Sunday 31 January 2016

[amdavadis4ever] ભારતને એક લ ાખ કરોડ પ્લ સ રૂપિયાની શત્રુ-સોગાદ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૈફ અલી ખાન પટૌડીનો માઠો સમય ચાલી રહ્યો છે. આ હોટેલમાં મારામારીના કેસ અને કાળિયારના શિકારમાં કથિત સંડોવણીની વાત નથી. 'ફેન્ટમ', 'હેપી એન્ડિંગ', 'હમશકલ', 'બુલેટરાજા', 'એજન્ટ વિનોદ', 'આકર્ષણ', કે 'કુરબાન' જેવી કોઈ ફિલ્મ કર્યા કે બનાવ્યા વગર એને બહુ મોટો આર્થિક ફટકો પડવામાં છે. આ મામલે તો એફિડેવિટ કરીને કહી શકાય કે આ નુકસાન માટે એની કોઈ ભૂલ જવાબદાર નથી.

સૈફ અલીના પરિવારને ભોપાળ રાજ્યના છેલ્લા નવાબ હમીદુલ્લાહ ખાન પાસેથી કરોડોની મિલકતનો વારસો મળ્યો હતો. ભોપાળના કોહ-એ-ફિઝા વિસ્તારમાં આવેલી ભવ્ય હવેલી ફ્લેગસ્ટાફ હાઉસ હાથમાંથી સરી જવામાં છે. આ ઉપરાંત ભોપાળ, રાઈસેન અને શિહોર (ગુજરાતનું નહીં) આસપાસ ચારેક હજાર એકર જમીનની માલિકી કાયમ માટે ગુમાવી દેવાની નોબત આવી પહોંચી છે.

સૈફ અલી ખાન પટૌડીને આટલી ભારે તકલીફ કરાવી કસ્ટોડિયન ઑફ એનિમી પ્રોપર્ટી (સી.ઈ.ટી.)એ. સફાળા જાગીને સી.ઈ.પી.ને સમજ પડી કે ભોપાળના નવાબની કરોડોની પ્રોપર્ટી તો 'એનિમી પ્રોપર્ટી' એટલે કે શત્રુ રાષ્ટ્રની મિલકત ગણાય. ભોપાળના આખરી નવાબ હમીદુલ્લાહ ખાનની સૌથી મોટી પુત્રી ૧૯૫૦માં પાકિસ્તાન જતી રહી હતી. આથી ૧૯૬૮ના એનિમી પ્રોપર્ટી એક્ટની વ્યાખ્યા હેઠળ નવાબ-પુત્રી 'શત્રુ' બની ગઈ. આથી હમીદુલ્લાહ એસ્ટેટની એક-એક ઇંચ જગ્યા શત્રુની મિલકત બની ગઈ અને એના પર કોઈ નજીકના કે દૂરના કોઈ સગાંનો લેશમાત્ર હક ન રહ્યો. ભારત સાથે યુદ્ધ કરી ચૂકેલા પાકિસ્તાન અને ચીન જતી રહેલી વ્યક્તિની મિલકત પર એનો કે એના પરિવારજન-સગાં-સંબંધીનો હક ન રહે એવી ૧૯૬૮ના જોગવાઈ રિટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી લાગુ કરાઈ હતી, પરંતુ કાયદો અમલમાં આવ્યા બાદ અદાલતી ખટલા વધતા ગયા. સ્વાભાવિક છે લાખો-કરોડોની મિલકતનો સવાલ હતો. ૪૭ વર્ષ જૂનાં એનિમી પ્રોપર્ટી એક્ટમાં સુધારો કરતા વટહુકમ પર રાષ્ટ્રપતિ પ્રણવકુમાર મુખરજીએ ગુરુવાર, તારીખ સાતમી જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સહી કર્યા બાદ આ મોરચે ચહલપહલ એકદમ વધી ગઈ હતી. ધ એનિમી પ્રોપર્ટી (એમેન્ડમેન્ટ ઍન્ડ વેલીડેશન) ઓર્ડનાન્સ, ૨૦૧૬ થકી મોદી સરકારે એક સાથે ઘણા નિશાન તાક્યાં છે. પરિણામ જે આવે તે મોદી અને ભાજપને લાભ જ લાભ. આ વટહુકમની અસર દેશભરમાં પ્રસરેલી ૧૬ હજાર જેટલી પ્રોપર્ટી પર પડશે. આ બધી માલમિલકત ઓળખવાનું કામ આસાન નથી. છેલ્લી સત્તાવાર જાહેરાત મુજબ ૧૬૦૦૦માંથી ૯૪૧૧ પ્રોપર્ટી ઓળખી કઢાઈ હતી અને બાકીના માટે પ્રક્રિયા હજી ચાલી રહી છે.

અત્યાર સુધી ઓળખી કઢાયેલી ૯૪૧૧ એનિમી પ્રોપર્ટીનું અંદાજિત મૂલ્ય રૂ. એક લાખ કરોડ. મોદીની બહુ ચગાવાયેલી વિકાસની ભાષામાં કહીએ તો એક લાખ કરોડની શત્રુ-સોગાદથી સરકારે મંજૂર કરેલા ૫૯૯ હાઈવે પ્રોજેક્ટ પૂરા થઈ શકે કે આખેઆખી ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈન સાકાર થઈ શકે. 

હજી ૬૫૮૯ પ્રોપર્ટી ઓળખવાની અને એનું મૂલ્યાંકન બાકી. આટલું જ નહીં, શેરબજારની નામવંત કંપનીઓના ઘણા બ્લુ ચિપ શેર-હોલ્ડર પણ 'શત્રુ'

જાહેર થયા છે. આથી સિપ્લા, વિપ્રો, એસીસી, વીએલટી ઈન્ડસ્ટ્રી અને દાલમિયા ભારત સહિતની કંપનીઓના કુલ રૂ. ૨૬૪૧.૯૭ કરોડના શેર કસ્ટોડિયનની જોળીમાં પાકેલા બોરની જેમ ટપકી પડ્યા છે.

આર્થિક મુસીબતના કળણમાં ખૂંપેલા પાકિસ્તાન માટે રૂ. ૨૬૪૧.૯૭ કરોડ એટલે શું? પાકિસ્તાનની અયોગ્ય વિભાગ માટેની ફંડ ફાળવણીના ચાર ગણા, સામાજિક સુરક્ષા માટેની રકમના ૧૫ ગણા, ગૃહ અને સવલતોની ફાળવણીના ૨૦ ગણા... અને શૈક્ષણિક બજેટના ૬૩ ટકા.

સી.ઈ.પી.ના તાબામાં ભોપાળ ઉપરાંતની ઘણી મસમોટી પ્રોપર્ટી આવવાની છે. આમાં ૫૧૧૯ પ્રોપર્ટી સાથે ઉત્તર પ્રદેશ મોખરે છે. ત્યાર બાદ પશ્ર્ચિમ બંગાળ (૨૭૩૫), ઉત્તરાખંડ (૫૦૧), દિલ્હી (૪૭૪) અને ગોવા (૨૬૨) આવે.

મુંબઈના વર્લી સ્થિત કિશોરી કોર્ટ પણ એનિમી પ્રોપર્ટીમાં સામેલ છે, કારણ કે એની ભૂતપૂર્વ માલિકણ હમીદા બેગમ પાકિસ્તાન જતી રહી હતી. જો કે પછીથી આ મિલકત ગુજરાતના ઉદ્યોગપતિએ ખરીદી હતી. પણ સમયસર ચુકવણી ન થવાથી એનું લિલાઉં થયું હતું. આ ઉપરાંત મુંબઈના સૌથી જૂના સિનેમાઘરોમાંની એક એવી મોતી ટૉકીઝ પણ એનિમી પ્રોપર્ટી બની ચૂકી છે.

'એનિમી પ્રોપર્ટી' શબ્દનો જન્મ થયો પહેલા વિશ્ર્વ-યુદ્ધ વખતે. એ સમયે બ્રિટનમાં સૌ પ્રથમ જર્મન જતા રહેલા કે જર્મનોની પ્રોપર્ટી માટે આ શબ્દનો ઉપયોગ થયો હતો. આ મિલકતમાંથી થતી આવક શત્રુ-દેશમાં ન જાય એ માટે પ્રોપર્ટી સ્થગિત (ફ્રિઝ) કરી દેવા સાથે એમાંથી મળતી આવક કસ્ટોડિયનની તિજોરીમાં જતી હતી. બીજા વિશ્ર્વ-યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનીઝ પ્રોપર્ટી સાથે આવું જ વર્તન કર્યું હતું. જો કે અમુક કેસમાં તો આ આવક પણ મૂળ પાર્ટીને મોકલવાની ઉદારતા દાખવાઈ હતી.

બ્રિટન-અમેરિકાના આ દાખલા જોઈને ભારત સખ્તાઈ કરી રહ્યું હોવાનું માની લેવાની જરૂર નથી. પહેલ પાકિસ્તાને કરી હતી, ખૂબ અગાઉ અને એકદમ ભયંકરપણે. 

ભાગલા બાદ બંને દેશમાંથી લાખો નાગરિકોએ પોતપોતાની કાળી મજૂરીથી કમાયેલી મિલકત પાછળ છોડીને પહેરેલા કપડે અને ખાલી હાથે ઉચાળા ભરવા પડ્યા હતા. ૧૯૪૭માં જ એનિમી પ્રોપર્ટી ધારાના બીજ વવાઈ ચૂક્યાં હતાં. દેશ છોડી ગયેલાઓની કરોડોની મિલકતનો ઉપયોગ નિરાશ્રિતોના ધાડાના પુન:વસવાટ માટે કરવાનો નિર્ણય લેવાયો જે ખૂબ વિવાદાસ્પદ નિવડયો હતો. ત્યાર બાદ બંને દેશે એકમેકના નાગરિકોના દાવા સ્વીકારવાની પ્રક્રિયા કમને શરૂ કરી હતી, પરંતુ આને લીધે સાચા-ખોટા દાવાનો ખડકલો શરૂ થઈ ગયો હતો. બંને દેશ વચ્ચે સમય વીતવા સાથે કડવાશ વધતી ગઈ.

૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ ૧૯૬૬માં તાશ્કંદ શાંતિ મંત્રણામાં બંને દેશની સરકાર આ મામલો સુમેળભરી રીતે ઉકેલવા સંમત થયા હતા, પરંતુ પાકિસ્તાન જેનું નામ. ૧૯૭૧માં જ પીઠમાં છરો મારીને ભારતીયોની બધી મિલકત કબજામાં લઈને વેચી નાખી.

ભારતે જેવા સાથે તેવા કરવાનું વિચાર્યું પણ આંતરિક વિખવાદ વચ્ચે આવતા રહ્યા. ભારત પોતાના જ નાગરિકોની કનકડગત હોવાની કાગારોળ મચવા માંડી. ત્યાર બાદ કૉંગ્રેસી સરકારો મુસ્લિમ વૉટ બૅન્ક જાળવી રાખવામાં ગળાડૂબ રહ્યા. દરેક પ્રયાસો વખતે કૉંગ્રેસના જ લઘુમતી કોમના નેતાઓ વચ્ચે આવતા રહ્યા. કરોડોની મિલકત, કોઈ જાતની આવક વગર, ધૂળ ખાતી હતી.

પાકિસ્તાનની પહેલનો જવાબ આપવા ૪૪ વર્ષે ભારતે શરૂઆત કરી છે પણ આમાંય રાજકારણ વધુ છે, પરંતુ પરિણામ ગમે તે આવે મોદી અને ભાજપની ઈમેજને વધુ ચમકાવશે જ. ભાગલાની વેદના ભયાનક હતી, જેને અનુભવનારા હવે બહુ ઓછા બચ્યા છે. આ વેદનાએ વારસામાં આપેલા મિલકતના વિવાદનો કાયમ માટે અંત લાવી દેવો જરૂરી છે. પાકિસ્તાન વર્ષો અગાઉ આ કરી ચૂક્યું છે એટલે એ હરફ ઉચ્ચારવાની સ્થિતિમાં નથી. બીજું, પાકિસ્તાનમાં ભારતીયોની પ્રોપર્ટી અનેકગણી વધુ હતી. આ સંજોગોમાં બંને દેશ વચ્ચેના એક વિવાદને કાયમ માટે દફનાવી દેવામાં કંઈ ખોટું નથી.

જો કે, આ વટહુકમને પાસ કરાવવા માટે એન.ડી.એ. પાસે રાજ્યસભામાં પર્યાપ્ત સંખ્યાબળ નથી. જો કદાચ આ વટહુકમ પસાર થઈ જાય તો દેશને ઘણો મોટો ફાયદો અને મોદીની વાહ વાહ. કૉંગ્રેસ કારગત નિવડે તો ભાજપને મુદ્દો મળશે કે કૉંગ્રેસે અને સાથી પક્ષોએ લઘુમતીના થાબડભાણાં ચાલુ રાખ્યાં છે અને પાકિસ્તાન સામે સરભર કરવામાં પીછેહઠ કરી છે. ભાજપને સવાયો દેશપ્રેમ સાબિત કરવાનો એક મોકો મળવાનો છે, પણ ભારતીય તરીકે આ કામ દરેકે કરવું જોઈએ. બને એટલું વહેલું. પાકિસ્તાનને શાંત, સમજદાર અને ડાહ્યું પાડોશી બનાવવા માટે કોઈકે તો અવાજ કે હાથ ઊંચો કરવો જ પડે અને એ મોદી કરતા હોય તો એમાં કંઈ ખોટું નથી, એકદમ આવકાર્ય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment