Friday, 29 January 2016

[amdavadis4ever] સંઘર્ષ અને સદભ ાવ વચ્ચે ઉછરેલ ા એક બાળકની વા ત N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંઘર્ષ અને સદભાવ વચ્ચે ઉછરેલા એક બાળકની વાત

એ 1941નું વર્ષ હતું. પાંચમા ધોરણમાં ભણતા એ છોકરાના ઘરમાં વીજળી નહોતી. બીજુ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને કેરોસીનથી ચાલતા લેમ્પ માત્ર સાંજે સાતથી નવ વાગ્યા સુધી જ ચલાવી શકાતા હતા. દેશભરમાં નાણાં અને અનાજની તીવ્ર અછત હતી. આ વિશાળ સંયુક્ત પરિવારમાં પાંચ પુત્ર અને પાંચ દિકરીઓ હતી જેમના લગ્ન થઈ ચૂક્યા હતા. પરિવારનો સૌથી નાનો પુત્ર ઘરમાં ત્રણ પારણા બંધાતા જોઈ ચૂક્યો હતો. તેની માતા અને દાદીમા પરિવાર સંભાળતા હતા. 

આ નાનકડા છોકરાને ગણિત ભણવા માટે ટ્યુશનની જરૂર હતી પણ ગરીબ પરિવારને તે પરવડે એમ નહોતું. વિનામૂલ્યે ટ્યુશન માત્ર પાંચ વિદ્યાર્થીઓને મળતું અને તેનો સમય સવારે સાડા ચાર વાગ્યાનો રહેતો. આટલો વહેલો સમય રાખવાનું કારણ એ હતું કે માત્ર પ્રતિભાશાળી અને સમર્પિત વિદ્યાર્થીઓ જ આવી શકે. પાછો એવો પણ નિયમ હતો કે બાળકે સ્નાન કર્યા વિના આવી શકે નહીં. આ નિયમને કારણે આટલી વહેલી પરોઢે ઠંડી હોવાથી માતા વહેલા ઉઠીને પાણી ગરમ કરી રાખતી અને તે સમયસર જાગીને તૈયાાર થઈ ટ્યુશન પહોંચતો. 
 
સવારે સાડા પાંચ વાગ્યે ટ્યુશનેથી પરત ફર્યા બાદ તેના પિતા એને નમાઝ અદા કરવા અને કુરાનનો અભ્યાસ કરવા લઈ જતા.  ત્યાંથી તે રેલવે સ્ટેશન જતો. એ વખતે મદ્રાસ-ધનુષકોંડી મેલમાંથી અખબારોના બંડલ પ્લેટફોર્મ પર ફેંકવામાં આવતા. નાનકડો છોકરો બંડલો ઉપાડીને શહેરમાં દોડી જતો અને ગ્રાહકોને અખબાર વહેંચતો. અખબારોની વહેંચણી બાદ તે સવારે સાડા આઠ વાગ્યે ઘરે પહોંચતો. તેની માતા તેના માટે સાદો નાસ્તો તૈયાર રાખતી. જો કે સૌથી નાનો હોવાથી તેના માટે બીજા કરતા થોડો વધારે નાસ્તો રાખવામાં આવતો. 
 
એક દિવસ બધા બાળકો જમી રહ્યા હતા ત્યારે આ નાનકડા બાળકે વધારે રોટી માગી પણ માતાએ ઈનકાર કરી દીધો હતો. બાદમાં મોટાભાઈ દ્વારા તેને  ખબર પડી કે માતાએ પોતાના ભાગનું ભોજન પણ જતું કરી દીધું હતું. આ સાંભળીને પેલો બાળક દોડીને માતાને વળગી પડ્યો હતો. સમયાંતરે બાળક વેદના અભ્યાસુ પાક્સી લક્ષ્મણ શાસ્ત્રીગલ જેઓ રામેશ્વરના વિખ્યાત મંદિરના પૂજારી પણ હતા, રામેશ્વરમમાં પ્રથમ બનેલા ચર્ચાના પાદરી ફાધર બોદેલ અને પિતા (જે મસ્જિદમાં ઈમામ હતા)ની સંગતમાં રહેતો થયો. આ ત્રણ ગામના પ્રશ્નોને સુલેહપૂર્વક ઉકેલવામાં મદદ કરતા. તેઓ હંમેશા સાથે મળીને પ્રેમ અને સદભાવની ચર્ચા કરતા તથા એકમેક પ્રત્યે આદરભાવ રાખતા

 
બાળકનો ઉછેર સખત મહેનત, સમય વ્યવસ્થાપન, અછત, ગરીબાઈ, પ્રેમ, કરુણા, વિવિધ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા વચ્ચે થયો હતો. બાદમાં આ બાળક એક મહાન માનવ તરીકે વિશ્વભરમાં જાણીતો થયો અને તેનું નામ હતું ડૉ.અબ્દુલ કલામ. જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે. આજે તેમનો 84મો જન્મદિવસ છે. 

ફંડા એ છે કે માનવતાને લગતા દરેક સારા-નરસા પાસાઓનું જ્ઞાન આપીને બાળકને શ્રેષ્ઠ માનવ બનાવી શકાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment