણ દરેક વર્ગ, મીટર સોલાર સડકથી પ્રતિવર્ષ ૧૦૦ કિલોવૉટ વીજળી મળી શકે છે. સોલાર સડક બનાવવા માટે ૭ મિલિમિટર પાતળી લાંબો સમય ચાલી શકે તેવી પૅનલ પૉલીક્રિસ્ટલ લાઈન સિલિકોન લેયરમાંથી બનાવવામાં આવે છે. એમાં પેનલ ટ્રાન્સપરન્ટ હોય છે. પૅનલને વરસાદમાં પણ હાનિ પહોંચતી નથી. સોલાર પેનલ ૧૦ વર્ષ ચાલી શકે તેવી બનાવવામાં આવે છે. સોલાર પૅનલ બે પ્રકારની બનાવવામાં આવે છે. જ્યાં ઓછો ટ્રાફિક હોય તેવા રસ્તા માટે અલગ પ્રકારની પેનલ બનાવવામાં આવે છે. અન્ય પ્રકારની બીજી પેનલ વધુ પડતો ટ્રાફિક હોય તે રસ્તા માટે બનાવવામાં આવે છે. આ પેનલ વર્ષે એક લાખ દસ હજાર કિલોગ્રામ જેટલો ભાર ઉપાડી શકે. ડામરના રસ્તા ઉપર જ સોલાર પેનલ બેસાડવામાં આવે છે. પેનલનું તાપમાન યોગ્ય માત્રામાં જળવાઈ રહે તે પ્રમાણે બનાવવામાં આવે જેથી બરફ જમા થતો નથી. સોલાર પેનલની બાજુમાં કેબલ કોરિડોર બનાવવામાં આવે છે, જેને કારણે વરસાદનું પાણી કે બરફ પડે તો તે ધીમે ધીમે ગટરમાં ચાલી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. દરેક સોલાર પેનલમાં એલઈડી લાઈટ દ્વારા રસ્તાની ઉપર રેખા દોરવામાં આવે છે. જે અજવાળામાં અને અંધારામાં આપોઆપ ચાલુ થઈ જાય છે. સોલાર પેનલમાં બેસાડવામાં આવેલા સેન્સર ડ્રાઈવરને ખરાબ હવામાન કે આવનારા ખતરાની ચેતવણી અગાઉથી આપે છે. દુનિયામાં સૌથી પ્રથમ સોલાર સડક નેધરલૅન્ડમાં નવેમ્બર ૨૦૧૪માં બનાવવામાં આવી હતી. જે ૭૦ મીટર લાંબી સોલાર પૅનલ હતી. અમેરિકાની જ્યોર્જ વોશિંગન્ટન યુનિવર્સિટિના વિદ્યાર્થીઓ દ્વારા સોલાર વૉકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. જાપાનમાં પણ સોલાર રોડમાં નાવીન્ય લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી સોલાર પેનલ બનાવવામાં આવી રહી છે જે સમુદ્ર નદી કે તળાવના પાણી ઉપર તરી શકે તેવી બનશે. 

-----------------------------

સોલાર એનર્જી એટલે શું? 

સોલાર એનર્જી એટલે સૂર્ય પ્રકાશ દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થતી ઊર્જા. જેના ઉપયોગ થકી પર્યાવરણને નુકસાન થતું નથી. નાણાંનો વ્યય થતો નથી. યોગ્ય ઉપયોગ થકી સમગ્ર શહેરને પૂરતા પ્રમાણમાં વીજળી મેળવી શકાય છે. સૂર્ય પ્રકાશ પૃથ્વી ઉપર આવેલી દરેક જીવસૃષ્ટિ માટે જરૂરી છે. સૂર્ય પ્રકાશ દ્વારા છોડ કે વૃક્ષોનાં પર્ણોને લીલા રહેવામાં મદદરૂપ હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ) સૂર્ય પ્રકાશમાંથી મેળવે છે જેના દ્વારા તેઓ તાજા રહે છે. સોલાર વીજળી દ્વાર ઘર, જાહેર રસ્તા અને ધંધાદારી સંકુલમાં પ્રકાશ મેળવી શકાય છે. સૂર્ય કુકરમાં રસોઈ બનાવી શકાય છે. સોલાર એનર્જી કે ઊર્જાનો સૌથી મોટો ફાયદો એટલે તે મફતમાં મેળવી શકાય છે. કેલ્ક્યુલેટર (ગણક, ગણતરીયંત્ર) કે ઘડિયાળને ચાર્જ કરી શકાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment