Sunday, 31 January 2016

[amdavadis4ever] સેક્સ પાસે પ્રે મનું અને પ્રેમ પ ાસે સેક્સનું કામ લેવાય છે ત્યારે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ લેવાય છે ત્યારે

સૌરભ શાહ

 

સેક્સ વિશે જાહેર ચર્ચા થવી જોઈએ? હા. થવી જોઈએ. બે પર્ટિક્યુલર વ્યક્તિ વચ્ચેના અંગત સંબંધોમાં સેક્સ વિશેની જાહેર ચર્ચા થવી જોઈએ? ના. ન થવી જોઈએ.

ચેન્નઈના એક સેક્સોલૉજિસ્ટે પોતાની રિસર્ચ ટીમના સથવારે વૈજ્ઞાનિક અભિગમ રાખીને એક સર્વે કર્યો હતો. ૧૫થી ૮૩ વર્ષની વય ધરાવતી ૧૦,૦૨૩ વ્યક્તિઓની મુલાકાતો રેકોર્ડ થઈ જેમાંથી ૨,૫૧૭ સ્ત્રીઓ હતી. આ સર્વે મદ્રાસના મધ્યમ વર્ગીય સમાજમાં થયો. સર્વેમાં ૪૦ ટકા લોકોએ કહ્યું કે લગ્ન પહેલાં અમે જાતીય સંબંધો બાંધી ચૂક્યા છીએ. (સર્વે હેઠળના એંશી ટકા લોકો પરિણીત હતા). જેઓ લગ્ન અગાઉ સેક્સના સંબંધો બાંધી ચૂક્યા હોય એમાંના ૬૭ ટકા લોકોએ કહ્યું કે અમે એક નહીં પરંતુ છ કે તેથી વધુ વ્યક્તિ સાથે અલગ અલગ તબક્કે આવા સંબંધો ધરાવતા હતા. લગ્ન પહેલાં સેક્સ સંબંધ બાંધનારાઓના આ આંકડા પરથી શાળા-કૉલેજમાં સેક્સ એજ્યુએકશનના વિરોધીઓએ સમજવું જોઈએ કે જાતીય જ્ઞાન મળવાથી સેક્સ સંબંધોમાં વધારો નહીં થાય પણ એમાં રહેલી તબીબી, શારીરિક અને માનસિક અસલામતીઓ દૂર થશે. આ લોકોને જે કંઈ જાતીય શિક્ષણ મળ્યું તે કેવી રીતે મળ્યું? ૩૮ ટકા લોકોને મિત્રો પાસેથી અને ૩૧ ટકા લોકોએ પુસ્તકોમાંથી માહિતી મેળવી. આ પુસ્તકો ડૉ. પ્રકાશ કોઠારી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સેકસોલૉજિસ્ટોએ જ લખ્યાં હશે તેની કોઈ ખાતરી નથી અને મિત્રો તરફથી મળતી માહિતીમાં મિત્રોનું પોતાનું આ વિષયનું અજ્ઞાન કેટલું ઉમેરાયું હોઈ શકે છે એની કલ્પના તમે કરી શકો છો.

સેક્સ પાસે પ્રેમનું અને પ્રેમ પાસે સેક્સનું કામ ન લેવું જોઈએ. હકીકતની જિંદગીમાં બેઉની ભેળસેળ થઈ જતી હોય છે. ઈરાદાઓની અસ્પષ્ટતા સંબંધોના તાણાવાણા ગૂંચવી નાખે છે. પ્રેમની જેમ નકરી સેક્સમાં પણ માસૂમિયત, શુદ્ધિ, પ્રામાણિકતા હોઈ શકે છે. અને એની સામે, નીતર્યા ગણાતા પ્રેમમાં પણ વિકૃતિ, બદઈરાદાઓ અને જડતા હોઈ શકે છે.

સેક્સ એક ટ્રિકી સબ્જેક્ટ છે. તમે ધારો તો પ્રચ્છન્નપણે આ વિષય દ્વારા વાચકોને ગલગલિયાં કરાવી શકો અને ધારો તો નિર્ભેળ વૈજ્ઞાનિક-શાસ્ત્રીય હકીકતો જણાવીને એમના અંગત જીવનને ઉપયોગી પણ થઈ શકો. સેક્સ શબ્દ નાકનું ટોચકું ચડાવવું પડે એવો, છોછવાળો હવે રહ્યો નથી. એની ચર્ચા ઠાવકાઈથી થતી હોય તો પછી એ જાહેરમાં થાય કે ખાનગીમાં, કોઈ ફરક પડતો નથી. કેટલાક લોકો આ વિષયને એટલા માટે વારંવાર વાગોળતા હોય છે કે એમની અંગત જિંદગીમાં ઘણી બધી અતૃપ્તિઓ રહી ગઈ હોય છે. આ હતાશા વિકૃત બનીને એમના વિચારોમાં પ્રવેશી જતી હોય છે. રાજકારણથી માંડીને અર્થશાસ્ત્ર સુધીના કોઈપણ વિષયની વાત કરતી વખતે તમે જ્યારે સેક્સની વાતો તમારી ચર્ચામાં ઘૂસાડી દો છો ત્યારે બીજાઓ તરત જ તમારી હલકી મનોવૃત્તિને પામી જતા હોય છે. સેક્સ એક ગંભીર વિષય છે. મજાકનો કે મસ્તીનો કે મવાલીગીરીનો વિષય નથી.

ભારતીયો સેક્સની બાબતમાં રૂઢિચુસ્ત છે, પછાત છે, અણઘડ છે એવી છાપ ઊભી કરવામાં આવી છે અથવા તો કહો કે આપોઆપ એ ઊભી થયેલી છે. પશ્ર્ચિમના સુધરેલા કહેવાતા દેશોમાં વ્યક્તિના સેક્સજીવન વિશે એક જબરદસ્ત ક્રાંતિ આવી, પૂરી પણ થઈ ગઈ. આ પરિવર્તન દરમ્યાન ખૂબ આંધી ચડી

અને હવે ધૂળ શમીને ધરતી પર ઠરી પણ ગઈ. જાતીય ઈચ્છાઓ, જાતીય અનુભવો અને જાતીય કલ્પનાઓની બાબતમાં ભારતનો સમાજ હજુ પ્રયોગાત્મક તબક્કે છે અથવા તો એવું લાગે છે. કમ સે કમ પશ્ર્ચિમની સરખામણીએ અને જાહેર ચર્ચાની બાબતમાં તો ખરું જ.

ધાર્મિક ગુરુઓ મોટે ભાગે સેક્સ શબ્દ તરફ સુગાળવી નજરે જોતા હોય છે. આ મહાનુભાવો ધર્મનો પ્રચાર કરવાની હોંશમાં જાતીયતાના વિષયે માહિતીઓ તથા હકીકતોને વિકૃતરૂપે, તદ્દન અસત્ય રીતે રજૂ કરીને લાખો-કરોડો લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે. પ્રગતિશીલ વિચારો અને ચારિત્ર્યવાન વ્યક્તિત્વ ધરાવતા અમુક ધર્મપ્રચારકો પણ આ બાબતમાં અપવાદ નથી હોતા. તેઓ જાતીયતા વિશેની ભ્રામક માહિતી ફેલાવતાં પુસ્તકો પણ લખે છે. ભાવકો, શ્રાવકો કે ચાહકો આવાં પુસ્તકો વાંચીને પોતાની જાતીય જિંદગી વિશે અનેક ગેરમાન્યતાઓ સેવતા થઈ જાય છે. આવી ગેરસમજણો ફેલાવવાનો આશય શુભ હોઈ શકે પરંતુ જે વાતો અવૈજ્ઞાનિક અને ભૂલભરેલી હોય તે સાધુપુરુષોના મુખે બોલાવાથી વૈજ્ઞાનિક કે ઑથેન્ટિક નથી થઈ જતી. આવા પવિત્ર ધર્મપુરુષો કે વિદ્વાન ધર્મપ્રચારકોના વિચારો સમાજની એક આખી યુવાન પેઢીને અસર કરી રહ્યા હોય ત્યારે જાતીયતા વિશેના એમના અવૈજ્ઞાનિક વિચારો યુવાન-યુવતીઓમાં ઘણું મોટું નુકસાન કરી શકે. આવાં અવૈજ્ઞાનિક માહિતીથી ઠાંસેલાં ધર્મપુસ્તકોની હજારો નકલો વહેંચાય છે. વાસ્તવમાં એના પ્રચાર તથા પ્રસાર પર પ્રતિબંધ મુકાવો જોઈએ જેથી જાતીયતા અંગેની બિનપાયેદાર, બિનવૈજ્ઞાનિક અને અસત્ય વાતોનો વધુ પ્રચાર થતો અટકે. ધર્મના કારણોસર પુસ્તકો પર પ્રતિબંધ લાદી શકાતો હોય તો વિજ્ઞાનનાં કારણોસર કેમ નહીં.

પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી દરેકેદરેક વ્યક્તિ પાસે સેક્સ અંગેનો એક અંગત ખ્યાલ હોય છે. આ ખ્યાલ સાથે સામાજિકતા જોડાયેલી હોય છે, માનસિકતા જોડાયેલી હોય છે, ભાવુકતા જોડાયેલી હોય છે અને હા, શારીરિકતા તો જોડાયેલી હોય છે જ. પદાર્થો ત્રિ પરિમાણીય - થ્રી ડાયમેન્શયલ હોય છે. સેક્સને ચાર પરિમાણો હોય છે: સામાજિકતા, માનસિકતા, ભાવુકતા અને શારીરિકતા આ ચારેય પરિમાણોની વત્તીઓછી અગત્યતા દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. આ ચારેય વચ્ચેની સંવાદિતા ખોરવાય છે ત્યારે માણસ પર્વર્ટ બને છે, એના દિમાગમાં તથા વર્તનમાં જાતીય વિકૃતિઓ પ્રવેશે છે.

સેક્સ એટલે માત્ર બાયોલૉજિક્સ ક્રિયા નહીં, એ તો એના ઘણા બધાં પાસાંઓમાંનો એક ભાગ છે. સેક્સ એટલે વ્યક્તિને એના જન્મ સાથે જ પ્રાપ્ત થતું, એના પોતાના અસ્તિત્વથી અભિન્ન એવું, એની પોતાની આસપાસ રચાયેલું એક પારદર્શક વાતાવરણ. આ વાતાવરણને સભાનતાપૂર્વક સમજવા જતાં એની પારદર્શકતા ઓછી થઈ જાય, સાહજિકતાથી સ્વીકારતાં એની અભિવ્યક્તિમાં ખુલ્લાશ આવી જાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment