Sunday 31 January 2016

[amdavadis4ever] ભારતીય ગ્રાહકો નો મિજાજ પારખવા ટ્રેનની સફર ક રો N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્થાળ-મુંબઇમાં ગીતાંજલિ એક્સપ્રેસ. 13 વર્ષના મારા વ્યસ્ત બિઝનેસ જીવને મને ક્યારેય 24 કલાકની ટ્રેન મુસાફરી કરવાની તક આપી નથી. રાઉરકેલામાં એરપોર્ટ નથી અને 26 જાન્યુઆરીની રજા પણ હતી, જેથી મેં આ મુસાફરી માટે નિર્ણય કરી લીધો. પૂરી મુસાફરી દરમિયાન લોકો મારું ધ્યાન ખેંચતા રહ્યાં. એક બાજુની બર્થ પર દિલ્હીના એક બિઝનેસમેન બેઠાં હતા, જેઓ ફોન પર ખૂબ મોટેથી વાત કરી રહ્યાં હતા. 100 મિનિટની મુસાફરી પૂરી થતા-થતા તો ટ્રેનનો આખો કમ્પાર્ટમેન્ટ તેમના બિઝનેસ અને મામલાને સમજી ગયો હતો.

કદાચ તે આ બધું દેખાડવા પણ માંગતા હતા અને ઘણાં ફોન કોલ દ્વારા લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં હતા. કોઇની સાથે ડીલ કરતી વખતે તેઓ એક જૂઠ પણ બોલ્યાં કે તેઓ કલેક્ટર સાથે બેઠાં છે અને તેમને કેટલીક પરવાનગીઓ મળી ગઇ છે. આ સંદર્ભે સામેની જ બર્થ પર બેઠેલા એક બાળકે તેમને પૂછી લીધું કે, અંકલ તમે જુઠ્ઠું કેમ બોલી રહ્યાં છો. તે વ્યક્તિને સમજ નહોતી પડી રહી કે ક્યાં જઇને પોતાનું મ્હોં સંતાડે. આખા સફરમાં તેઓ બાળક અને તેના માતા-પિતાને સમજાવતા રહ્યાં કે જુઠ બોલવું ભારતીય બિઝનેસની પરંપરા છે. મુસાફરી દરમિયાન અપરાધ બોધના કારણે તેમણે આશરે 1000 રૂપિયા બાળક અને તેના પરિવાર ખુશ કરવા પાછળ ખર્ચી નાંખ્યાં.

એક મહારાષ્ટ્રીય કપલ પણ હતું, જે કેસરી ટૂર્સના માધ્યમથી કોલકાત્તાથી પૂર્વ ભારતના પ્રવાસ માટે નીકળ્યું હતું. તેઓ સમૃદ્ધ હતા અને તેમના બંને બાળકો બે દાયકાથી અમેરિકામાં સેટલ હતા, પરંતુ મહિલા પોતાની સ્કૂલની સહેલીને ગર્વ સાથે પોતાના 19માં પ્રવાસ વિશે જણાવી રહી હતી. તેમણે ઘણાં લોકોને ફોન કર્યા. છ યંગસ્ટર્સ પણ હાજર હતા, જેઓએ એક પણ શબ્દ કહ્યા વગર ઓનલાઇન બુકિંગ પરથી પોતાના માટે ફૂડ પેકેટ મંગાવી લીધું. આ લોકો પોતાનું લેપટોપ લઇને બેઠા હતા અને ઓનલાઇન સપ્લાયર દરેક રેલવે સ્ટેશન પર તેઓને કંઇક ને કંઇક સપ્લાય કરી રહ્યા હતા.

આ ઓનલાઇ સપ્લાયર્સને માત આપવા બહાર આવેલ એક પેન્ટ્રી સેલ્સમેન પર મારું ધ્યાન પડ્યું, જે દરેક યાત્રીને ઓળખતો હતો દરેકને તેમના નામની સાથે સંબંધોત કરી રહ્યો હતો. ફૂડ વેન્ડર પાસેથી પોતાનું નામ સાંભ‌ળીને દરેક યાત્રીઓ અચરજમાં રહી જતા હતા. તેને મોબાઇલ ફોનમાં ચાર્ટનો એક ફોટો લઇ લીધો હતો જેથી તમામને નામથી ઓળખી શકે. આ યાત્રીઓનું ધ્યાન પોતાની તરફ ખેચવાની સરળ રીત હતી. જૂના રેલવે વેન્ડર્સ, જેમની દુકોનો સ્ટેશનની વચ્ચે અથવા ગેટની નજીક છે તેઓ યાત્રીઓ સુધી પહોચવા માટે કાર્ટસનો ઉપયોગ કરી રહ્યા હતા. લાંબી ટ્રેનોમાં અપરક્લાસના કમ્પાર્ટમેન્ટ્સ દૂર હોય છે. આ વસ્તુઓએ મને એકવાર યાદ અપાવી દીધી કે બિઝનેસ માટે લોકેશન આજે પણ ઘણું મહત્વ ઘરાવે છે.

ફંડા એ છે કે, 12.5 ટકા યાત્રીઓ ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે. બદલાતા ભારતીય યાત્રીઓની પસંદ- નાપસંદ સમજવા, તેમની ખર્ચ કરવાની ક્ષમતા અને સ્માર્ટ સેલિંગ જોવા અને બદલાતી રણનિતી સમજવા માટે રેલવેમાં મુસાફરી કરવી એક સારું સેમ્પલ બની શકે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment