Tuesday, 26 January 2016

[amdavadis4ever] અધિકારની લડાઈ માં પેપરવર્ક એ ક ડગ આગળ રાખશ ે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અધિકારની લડાઈમાં પેપરવર્ક એક ડગ આગળ રાખશે
કે.વી. અય્યર ન્યુઇન્ડિયા એશ્યોરન્સ કંપનીનું મેડિકલ પોલિસી કવર ધરાવે છે. અય્યર જાણે છે કે તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેથી નિવૃત્તિના સમયે તેમને રકમની જરૂર પડશે. તેઓ એ પણ સમજે છે કે નિવૃત્તિ બાદ મેડિકલ ઇન્શ્યોરન્સ અત્યંત ઉપયોગી થશે તેથી તેઓ હંમેશા પોલિસી રિન્યૂ કરાવવાની કાળજી રાખે છે. તેમણે પાંચ લાખ રૂપિયાના બેઝિક કવર ધરાવતો વીમો મેળવ્યો હતો. 2009-10માં તેમણે ક્લેમ કર્યો હતો. એ વર્ષે તેમણે આંખોનું ઓપરેશન કરાવ્યું હતું જેનો ખર્ચ 91,916 રૂપિયા થયો હતો. જો કે જ્યારે તેમણે ક્લેમ કર્યો ત્યારે ઇન્શોયરન્સ કંપની વતી હેલ્થ ઇન્ડિયા ટીપીએ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડે માત્ર 48 હજાર રૂપિયા જ મંજૂર કર્યા. જ્યારે અય્યર પૂરેપૂરોક્લેમ મેળવવાને પાત્ર હતા.
મંજૂર થયેલા રકમનો ચેક અય્યરના નિવાસસ્થાને મોકલી દેવામાં આવ્યો તેની સાથે એવી સૂચના પણ નોંધવામાં આવી હતી કે ચેકના સ્વીકાર સાથે પૂરેપૂરી રકમ મળી ગઈ છે એવું માની લેવામાં આવે છે. અય્યરને લાગ્યું કે ચેકની સાથેના પત્રમાં તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અય્યરે ડિસ્ચાર્જ લેટર પર સહી કરવાનો ઈનકાર કરી દીધો એટલું નહીં પૂરેપૂરી રકમ મંજૂર નહીં કરવા બદલ લેખિતમાં કંપની સામે વિરોધ વ્યક્ત કર્યો. એ પછી ઇન્શોયરન્સ કંપનીએ વળતા જવાબમાં તેમને કહ્યું કે ઇન્ટરનલ સર્ક્યુલરના આધારે ક્લેમ મંજૂર કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલર મુજબ પ્રતિ આંખ 24,000 રૂપિયા મંજૂર થઈ શકે છે. વળતા જવાબમાં ઐય્યરે કહ્યું કે વીમાધારકને હાનિ પહોંચાડવા માટે ઇન્ટરનલ સર્ક્યુલરનો ઉપયોગ થઈ શકે નહીં. અને જ્યારે તેમણે પોલિસી પર સહી કરી હતી ત્યારે તેમને સર્જરીનું સેટલમેન્ટ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.
બાદમાં કંપનીએ નિર્ધારીત સમયમાં જવાબ નહીં આપતા અય્યરે મુંબઈના કન્ઝ્યુમર ફોરમમાં વીમા કંપની સામે કેસ ફાઇલ કરી દીધો. સુનાવણીમાં વીમા કંપનીએ દલીલ કરી કે તેમણે રકમ જમા કરી દીધી હતી તેથી વીમા ધારકને સેટલમેન્ટ સામે કોઈ વાંધો નહોતો. કન્ઝ્યુમર ફોરમે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે વીમા ધારકે ડિસ્ચાર્જ લેટર પર સહી કરી નહોતી તથા રજીસ્ટર્ડ પત્ર લખીને વાંધો વ્યક્ત કર્યો હતો. આ સાથે ફોરમે એ પણ સ્પષ્ટ કર્યું કે કર્મચારીઓ માટે જારી કરવામાં આવતા ઇન્ટરનલ સર્ક્યુલરના આધારે સેટલમેન્ટ કરી શકાય નહીં. વીમા કંપની રીન્યુઅલની સાથે પોલિસીની ટર્મ્સ બદલી શકે નહીં તથા કંપનીએ મૂળ કોન્ટ્રાક્ટ મુજબ ક્લેમનું સેટલમેન્ટ કરવું પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment