Wednesday, 27 April 2016

[amdavadis4ever] બાળકોના પ્રશ્નો ધ્યાનમાં નથી આવતા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળકોના પ્રશ્નો ધ્યાનમાં નથી આવતા

 આ બધાં દાબ - દબાણ વચ્ચે એક શ્રેણી એવી છે જે આમ તો આપનું ભવિષ્ય છે છતાં તેમના અધિકારો વિષે સૌથી ઓછું ધ્યાન ગયું છેકારણ કે આ શ્રેણીના લોકો પોતાના વિષે દબાણ લાવી શકતા નથી અને રાજકારણ પણ ખેલી શકતા નથી. હા,આ શ્રેણી એટલે બાળકો. ૦ થી ૧૮ વર્ષ સુધીની વયના ભવિષ્યના નાગરિકો. આમ તો આપણે તેઓને ભારતનું ભવિષ્ય કહીએ છીએ. કવિઓ તેમને કાવ્યપુષ્પો ચડાવે છે. "જડ જેવા આ પૃથ્વીના પાતાળેબાળકો પ્રભુના પેગંબર છે " "તમે મારા દેવના દીધેલ છોતમે મારા માગીને લીધેલ છોઆવ્યા ત્યારે અમર થઇને રહો". આવાં અનેક બાળવધામણી નાં કાવ્યો તમને ગુજરાતી સાહિત્યમાં મળી આવશે . પરંતુ આ બાળકોને જયારે તેમના વિકાસ માટે અધિકારો આપવાની વાત આવે છે ત્યારે બધા નજર ફ્ેરવી જાય છે. ભલા ભોળા બાળકોને પોતાના અધિકારોની ખબર જ નથીત્યાં ફ્રિયાદ કરવા કોની પાસે જાય?  
 જગતના કુલ ૨.૨ બિલિયન બાળકોમાંથી ૧.૦ટકા બાળકો ગરીબીરેખા હેઠળ જીવે છે.  (બળ વંચિતતા માપન મુજબ). ૨૦૦૩ના આંકડા મુજબ જગતમાં ૬૪ કરોડ બાળકો યોગ્ય નિવાસ નથી ધરાવતા. ૪૦ કરોડ બાળકોને પીવા લાયક પાણી નથી મળતું .૨૭ કરોડ બાળકોને તબીબી સારવાર નથી મળતી. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફ્ંડ (યુનિસેફ્)ના એક આંકડા મુજબ ગરીબીને કારણે રોજ ૨૨,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. સન ૨૦૧૧ની વાત કરીએ તો જગતમાં ૧૬કરોડ ૫૦ લાખ બાળકો કુપોષણથી પીડાય છે. આમાંથી દર વર્ષે ૩૧ લાખ બાળકો મૃત્યુ પામે છે. ૨૦ લાખ બાળકો સાજા થઇ શકે તેવા રોગોથી મૃત્યુ પામે છે. જો યોગ્ય સારવાર મળી હોત તો તેઓ જીવતાં રહી શક્યાં હોત. ૭૨૦ લાખ બાળકો ૨૦૦૫માં શાળાએ નહોતાં જતાં.  
ભારત સરકારે બાળ અધિકાર કાનૂન પસાર કર્યો છે જે મુજબબાળકોને તેમના વિકાસ માટે વાતાવરણ પૂરું પાડવુંશિક્ષણ પૂરું પાડવુંપોષણક્ષમ ખોરાક પૂરો પડવો કે તેમને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવીરસીકરણ કરવું - આ બધી રાજ્યની જવાબદારી છે. રાજ્યે આમાંથી કેટલીક બાબતો વિષે નાણાકીય અને સંસ્થાકીય સગવડો પણ કરી છે. જેમ કે નાના બાળકોનો વિકાસ થાય તે માટે સંકલિત બાળવિકાસ યોજના (આઈસીડીએસ) પણ બનાવી છે. આ માટે અંદાજપત્રમાં ફાળવણી પણ થાય છે. એટલે સરકાર કશું જ નથી કરતી તેમ ન કહી શકાયપરંતુ અંદાજપત્રમાં જે ફળવણી થાય છે તે પ્રથમ તો જરૂરિયાત સામે ઘણી ઓછી હોય છે અને જે નાણાં ફળવવામાં આવ્યા હોય છે તે પૂરા વાપરી નથી શકાતા દા.ત. ગુજરાતમાં ૨૨,૦૦૦ આંગણવાડીઓની ઘટ છે. આ ઘટ પછી જે વિસ્તારો પછાત છે તેમાં જ છે. આવી સંસ્થાઓની સહુથી વધુ જરૂર આદિવાસી વિસ્તારોમાં છે. કારણ કેઆદિવાસી વિસ્તારમાં ગરીબી ૩૮% છે. પરંતુઆવી જગ્યાએ આ સંસ્થાઓ નથી. પછી બાળક અને માતાની સાર સંભાળ કોણ લે ?  

માત્ર બાળકોને જ નહિતેમનાં ગરીબ માં-બાપોને જ આ બાળઅધિકારોની ખબર નથીપછી તેઓ કોને ફ્રિયાદ કરવા જાય આવા સમયે નાગરિક સમાજની સ્વૈચ્છિક સંસ્થાઓધર્માદા સંસ્થાઓકથાકારો અને સંતોજાગૃત નાગરિકો વગેરે લોકોએ બાળકો વતી એડવોકસી કરાવી પડે. આપને ત્યાં તો પરિસ્થિતિ જ એ છે કેબાળકોને ભણવાનો અધિકાર છે તેમને શાળામાં પ્રવેશ ન મળતો હોય તો તે સરકારની ફરજ છે. પરંતુ આ શિક્ષણનો અધિકાર (આરટીઈ) મુજબ આ બાળકોને સરકારે ખાનગી શાળામાં ૨૫% પ્રવેશ આપવો પડે. ખાનગીશાળાઓ આ કાનૂનનું પાલન નથી કરતીસરકાર અદબ વાળીને બેઠી છે અને સંતો,કથાકારો કે જાગૃત નાગરિકો પણ આ બાબતે ચૂપ બેઠા છે. ગુજરાત બાળ કુપોષણમાં ખૂબ જ આગળ છે. એક સિનેમાગીતમાં સાચું જ કહ્યું છે, "જિસ દેશકા બચપન ભૂખા હોફ્રિ ઉસકી જવાની ક્યા હોગી?"

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment