Thursday, 14 January 2016

[amdavadis4ever] બંધ મ ુઠ્ઠી ને ભલ ા થઈ ખ ોલ મા , ભેદ સઘળો હાથમા ંથી ઢ ોળ મા .......... ...-Dr. Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બંધ મુઠ્ઠીને ભલા થઈ ખોલ મા, ભેદ સઘળો હાથમાંથી ઢોળ મા

નાહીને નીકળેલી મહેક સાબુની સુગંધથી સાચ્ચે જ મહેક મહેક થઇ રહી હતી. બેડરૂમમાં એ એકલી જ હતી. બારણું બંધ હતું. આયનાની સામે પોતાના પ્રતિબિંબને નિરખી રહી. પછી ફિલ્મી અંદાઝમાં ડાયલોગ બોલી: 'ઓહ! ઇતની ખૂબસૂરત હોને કા તુમ્હેં કોઇ હક નહીં હૈ...!' પછી પોતાના સ્નિગ્ધ ગૌર દેહને બ્રાન્ડેડ વસ્ત્રોમાં ઢાંકવા લાગી. કાન, નાક, ગળામાં લેટેસ્ટ ફેશનની આર્ટિફિશિયલ જ્વેલરી ધારણ કરી. બ્રાન્ડેડ ચંપલ ચડાવ્યાં. પર્ફ્યૂમનો ફુવારો ઉડાવ્યો. હાથમાં 'ક્લચ' પકડીને એ નીકળી. પપ્પા-મમ્મી પણ નોકરીએ જવા માટે તૈયારી કરતાં હતાં. પપ્પાએ ખોંખારો ખાઇને જ ઘણું બધું કહી દીધું. પણ મમ્મી વાણીનો સહારો લીધા વગર કેમ રહી શકે? 'મહેક! કોલેજમાં જાય છે કે ફિલ્મના શૂટિંગ માટે?'

પ્રથમેશની અટક ભલે પ્રધાન હતી, પણ દેખાવમાં એ રાજકુમાર હતો. 'હાય! બ્યુટી! ક્યા ઇરાદા હૈ?  ઇતની ખૂબસૂરત ક્યું હો તુમ?' એક દિવસ એણે મહેકને પૂછી લીધું. મહેક શરમાઇ ગઇ, 'આપ ભી કુછ કમ નહીં હો.' 'અજી હમારા ક્યા હૈ? પત્થર કા જીસ્મ હૈ. બંજર સી ઝિંદગી હૈ. સૂખા સૂખા દિમાગ હૈ ઔર ખાલી કમરે જૈસા દિલ હૈ. તુમ્હારે પ્યાર કી શબનમ અગર હમ પર પડ જાયે તો કુછ બાત બન જાયે!' પ્રથમેશ બોલી ગયો. મહેકને એનો અંદાઝ ગમી ગયો. બંને પ્રેમની કેદમાં ગિરફતાર થઇ ગયાં. બીજા દિવસે ચાલુ કોલેજમાંથી ગાયબ થઇને બંને જણા એક બદનામ હોટલના બંધ કમરામાં પુરાઇ ગયાં. (મારી પેઢીના વાંચકોને આ વાત માનવા જેવી નહીં લાગે; પણ આજની પેઢીનાં યુવાનો-યુવતીઓ માટે આ બાબત સામાન્ય બની ગઇ છે. બધા જ આવા ન હોય તે સમજી શકાય છે.)

મહેકે પૂછી લીધું: 'પ્રથમેશ તું મારી સાથે મેરેજ તો કરીશ ને?' 'કોઇ સવાલ જ નથી. હું ધામધૂમથી બારાત લઇને આવીશ ને તને મારી રાણી બનાવીને લઇ જઇશ.' 'રાણી?' 'હા, હું ગુજરાતી બોલી શકું છું. એટલે એવું ન માની લઇશ કે હું ગુજરાતનો છું. મારા રાજ્યમાં મારા પપ્પાની જમીન-જાયદાદ છે. અમારાં ખેતરો એકરોમાં પથરાયેલાં છે. હું એક માત્ર વારસદાર છું. માટે તને રાણી બનાવીને લઇ જવાની વાત કરું છું.' મહેક રાણીના સ્વાંગમાં પોતાને જોવા લાગી. એક દિવસ પ્રથમેશે પૂછ્યું, 'મહેક! તારાં પપ્પા-મમ્મી જોબ કરે છે ને!' 'હા, કેમ?' 'એ બંને દિવસ દરમિયાન બહાર જ હોય ને?' 'હા, પણ તારે...?' 'એનો અર્થ એ કે ઘરમાં કોઇ ના હોય ને?' 'ના, નાનો ભાઇ પણ સ્કૂલમાં ગયો હોય છે.' 'બસ ત્યારે! આપણે હોટલમાં મળવાનું જોખમ શા માટે લેવું? ક્યારેક ફસાઇ જવાય. એને બદલે હું તારા ઘરે જ...' અને બીજા દિવસથી જ પ્રથમેશની અવર-જવર ચાલુ થઇ ગઇ. મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં પ્રથમેશ મહેકને મળવા રોજ ઘરે આવવા માંડ્યો. અડોશી-પડોશીની નજર તો પડવાની જ! ધીમે ધીમે પડોશીઓએ મહેકનાં મમ્મી-પપ્પાને કાને વાત પહોંચાડી દીધી.

મહેકે સંમતિ આપી. પપ્પાએ એક તેજસ્વી યુવાન શોધીને એની સગાઇ જાહેર કરી. મહેક એના ભાવિ પતિ માલવની સાથે બે વાર ફરી આવી. દગાના આઘાતમાંથી એ હવે બહાર નીકળી ચૂકી હતી. માલવ ઇન્ડિયન આર્મીમાં હતો. લગ્ન પછી મહેકને એના પોસ્ટિંગના સ્થળે લઇ જવાનો હતો. 'મહેક! આર્મીના જવાનોની પત્નીઓની લાઇફ સાવ અલગ જ હોય છે. દર બે-ત્રણ વરસે ટ્રાન્સફર થતી રહે. રમણીય જગ્યાઓ જોવા મળે. કેન્ટોન્મેન્ટ એરિયામાં રહેવા મળે. ખાવું-પીવું, શોપિંગ કરવું, સમાજમાં આદર-માન, પાર્ટીઓમાં મહાલવા મળે! તારી જિંદગી ધન્ય થઇ જશે.' ત્રીજી મુલાકાત વખતે માલવે મહેકને આવું પૂછીને ચોંકાવી દીધી, 'આ પ્રથમેશ પ્રધાન કોણ છે?' મહેકના હોશ-કોશ ઊડી ગયા. માલવ બોલતો ગયો, 'મારી ઉપર પ્રથમેશનો ફોન હતો. પૂછતો હતો કે હું તારી સાથે લગ્ન કરવાનો છું? એણે તારી સાથેના સેક્સ સંબંધો વિષે મને બધું જ કહી દીધું છે. મહેક, મારે તારા જેવી બદચલન સ્ત્રી સાથે લગ્ન કરવા નથી. હું સગાઇ તોડી નાખું છું.' મહેક ફરી ડિપ્રેશનમાં સરી પડી છે. 

( એ મારી વાચક છે. મારા વોટ્સગ્રુપમાં મેમ્બર પણ છે. એક લાંબો પત્ર લખીને એણે પોતાની વિતક-વ્યથાની મને જાણ કરી છે. એનો હેતુ માત્ર એટલો જ છે કે બીજી ભોળી યુવતીઓ એની જેમ તબાહ ન થઇ જાય.)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment