Tuesday 12 January 2016

[amdavadis4ever] નાનાં શહે રોની જીવનશ ૈલી મહાનગ રોની અપેક્ ષાઓને સાક ાર કરી શકે એમ છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાનાં શહેરોની જીવનશૈલી મહાનગરોની અપેક્ષાઓને સાકાર કરી શકે એમ છે
હું મહારાષ્ટ્રમાં સડકયાત્રા પર હતો. નાસિકથી ઓરંગાબાદ જતાં મેં બે વસ્તુઓ જોઇ. એક, ગત શુક્રવારે દિવગંત મહાન અભિનેત્રી સાધના શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યોજાયેલી શોકસભા. પાર્લરનું નામ હતું 'સાધના બ્યૂટી પાર્લર.' બોર્ડ પર સાધનનું મોટું એવું ચિત્ર છે, તેમાં એ જ હેર સ્ટાઇલ છે જે તેમના પતિ અને નિર્દેશક આર.કે નાયરે તેમને આપી હતી. બોર્ડ પરની અન્ય હેરસ્ટાઇલ સમય સાથે બદલાતી રહી છે, પરંતુ સાધનાનું ચિત્ર છેલ્લાં 45 વર્ષથી,  જ્યારથી આ પાર્લર ખોલાયું છે ત્યારથી બદલાયું નથી. આ ચિત્ર દેશના અંતરમન  પર બોલિવૂડની અસર દર્શાવે છે. પરંતુ હવે તે દિવસો હવા બની ગયા છે જ્યારે બોમ્બે અને અત્યારના મુંબઇની પ્રેરણાદાયી વાર્તાઓ માહોલ પર અસરકારી હતી. બીજી વસ્તુ હતી, તે જ ગામનું ફર્ટિલિટી ક્લિનિક, જેની વસ્તિ અને ઘર મળીને 1000થી વધારે નહીં હોય. પરંતુ ક્લીનિકમાં આજુબાજુના 100થી વધુ ગામના લોકો આવે છે.

તે ફિલ્મ યાદ કરો જેમાં અન્નૂ કપૂર દ્વારા અભિનીત ડૉ. બલદેવ ચડ્ઢાનું પાત્ર નવી દિલ્હીના દરિયાગંજમાં ફર્ટિલિટી ક્લીનિક અને સ્પર્મ બેન્ક ચલાવે છે. ડૉ. ચડ્ઢા યોગ્ય ફર્ટિલિટી એક્સપર્ટ છે અને ઊંચી ગુણવત્તા અને વિશેષીકૃત સ્પર્મની ગેરેન્ટી આપે છે. દુર્ભાગ્યવશ તેમની પાસે સફળ મામલાઓની જગ્યાએ વિફળ મુદ્દાઓ વધારે છે. એક સ્વસ્થ અને ઉચ્ચ પ્રદર્શન વાળો ડોનર સમયની માંગ હોય છે. આયુષ્યમાન ખુરાના અભિનીત વિકી અરોરાનું પાત્ર લાજપત નગરનો આકર્ષક પંજાબી યુવાન છે. તે ડૉલી નામની વિધવાનો એકમાત્ર પુત્ર છે, પરંતુ તે માતાનો આર્થિક સહારો નથી. ડૉલી પોતાના ઘરમાં જ એક નાનકડું બ્યૂટી પાર્લર ચલાવે છે. ભાગ્યની કરામતે થયેલાં એક નાનકડાં ઝઘડાથી ડૉ. ચડ્ઢા અને વિકી સામસામે આવી જાય છે.

બધાં નાના કસબાઓ, ગામોમાં ઘણું ઘટી રહ્યું છે. દર્શકો વાસ્તવિક જીવનથી ક્યાંય દૂર એવી ફેન્ટસીઓ જોઇને ઉબાઇ ગયાં છે. તેઓ એ જમાનાથી પણ કંટાળી ગયાં છે, જ્યારે ફિલ્મોમાં ગીત-સંગીત તો હતું પણ વાર્તામાં દમ નહોતો. વારાણસીની પૃષ્ઠભૂમિ પર બનેલી 'મસાન' હરિદ્વારથી 'દમ લગા કે હઇશા' અર્જુન કપૂરની એક્શન ફિલ્મ 'તેવર' દેશના નાન કસબાઓમાંથી જ આવી છે, જેના વિષયો ખૂબ સારા છે અને ફિલ્મોએ ઝળહળતી સફળતા મેળવી છે. અજય દેવગણની 'દૃશ્યમ'માં પણ નાના કસબાની વાર્તા હતી, જેને સારી એવી કમાણી કરી. 4000 કરોડના ફિલ્મ ઉદ્યોગની સ્ટોરી લાઇન બદલાઇ રહી છે. તેના કેન્દ્રમાં હવે મુંબઇ નથી. બોલિવૂડ આ જ પ્રકારની સારી અને યથાર્થવાદી સામગ્રીઓની શોધમાં છે. જ્યારે તમે નાના કસબામાં જીવન જીવી રહ્યાં હોવ તો પોતાની જાતને ત્યાંના જીવનમાં ડૂબાડી લો, જીવનનાં દરેક પાસાંનો આનંદ માણો, કારણ કે તમે જાણતા નથી કે ક્યારે આ અનુભવ તમારી મહાનગરીય અપેક્ષાઓને પૂર્ણ કરવામાં તમને ઉપયોગી થઇ પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment