Saturday 9 January 2016

[amdavadis4ever] મોરારીબાપુ જ્ યારે ટોઈલેટની સમસ્યા ચર્ચે છે Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોરારીબાપુ જ્યારે ટોઈલેટની સમસ્યા ચર્ચે છે

આજે મને 'કિરકસ રીવ્યુ' નામના મેગેઝિનમાંથી ખબર પડે છે કે જગતમાં 80 ટકા બિમારીઓ માનવ મળનો બરાબર નિકાલ થતો નથી તેથી થાય છે. ડો. રોઝ જ્યોર્જ નામની મહિલાએ 'ધી બીગનેસે સીટી' નામનું જગતમાં શૌચાલયોની ભીષણ તંગી વિશે પુસ્તક લખ્યું છે તેમાં લખ્યું છે કે જગતમાં 2.6 અબજ લોકો ખુલ્લામાં હાજતે જાય છે. 10માંથી 4 માનવોને ઘરે ટોઈલેટની સગવડ નથી. લંડનના દૈનિક 'ધી ઈન્ડીપેન્ડન્ટ'માં મેડલ લૈલા નાથુ લખે છે કે ભારતમાં 60 કરોડ લોકો ખુલ્લામાં સંડાસ જાય છે. મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈમાં 50000 પબ્લિક ટોઈલેટની તાતી જરૂર છે તેને બદલે ફક્ત 200 પબ્લિક ટોઈલેટ છે. મોરારી બાપુએ પબ્લિક ટોઈલેટની સમસ્યાને ચર્ચીને જગત સામેની પબ્લિક ટોઈલેટની જંગી જરૂરિયાતને જગચોતરે ચડાવી છે. તેની કેટલાક રસપ્રદ માહિતી જાણવાની 'મજા' પડશે.

(1) સંડાસને અમેરિકામાં ટોઈલેટ કે રેસ્ટરૂમ કે કોમોડ કહે છે. જાપાનમાં સંડાસને ટોટો કહે છે. જે લેવેટરી શબ્દ અંગ્રેજીમાં વપરાય છે તે લેટીન શબ્દમાંથી આવ્યો છે. બ્રિટિશરોએ તેનું ટૂંક સ્વરૂપ લુ (Loo) ર્ક્યુ છે. ઘણા કમ્ફર્ટ રૂમ પણ કહે છે. (2) ભારતમાં હવે આપણે ટોઈલેટ પેપર વાપરતા થયા છીએ. પણ તમે જાણો છો કે દરેક યુરોપિયન દર વર્ષે 13 કિલોગ્રામ જેટલા ટીસ્યુ પેપર સંડાસ પછી વાપરે છે. દરેક ટન ટીસ્યુ પેપર બનાવવા 24 ઝાડ કાપવા પડે છે. 'મારુતિ' અને બીજી બ્રાન્ડના ટોઈલેટ કે ટીસ્યુ પેપર બનાવીને તેના ઉત્પાદકો અને બીજાઓ તેમ જ હિંમતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ તમામ કરોડપતિ થયા છે- ગંદકી સાફ કરવાના ટીસ્યુ પેપરના વેપાર થકી!

(3) 27 મે, 2014ના સમાચાર હતા કે સવારે બે યુવાન છોકરીઓ ઉત્તર પ્રદેશના કાતરા ગામે સંડાસ ગઈ ત્યારે તેમના પર દુષ્કર્મ થયેલું. પત્રકાર અનુ આનંદ 'ધ ગાર્ડીયન' નામના બ્રિટિશ દૈનિકને આંકડો આપે છે કે ભારતમાં 63.6 કરોડ લોકોને ખુલ્લામાં હાજતે જવું પડે છે. મોરારી બાપુએ 3000 સંડાસ માટે કથાના પૈસા દાનમાં આપવાનુ જાહેર ર્ક્યુ છે કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે 1 અબજ પાઉન્ડ (રૂ. 80થી 90 અબજ) પબ્લિક ટોઈલેટ માટે ફાળવ્યાનુ જાહેર ર્ક્યુ છે પણ હજી સુધી એક પણ સંડાસ બન્યુ નથી. મોદી સાહેબે લાડવો બતાવ્યો છે. (4) ભારતનાં હજારો ગામડામાં કે નાના શહેરની સ્કૂલમાં સંડાસ હોતા નથી એટલે લાખ્ખો છોકરીઓ સ્કૂલે જતી નથી! મારી મોટી બહેન ઝાંઝમેરમાં સ્કૂલમા લેટરીનને અભાવે સ્કૂલે જતી નહોતી.

(5) ડો. બિન્દેશ્વર પાઠક જેણે 'સુલભ' સંડાસની ઝુંબેશ ઉપાડી છે તે કહે છે કે ભારતમાં 30,000 યુવાન લોકો જાહેર લેટરીન માટે સમયકાઢે તો ભારતની બહેનોની સમસ્યા (પુરુષો તો બાકી રહે) ઉકેલાય. 'ગાર્ડીયન'ની લેખિકા કહે છે કે ગામડામાં હંમેશાં બબ્બેની જોડીમાં જ છોકરીઓ સીમમાં ખુલ્લામાં ટોઈલેટમા જાય છે. પણ બબ્બેની જોડી પર પણ દુષ્કર્મ થાય છે.(6) બિહારમાં અશફાક મસુદ નામના પત્રકાર કહે છે કે બિહારમાં 75.8 ટકા ઘરોમાં સંડાસની સગવડ નથી. ત્યાં ખુલ્લામાં સંડાસ જતી યુવાન છોકરીઓ એકાંતરે દુષ્કર્મ થાય છે. બિહારમાં બળાત્કાર સામાન્ય વસ્તુ છે પણ 'મીન્ટ' નામના અખબારના કહેવા મુજબ 60 ટકા દુષ્કર્મ સંડાસ જતી બહેનો ઉપર થાય છે. સંડાસની તંગી ટેરરીઝમ કરતાં બહેનો માટે ભયંકર દૈનિક ત્રાસ છે.

એરિઝોના- સ્ટેટ- યુનિવર્સિટીએ અમેરિકાના 94 જેટલા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મળમાંથી 40 જાતની કિંમતી-ધાતુ રોજ કાઢે છે. જેની કિંમત 1.3 કરોડ ડોલર થાય. તેનો અર્થ થાયો કે દર વર્ષે 4 અબજ ડોલર જેટલું સોનું નીકળે! માનવ મળમાંથી અમેરિકનો પાંચ લાખ ટન ફર્ટીલાઈઝર કાઢી શકે છે! કેટલીક અતિ કિંમતી ધાતુ જેવી કે વેલેડીયમ અને તાંબુ જે સેલફોન અને કોમ્પ્યુટર બનાવવામાં વપરાય છે તે માનવ મળમાંથી મળે છે. જો ચોખ્ખુ પ્રમાણ જોઈએ તો દરેક 1 કિલો જેટલા મળ અને ગંદકીમાંથી 0.4 મીલીગ્રામ સોનું 28 મીલી ગ્રામ ચાંદી 638 મીલીગ્રામ તાંબુ મળે છે! (છેલ્લે મારા 'પેરેલીસીસ' માટે તલગાજરડાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે બન્યો છે. પણ હું તુલસીદાસની એ વાતમાં માનું છું.' નહીં કોઉ સુખ દુ:ખ કરદાતા, નીંજ કરમ સહુ ભોગત ભ્રાતા)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment