Friday, 1 April 2016

[amdavadis4ever] માઇકલ મોર્ પુર્ગોનો ‘ વોર હોર્સ’ Madhu Rai

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માઇકલ મોર્પુર્ગોનો ‘વોર હોર્સ’માઇકલ મોર્પુર્ગોનો ‘વોર હોર્સ’
આજે, 12મી માર્ચે, લંડનમાં એક વિક્રમી નાટકનો 3000મો અને છેલ્લો શો ભજવાઈ રહ્યો છે, 'વોર હોર્સ', જેણે બ્રિટિશ થિયેટરની કાયાપલટ કરી નાખી છે અંગ્રેજોએ આપણને રેલવે ને ટપાલ ખાતાં આપ્યાં, પણ બનાવટી સુખાકારીનું એવું અફીણ પણ આપ્યું કે આપણે આઝાદીનાં લગભગ 70 વર્ષ પછી પણ તેના ઘેનમાં છીએ. આપણાં નાટકો હજી દ્વિઅર્થી કોમેડી, આપણી સિરિયલો હજી સાસુવહુ કે પેમલાપેમલી અને ફિલ્મો રોતલ પ્યાર કા દોગાણા અને ડાકૂફાકૂની બાલિશ ઢિશુમઢિશુમથી ઉપર આવતાં નથી.


- માઇકલ મોર્પુર્ગો નામે એક બાળકથાઓના લેખક, કવિ, નાટ્યકાર છે. એમણે પહેલાં વિશ્વયુદ્ધની પાર્શ્વભૂમિની એક નવલકથા લખી, 'વોર હોર્સ'

યુરોપ અમેરિકાનાં મનોરંજનનાં માધ્યમોમાં અગણિત વિષયોની છાનબીન થાય છે, જેમાંથી કોઈ મરે છે કે કોઈ જીવે છે, પરંતુ દર્શક સતત કાંઈક નવું નવું જોતો હોય છે. આ નિસાસા નાખવાનું નિમિત્ત છે, 'વોર હોર્સ'. કાને ઈયરપ્લગનાં પૂમડાં નાખીને મહાલતા ગુજરાતીઓને, ઇન્ક્લુડિંગ આ પંક્તિઓના નિસાસકને, તેની ખાસ જાણ ન હોય, પણ ખબરપત્રોમાં તેની ધમાલ જોઈને સહસા નિસાસી જવાય છે કે રે, રે, અંગ્રેજોએ આપણને રેલવે ને ટપાલ ખાતાં આપ્યાં પણ...

માઇકલ મોર્પુર્ગો નામે એક બાળકથાઓના લેખક, કવિ, નાટ્યકાર છે. એમણે પહેલાં વિશ્વયુદ્ધની પાર્શ્વભૂમિની એક નવલકથા લખી, 'વોર હોર્સ'. તેનું રૂપાંતર રેડિયો નાટક તરીકે થયું, પછી લંડનના નેશનલ થિયેટરે 2007માં તેનું તખતાલાયક નાટક ભજવ્યું. તેનું મુખ્ય પાત્ર 'જોઈ' નામે એક ઘોડો છે. તે 'જોઈ' ઘોડાના ફુલ સાઇઝના કદનો યંત્રચાલિત 'પપેટ' છે જે સ્ટેજ ઉપર કેશવાળી ને પૂંછડેથી ટુબીઓરનોટટુબી જેવી એક્ટરી કરે છે. એ નાટક લંડનના ધંધાદારી તખતા વેસ્ટ એન્ડ ઉપર ભજવાયું. બ્રિટનના હર મેજેસ્ટી ધ ક્વીન ઇલિઝાબેથ દ્વિતીયા અને તેમના સહચર પ્રિન્સ ફિલિપ તે જોવા ખાસ થિયેટરમાં પધાર્યાં.

મહારાણીની સુવર્ણજયંતીની શોભાયાત્રામાં હર મેજેસ્ટીની અસવારી રિવર ટેમ્સ ઉપરથી વિચરી રહી હતી ત્યારે નેશનલ થિયેટરના છાપરે ચડીને 'જોઈ'એ પોતાનું પૂંછડું ઊંચું કરી સલામી આપી. ક્રમે ક્રમે 'વોર હોર્સ' 2015માં અમેરિકાના ધંધાદારી તખતા બ્રોડવે ઉપર ભજવાયું અને દેશવિદેશમાં વિધવિધ કંપનીઓએ ભજવ્યું. હાલ તેની મેન્ડરિન ચાઇનીઝ આવૃત્તિ ચીનમાં હણહણે છે. જગતભરમાં તે નાટક 70 લાખ દર્શકોએ દૃશ્યું છે, જેનો ટોટલ વકરો 430 કરોડ ડોલર છે. ફિલ્મોના હિઝ મેજેસ્ટી સ્ટીવન સ્પીલબર્ગે તેની સફળ ફિલ્મ ઉતારેલી.

વિશ્વયુદ્ધોના આંકા તે પ્રજાના માનસપટલ ઉપર એવા ઊંડા અંકાયેલા છે કે રિહર્સ કરતાં કરતાં એક્ટરોની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતા હતા અને થયું, હાલો હાલો વાચકોને વાત કરીએ. ફ્રેન્ક્લી આ લેખ લખવાનું એક પ્રાઇવેટ રીઝન હૌ છે. વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર ને બેકાર ગગનવાલાને ઈર્ષા થાય છે લેખક માઇકલની, 'વોર હોર્સ'ના લેખકની.  લગભગ સેઇમ એજના માઇકલને બ્રિટનની મહારાણીએ 'ઓબીઈ' ને 'એફારએસેલ' તેમજ બ્રિટનના રાષ્ટ્રીય બાળકથાલેખક જેવા ઇલકાબો એનાયત કરેલ છે, ગગનવાલા છે ફક્ત એમ્મે, રાષ્ટ્રભાષા કોવિદ.

માઇકલે પોતે હસ્તમિલાપ કરેલ છે પેંગ્વિન બુક્સના સ્થાપક સર એલેન લેનની કન્યા ક્લારા સાથે, ગગનવાલા હસ્તે પોતે તલાકશુદા છે. માઇકલની બુકનાં નાટક ને ફિલ્મ કરોડો ડોલર ઉસેડી લાવ્યાં છે. ગગનવાલાની બુકું ઉપરથી બનેલ નાટકો ને ફિલ્મનો વકરો મેયબી માઇનસમાં છે. માઇકલની પોતાની લખેલી અને માઇકલની સાહિત્ય ઉપર લખાયેલી 300 જેટલી બુકું છે (હવે ગુજરાતીમાં ચોપડીને 'બુક' કહેવાય છે, યુનો ને?). વ્હેરએઝ ગગનવાલાએ લખેલ છે સત્તર-અઢાર. માઇકલની બુકુંના ટ્રાન્સલેસન 25 ભાષામાં થયાં છે, ગગનવાલાની બુકુંના તરજુમાનાં છમકલાં થયા કરે છે, પણ પાતાળલોકમાં તેની જાણ થતી નથી.

બટ, બટ, બટ બટ, હોલ્ડોન! માઇકલ ભલે પેંગ્વિનના જમાઈ હોય ને તેની પાસે એક ડોલ ભરીને ઇકલાબો હોય ને એક દરિયો ભરીને નાણું હોય. વન થિંગ માઇકલ પાસે નથી તે ગુજરાતી. ગગનવાલા ચકચૂર છે કે એવણની મધરટન્ગ ગુજરાતી છે, બસ તેનો એક નિશો છે. પૃથ્વીની સામે પાર દરિયાનાં મોજાં આવે છે ને ભીની રેતીમાં તર્જનીથી લખ્યે જાય છે ગગનવાલા ચાહે મતલબ કુછ ના હો. વ્હેર વ્હેર વસે વન ગુજરાતી ધેર ધેર ફોરેવર ગુજરાત. જય સિદ્ધરાજ! જયસિંહ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment