Sunday, 31 January 2016

[amdavadis4ever] સપનાઓને સાકા ર કરવાનું કા મ કરે છે જીદ N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ટોરી 1 : મુંબઇના મલાડના મડ-આઇલેન્ડ વિસ્તારમાં ઘણાં વર્ષોથી તેઓ રહી રહ્યાં છે. બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિયા ભૂમિકાથી દૂર આવ્યાના ઘણાં વર્ષો પછી તે દક્ષિણ મુંબઇની એક ફાઇવ સ્ટાર હોટેલમાં પહોંચ્યા હતા. પોતાના પરિવાર સાથે બે દિવસનો વિકેન્ડ મનાવવા માટે તેમણે એક પ્રેસિડેંશિયલ સૂટ બુક કર્યો હતો. હોટેલ પહોચતાં અંતરમનમાંથી અવાજ આવ્યો કે આ જગ્યાને પહેલાં પણ ક્યાંક જોઇ છે. કદાચ આ જગ્યાને બીજા જગ્યાની સરખામણીમાં વધુ સારી રીતે જાણું છું, એટલે જ જ્યારે મોડી રાતે હું સૂઇ ગયો ત્યારે, તેઓ આમ જ ફરવા નીકળી ગયા અને પાર્કિંગ લોટમાં તેમને અંદાજો આવ્યો કે આ તો એ જ જગ્યા છે જ્યાં તેઓ ક્યારેક કાળા-પીળા રંગની ટેક્સિઓ પર બોલિવૂડ ફિલ્મોના પોસ્ટર લગાવતા હતા.

તેમણે પોતાના પુત્ર બૂમ પાડી અને પૂછ્યૂં, 'મીમો, કોઇને આ કાર પાર્કથી આપણે જે સૂટમાં રોકાયા છીએ ત્યાં પહોંચવામાં કેટલો સમય લાગશે.' પુત્રે જવાબ આપ્યો, 'જો કોઇ ચાલીને જાય તો સાત મિનિટ અને દોડીને જાય તો ચાર મિનિટ.' પછી પિતાએ પુત્રના ખભે હાથ રાખીને ભીની આંખે કહે, 'પણ બેટા મને આ કામ કરવામાં 33 વર્ષ લાગી ગયા.' મીમો આ વાતને સમજી શક્યો નહી. પછી પિતાએ તેને પોતાની આગળ વધવાની વાર્તા સંભળાવી કે કેવી રીતે  એક  સ્ટ્રગલિંગ બોય, જેને આજે આપણે મિથુન ચક્રવર્તીના નામથી ઓળખીએ છીએ, ફિલ્મોનો સફળ અભિનેતા બન્યો. આ પછી જ્યારે પુત્ર પોતાના બેડ પર પહોંચ્યો, ત્યારે તે જાણતો હતો કે તપસ્યા શું હોય છે.

સ્ટોરી 2 : તે કોઇ એવા પરિવારમાં ઉછેર પામ્યાં નહોતા, જેમાં કોઇ હોલિવૂડ એક્ટરને જાણતું હોય. અસલમાં તેઓ એક હોટેલમાં દરબાન હતા અને લિયોનાર્ડો ડીક્રેપ્રિયોને લઇ જતા હતા, જેથી એક્ટિંગ તેમની સાથે પૂર્ણપણે જોડાયેલી હતી. 12 વર્ષની ઉંમરમાં જ અભિનેતા બનવાનો વિચાર તેમના મનમાં ઘર કરી ગયો. તેમણે તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. તે કોલેજ ગયા અને થિએટર તથા લિટરેચરનો અભ્યાસ કર્યો. ભણવાનું પૂરું કર્યા બાદ તેમણે 75 હજારની લોન લીધી અને જો તે લોન ન ચૂકવી શકત તો તેમના પિતાને તે ચૂકવવી પડત. આ વાત પિતા પણ જાણતા હતા. તેમ છતાં તેઓ પુત્રના સપના અને તેની મંઝિલ વચ્ચે આવવા માંગતા નહોતા. અને આખરે 18 વર્ષે તે અભિનેતા બની ગયા, એ પણ હોલિવૂડમાં. આપણે વાત કરી રહ્યાં છીએ, બ્રેડલી કૂપરની. જેઓ સૌથી વધુ ચર્ચિત અને નવી અંગ્રેજી ફિલ્મ 'જોય'માં સ્ટાર છે.

આ એક એવી સિંગલ મધર(જેનિફર લોરેન્સે આ ભૂમિકા ભજવી છે)ની મલ્ટી જનરેશનલ વાર્તા છે, જેની કલ્પનાઓ સ્વચ્છંદી છે અને સપનાઓ સાધારણથી અલગ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ કેવી રીતે હોલિવૂડ પહોંચ્યા તો તેમણે મીડિયાને જણાવ્યું કે, નસીબ એવા લોકોને સાથ આપે છે જેઓ આકરી મહેનત કરે છે. સામાન્યપણે આકરી મહેનત કરવી આસાન જ્યારે કામ કરનાર તે કામને પ્રેમ કરતો હોય.

 

ફંડા એ છે કે, જિદ અને સખત મહેનત તમને સપનાઓથી મંઝિલ સુધી લઇ જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment