Tuesday, 26 January 2016

[amdavadis4ever] બાળપણનો દોસ્ત મ ળવા પણ ન આવે તો માઠું લગાડવું ન હીં N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાળપણનો દોસ્ત મળવા પણ ન આવે તો માઠું લગાડવું નહીં
નવી દિલ્હીના દરિયાગંજમાં નેશનલ પબ્લિક સ્કૂલના બધા 50 વિદ્યાર્થીઓ, માત્ર કેટલાંકને છોડીને 1થી 10 સુદી સાથે ભણ્યાં. તેમાના નવ એક જ બેન્ચ પર એક લાઇનમાં બેસતા હતા. આખી સ્કૂલમાં તેમને બેંચમેટ અને બેસ્ટફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવતા હતા. તે લોકો પોતાના પુસ્તકો, પેન, પેન્સિલ, રબર તો વહેંચતા જ હતા. ઘરનું જમાવાનું પણ અરસપરસ વહેંચીને જ જમતા હતા. અન્ય સ્કૂલી મિત્રોની જેમ તેઓ પણ દસ વર્ષ સુધી સાથે જ આગળ વધ્યાં. પંરતુ તેમની પસંદ, ફોકસ અને પ્રાથમિકતાઓ એક ખાસ ઉંમરે પહોંચતા-પહોંચતા બદલાવા લાગી. દસમાની પરિક્ષા પછી એક સુંદર દિવસે આ મિત્રો પોત-પોતાની જીવનના અલગ-અલગ પ્રોફેશન અને પાંરપારિક વ્યાપારના રસ્તે આગળ વધી ગયાં.
લાંબા સમય પછી 2012માં સ્માર્ટફોનના વોટ્સઅપ પ્લેટફોર્મે તેઓને ફરીવાર જોડી દીધાં. તેમાંના એક સંદીપ જૈન હતા, જેઓ ગુડગાંવ અને કરોલબાગમાં ગારમેન્ટનો શોરૂમ ચલાવતા. તેઓએ આ પ્લેટફોર્મ પર પોતાની લાઇફ જર્ની શેર કરી. 38 વર્ષના સંદિપ જૈનનું તે પાછળનું કારણ એકદમ નોંખું હતું. તેમને કેન્સર હોવાને લીધે ક્યાંય આવન-જાવન કરી શકતા નહોતા. 2015ના ડિસેમ્બરના મધ્યમાં વોટ્સઅપ દ્વારા સમાચાર આવ્યાં કે, સંદીપ જૈન હવે દુનિયામાં રહ્યાં નથી. ગ્રૂપ અચાનકથી એક્ટિવ થઇ ગયું અને તેમના અંતિમ સંસ્કાર, ઉઠામણાં અને અન્ય ક્રિયાઓ વિશે જાણકારી શેર કરવામાં આવી, પરંતુ ત્રણ લોકોને છોડીને કોઇપણ તેમાં સામેલ થયું નહીં, કારણ કે તેઓ સંદિપના પત્નીને જાણતા નહોતા અને તેમના પરિવારને મળવાનો પણ કોઇએ પ્રયત્ન કર્યો નહીં.
જે ત્રણ લોકો સામેલ થયાં હતાં, તેઓને એ વ્યવહારનું ખોટું લાગ્યું અને તેમને વિચાર્યું કે, એવા શું મહત્વપૂર્ણ કામ હોઇ શકે છે કે તે લોકો આટલા જૂના સ્કૂલના મિત્રના મૃત્યુ ટાળે સાંત્વના આપવા પણ ન આવ્યા, જેમની સાથે તેઓ પોતાનું બધું જ વહેંચતા હતાં. પરંતુ તેઓ એ સત્યથી અજાણ હતા કે માણસના દિમાગની સ્મૃતિ વધુમાં વધુ 150 મિત્રોને ઓળખવાની જ હોય છે. આ વાત બ્રિટીશ ઇવોલ્યુશનરી મનોવૈજ્ઞાનિક રોબિન ડનબરે પોતાના અભ્યાસથી સાબિત કરી છે. 'ડનબર્સ નંબર' નામે જાણીતી આ થિયરી પૂરી દુનિયામાં સ્વીકારવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કોઇપણ વ્યક્તિના 5 અંતરંગ મિત્રો, 50 સારાં મિત્રો, 150 મિત્રો અને 500 પરિચિતો હોઇ શકે છે અને 1500 વ્યક્તિ જોઇને ઓળખી શકીએ છીએ.

આ રિસર્ચમાં સામેલ 3300 લોકોને જ્યારે ડબનરે પૂછ્યું કે કેટલાં ફેસબુક ફ્રેન્ડ્સની તેમણે મુસીબતમાં મદદ કરી તો તેમાના કોઇનો જવાબ ચારથી વધારે નહોતો. અને જ્યારે પૂછવામાં ‌આવ્યું કે, કેટલાં લોકોને સાંત્વના આપવા માટે ગયા તો કોઇનો જવાબ 14 થી વધારે નહોતો. આ વાતો અસલ જીવનની મિત્રતાને પણ દર્શાવે છે. ફંડા એ છે કે, સામાજિક બની રહેવાની મનુષ્યની ક્ષમતાની એક સીમા છે. જે વિજ્ઞાન અનુસાર એક સંખ્યા વિશેષ સુધી મર્યાદિત છે. તેથી જ કોઇએ નિરાશ થવું જોઇએ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment