Tuesday 5 January 2016

[amdavadis4ever] ૧૨ વર્ષથી નાહ્યો ન થી આ રસાય ણશાસ્ત્રી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (એમઆઈટી)માં ભણીને માણસ શું શીખે? 'ક્યારેય નહીં નાહવાનું!

આમ કહેવું અને સાંભળવું એ 'દીવાના' કહેવાવા જેવું છે, પણ આ કંઈ જ્યોતિન્દ્ર દવેના પુસ્તકમાં આવતી જોક નથી. આ કેમિકલ એન્જિનિયર અને એમઆઈટીનો ગ્રેજ્યુએટ ડેવિડ-ડેવ વ્હિટલોક ૧૨ વર્ષથી નાહ્યો નથી, કારણ કે એ પોતાની ત્વચા પરના બૅક્ટેરિયાનો નાશ થવા દેવા માગતો નથી. નાહવાને બદલે ડેવ દિવસમાં બે વાર તેની ચામડી પર જીવંત બૅક્ટેરિયાવાળું મિસ્ટ-સ્પ્રે છાંટે છે. એણે આ સ્પ્રેનું ઉત્પાદન કરતી એક કંપની સ્થાપવામાં સિંહફાળો આપ્યો છે. એ 'સારા' અને 'ખરાબ' બૅક્ટેરિયાના સંશોધનની વાત કરે છે .

વ્હિટલોક પોતે જ કહે છે કે "તેણે ૧૨ વર્ષથી સ્નાનકર્મ કર્યું નથી. તે વધુમાં કહે છે કે "રોજ નાહનારાની ચામડી પર શી અને કેવી અસર થાય છે એ વિશેની કોઈ ક્લિનિકલ ટ્રાયલો કોઈએ કરી નથી. તો પછી ડેવિડ જે કરી રહ્યો છે એ એક તંદુરસ્ત વ્યવહાર છે એ શેના આધારે ઠરાવવું? એવા સવાલના જવાબમાં ડેવિડ પોતાની ચામડી દેખાડે છે અને કહે છે કે "જુઓ, મારા શરીરમાંથી સહેજે વાસ-દુર્ગંધ આવતી નથી. જોકે એ શરીર પર લોટે લોટે પાણી રેડીને નાહતો ન હોય કે શાવર નીચે ખડો ન રહેતો હોય તો પણ એ ક્યારેક, પ્રસંગવશાત સ્પંજ બાથ લે છે (આપણે માંદા માણસને ખાટલામાં સૂતેલો રહેવા દઈને ટુવાલ કે કપડું ભીનું કરી એના શરીરને લૂછી નાખી પછી કોરા કપડે ફરી લૂછી કોરું કરીએ છીએ તેવું એ સ્નાન).

વૈજ્ઞાનિકને સારા બૅક્ટરિયા વિશે ખબર કેવી રીતે પડી, એવો સવાલ કોઈને પણ થાય, તો એનો જવાબ છે કે, આ રસાયણશાસ્ત્રી જે મહિલા સાથે ડેટ પર જતા તે મહિલાએ તેમને પહેલી જ વારની ડેટમાં પૂછ્યું હતું કે, "ઉનાળાના સમયમાં મારા ઘોડાને વારંવાર ધૂળમાં આળોટવાનું કેમ ગમતું હશે? (પહેલી જ ડેટમાં આવો સવાલ વિચિત્ર તો કહેવાય, પણ મહિલા ક્યાંયની પણ હોય પહેલી ડેટમાં જ એ પોતાના ઘોડા-કૂતરાં કે ગામના બળદ કે બહેનના પોપટ વિશે કે પપ્પાની પૈડાં વિનાની સાઈકલ વિશે સવાલો કરી શકે કે એ વિશે લાંબી વાત કરી શકે છે!) આ વાત ન્યૂ યોર્ક ટાઈમ્સે પ્રકાશિત કરી હતી. જોકે આ એક સવાલે ડેવ વ્હિટલોકનું જીવન નવા પાટે ચઢાવી દીધું હતું. આજે ૬૦ વર્ષના કેમિકલ એન્જિનિયરની સાથે ઘટેલી આ ઘટના ૧૨ વર્ષ પહેલાની છે, બસ ત્યારથી સાહેબ નાહ્યા નથી. જોકે ડેટ પર આવેલી છોકરીના સવાલે ડેવિડને કામ અપાવી દીધું, આ સવાલનો જવાબ શોધવાનું.

વ્હિટલોક કહે છે કે, "ઘોડાઓમાં આ પ્રકારની વર્તણૂક તો જ વિકસે જો તેનાથી તેમને ઉત્ક્રાંતિ સંબંધી લાભ મળવાનો હોય, એટલે કે ઘોડાના આરોગ્યને કે એના શરીરને તંદુરસ્તી સંબંધી લાભ થવાનો હોય તો આવું વર્તન આપોઆપ વિકાસે છે. આપણામાંથી જેમણે થોડું ઘણું પણ ગામડું જોયું હશે તેમણે ગધેડાંને ધૂળમાં આળોટતા જોયા હશે. ભેંસો પાણીમાં ઊતરી કાદવમાં પડી રહેલી જોઈ હશે અને અનેક જણે કૂતરાઓને જમીન સાથે શરીર ઘસતા અને ટાંટિયા ઊંચા કરી પીઠભેર પડી રહેલાં જોયા હશે. આ તમામ જનાવરો આપણે માનીએ છીએ એમ શરીરનું તાપમાન ઘટાડવા માટે આમ કરતા હોઈ શકે, પણ બૅક્ટેરિયા મેળવી લેવાની તેમની આવી પ્રક્રિયા હોઈ શકે એમ હવે માનવામાં વાંધો ન જ હોવો જોઈએ. વ્હિટલોકે સવાલનો જવાબ શોધવામાં કરેલા થોડા સંશોધનમાં એમને જાણવા મળ્યું કે, ઘોડાઓ જમીન પર આળોટી શરીરને એટલા માટે ઘસે છે કે એ ત્યાંના જીવંત બૅક્ટેરિયાને પોતાની ચામડીમાં ઉતારે છે, કારણ કે એનાથી ચામડીમાં રહેલા કેટલા રસાયણોનું રક્ષણ થઈ શકે. ડેવિડ આ બૅક્ટેરિયાને 'સારા બૅક્ટેરિયા' કહે છે. વૈજ્ઞાનિકે કેટલાક સારા બૅક્ટેરિયા એકત્ર કર્યાં, જે ચામડી પરના જોખમી અને પરાવલંબી જીવતંત્રને તથા જોખમકારી તત્ત્વોને નાકામ બનાવે છે. ડેવિડે એકત્રિત કરેલા બૅક્ટેરિયામાંથી એક સ્પ્રે બનાવ્યું ને ત્યારથી એ શારીરિક સ્વચ્છતા માટે આ સ્પ્રેનો ઉપયોગ કરે છે. આ બૅક્ટેરિયાવાળું સ્પ્રે બીજી જે સ્વચ્છતા લાવે છે તે ઉપરાંત તે એમોનિયાને નિષ્ક્રીય બનાવે છે, એમોનિયા મિશ્રિત દ્રવ્ય માણસના શરીરના પરસેવાને પહેલે જ ધડાકે દુર્ગંધયુક્ત બનાવે છે. ડેવિડ પ્રસંગોપાત પાણીનો ઉપયોગ કરે છે, પણ તે તેના ચામડીની કુદરતી ગંધ ધોવાઈ ન જાય માટે ભીનાં થવાનું ટાળે છે. તેમના આ તમામ પ્રયાસો પોતાની ચામડીની મૂળ સ્થિતિને ફરી સર્જવા માટેના છે. ડેવિડ વ્હિટલોકની ચામડીનું લીસાપણું, કુમાશ અને સ્થિતિસ્થાપકતા બાળપણમાં કે તરુણાવસ્થામાં હતી હતી એવી જ છે. આ સ્પ્રે તેમની અને જે લોકો વાપરે છે તેમની સતત નાહતા-ધોતા રહેવાની જરૂરિયાતને ટાળવામાં મદદ કરે છે.

વ્હિટલોકને પૂછવામાં આવ્યું કે તમે હજુ સ્નાન કરતા નથી તો તમે હજું સ્પ્રે વાપરો છે? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે "હા, હું હજુય નાહતો નથી અને સ્પ્રે વાપરું છું અને રોજીંદો વ્યવસાય સરસ રીતે કરું છું. સ્વચ્છતા માટેનો કે સ્વચ્છ થવાનો આવા પ્રકારથી ૧૨ વર્ષમાં તમારા શરીરમાં શો ફેર પડ્યો છે, એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "સૌથી ગ્રેટ અને ચમત્કારી પરિવર્તન તો એવું આવ્યું કે હું સતત મસ્ત મૂડમાં રહું છું. મારી ત્વચા બહુ નરમ, કુમળી અને ઉત્તમ સ્થિતિમાં છે. પછી ઈન્ટરવ્યૂ કરનારે અંગત સવાલ કરતા કહ્યું, "મિસ્ટર વ્હિટલોક એક અંગત સવાલ...(ડેવિડે આંખ વડે હા પાડી)... તમને કોઈએ (મહિલાએ!) ક્યારેય એમ કહ્યું છે કે તમે બહુ ગંધાઓ છો? જવાબમાં વ્હિટલોકે કહ્યું, "ના, જ્યાં સુધી મેં મારા કપડાં બદલ્યા ના હોય ત્યાં સુધી તો કોઈએ જ કહ્યું નથી અને કપડાં તો હું રોજ જ બદલું છું, ખરેખર એવું મને કોઈએ કહ્યું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment