Saturday 9 January 2016

[amdavadis4ever] ‘એસ્પીરીન’ન ી ઐસી તૈસી કરનારું લસણ Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



‘એસ્પીરીન’ની ઐસી તૈસી કરનારું લસણ
લસણ ખાતા હો અને આહાર સાદો હોય તો તમને શરીરે થયેલા ઘામાં કે દાંત-દાઢમાં ઓછું ઈન્ફેકશન થાય છે રક્તવાહીનીમાં ઘણા લોકોને લોહીના ગઠ્ઠા જામે છે લસણ ખાનારનું લોહી નિર્મળ રીતે વહે છે. કાઠિયાવાડી લસણની ચટણી અને બાજરાનો રોટલો ખાતા તે તેનો આહાર એક ઔષધ જેવો હતો. કાઠિયાવાડીને બહુ જટીલ રોગો કનડતા નહીં. નવા સંશોધન પ્રમાણે લસણ ખાવાથી લોહીમાં કોલેસ્ટરોલ ઓછું થાય છે. હૃદયરોગમાં ફાયદો થાય છે. પેશાબ છૂટથી ઉતરે છે. ઘણી સ્ત્રીઓની યોનિમાં વાસ આવે છે પછી જંતુ પડે છે તેને માટે લસણ સસ્તુ ઔષધ છે. અમેરિકાની ન્યુજર્સી મેડિકલ યુનિવર્સિટીના ડો. નીલ કેપોરેસો કહી ગયા છે કે લસણ ખાનારના લોહીમાં ફંગસ થતુ નથી. લોહીને પાતળું વિના અવરોધ વહેતું રાખે છે. લસણમાથી 'એજોન' નામનું રસાયણ બને છે.
આ એજોન એસ્પીરીનનું માથુ ભાંગે તેવુ તત્વ છે. એસ્પિરીન કરતાં લસણ વધુ અસરકારક છે અને લાલ કળીનું લસણ મળે તો તો ભયો ભયો. 1986માં હું અમેરિકા ગયો ત્યારે ત્યાંની ત્રણ યુનિવર્સિટીમા લસણ ઉપર સંશોધન ચાલતુ હતું. આપણા એક પ્રસિદ્ધ ગુજરાતી લેખક લસણ ખાતા હોત તો તેને હૃદયરોગનો હુમલો ન થાત. પણ પણ યાદ રાખો કે લસણની કેપસ્યુલો કે તેના અર્ક સેવવાની ભાંજગડમા પડશો નહીં. પટેલોની પટલાણીઓ જે અચુક બાજુરાના રોટલા સાથે લાલ મરચાંની ચટણી પીરસે છે તે મારા મિત્ર દિનેશ તિલ્વા કહે છે કે ઘણા પટેલોના ઘરમાં 365 દિવસ હોય છે. સરકાર સામે લડતો એક યુવાન પટેલીયો લડે છે તેને પૂછજો કે લસણની ચટણી ખાતો રહીશ તો લડાયક વૃત્તિ રહેશે!
આપણા કાઠિયાવાડી લુહાણા કે પટેલા કેલિફોર્નિયા ગયા ત્યાં ગીલરોય વિસ્તારમાં (કેલીફોર્નિયા)ના લસણની ખેતી કરી. આજે કેલિફોર્નિયા- આપણા કારણે ગાર્લીક કેપીટલ ઓફ વર્લ્ડ તરીકે ઓળખાય છે. લસણના ઉત્પાદનમાં આપણે ચીન પછી બીજે નંબરે છીએ. ગ્રીક અને રોમન સૈનિકો અને વહાણવટીઓ ભાથામાં લસણની બ્રેડ લઈ જતા. જે વહાણમાં રાંધતા તે લસણ અચુક વાપરતા. કોરીયન લોકો લસણ ખૂબ ખાય છે કારણ કે તેમનું પેટનું કેન્સર લસણથી સારું થઈ જતું. તમે સૌરાષ્ટ્ર જ નહીં પણ યુરોપના ગામડામાં ડેલી ઉપર લસણ ટાંગેલુ જોશો. કારણ કે યુરોપિયન માતા માને છે કે લસણથી ભૂત ભાગે છે- એટલી હદે કે વૈતાલ, ચૂંડેલ કે જોગણી- ભાગે છે. તમે જાણો છો ચુસ્ત હિન્દુ કે સ્વામિનારાયણ-ધર્મ પાળનારા કે હિન્દુ લસણ ખાતા નથી. તેનું લોજીક મારી બુદ્ધિ પ્રમાણે લસણના આહારથી 'અબળખા' વધે છે અને ખાસ કરીને કામેચ્છા ઉગ્ર થાય છે. સ્ત્રીનું આકર્ષણ વધે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment