Tuesday, 26 January 2016

[amdavadis4ever] વાત ચેન્નઈમાં થયેલા એક અનોખા , યાદગાર લગ્નન ી N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાત ચેન્નઈમાં થયેલા એક અનોખા, યાદગાર લગ્નની
દુર્ભાગ્યવશ લગ્નના બે દિવસ પહેલાં જ શહેરમાં એવું પૂર આવ્યું, જે 100 વર્ષમાં ક્યારેય નહોતું આવ્યું. ટ્રેન અને વિમાની સેવાઓનો જ્યાં સુધી સંબંધ છે, શહેર દુનિયાથી સંપર્કવિહોણું થઇ ગયું હતું. તમને બધાને યાદ હશે કે એરપોર્ટ સાત દિવસ બંદ રહ્યું હતું. માત્ર સ્કૂલના અમે 75 સાથીઓ નહીં પરંતુ શહેરના ઘણાં આમંત્રિતો કાર્યક્રમમાં પહોંચી શક્યાં નહોતા. જો કે ચેન્નાઇના અન્ય ભાગોની તુલનામાં આ વિસ્તારમાં વરસાદ એટલી અસર નહોતી થઇ. કોઇ રીતે મંડપની વ્યવસ્થા થઇ. આટલા મોટા આયોજનને પડતું મુકવાનો કોઇ પ્રશ્ન જ નહોતો. પરંતુ અરવિંદ કુમારના પરિવાર માટે મુશ્કેલી એ હતી કે જેટલાં લોકોને આમંત્રણ આપ્યાં હતાં તેના ચોથા ભાગના લોકો જ ત્યાં પહોંચ્યા હતા, જેના લીધે ઘણાં ભોજનનો બગાડ થયો.

પરિચિતોએ પણ તેમાં ડોનેટ કર્યુ અને મંડળના સાથીઓ માટે મફત રહેવાની સગવડ કરી. આખરે લગ્નનું ત્રણ દિવસ ચાલનારું આયોજન એક સપ્તાહના જમવાનું બનાવવાના અને ખવડાવવાના મેળામાં ફેરવાઇ ગયું. મિત્રોએ તૈયાર કરેલું ભોજન પ્રભાવિત વિસ્તારોમાં વહેંચવા માટે બોટની વ્યવસ્થા કરી. આ દરમિયાન એક લાખથી વધારે ફૂડ પેકેટ વહેંચાયા. ગુલશન અને તેનો ભાઇ ગીતેશ સોશિયલ મીડિયા પર હીરો બની ગયા. બધાએ આમંત્રિત કરવા બદલ કપલને અભિનંદન અને આશિર્વાદ આપ્યાં. મુશળધાર વરસાદ વચ્ચે શહેરમાં ચોતરફ પાણી જ પાણી હતું. જે પરિવાર 3000 આમંત્રિત મહેમાનોની શુભકામનાઓ સાથે લગ્ન યોજવાનું હતું તેને છેલ્લે એક લાખ લોકોના આશિર્વાદ મળ્યાં. તેમણે પોતાના જીવનના સૌથી યાદગાર પળને સૌથી યાદગાર પળ બનાવી રાખી. સોશિયલ મીડિયા પર આ કામના ખૂબ વખાણ થયાં. ફંડા એ છે કે, આનંદ તમારા મનની અવસ્થા છે અને તેને ભયાનક સ્થિતિને ઉત્સવમાં ફેરવીને પણ મેળવી શકો છો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment