Tuesday, 26 April 2016

[amdavadis4ever] તડકભડક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હિંસાનું અસ્તિત્વ રામાયણ અને મહાભારતના કાળ કરતાં પણ અનેકગણા સૈકાઓ જૂનું છે. હિંસાનું મહત્ત્વ પણ આ કાળ દરમ્યાન સ્થપાઈ ગયું. ન તો રામે રાવણ આગળ સત્યાગ્રહ કર્યો હતો ન અર્જુને યુધિષ્ઠિર સમક્ષ. આમ છતાં નાનપણથી આપણે બાળકને હિંસાથી દૂર રહેવાની અને માત્ર કૂણી લાગણીઓને જ મનમાં ઉછેરવાની શીખ આપીએ છીએ. બાળક જયાં સુધી સમજશે નહીં કે હિંસા શું ત્યાં સુધી એને કેવી રીતે ખબર પડશે કે એણે શેનાથી દૂર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. સેક્સને સમજાવ્યા વિના બ્રહ્મચર્ય પળાવવા જેવી આ વાત થઈ. આ રીતે દબાયેલી સેક્સની લાગણીઓનો ઉછાળો વિકૃત સ્વરૂપે બહાર આવતો હોય છે. હિંસક લાગણીઓ પણ જ્યારે આ રીતે ધરબાઈને પડી રહે છે ત્યારે એનો વિસ્ફોટ વિકૃત પરિણામો લાવે છે. સેક્સ અને હિંસાની સરખામણી અહીં પૂરી થાય છે. કારણકે,સેક્સમાં સંયમ હજુ શકય છેપણ એનો સંપૂર્ણ ત્યાગ અશક્ય છે. જ્યારે હિંસાને સમજવાથી માત્ર એના પરનો સંયમ જ શકય નથી બનતોએનો સંપૂર્ણ ત્યાગ પણ શકય બને છે.   
શાળામાં પ્રેમસદ્ભાવવિવેક વગેરે સદ્વર્તનોની વાતો કરતા પાઠ શીખવાડવામાં આવે છેએવો બોધ આપતી વાર્તાઓ કહેવામાં આવે છે. પણ હિંસાત્મક પાસાંને કોઈ અડતું નથી. મારામારી અને ફાઈટિંગની વાતો સાંભળવી બચ્ચાંઓને ગમે છે જે તમે નથી સંભળાવના એટલે તેઓ ટીવી ભેગા થઈ જાય છે. રામાયણ અને મહાભારતમાંની અનેક કથાઓ તેમ જ એ પ્રકારના કથાવસ્તુ પર વણેલી આધુનિક કથાઓમાં હિંસાનાં વર્ણનો વિગતે દર્શાવ્યા પછી બાળકોમાં હિંસક વૃત્તિ વધવાની છેના. લોકો એકબીજા સાથે ઝઘડી પડે અને મારામારી કરી બેસે એ સાહજિક છેએવું બાળકને શીખવવું જોઈએએટલું ઉમેરીને કે બેઉ જણ ધારે તો સમાધાન કરીને વધુ સારી જિંદગી જીવી શકે એમ છે.  

 

 

જનસ્વીકૃતિ મેળવવા માટે ભગવાન મહાવીર કે પછી ગાંધીજીના બધે બધા જ વિચારો સાથે સહમત થઈ જવું જરૂરી નથી. હિંસાના અસ્તિત્વનો નકાર કરવાથી જ ભારતની મોટા ભાગની પ્રજા હજારો વર્ષ સુધી બીજાઓની ગુલામ રહી. મહાવીરની અહિંસા એટલે આજે લોકો જે આચરે છે એવી અહિંસા નહીં. ટોઈલેટના નળ પર ગળણું બાંધ્યું હોય છતાં પોતાનાં ઘરમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓનું, નોકરોનું શોષણ કરનારા અહિંસાવાદીઓને મેં જોયા છે, તમે પણ જોયા છે. અહિંસા કોઈ બાહ્યાચાર નથી. પોતાના ડરપોકપણાને કે ભીરુતાને ઢાંકવા અહિંસાનો આશરો ન લઈ શકાય. એક તરફ કીડી પર પગ ન પડે એનું ધ્યાન રાખવું અને બીજી બાજુ ગુંડાઓની મદદ લઈ જમીનો ખાલી કરાવવી જે વ્યક્તિ આ બેઉ પ્રવૃત્તિ કરે તેને તમે અહિંસક વૃત્તિનો કહેશો કે હિંસક વૃત્તિનો?

જૈન શ્રમણો બુદ્ધને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા. એ જમાનાના જૈન શ્રમણો બીજાના ઘરનું આમંત્રણ સ્વીકારતા નહીં. ગમે તે અન્ન તેમને માટે તૈયાર કરવામાં આવ્યું હોય તો તેને તેઓ નિષેધે ગણતા, કારણકે તે તૈયાર કરતી વખતે અગ્નિને લીધે થોડી ઘણી પણ હિંસા થયેલી હોવાની. એવા અન્નનો સ્વીકાર કરવાથી શ્રમણે તે હિંસાને અનુમોદન આપ્યા જેવું થાય. જોકે, ધર્મસ્થાનકોથી માંડીને બીજી અનેક પ્રવૃત્તિઓ માટે આવતાં કરોડો-અબજો રૂપિયાનાં દાનનો પૈસો કેવી ગોબાચારીથી આવ્યો છે તે જાણવા છતાંય એને સ્વીકારીને એવી પ્રવૃત્તિઓને અનુમોદન અપાતું જ હોય છે.  

 

જેટલી વધુ વસ્તુઓ તમે વાપરો એટલા વધુ સુખી ગણાઓ એવા સુખવાદી જમાનામાં મોટા ભાગની વસ્તીને જોઈતી ચીજો મળતી નથી. લોકો પાસે દુનિયાએ સર્જેલી તૃષ્ણાઓને સંતોષવાનાં પૂરતાં સાધનો નથી. પરિણામે જોઈતું મેળવવાનો એક જ માર્ગ ખુલ્લો રહે છે- હિંસા; અને હિંસાનો ઉપયોગ થાય છે ત્યારે કોઈ મારો વિરોધ કરતું નથી કે મને અટકાવવાની હિંમત કરતું નથી એવી પ્રતીતિ થયા પછી તેઓ બમણા જોરથી હિંસાનો ઉપયોગ કરવાં માંડે છે. એમને કાં તો શિક્ષણ મુદ્દલેય મળ્યું નથી હોતું અને જો મળ્યું હોય તો એ શિક્ષણમાં કયારેય કહેવાયું નથી હોતું કે હિંસાની લાગણીને કાબૂમાં કેવી રીતે રાખવી. કારણકે, સમગ્ર શાળેય શિક્ષણ દરમ્યાન માણસના સ્વભાવમાં હિંસાનું અસ્તિત્વ હોઈ શકે છે એ વાતને જ નકારવામાં આવે છે.
હિંસા અને અહિંસા વિશેની વાત પૂરી કરતાં પહેલાં એના વિશેની જનમાન્યતાઓ ઉપરતળે થઈ જાય એવું એક ઉદાહરણ. આજના યુગના ક્રાંતિકારી વિચારક સ્વામી સચ્ચિદાનંદે દાયકાઓ પહેલાં બનાસકાંઠા-સાબરકાંઠા વિસ્તારના રણને અડીને આવેલા સૂઈગામથી સમાજ સેવાનો આરંભ કર્યો હતો. તે વખતે ત્યાં ભીષણ દુષ્કાળ હતો. સૂઈગામના સરપંચ ભાણાભાઈએ સ્વામીજીને તે વખતે કહ્યું હતું કે, જે જમાનામાં સૂઈ ગામમાં અંગ્રેજો રહેતા ત્યારે એમની પાસે અલમસ્ત ઘોડાઓ રહેતા પણ માણસની જેમ અમુક ઉંમર પછી ઘોડાઓને પણ નિવૃત્ત કરવામાં આવતા. નિવૃત્ત થયેલા ઘોડાઓને બંદૂકની ગોળીથી ઠાર કરવામાં આવતા. ગામવાળાઓ વિંનતી કરે કે, આ ઘોડાઓ અમને આપી દો, હજી ઘણાં વર્ષો કામ આપે તેવા છે. પણ પૈસાની ઓફર કરવા છતાં અંગ્રેજો રિડાયર્ડ ઘોડાઓને વેચતા નહીં. અંગ્રેજો કહેતા કે આ ઘોડાઓને અમે જે રીતે સાચવીને પાળ્યાપોષ્યા તે રીતે તમે પાળીપોષી શકવાના નથી. આ ઘોડાઓ પાછલી જિંદગી ભુખ્યા તરસ્યા, હાડપિંજર જેવા થઈને માખીઓ, બગઈઓ અને બીજા જંતુઓના ત્રાસથી જીવન જીવે તેના કરતાં ક્ષણિક દુઃખ ભોગવીને મુક્તિ પામે તેમાં જ તેમનું કલ્યાણ છે.

કેટલાંક જૂના વિચારો પરથી કયારેક ધૂળ ખંખેરીને એના વિશે આજના સંદર્ભમાં નવેસરથી વિચારતા રહેવું જોઈએ. ગયા રવિવારે અને આજે આપણે કર્યું એમ.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (9)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment