Saturday 9 January 2016

[amdavadis4ever] કયાં સુધી કોઇની નાનકડી ભૂલને લઈન ે દેશના જવાનો શહ ાદત વહોર્યા કરશે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગયા અઠવાડિયે પઠાણકોટ એરબેઝ પરના ત્રાસવાદી હુમલામાં દેશના સાત લશ્કરી જવાન અને અધિકારીઓ શહીદ થઈ ગયા. અખબારોમાં તેમની તસવીરો જોઇને હૃદયમાં તીવ્ર ચુભન ઊઠી. તેમાંય એક જવાન તો હજી માંડ ત્રેવીસ વર્ષનો હતો અનેે દોઢ મહિના પહેલાં જ તેના લગ્ન થયાં હતાં. પરિવારના કોઇ વડીલને ભેટીને પોતાની લૂંટાયેલી જિંદગીમાં કંઇક આધાર મેળવવા મથતી તેની માસૂમ પત્નીનો આંસુથી ખરડાયેલો ચહેરો જોતાં, જાંબાઝ પતિના અંતિમ દર્શન કરતી યુવાન પત્નીની આંખોમાંથી ટપકતી વેદના જોતાં કે દેશ માટે ફના થઈ ગયેલા પુત્રની બે વરસની નિર્દોષ બાળકીનો હાથ ચૂમી રહેલા જવાનના વૃદ્ધ પિતાની તસવીરો જોતાં ભલભલા પથ્થર દિલ ઇન્સાનની આંખ પણ ભરાઈ આવે. તો અનેક મેડલોથી પુરષ્કૃત એવા પિતાના મૃતદેહ લઈને આવેલું કોફિન ખભા પર લઈને ચાલતી બહાદૂર યંગ દીકરીના ચહેરા પર થીજી ગયેલી ઉદાસી જોનારને હચમચાવી નાખે તેવી હતી. સાતેય જવાનોના સ્વજનોની તસવીરો આંખ સામેથી હટતી નથી. કેટલી મોટી કુરબાની માટે દેશનો હર જવાન તૈયાર હોય છે! કેટલા મોટા બલિદાન માટે હર જવાનનો પરિવાર હંમેશાં તૈયાર હોય છે! અને દેશ માટે કુરબાન હર જવાનનો દીકરો પણ પાપાને રસ્તે ચાલવાનું જ સપનું જુએ છે! આ ક્યો પ્રેમ હશે, કયું ઝનૂન હશે જે તેમને મૃત્યુના ભયને 'ધૂંએ મેં ઊડાતા ચલા' જેવી બેફિકરાઇ સેવવા પ્રેરે છે? દેશવાસીઓની રક્ષા માટે હસતા-હસતા પોતાની જિંદગીને અસલામતીની વેદી પર ચડાવી દેતા હર જવાનને અને તેના સ્વજનોની ઉદારતાને નતમસ્તક સલામ કરવાનું મન થઈ આવે છે.

બે દિવસ પછી દેશના સંરક્ષણપ્રધાનનું વિધાન વાંચ્યું કે 'પઠાણકોટ એરબેઝની સુરક્ષા-વ્યવસ્થામાં થોડી કચાશ રહી ગઈ હતી'! એ વાંચીને દિલમાં ચચરાટ થયો. એ થોડી કચાશને લઈને સાત જવાન જિંદગી હોમાઈ ગઈ! એરબેઝ જેવાં મહત્ત્વનાં અને વ્યૂહત્મક સ્થાનોની સલામતી પરત્ત્વે આવી લાપરવાહી? એટલું જ નહીં, આ હુમલા અંગે અગાઉ ગુપ્તચરખાતા તરફથી ચેતવણી મળી હોવા છતાં દેશનાં સુરક્ષાદળોને આટલી મોટી જાનહાનિ ખમવી પડી! અને હવે સમાચારો આવી રહ્યા છે કે પઠાણકોટના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સલવિન્દર સિંહ ખુદ આ હુમલા સાથે કોઇ રીતે કનેક્ટેડ હોય તેવી શક્યતા તપાસાઈ રહી છે! આ બધા સમાચારો વાંચીને એ જવાનોના પરિવારજનોને ઝાળ નહીં લાગતી હોય? જે જવાનો પોતાની જિંદગી દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે લખી આપે છે તેમની જ જિંદગી આટલી સસ્તી? 

થોડા સમય પહેલાં, ડિસેમ્બર ૨૦૧૫ના છેલ્લા અઠવાડિયામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનું એક એરક્રાફ્ટ તૂટી પડ્યું ત્યારે તેમાં મૃત્યુ પામેલા ડેપ્યુટી કમાન્ડર ધીરેન્દ્રકુમારના ભાઈએ એક ધારદાર સવાલ કર્યો હતો કે આમાં હવામાનને દોષ દઉં કે મશીનને? કેમકે ધીરેન્દ્રકુમારે એ એરક્રાફ્ટની મર્યાદાઓ અંગે તેમની સાથે અગાઉ વાત કરી હતી. આર્મી દ્વારા વપરાતા મિગ વિમાન કે હેલિકોપ્ટરોના અકસ્માતના કિસ્સાઓ પણ કેટલા બધા બને છે! એ અંગે અગાઉ મૃતકોના સ્વજનોએ અવારનવાર દુ:ખ વ્યક્ત કર્યું છે. એ એરફ્રાફ્ટની કન્ડિશન્સ અંગે પૂરતી ચોકસાઈ કે ચોંપ નથી જળવાતી તેવી ફરિયાદો ઘણીવાર સાંભળવા મળી છે. આ બધું જાણીએ ત્યારે વારંવાર સવાલ થાય કે આવું કેમ? શું સુરક્ષાકર્મીઓની રક્ષાની જવાબદારી કોઇની નથી?

ધારો કે આપણે કોઇને માટે કશુંક કરીએ, તેને મદદ કરીએ કે તેને કોઇ તકલીફમાંથી બચાવીએ અને તે વ્યક્તિ આપણી તકલીફનું કારણ બને ત્યારે આપણે કેવા અકળાઈ જઈએ છીએ? એક નાનકડી ઘટના યાદ આવે છે. એક વાર હું રિક્ષા પકડીને કશેક જઈ રહી હતી. 

એક સ્ત્રી એ જ વખતે રિક્ષાની રાહ જોઇ રહી હતી. મેં તેને પૂછ્યું 'ક્યાં જવું છે?' તેને પણ હું જતી હતી એ જ દિશામાં જવું હતું. મેં કહ્યું કે ચાલો મારી સાથે. તેે રિક્ષામાં બેસી ગઈ. થોડી વારે તેને ઊતરવાનું સ્થળ આવ્યું એટલે મેં રિક્ષાવાળાને રિક્ષા રોકવા કહ્યું. એ ઊતરી ગઈ. પણ તે ઊતરતી હતી ત્યારે તેના સેન્ડલમાં ભરાઈ ગયેલી મારી શિફોનની સાડીને પણ ખેંચતી ગઈ! સાડી ફાટતી ગઈ. તેને ખ્યાલ પણ નહોતો અને તે તો આગળ ચાલવા લાગી હતી. એટલે બૂમ પાડીને તેને રોકી. પછી તેના સેન્ડલમાં ભરાયેલી સાડીને કાઢી. અને તે જતી રહી. ન સોરી કહ્યું કે ના તેના ચહેરા પર કોઇ ક્ષોભ કે સંકોચ ઉપસ્યા. ફાટેલી સાડીને જોતાં મને ખૂબ જ અફસોસ થયેલો તેને લિફ્ટ આપવા બદલ! સાડી જેવી નિર્જીવ વસ્તુ હતી, નાનકડી બાબત હતી તો પણ જેને મદદ કરી તેણે મારું આટલું નુક્સાન કર્યું તેનું ખૂબ જ દુ:ખ હતું. ત્યારે નક્કી કર્યું હતું કે હવે આવા રસ્તે ચાલતા કોઇ માણસની દયા જ ન ખાવી. આવું આપણી સાથે ઘણીવાર થાય છે. ક્યારેક કોઇના માટે કંઇક કર્યું હોય કે ઘસાયા હોઇએ અને એ માણસને કદર ન હોય તો મનમાં ધૂંધવાટ ઊઠે છે. વસ્તુ કે સંબંધમાં ક્ષતિ થાય ત્યારે આટલો અફસોસ થાય છે તો કોઇની બેદરકારીથી કે નજીવી ચૂક્થી પોતાના સંતાનો કે સ્વજનોની જિંદગી જેવી જિંદગી ચાલી જાય ત્યારે કેવી ટીસ ઊઠતી હશે! 

સરકારે એ સહુ જવાનોને શહીદ જાહેર કર્યા છે. પણ કયાં સુધી કોઇની નાનકડી ચૂક કે વ્યવસ્થાની ખામીઓને લઈને દેશના જવાનો શહાદત વહોર્યા કરશે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment