Tuesday 12 January 2016

[amdavadis4ever] રસોડાને ઝડ પથી ચમકાવી દેશે આ 15 કિચન ટિપ્સ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રસોડાને ઝડપથી ચમકાવી દેશે આ 15 કિચન ટિપ્સ!

રસોડું નાનું હોય કે મોટું તેની સફાઈ રાખવી ખૂબ જરૂરી હોય છે. રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહીં રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવું જરૂરી છે. તો નોંધી લો ખાસ રસોઇ ટિપ્સ જે તમારા રસોડાને ચમકાવી શકે છે. 
 
-શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
 
- બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
 
- રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.
 
-દાળ, મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.
 
- કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.


-રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનિંગ રૂમમાં ફિનાઇલનું પોતું કરવું.
 
-રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.
 
- તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણે ખૂણા મહિનામાં એકાદવાર ધોવા કે લૂંછી લેવા.
 
-રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.
 
-શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.

 -રસોડામાં કોઇપણ ખાદ્યપદાર્થ મૂકતાં પહેલાં તેને સાફ કરો.
 
- રસોડાના બધા ખૂણા સાફ રાખો. વાસણોને સાફ કરી તેને ઉપયોગમાં લો.
 
- રસોડાના સફાઇના કપડાં અને સ્પંજને સાફ કરીને ધોઇને સૂકવો. તેથી તેમાં કિટાણુ રહેશે નહીં. 
 
- સૂકા અને તરલ ખાદ્ય વસ્તુઓને સ્ટોર કરવાના કન્ટેનરને પણ ધોઇને ઉપયોગમાં લો.
 

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment