Thursday, 14 January 2016

[amdavadis4ever] હવે ઉત્તર ત રફ પ્રયાણ, છ મહિના પછી દક્ષિણ તરફ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાતત્યનો મહિમા ગાવા માટે સૂર્યનો દાખલો અપાતો હોય છે. સાતત્ય અનિવાર્ય છે એ વાત સાથે અસહમતિ નથી. સાતત્ય જરૂરી છે જ, બધી બાબતે. નિયમિતતા પણ જરૂરી અને શિસ્ત પણ. જેમ સૂર્ય રોજ ઊગે જ, આથમે જ. કોઈ દિવસ સૂર્યોદય ન થયો હોય એવું પૃથ્વીના જન્મના પ્રથમ દિવસથી આજ દિન સુધી નોંધાયું નથી. હા, આપણને ન દેખાયો હોય એવું બને, વાદળાંને લીધે. પણ ઊગ્યો ન હોય એવું ન બને. આ એનું સાતત્ય અને આ સાતત્યને લીધે જ આપણા સૌનું અસ્તિત્વ.

પણ આ સાતત્યમાં પણ અપવાદો થતા રહે. સૂર્યોદય થશે એની ખાતરી ખરી પણ રોજેરોજ એ જ સમયે થશે એવું નક્કી નહીં. ૨૦મી જાન્યુઆરી સુધી ૭ ને ૧૫ મિનિટે ઉદય પામનારો સૂર્ય ૨૧મીથી ૭ને ૧૪ મિનિટે ઊગતો થઈ જશે અને ૨૭મીથી ૭ને ૧૩ મિનિટે. ૨૦મી જાન્યુઆરી સુધી છને છવ્વીસે સૂર્યાસ્ત થશે પણ ૨૧મીથી એક મિનિટ મોડો સૂર્ય અસ્ત થશે અને ૨૩મીથી હજુ એક મિનિટ મોડો.

સ્થળ બદલાતાં એના ઉદય અને અસ્તનો સમય બદલાશે. મુંબઈ-અમદાવાદમાં જે દિવસે જેટલા વાગે સૂર્યોદય થશે એ જ દિવસે અમેરિકાના ફલોરિડામાં અને લોસ એન્જલસમાં ઉદય-અસ્ત નહીં પામે.

ગતિ પણ બદલાય છે. હવે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરશે. રોજેરોજ થોડો થોડો ખસતો જશે. છ મહિના પછી રોજેરોજ દક્ષિણ તરફ પ્રયાણ કરશે.

નિયમિતતાના સાતત્ય છતાં સૂર્યની બીહેવિયરમાં કેટલી બધી ભિન્નતા છે. હા, આમાંનું કશું જ અણધાર્યું નથી, કશું જ અચાનક નથી બનતું, બધું જ આયોજનપૂર્વકનું છે પણ સૂર્યની ચાલઢાલ બદલાતી રહે છે જે આપણે સ્વીકારી લીધું છે. સૂર્યની ગતિવિધિમાં થતા આ ફેરફારો અસ્તિત્વ માટે અનિવાર્ય છે એ પણ સમજી લીધું છે.

જીવનમાં સાતત્યનો મહિમા ગાતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે સૂર્યની જેમ આપણી બીહેવિયરમાં ભિન્નતા આવવાની જ. કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે કે કોઈ એક ચોક્કસ સંજોગોમાં કરેલું આપણું વર્તન વ્યક્તિ બદલાતાં કે સંજોગો બદલાતાં બદલાઈ જાય - ઉત્તરનું દક્ષિણ કે દક્ષિણનું ઉત્તર થઈ જાય ત્યાં સુધી બદલાઈ જાય - એ શક્ય છે. મારી વર્તણૂકની તીવ્રતામાં જ નહીં, એની અભિવ્યક્તિ કે એના પ્રાગટ્યમાં પણ ફેરફારો થતા રહેવાના. આને કારણે તમારે મને અન્પ્રેડિક્ટેબલનું લેબલ આપવું હોય તો ભલે. પણ એ તો રહેવાનું જ. હું પણ રોજેરોજની મારી બીહેવિયર ત્રણસો ને પાંસઠ દિવસ

એકની એક જ રાખી શકતો નથી. સૂર્યની સાથે મારી સરખામણી નથી કરતો. સૂર્યની આગળ મારું અસ્તિત્વ એક કોડિયા જેટલું છે. પણ મારું જે કંઈ અસ્તિત્વ છે તે સૂર્યને લીધે છે. એ ન હોત તો હું પણ ન હતો. આમ મારામાં એનો એક અંશ છે જે મને જિવાડે છે.

જેમ મારામાં મારા પૂર્વજોનો અંશ છે એટલે જાણેઅજાણે કે મારી મરજી-નામરજીથી પણ એમની ઝાંખી મારામાં આવી છે એ જ રીતે સૂર્યની આ બીહેવિયર પણ મારામાં મારી જાણ બહાર, મારી નામરજી હોય તો પણ રહેવાની જ છે. સૌથી પહેલાં તો મારે આ હકીકતને સ્વીકારીને જાત સાથે કમ્ફર્ટેબલ થવાનું અને પછી તમારે મારી આ હકીકતને સ્વીકારી લેવાની કે મારી બીહેવિયરમાં અમુક અનપ્રેડિક્ટેબિલિટી તો રહેવાની જ. હું પણ તમારી એ હદ સુધીની અવળચંડાઈ સ્વીકારી લેવા તૈયાર છું. (જોયું, હું કરું તે અનપ્રેડિક્ટેબલ બીહેવિયર અને બીજા કરે તે અવળચંડાઈ).

સાતત્ય અને શિસ્તનાં ગુણગાન ગાતાં આપણે વિસરી ગયા કે જિંદગીમાં કશુંક અણધાર્યું બને છે ત્યારે એનું સ્વાગત કરવાનું હોય. ગમતું કે અણગમતું - અણધાર્યું બનતું જ રહેવાનું. જિંદગી ઉત્તર તરફ ગતિ કરતી હોય ને એક તબક્કે દક્ષિણ તરફ પણ જવા માંડવાની. તે વખતે એની સાથે ઝઘડો કરીને એને ઉત્તર તરફ જ આગળ વધારવાની જીદ નહીં કરવાની.

આજે સવા સાતે થતો સૂર્યોદય જૂનમાં છ વાગ્યે થવાનો. સવા કલાકનો ફરક પડી જવાનો. એવું જ અસ્તના સમયનું. અમુક ચોક્કસ રેન્જમાં થતી વધઘટથી કશું ખાટુંમોળું થઈ જતું નથી. મહત્ત્વ ઉદય અને અસ્તના નિયમિતપણાનું છે, એ જ ચોક્કસ કલાક, મિનિટ, સેક્ધડનું નહીં. 'અમુક ચોક્કસ રેન્જ' આ શબ્દો મહત્ત્વના છે. 

એ રેન્જમાં રહીને જે કંઈ પણ રોજેરોજ થતું રહે છે, મળતું રહે છે, અપાતું રહે છે એમાં વધઘટપણું જોયા વગર એની નિયમિતતાને એપ્રિશ્યેટ કરી શકીએ એટલા માટે જ મકરસંક્રાન્ત આવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment