Sunday, 31 January 2016

[amdavadis4ever] અનુસૂચિત જ ાતિ, જનજાતિ ને અનામતનો લાભ શા માટે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનુસૂચિત જાતિ, જનજાતિને અનામતનો લાભ શા માટે?

દૂરદર્શન - આકાર પટેલ

 

ભારતની ૨૦૧૧માં થયેલી વસતિગણતરી મુજબ કુલ વસતિમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પચીસ ટકાથી વધુ છે. તેમાંના ૧૬.૬ ટકા દલિત અને ૮.૬ ટકા આદિવાસી છે. (અંગ્રેજો તેઓને અસ્પૃશ્ય અને આદિવાસીઓ કહેતા હતા.)

દેશની વસતિના એક ચતુર્થાંશ એટલે કે ૩૦ કરોડ લોકો થાય. જો આ વસતિને એક રાષ્ટ્રની વસતિ ગણવામાં આવે તો તે દેશ ચીન, ભારત અને અમેરિકા પછીનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું ચોથા ક્રમનું રાષ્ટ્ર ગણાય. આમ છતાં, આપણા ઉચ્ચ સ્તરના અર્થતંત્રમાં તેઓની હાજરી ભાગ્યે જ દેખાય છે. તેના માટેનું મુખ્ય કારણ ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને રોજગારીની તકનો અભાવ છે. બંધારણમાં આ ઊણપને દૂર કરવા માટે તેઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત દાખલ કરાયું હતું. આમ છતાં, મધ્ય વર્ગ (એટલે કે ઉચ્ચ કોમના) ભારતીયો માને છે કે પછાત વર્ગના કહેવાતા લોકોને અનામતનો લાભ આપીને અમારું 'બલિદાન' લેવાઇ રહ્યું છે.

આપણા અર્થતંત્રમાં અને આપણા પ્રસારમાધ્યમો દ્વારા દલિતો તેમ જ આદિવાસીઓની અવગણના કરાતી હોવાનું જોવા મળે છે.

હૈદરાબાદમાં એક દલિત વિદ્યાર્થીએ તાજેતરમાં જ આત્મહત્યા કરી હતી અને હું તેના સંદર્ભમાં આ લખી રહ્યો છું. કેન્દ્ર સરકારના કહેવાતા દબાણને કારણે રોહિત વેમુલા નામના પીએચડીના વિદ્યાર્થી અને અન્ય ચારને હૉસ્ટેલમાંથી કાઢી મુકાયા હતા. તેઓનો ભાજપના યુનિયનના વિદ્યાર્થી સભ્યો સાથે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. તેને કારણે કેન્દ્રના એક પ્રધાને શિક્ષણપ્રધાનને લખેલા પત્રમાં આ વિદ્યાર્થીઓને દેશવિરોધી અને કોમવાદી ગણાવ્યા હતા. (દલિતો પરનો આ આરોપ વિચિત્ર ગણાય).

પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આ વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી અને થોડા દિવસમાં વિદ્યાપીઠને આ બાબતમાં ચાર રિમાઇન્ડર મોકલ્યા હતા. (મંત્રાલયે આ સિવાયની બાબતમાં આટલી ઉત્સુકતા કે ઉતાવળ ક્યારેય કરી હતી કે નહિ, તે એક પ્રશ્ર્ન છે). આ દબાણને લીધે વિદ્યાર્થીઓએ પોતાનું આશ્રયસ્થાન અને ગ્રાન્ટ ગુમાવ્યા હતા.

રોહિતની સ્યૂસાઈડ નોટમાં ભારોભાર ગૌરવ હતું. સોક્રેટીસની જેમ જ. જેણે મરતી વખતે કહ્યું હતું કે મારું તમામ દેવું એસ્કલેપિયસ નામના દેવતા ચૂકવશે. રોહિતે પણ તેના મિત્રને તેનું રૂ.૪૦૦૦૦નું દેવું ચૂકવવા જણાવ્યું હતું. મારા આ પગલાં માટે મારા દુશ્મનોને દોષી ન ઠેરવવા એમ પણ તેણે જણાવ્યું હતું, પરંતુ ચિત્ર એકદમ સ્પષ્ટ છે અને તે શા માટે મર્યો એ અંગે કોઈ શંકા નથી. માનહાનિ, અસહાયતા અને આર્થિક મદદનો નકાર જેવી બાબતોએ તેને આત્મહત્યા કરવા પ્રેર્યો હતો. રોહિતના મૃત્યુ અંગેની આ સ્પષ્ટતાએ જ તેને રાષ્ટ્રીય સમાચાર બનાવ્યા હતા. આ સમાચારે કોઈપણ આશય વિનાની અસર ઊભી કરી હતી. અત્યાર સુધીની ચર્ચામાં બે બાબત મુખ્ય રહી હતી. એક તો ગોમાંસનો વપરાશ અને મૃત્યુદંડની સજા. વિવાદ કોમનો હતો જેમાં એક તરફ હિન્દુ બહુમતી હતી તો બીજીતરફ મુસ્લિમ અને ઉદારમતવાદીઓ હતા. 

હૈદરાબાદના કાર્યક્રમમાં એ જોવા મળ્યું હતું કે આ બંને બાબતે હિન્દુ મતની સર્વાનુમતી નહોતી અને તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો ઊપલી કોમના લોકોની સર્વાનુમતી જ અન્ય તમામ લોકો પર થોપવાની માગણી કરવામાં આવ હતી. ઊપલી કોમના હિન્દુઓની જેમ દલિત અને આદિવાસી કોમમાં ગોમાં સામે એકસરખો અણગમો જોવા નહોતો મળ્યો અને ચોક્કસપણે મૃત્યુદંડની સજાને મામલે મોટાભાગના લોકશાહી વિશ્ર્વએ તેનો વિરોધ કર્યો હતો. માત્ર દેશના બહુ જ ઓછા લોકો ન્યાયના નામે નાગરિકોની હજુ પણ હત્યા કરે છે. 

મને આશા છે કે રોહિતની આ કુરબાનીનું ત્રીજું પરિમાણ હશે અને તે એ કે ઉદ્યોગ જગત અને ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં રંગભેદ જેવા ભયંકર ભાગલા અસ્તિત્વ ધરાવે છે. જે નોકરી આપણે ઊપલી શ્રેણીમાં સહજ રીતે જ મેળવી છે એવું માની લઈએ છીએ એ અન્યોને નકાર્યા બાદ આપણી પાસે આવી હોય છે. ભારતમાં શિક્ષણ અને નોકરીને સમાન તક છે એમ કહેવું ખોટું હશે. હકારાત્મક પગલાંને સ્વેચ્છાએ સ્વીકારવુંં મતલબ દલિત કે આદિવાસી કે પછી લઘુમતી કોમના ઉમેદવારની જાણીજોઈને પસંદગી કરવી જે બાબત કાર્યાલયોમાં વધુ અસમાનતા ઊભી કરે છે. 

મધ્યમ વર્ગ અને ઉદ્યોગજગત સાથે એક વાત સ્પષ્ટ કરી લેવા જેવી છે અને તે એ કે વિશ્ર્વના ચોથા ક્રમાંકના સૌથી મોટા દેશ જેટલા લોકોની પ્રગતિ અટકાવી ભારત માટે અર્થપૂર્ણ વિકાસ કરવો અશક્ય હશે. આ લોકોની પ્રગતિ થકી જ ભારતની પ્રગતિ થશે અને એમાંથી અંતે તેઓ પોતાને ગરીબી અને નિરાધારપણામાંથી બહાર કાઢી શકશે.

અને આપણા આદર્શો ભલે ગમે તે હોય, આપણને બધાને એ જ જોઈએ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment