Sunday, 3 January 2016

[amdavadis4ever] શ્રીમતી સોનિયા ગા ંધી : બાર વેઇટ્રેસ થી ભારતની વહુ સુધ ીની વિવાદ ાસ્પદ સફર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કૉંગ્રેસનાં મુખપત્ર ગણાતાં મેગેઝિનમાં કૉંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના ભૂતકાળ બાબતમાં વિવાદાસ્પદ વાતો છપાતાં સોનિયા ગાંધીના સંદેહાત્મક ભૂતકાળ બાબતમાં ચર્ચા ચાલી છે. ઇટાલીના એક મધ્યમ વર્ગીય પરિવારમાં પેદા થયેલી છોકરી ભારતની સૌથી શક્તિશાળી મહિલા બની ગઇ તેની કથા રહસ્ય અને રોમાંચથી ભરેલી છે. કૉંગ્રેસીઓ સોનિયા ગાંધીના ભૂતકાળથી તેમનો પીછો છોડાવવા માગે છે, પણ તેમાં તેમને જરાય સફળતા મળતી નથી.

શ્રીમતી સોનિયા ગાંધીનું સાચું નામ એન્ટોનિયો મેઇનો છે. તેમનાં બર્થ સર્ટિફિકેટમાં આ નામ જ લખવામાં આવ્યું છે. ઇટાલીના દિલ્હી ખાતેના રાજદૂતે ભારતના ગૃહ ખાતાંને ઇ.સ.૧૯૮૩ની ૨૭ એપ્રિલે પત્ર લખીને આ વાતની જાણ કરી હતી. આ પત્ર ખાનગી રાખવામાં આવ્યો હતો.

શ્રીમતી સોનિયા ગાંધીના જન્મસ્થળ અને જન્મતારીખ બાબતમાં પણ મતભેદ છે, જેનું કારણ બહુ ભેદી છે. સોનિયા ગાંધી જ્યારે સંસદસભ્ય બન્યાં ત્યારે તેમના બાયોડેટામાં લખવામાં આવ્યું હતું કે તેમનો જન્મ ઇ.સ.૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે ઇટાલીના ઓરબાસ્સાનો શહેરમાં થયો હતો. તેમનાં બર્થ સર્ટિફિકેટમાં જણાવ્યા મુજબ તેમનો જન્મ ઇ.સ.૧૯૪૪માં ઇટાલી-સ્વિઝર્લેન્ડની સરહદ પર આવેલા લુસિયાનામાં થયો હતો. આ ગોલમાલ કરવાનું કારણ શું હતું?

સોનિયાની માતાનું નામ પાઓલા માઇનો છે. મળતી માહિતી મુજબ સોનિયાના પિતાનું નામ સ્ટેફાનો માઇનો હતું. તેઓ ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીના સૈન્યમાં સિપાઇ હતા. તેઓ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે હિટલરના નાઝી લશ્કર વતી લડ્યા હતા અને રશિયાના કેદી બન્યા હતા. સોનિયાના પિતા ઇ.સ.૧૯૪૨થી ૧૯૪૫ દરમિયાન રશિયાની જેલમાં હતા તે દરમિયાન ઇ.સ.૧૯૪૪ના ડિસેમ્બરમાં સોનિયાનો જન્મ લુસિયાનામાં થયો હતો.(??????)

સ્ટેફાનો માઇનો માટે એટલું કહી શકાય કે તેઓ સોનિયાની માતાના પતિ હતા. ત્રણ વર્ષ રશિયાની જેલમાં રહીને તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું હતું અને તેઓ પણ સામ્યવાદી વિચારધારામાં માનતા થઇ ગયા હતા. સોનિયાનો જન્મ લુસિયાનામાં થયો હતો તે મુસોલિનીના ફાસિસ્ટોનું હેડ ક્વાટર્સ મનાતું હતું. આ હકીકતને છુપાવવા માટે સોનિયા ગાંધીના જન્મનું શહેર લુસિયાના બતાડવાને બદલે ઓરબાસ્સાનો બતાડવામાં આવે છે. 

સોનિયા ગાંધીનો પરિવાર એટલો ગરીબ હતો કે તેમણે હાઇ સ્કૂલથી આગળ અભ્યાસ કર્યો નથી. તેમ છતાં ઇ.સ.૨૦૦૪માં તેઓ રાયબરેલીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે સોગંદનામાંમાં લખ્યું હતું કે તેમણે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇંગ્લીશનો ડિપ્લોમા કર્યો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે લોકસભાના સચિવ પાસે આ બાબતનો પુરાવો માગવામાં આવ્યો ત્યારે સોનિયા ગાંધી વતી જવાબ આપવામાં આવ્યો કે તેમના સોગંદનામાંમાં જે કેમ્બ્રિજના ડિપ્લોમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ટાઇપિંગની ભૂલ હતી. હકીકતમાં સોનિયા ગાંધી ઇટાલીની કેથોલિક સ્કૂલમાં માત્ર હાઇ સ્કૂલ સુધી જ ભણેલાં છે. 

ઇટાલીની ગરીબ ક્ધયાઓને જો યુરોપ કે અમેરિકામાં નોકરી કરવી હોય તો તેમણે અંગ્રેજીનું ખપ પૂરતું જ્ઞાન મેળવી લેવું પડે છે. સોનિયા માઇનો નોકરી કરવા માટે ૧૬ વર્ષની ઉંમરે લંડન આવ્યાં પણ તેમને અંગ્રેજી આવડતું નહોતું. લંડનમાં લેનોક્સ સ્કૂલ નામની ખાનગી શાળામાં તેઓ અંગ્રેજી શીખ્યાં. ત્યાર બાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેન્ટિનમાં વેઇટ્રેસ તરીકે નોકરી લઇ લીધી. 

ઇ.સ.૧૯૬૫માં રાજીવ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનું શિક્ષણ લેવા કેમ્બ્રિજ આવ્યા ત્યારે કેન્ટિનમાં કામ કરતી સોનિયાને મળ્યા અને તેના પ્રેમમાં પડી ગયા. રાજીવ ગાંધીને કેમ્બ્રિજનું ભણતર બહુ આકરું લાગ્યું એટલે ૧૯૬૬માં તેઓ લંડનની ઇમ્પિરિયલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ભણવા ગયા. રાજીવ લંડન ગયા એટલે સોનિયા પણ તેમની સાથે લંડન ગયાં. ત્યાં તેઓ સલમાન તાસિર નામના પાકિસ્તાનીની દુકાનમાં નોકરી કરવા લાગ્યાં. 

સોનિયાનો પગાર એટલો સારો હતો કે પોતાની કમાણીમાંથી તેઓ રાજીવ ગાંધીને થોડા પાઉન્ડ લોન તરીકે આપી શકતાં હતાં. રાજીવ ગાંધીને ખિસ્સાંખર્ચ માટે પરિવાર તરફથી મર્યાદિત રકમ જ મળતી હતી. 

બાકીની રકમ તેઓ સોનિયા પાસેથી ઉધાર લેતા હતા. લંડનમાં સોનિયા ગાંધીના રાજીવ ઉપરાંત બીજા પણ નિકટના મિત્રો હતા, જેમાં માધવરાવ સિંધિયાનો પણ સમાવેશ થતો હતો. 

ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી તેમનો પુત્ર રાજીવ ઇટાલીની કોઇ ગરીબ વેઇટ્રેસને પરણે તે માટે તૈયાર નહોતાં. તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો. આ કારણે રાજીવ ગાંધીએ પરિવારની પરવાનગી વિના ઇ.સ.૧૯૬૮માં ઇટાલીના એક ચર્ચમાં સોનિયા માઇનો સાથે લગ્ન કરી લીધાં. આ સમાચાર ઇન્દિરા ગાંધી સુધી પહોંચ્યા ત્યારે તેમના પાસે આ હકીકત સ્વીકારી લેવા સિવાય કોઇ વિકલ્પ જ નહોતો. રાજીવ અને સોનિયા લગ્ન કરીને ભારત પાછાં ફર્યાં તે પછી ઇન્દિરા ગાંધીએ વૈદિક વિધિ મુજબ દિલ્હીમાં તેમનો બીજો લગ્નસમારંભ યોજ્યો હતો.

રાજીવ ગાંધીના સોનિયા સાથે લગ્ન થયાં તેના ત્રણ વર્ષ પછી ઇ.સ.૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઇ થઇ હતી. તે વખતે રાજીવ ગાંધી એર ઇન્ડિયામાં પાઇલોટની નોકરી કરતા હતા. સોનિયા ગાંધીને તે વખતે એટલો ડર લાગ્યો કે યુદ્ધ દરમિયાન તેઓ પોતાના પતિ રાજીવ ગાંધીને લઇને ઇટાલી રહેવા ચાલ્યા ગયા હતા. ઇ.સ.૧૯૭૭માં કટોકટી પછી ચૂંટણીઓ થઇ અને શ્રીમતી ઇન્દિરા ગાંધી હાર્યાં ત્યારે પણ તેઓ ઇટાલી રહેવા ચાલ્યા ગયા હતા.

શ્રીમતી સોનિયા ગાંધી લગ્ન પછી તરત જ ભારતના નાગરિક તરીકે અરજી કરી શકે તેમ હતાં. તે માટે તેમણે ઇટાલીનું નાગરિકત્વ છોડવું પડે તેમ હતું, પણ તેમ કરવાની તેમની તૈયારી નહોતી. છેવટે લગ્નનાં ૧૫ વર્ષ પછી ઇ.સ.૧૯૮૩માં તેમણે ભારતનાં નાગરિક બનવા માટે અરજી કરી, પણ તેમાં અનેક ખામીઓ હતી. તેમણે જાહેર કર્યું નહોતું કે તેમણે ઇટાલીની નાગરિકતા છોડી દીધી છે. તે બાબતના કોઇ દસ્તાવેજો પણ તેમણે અરજી સાથે બીડ્યા નહોતા. પછીથી ઇટાલીના ભારત ખાતેના રાજદૂતે એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે ઇટાલીની નાગરિકતા છોડી દીધી છે, પણ ભારતના કાયદા મુજબ તે પર્યાપ્ત નહોતું. તે વખતે સોનિયાનાં સાસુ શ્રીમતી ઇન્દિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હોવાથી તેમને ઇ.સ.૧૯૮૩ના એપ્રિલમાં ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

શ્રીમતી સોનિયા ગાંધી ભારતનાં નાગરિક બન્યાં તે પહેલાં જ ઇ.સ.૧૯૮૦માં તેમનું નામ ભારતની મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૮૨માં કોઇએ તેની સામે વાંધો ઉઠાવ્યો ત્યારે ૧૯૮૨ના ઉત્તરાર્ધમાં તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૮૩માં તેમને ભારતની નાગરિકતા મળી તે પછી પાછું તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઇટાલીના એક ગરીબ પરિવારમાં જન્મેલી ક્ધયા ભારત જેવા વિશાળ દેશની ભાગ્યવિધાતા બની ગઇ તેને વિધિની વિચિત્રતા જ ગણવી પડે ને?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment