Saturday, 30 January 2016

[amdavadis4ever] કાશ્મીરમાં માદ ક દ્રવ્યોનો ત્ રાસવાદ વધુ ગંભ ીર Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાશ્મીરમાં માદક દ્રવ્યોનો ત્રાસવાદ વધુ ગંભીર

આજે મારે આ ડ્રગ્ઝના નશામાં કરમાતી ઘણી 'ગુલાબની કળીઓ' પૈકીની એક સ્નેહા નામની સુંદર બાળા જે માત્ર અને માત્ર 17 વર્ષની કોમળ વયે ડ્રગ્ઝના નશામાં પડી અને ઈશ્વરે આપેલા એના સુંદર દેવી જેવા દેહને સાચવી ન શકી. આ સ્નેહા કોણ છે? તેનું સાચુ નામ સ્નેહા જ છે. પુરા ભારતમા દર વર્ષે તેની ઉંમરની અને તેનાથી અરધી ઉંમરની 85,790 બાળાઓ ડ્રગ્ઝના નશામાં મરે છે. ચાલો મારી કલમને ધક્કો મારીને સ્નેહાની વાત જાણીએ. સ્નેહાના માતા-પિતાને ખબર જ નહોતી કે તેની આ સુંદર પુત્રી જેની આંખો ગરૂડ જેવી અને હોઠ 'કોયલ' જેવા સૂર કાઢે તેવા હતા તે ડ્રગ્ઝને રવાડે ચડી છે અને રવાડે ચડીને તેના દેહને, મનને અને જીજીવિષાને ખતમ કરી બેઠા ત્યારે તેનાં માતા-પિતાને ખબર પડી પછી એ વહાલી દીકરીને ડ્રગ્ઝની લતમાંથી છોડાવવા સ્નેહાની માતા સુનીતા અને પિતા હોસ્પિટલના આંટાફેરા મારવા માડ્યા. બન્નેનાં ખોળામાં ડ્રગ્ઝના રવાડે ચઢેલી સ્નેહા સુતી હોય. કેટલીય દવા કરી સ્નેહાની લત છોડાવવા કેટલાય વ્રત લીધા બાધા- આખડી કરી પણ સ્નેહાની જીંદગી બચાવવામાં નિષ્ફળ ગયા. એક રાત્રે સ્નેહાએ પોતાના ગળામાં દોરડુ પરોવીને જાતને ગળે ફાંસો દઈને આત્મહત્યા કરી ભારતની આવી ઘણી ઉગતી કળીઓ નશામાં કરમાઈ ગઈ છે. તેના આંકડાને સ્નેહાએ આત્મહત્યા કરીને 85,791નો ર્ક્યો છે.
બેંગલોરના ગુરુરાજ નામના સમાજસેવકે સંપૂર્ણ જીવન બેંગલોર અને બીજા શહેરના બાળકોને ડ્રગ્ઝને રવાડે ચડતા અટકાવવામા જીવન સમર્પિત કર્યું છે. ભારતમા જે જે ઘરોમા 9-10-11-15ની વયના બાળકો-બાળકીઓ ડ્રગ્ઝને રવાજે ચઢે છે તેમાંના મોટા ભાગના બાળકો ભણવામાં બ્રીલીયન્ટ હોય છે. ભણવામા હોશિયાર હોય છે. વધુ પડતા ખંતીલા હોય છે. આજે જગતભરમા જે ગંજેડીઓ છે અને 'સ્નેહાઓ' છે તેમાં હવે નાની વયના છોકરા-છોકરી અટવાયા છે તે આપણી ચિંતા છે અને હવે નાની વયના છોકરા-છોકરી જ નહીં પણ તેમણે પાળેલા પોપટ પણ ડ્રગ્ઝના વ્યસની થઈ ગયા છે! ડ્રગ્ઝ ખરીદવા લંડનમાં અને બેંગલોરમાં તેમ જ ચેન્નઈમાં બાળકો ચોરી કરવા માડ્યા છે. લંડનમાં દુકાનમાંથી ચોરી કરવી, કોઈની કારની ડુપ્લીકેટ ચાવી લઈને ચેન્નઈથી મેંગલોર જઈ ત્યાં કાર વેચી દેવી અને ઘરફોડી ચોરી કરતાં બાળકો શીખ્યા છે તેમ લંડનનું 'ડેઈલી મેઈલ' નામનું અખબાર લખે છે.
તમે રોજ રોજ કાશ્મીરમાં કોમી હીંસા, મુસ્લિમોએ કરેલી હિન્દુઓની કતલ અને તોફાનોના ખબર સાંભળો છો. કદાચ કાશ્મીરની કોમી હિંસાને દાબી શકાશે પણ ત્યાં એક નવો દુશ્મન જાગ્યો છે તે હિન્દુ-મુસ્લિમ બન્નેને ખતમ કરી રહ્યો છે અને તે નવો દુશ્મન છે- હેરોઇન, ચરસ, ગાંજો અને ખાસ તો કાશ્મીરમાં થતી અફીણની ખેતી. આ અફીણ કાશ્મીરના ગરીબ મુસ્લિમ ખેડૂતો માટે ટંકશાળ છે પણ તે ટંકશાળ કાશ્મીરના મુસ્લિમોને બરબાદ કરે છે. અફીણમાંથી અનેક નશીલી દવા બને છે. અને મહુવામાં હું ભણતો ત્યારે મારી ફૈબાની દવા માટે 1953મા એક રૂપિયાનું કટકી અફીણ ખરીદતો તે કટકી જેટલુ અફીણ આજે રૂ. 1000માં મળે છે. શ્રીનગર નજીક અનંતનાગ ગામ છે. સુંદર લીલીતરી વાળું ગામ છે પણ આખુ અનંતનાગ ગંજેડીઓથી ભરાવા માંડ્યુ છે. ત્યાં ખેતરોમાં અફીણ ઉગે છે.
આ અનંતપુરમાં 19 વર્ષનો સુંદર ગોરો ગોરો રફીક આજે ઓગણીસનો છે પણ 40ની ઉંમરનો દેખાય છે શું કામ? તે કાશ્મીરમાં પાકતા અફીણ પછી હેરોઈન-ગાંજાનો વ્યસની બન્યો છે આવા હજારો રફીકો કે યુસુફો તમને ડ્રગ્ઝમાં ફસાયેલા દેખાશે. પણ સરકારની નજરે ચડતા નથી. મારે અજાણ્યા છતાં ગામના નામ લખવા પડશે. તુલખુન, સંગમ, ડુપાથ્યાર, સમ્પથાન વગેરે નાના ગામડામાં ડ્રગ્ઝનું વ્યસન ઘુસી ગયુ છે. અહીના એક કાશ્મીરી ડોક્ટર મનઝૂર હુસેન છે. તે કહે છે કે અનંતનાગની કાશ્મીર મહિલાએ પણ હલકી જાતના ડ્રગ્ઝ લેવા માંડી છે. કાશ્મીરી મહિલા તો વ્યસન પુરી કરવા શાહી ભુંસવાના કેમિકલ અને બુટપોલીશ પણ પીવા માંડી છે. ખરેખર ડ્રગ્ઝે કાશ્મીરી સૌંદર્યનો સત્યાનાશ ર્ક્યો છે. ડો. મોહમ્મદ મુઝફર ખાન કહે છે કે સરકાર અને પત્રકારો કાશ્મીરના ત્રાસવાદની ધપલી કૂટયા કરે છે પણ કાશ્મીરીઓને ડ્રગ્ઝ બરબાદ કરે છે તેના ઉપર કોઈનું ધ્યાન ઓછુ જાય છે. બારામુલ્લા જિલ્લાની હોસ્પિટલનો આંકડો સાચો છે કે બારામુલ્લાની 45 ટકા વસતિ ડ્રગ્ઝને રવાડે છે. એ લોકો હવે કફસીરપ ગટગટાવી જાય છે. 
કઠણાઈ એ છે કે બારામુલ્લાની  હાયર સેકન્ડરી સ્કૂલોના 20 ટકા બાળકો અને 30 ટકા યુવાન કોલેજીયનો ગંજેડી થઈ ગયા છે. ભારત-પાકિસ્તાનના મીલીટરી કેમ્પમાં પણ સૈનિકો નશીલા દ્રવ્યો વાપરે છે અને ત્યાંથી સ્કૂલ કોલેજના છોકરા-છોકરીને સપ્લાય મળે છે. ડ્રગ્ઝને રવાડે ચડેલા બ્રિલીયન્ટ છોકરા ભણવાનું છોડીને ત્રાસવાદી બને છે. ડો. શીલા મોહ્યુદ્દીન કહે છે કે બાળકો ઈન્જેકશન લે તે જોખમી હોય છે. અને આખી દુનિયાની નજર માત્ર ત્રાસવાદી કાશ્મીરી ઉપર છે. પાકિસ્તાનમાં બાકીનું કાશ્મીર ચાલ્યુ જાય તેમ અમેરિકા ઈચ્છે છે કારણ કે અમેરિકાની નજર આ ભારત પાસે રહેલા કાશ્મીર ઉપર છે. કાશ્મીરના ડ્રગ્ઝ પ્રોબ્લેમ પર કોઈની નજર જતી નથી. જ્યારે પૂરું કાશ્મીર પાકિસ્તાન પાસે જશે ત્યારે ડ્રગ્ઝ-અફીણનો વેપાર જોરદાર થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment