Sunday, 31 January 2016

[amdavadis4ever] તડકભડક : સૌરભ શા હ........લેખકો, પ્રૂફરીડરો અને પ ્રસ્તાવનાઓ...... ..નવલકથાઓમાં લોક ેશન રિસર્ચ કેટલુ ં કામનું, કેટલું ઉપયોગી (તડકભડક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘણા વાચકો માટે પુસ્તકની પ્રસ્તાવનાનું કશું મૂલ્ય નથી હોતું, ઘણા વાચકો પ્રસ્તાવનાનો એક-એક શબ્દ આતુરતાથી વાંચી જતા હોય છે. લેખકો માટે પ્રસ્તાવનાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય છે. આ પુસ્તક કે આ નવલકથાનું સર્જન કેવી રીતે થયું એની થોડી વાત હોય, પોતે કરેલી રિસર્ચની થોડી વિગતો હોય, આ રિસર્ચમાં તેમ જ પુસ્તકનાં લેખન-પ્રકાશન દરમ્યાન જે જે વ્યક્તિઓની મદદ મળી હોય એમનો સાભાર ઉલ્લેખ હોય.(પત્નીનો ઉલ્લેખ તો છેલ્લે હોવાનો ને હોવાનો જ. પછી ભલે એ પુસ્તક પત્નીની નહીં પણ બહેનપણીની પ્રેરણાથી લખાયું હોય). આ ઉપરાંત પોતાનાં મનમાં ચાલતી ને આ પુસ્તકના સંદર્ભમાં પ્રસ્તુત હોય એવી થોડી વાતો હોય. લેખકની પ્રસ્તાવનામાં આટલાં સ્ટાન્ડર્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ પુસ્તક માટે લેખકે પોતે નહીં પણ બીજા કોઈ મહાનુભાવે લખેલી પ્રસ્તાવનામાં લેખક સાથેના સંબંધની વાત હોય, લેખકની અને એ પુસ્તકની ખૂબીઓ વિશેની વાત હોય અને કદાચ એ લેખક સાથે જો ઓળખાણ કે પરિચય હોય કે પછી ઘનિષ્ઠ મૈત્રી હોય તો તેને લગતા એક-બે કિસ્સાઓ.
વોલેસની 'ધ પ્રાઇઝ' નવલકથા વિશેનું 'રાઇટિંગ ઓફ અ નોવેલ' તેમ જ મારિયો પુઝોની 'ધ ગોડ ફાધર' નવલકથા વિશેનું 'ધ ગોડફાધર પેપર્સ' આ ઉત્તમ ઉદાહરણો છે. અહીં મારે માત્ર સુરેન્દ્ર મોહન પાઠકની નવલકથાઓની પ્રસ્તાવના વિશે વાત કરવી છે. સુમોપા પણ લેખક તરીકેની પોતાની મજાની વાતો તો લખતા જ હોય છે પણ એમની વિશેષતા એ છે કે નવલકથા સાથે કોઈ લેવાદેવા ન હોય એવા વિષયો પર પણ ગજબની ઇન્ટરેસ્ટિંગ પ્રસ્તાવના લખતા હોય છે. ક્યારેક તો લેખનકાર્ય, પુસ્તકો કે પ્રકાશનની દુનિયા સામે સ્નાન-સૂતકનો સંબંધ ન હોય એવા વિષયો પર પ્રસ્તાવનાઓ લખતા હોય છે અને એક વાર પહેલો પેરા વાંચો તો છેક સુધી તમારે વાંચવી જ પડે એવી આ પ્રસ્તાવનાઓ હોય છે. આ ૧૯ ફેબ્રુઆરીએ આયુષ્યનાં ૭૬ વર્ષ પૂરાં કરનારા સુરેન્દ્ર મોહન પાઠકે ૩૦૦થી વધુ નવલકથાઓ લખી છે એટલું તમારી જાણ ખાતર.
પૂરન શાહકોટીવાળી વાત એમની પાંચ નવલકથાઓના બોક્સ્ડ સેટમાંની 'દમનચક્ર' નવલકથાની પ્રસ્તાવનામાં લખી છે. આનો ઉલ્લેખ એમણે એટલા માટે કર્યો કે એમાં પોતાની જ એક નવલકથામાં પ્રૂફરીડરની કૃપાને કારણે રામ લલવાની નામના એક સિંધી કિરદારનું નામ બધી જ જગ્યાએ રામલાલવાની છપાઈ ગયું હતું. સુમોપાની 'વિમલ' સિરીઝમાં હીરોનાં બનાવટી નામોમાંનું એક નામ પેસ્તનજી નૌશેરવાનજી ઘડીવાલા છે. હિંદીમાં 'ખ' 'રવ'ની જેમ લખાય છે એની તમને ખબર છે. એ ર્પિટક્યુલર ઉપન્યાસની પહેલી આવૃત્તિમાં આ નામ બરાબર છપાયું પણ બીજી આવૃત્તિમાં પ્રૂફરીડરે 'સુધારીને' નૌશેરવાનજીના એક શબ્દના ત્રણ ટૂકડા કરી નાખ્યા નૌશેર ખાન જી. એ પછીની આવૃત્તિમાં લેખકે સુધારો કર્યો પણ પ્રૂફરીડરે પાછો 'સુધારો' કરીને નૌ શેરખાન જી કરી નાખ્યું.
સુમોપા એક વિખ્યાત હિંદી સામયિકમાં કૃષ્ન ચંદર જેવા મોટા ગજાતાં લેખકનાં સંસ્મરણોમાં છપાયેલી ભૂલો તરફ ધ્યાન ખેંચતાં કહે છે : એમાં ખ્વાજા અહમદ અબ્બાસ, અલી સરદાર જાફરી, રાજેન્દ્રસિંહ બેદી જેવા દિગ્ગજા સમકાલીન લેખકોનાં નામોનો ઉલ્લેખ આવતો હતો. પ્રૂફરીડર કે ડેસ્ક પરના કોપીરીડરને આ સાહિત્યક મેગેઝિનમાં ગમે તેમ કરીને નોકરી મળી ગઈ હશે પણ સાહિત્યના 'સ' સાથે પણ એ બેવકૂફને લેવાદેવા નહીં હોય એટલે એણે ગલત જગ્યાએ કોમા મૂકીને છપાવા દીધું. 'ખ્વાજા અહમદ, અબ્બાસ અલી, સરદાર જાફરી...' વાચકો વિચારતાં રહ્યાં કે આ અબ્બાસ અલી કોણ નવો ફૂટી નીકળ્યો અને જ્યારે માથું ખંજવાળ્યા પછી પણ જવાબ ન મળ્યો ત્યારે કોમાની આ ભૂલને કારણે વાચકો કોમામાં સરી પડયા...
૭૫ વર્ષીય સુરેન્દ્રમોહન પાઠક છેક દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે દિલ્હી સરકારે સ્પોન્સર કરેલી દિલ્હીની શાળાના વિદ્યાર્થીઓની ભારતદર્શનની ટૂરમાં અલપઝલપ મુંબઈ જોયું હતું. તે વખતે એમણે જે મુંબઈ જોયું હતું તે એક ટૂરિસ્ટરને જે દેખાડવામાં આવે એ મુંબઈ હતું, જે લેખક તરીકે એમના માટે કોઈ કામમાં નહોતું આવ્યું. તે વખતની જો કોઈ વાત એમને યાદ રહી હોય તો તે બસ એટલી જ કે ફ્લોરા ફાઉન્ટન પર ફિલિપીન્સનાં મનીલા શહેરમાંથી આવેલાં ટીશર્ટ પાંચ-પાંચ રૂપિયામાં વેચાતાં હતાં, લોકલ ટ્રેનો લગભગ દરેક જગ્યાએથી દર વખતે મળી જતી હતી, સડકો પર ઘોડાગાડી ચાલતી, જેને લોકો વિક્ટોરિયા કહેતાં અને ટેક્સીઓ બે પ્રકારની રહેતી, નાની અને મોટી. નાની ટેક્સી ઓસ્ટિન અને હિલમેન જેવી વિદેશી કારની રહેતી, જેમાં ત્રણ પેસેન્જર બેસતાં, જેનું ભાડું મોટી ટેક્સી કરતાં ઘણું ઓછું રહેતું. મોટી ટેકસી એમ્બેસેડર અને ફિયાટ રહેતી.
ઘણા વાચકો પાઠકજીને પૂછતા હોય છે કે મુંબઈની આટલી વ્યાપક જાણકારી તમારી પાસે કેવી રીતે છે? મુંબઈના દરેક વિસ્તાર, ગલીકૂંચીનું પરફેક્ટ વર્ણન કરો છો, સ્થાનિક પાત્રોનું વ્યક્તિત્વ બરાબર ઉભારો છો, એમની પાસે ફેન્સી બમ્બૈયા ભાષા બોલાવડાવો છો આ બધું કેવી રીતે કરો છો તમે! આ રહસ્યનું ઉદ્ઘાટન કરતાં સુમોપા પ્રસ્તાવનમાં કહે છે કે "આ બધું મારી લગન, મારી પેશનને કારણે શક્ય બને છે. આંખ-કાન ખુલ્લા રાખવાની મારી આદતને કારણે આ બધું શક્ય છે. મુંબઈનાં લોકેશન્સવાળી મારી નવલકથાઓ વધુ ને વધુ પોપ્યુલર થવા માંડી એ પછી મેં મુંબઈ વિશેના ટૂરિસ્ટ લિટરેચરનો અભ્યાસ શરૂ કર્યો. છાપાં-મેગેઝિનોમાં મુંબઈ કે એની આસપાસના વિસ્તારોની જે વાતો છપાતી એનાં કટિંગ કરી લેતો, રોબદાર મરાઠા નામોની રીતસરની યાદી બનાવી જેમાં ઉમેરા કરતો રહ્યો. આ બધાને પરિણામે હું મારા વાચકોમાં એ ભ્રમ કાયમી રાખી શક્યો કે મુંબઈની એક-એક ગલીની મને ઊંડી જાણકારી છે.

જોકે, આવી પુસ્તકિયા માહિતીને લીધે ઘણી વખત લોચા પણ થતા.

 

મુંબઈમાં શાહરુખ ખાનના 'મન્નત' બંગલો પાસે બેન્ડસ્ટેન્ડ નામની જગ્યા છે. સુમોપાએ આ જગ્યા વિશે ટૂરિસ્ટ લિટરેચરમાં વાંચીને નક્કી કરી નાખ્યું હતું કે ત્યાં બેન્ડ વાગતું હશે. નસીબજોગે, એમણે માત્ર બેન્ડસ્ટેન્ડનો પોતાની નવલકથાઓમાં ઉલ્લેખ જ કર્યો, બેન્ડ વાગતું બતાવ્યું નહીં, અન્યથા વાચકોએ એમનું બેન્ડ વગાડી દીધું હોત.
મુંબઈમાં બહારગામની ગાડીઓ બે અલગ અલગ સ્ટેશનો પરથી શરૂ થાય છે કે ટર્મિનેટ થાય છે-બોમ્બે સેન્ટ્રલ અને વિક્ટોરિયા ટર્મિનસ જે હવે સી.એસ.ટી. યાને કે છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાય છે.(કલકત્તામાં જેમ સિયાલદા અને હાવડા-એવાં બે સ્ટેશન છે. મદ્રાસ(ચેન્નઈ)માં પણ એગમોર અને ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન્સ છે, ત્યાં તો ત્રીજું-તમ્બરમ સ્ટેશન પણ છે જેમ મુંબઈમાં બીજાં બે ટર્મિનસ નવાં બન્યાં છે-બાન્દ્રા ટર્મિનસ અને લોકમાન્ય ટિળક-કુર્લા ટર્મિનલ. દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન સહિત કુલ પાંચ મુખ્ય રેલવે સ્ટેશન્સ છે જ્યાં બહારગામની ગાડીઓ આવે છે, શરૂ થાય છે કે પૂરી થાય છે.) એની વે, સુરેન્દ્રમોહન પાઠક કહે છે કે બહારગામની કઈ ગાડી મુંબઈના આ બેમાંથી કયા ટર્મિનસ પર આવીને પૂરી થાય છે એ વિશે હજુય પોતે ગડમથલમાં છે. આને લીધે ઘણીવાર એવું બને છે કે જે ગાડી મુંબઈ સેન્ટ્રલ પર ખતમ થઈ છે એવું લખ્યું હોય તે હકીકતમાં વીટી કે સીએસટી પર પૂરી થતી હોય.
ગુજરાતીમાં લોકેશન રિસર્ચ માટે અશ્વિની ભટ્ટની નવલકથાઓ વખણાય છે. નર્મદા તટ પરના ભેડા ઘાટનાં વર્ણન પછી ત્યાંના ગુજરાતી ટૂરિસ્ટોની સંખ્યા વધી ગઈ એવું કહેવાય છે, જે સાચું જ હશે. હરકિસન મહેતા સ્પેશિયલી નવલકથાના રિસર્ચ માટે નીકળી પડતા નહીં પણ જે જગ્યાએ ફેમિલી-મિત્રો સાથે પ્રવાસે જઈ આવ્યા હોય એ જગ્યાએ પોતાની નવલકથાઓનાં લોકલ બનાવી દેતા. નેપાળ અને ક્રુઝની સફર જેવાં ઘણાં ઉદાહરણો આપી શકાય. અંગ્રેજીમાં ઘણા બેસ્ટ સેલર રાઇટરો ભરપૂર લોકેશન રિસર્ચ કર્યા પછી નવલકથા લખવાનું શરૂ કરતા હોય છે. સિડની શેલ્ડને એક છપાયેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે એમની કોઈ નોવેલમાં પહાડના ઢાળવાળા રસ્તા પરથી બ્રેક ફેલ થયેલી ગાડી ચલાવતી હીરોઈનનું વર્ણન લખતાં પહેલાં એમણે પોતે એવો અનુભવ કર્યો હતો,અલબત્ત બ્રેક સબૂત હતી પણ એમણે બ્રેકનો ઉપયોગ નહોતો કર્યો. જેફ્રી આર્ચર છેલ્લા દાયકામાં અડધોએક ડઝન વાર પોતાની નવલકથાઓનાં પ્રમોશન માટે ઇન્ડિયા આવી ગયા છે. આ વર્ષે એમની સાત પાર્ટની ક્લિફટન ક્રોનિકલ સિરીઝની છેલ્લી બે નવલકથાઓ માર્ચ અને નવેમ્બરમાં આવી રહી છે. ગયા વર્ષે જેફ્રી આર્ચર મુંબઈના ક્રોસવર્ડમાં આવ્યા ત્યારે એમણે ખુશખબર આપ્યા હતા કે એમણે ક્લિફટન સિરીઝમાં હવે મુંબઈને લોકેશન તરીકે લીધું છે.

નવલકથાઓમાં લોકેશન રિસર્ચ કર્યા પછી એને ખૂબસૂરતીથી વાર્તાનાં કથાનક સાથે વણી લેવાય ત્યારે ઉત્તમ પરિણામ આવતું હોય છે, જોકે માત્ર સુંદર કે ઓથેન્ટિક વર્ણનોથી જ સારી નવલકથા નથી બનતી, જેમ માત્ર એક્ઝોટિક લોકેશન્સ પર શૂટ કરી લેવાથી સારી ફિલ્મો નથી બનતી. નવલકથાનો પ્લોટ જોરદાર જોઈએ, એમાં પાત્રો વાચકોનાં મનમાં વસી જવાં જોઈએ, તો જ સુરેન્દ્રમોહન પાઠકની થ્રિલર્સની જેમ એ વાચકોનાં દિલમાં વસી શકે, મુંબઈની લોકલ ટ્રેનોમાં ટોઇલેટ હોય કે ન હોય-રીડર્સને એની સાથે કોઈ લેવાદેવા નથી હોતી. વાચકોને તો માત્ર શુદ્ધ ભરપૂર મનોરંજન જોઈતું હોય છે, જે સુમોપા જેવા પ્રોલિફિક રાઇટર્સ પૂરું પાડતા હોય છે ત્યારે જ તો પ્રકાશકો એમની ૩૦૦ કરતાં અધિક નવલકથાઓ પબ્લિશ કરતા હોય છે અને આજની તારીખેય હાર્પર કોલિન્સ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રકાશક એમની પાંચ હિંદી નવલકથાઓની નવી આવૃત્તિને રૂપાળા બોક્સ્ડ સેટરૂપે વાચકોને કિફાયત દામે ભેટ ધરતા હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment