Friday, 29 January 2016

[amdavadis4ever] CCTV: દીવ ાલોને ફૂટી આંખો! Divyesh Vyas

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



CCTV: દીવાલોને ફૂટી આંખો!


દીવાલોને કાન હોય છે, એ વાત હવે જૂની થઈ ગઈ. એકવીસમી સદી એટલી 'એડવાન્સ' છે કે દીવાલોને હવે આંખો પણ ફૂટી છે! દીવાલોનાં અપલક નેત્રોની ગરજ સારે છે - ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા, ટૂંકમાં CCTV કેમેરા. આજે જંકફૂડના સ્ટોર્સથી માંડીને જ્વેલરીના શૉ-રૂમમાં, સડકથી માંડીને શેરીઓ-સોસાયટીઓમાં, સરકારી કચેરીઓથી માંડીને કોર્પોરેટ ઑફિસીસમાં, હોસ્પિટલથી માંડીને હોટલોમાં CCTVની બોલબાલા વધતી જ જાય છે. 'બિગ બોસનું હાઉસ' જાણે વિસ્તરતું જ જાય છે!. દાયકાઓ પહેલાં શરૂ થયેલા એક હિન્દી અખબારની ટેગલાઇન હતી, 'સબ કી ખબર લે, સબ કો ખબર દે'. અખબાર માટે બંધબેસતી આ ટેગલાઇનને CCTVના સંદર્ભે બદલવી હોય તો કહી શકાય – સબ પે નજર, સબ કી ખબર. સૌ પર નજર રાખતાં CCTV કેમેરા એવા પુરાવા સાચવી રાખતા હોય છે કે કોઈ વ્યક્તિ કંઈ અનિચ્છનીય કે આડુંઅવળું કરે તો તેની 'ખબર' લેવાઈ જાય! 
 
સતત નજર રાખનારા CCTV છેલ્લા કેટલાંક સમયથી 'ખબર' દેનાર મોટો સ્રોત પણ બની ગયા છે. છાશવારે CCTVઆધારિત સમાચારો ચમકવા લાગ્યા છે. જાપાનની સુનામીની ઘટના હોય કે પછી અમદાવાદમાં આધેડને કેટલાક લોકોએ મારી મારીને મોતને ઘાટ ઉતાર્યાનો કિસ્સો હોય, CCTV થકી જ તેનાં જીવંત દૃશ્યો જાહેર થઈ રહ્યાં છે. દેશ-વિદેશમાં અનેક અપરાધના કેસો ઉકેલવામાં CCTVની ચાવીરૂપ ભૂમિકા ઊભી થઈ રહી છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે સુરક્ષાનો મુદ્દો સૌથી વધારે સંવેદનશીલ બન્યો છે ત્યારે CCTVની અનિવાર્યતા સૌ સ્વીકારી રહ્યા છે. 
 
અખંડ વૉચમેનની ભૂમિકા ભજવતાં CCTVએ શું કમાલ કરી છે, તેનો એક તાજો કિસ્સો નાસિક ત્રંબકેશ્વરના કુંભમેળામાં જોવા મળ્યો. બોલિવૂડની ફિલ્મોમાં બે જોડિયાં બાળકો ખોવાઈ જવા માટે કુંભમેળો મોસ્ટ પોપ્યુલર સ્થળ રહ્યું છે, ત્યારે 2015ના કુંભમેળામાં CCTVના પ્રતાપે જ એક પણ વ્યક્તિ ગુમ થયાનો કિસ્સો નોંધાયો નહોતો!CCTV આપણા જાહેરજીવન જ નહીં, પરંતુ અંગત જીવનનો હિસ્સો બનતા જાય છે. આજે CCTVને કારણે જ આપણને જાણ થાય છે કે માતા-પિતાની ગેરહાજરીમાં એક આયા બાળક સાથે કેવું ક્રૂર વર્તન દાખવી રહી છે. પતિની ગેરહાજરીમાં પત્ની પોતાના પ્રેમી સાથે કેવી રંગરેલિયાં મનાવી રહી છે, એનો ખ્યાલ પણ CCTVની મદદથી જ આવે છે. એક પુત્રવધૂ પોતાની લકવાગ્રસ્ત અને પથારીવશ સાસુ પર કેવા થાળી-પ્રહારો કરી રહી છે, એના જીવતા પુરાવા CCTV થકી જ પ્રાપ્ત થાય છે. સમય કાઢીને ક્યારેક યુ-ટ્યૂબ પર આંટો મારજો, CCTV દ્વારા પ્રાપ્ત થયેલા એવા અનેક વીડિયો મળી આવશે, જે ગમ્મતની સાથે સાથે આજના માનવી અંગેનું જ્ઞાન પણ વધારી દેશે.
 
સુરક્ષાવ્યવસ્થા ઉપરાંત CCTVના અનેક ફાયદા છતાં તેના વધતાં વ્યાપ સામે ધીમે ધીમે ઊહાપોહ પણ શરૂ થયો છે. ખાસ કરીને વ્યક્તિની અંગત આઝાદી પર તરાપની દૃષ્ટિએ તેને જોવામાં આવે છે. આપણે ત્યાં CCTVનું ચલણ હજુ એટલું વધ્યું નથી એટલે તેની ન્યૂસન્સ વેલ્યૂ કરતાં તેની ઉપયોગિતા આપણને આકર્ષી શકે છે, પરંતુ આ કેમેરાથી આપણા જાહેર અને અંગત જીવન પર કેવી કેવી અસર પડી શકે, એ અંગે અત્યારથી જ વિચારવું જરૂરી છે. આપણે કેવો સમાજ ઇચ્છીએ છીએ તેની સમજ સ્પષ્ટ કર્યા પછી જ આપણે નક્કી કરવું રહ્યું કે CCTV કલ્ચરને અવગણવું કે આવકારવું?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment