Thursday, 14 January 2016

[amdavadis4ever] ખાલી હાથ શામ આયી હ ૈ, ખાલી હ ાથ જાયેગી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જિંદગી ખાલીખમ લાગતી હોય તો એનું કારણ છે કે એમાં આપણે કશું ભરતા નથી, ઉમેરતા નથી. માટલાના ઘડામાં પાણી ભર્યા વિના ફરિયાદ કરવી કે મારો ઘડો ખાલીખમ છે એવું ઘણા લોકો કહે છે. ફરિયાદ કરતા રહે છે, જાત સાથે અને બીજાઓ સમક્ષ કે મારી જિંદગી મને ખાલીખમ લાગે છે, જીવવા જેવી નથી લાગતી આવા લોકોને ખબર નથી પડતી કે જિંદગીમાં આગળ શું કરવું, આવતી કાલે શું કરવું, આજે શું કરવું. એમની બોર્ડમ એમને કંટાળામાંથી ડિપ્રેસિવ મૂડ તરફ ઘસડી જાય છે અને આવો મૂડ લંબાતાં ક્રોનિક ડિપ્રેશનની શરૂઆત થઈ જાય છે.

જિંદગી ખાલીખમ લાગતી હોય તો એને ભરવી જોઈએ. કેવી રીતે ભરવી જોઈએ? પેલી વાર્તાના શેઠે એના બે દીકરાઓને એક-એક પૈસો આપીને એક ઓરડો ભરી દેવાનું કહ્યું ત્યારે એક દીકરાએ એક પૈસામાં ઉકરડો ખરીદીને ઓરડો ભરી દીધો જ્યારે બીજાએ અગરબત્તી ખરીદીને સુગંધથી ભરી દીધો. જિંદગી ખાલીખમ લાગે ત્યારે મોટાભાગના લોકો પહેલા દીકરાને અનુસરે છે. હેતુવિહીન અને દેખાડુ પ્રવૃત્તિઓમાં પોતાની જાતને ડુબાડી દે છે. સમાજસેવાના નામે ચાલતાં તૂત સાથે સંકળાઈને અથવા તો ઊંધે રવાડે ચડાવી દેતી ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઈને. કાં તો પછી ખૂબ બધી ઓળખાણો ઊભી કરીને, નવા નવા પરિચયો કેળવીને, ઉપરછલ્લા સંબંધો બાંધીને કે પછી શૉપિંગ કરીને ટાઈમ પસાર કરવાનું નક્કી કરે છે. ઍપરન્ટલી આ બધાને કારણે ખાલીખમ જિંદગી ભરાઈ ગયેલી લાગે છે, પણ થોડા જ સમયમાં જ્યારે દુર્ગંધનો અણસાર આવે છે ત્યારે રિયલાઈઝ થાય છે આ તો તમે શેઠના પહેલા દીકરા જેવો શોર્ટકટ પસંદ કર્યો.

અગરબત્તીની સુગંધ દેખાતી નથી, અનુભવાય છે. ભૌતિક પ્રવૃત્તિઓ, ચીજવસ્તુઓની ખરીદી તેમ જ સંબંધોની ભીડ - આ બધું જ દેખાય છે, બીજાઓને પણ દેખાય છે. સુગંધને ન તો તમે જોઈ શકો છો, ન બીજાઓ. ખાલીખમ ઓરડાને સુગંધથી ભરી દેવાનો વિચાર તમને નથી આવતો, કારણ કે બીજાઓ એ ઓરડાને જોઈને કહેશે કે આ તો ખાલી છે, એવો ડર છે તમને.

જિંદગીની આ સુગંધ તમને ઉકરડાના ઢગલા જેટલા પરિચયો, ઓળખાણો, સંબંધોથી પ્રાપ્ત નથી થતી. એકાદ જેન્યૂઈન સંબંધ પૂરતો છે, જેમાં તમને પૂરેપૂરા ઠલવાઈ જવાની મઝા આવે. જેમાં તમે તમારા કરતાં વધારે વિશ્ર્વાસ એના પર મૂકતા હો. જેમાં તમે દિવસો સુધી એક શબ્દની આપલે કર્યા વિના ભર્યુંભર્યું અને ઝળહળ ઝળહળ ફીલ કરતા હો. આવા એકાદ સંબંધ પછી તમને જિંદગીમાં બીજી કોઈ ભીડની કે ટોળાંની કે સમૂહની જરૂર રહેતી નથી.

જિંદગી ખાલીખમ લાગતી હોય ત્યારે આવા એક સંબંધ પછી તમે તમારી જિંદગીમાં પ્રાણીઓ માટેનો પ્રેમ ઉમેરી શકો. શ્ર્વાન જેવો મિત્ર બીજો કોઈ નહીં મળે આ દુનિયામાં. પ્રાણીઓ માટે જીવદયાની ભાવના રાખવી એ એક વાત છે અને એમને ઘરમાં રાખીને ઉછેરવા એ આખી ડિફરન્ટ બોલેગેમ છે. બે-ત્રણ મહિનાના પપીને ઉછેરતાં ઉછેરતાં તમે પોતે જિંદગી માટેની વધુ ને વધુ સમજ કેળવતાં થઈ જાઓ છો. ઓવર અપિરિયડ ઑફ ટાઈમ તમે એને સમજી શકો એના કરતાં એ તમને વધારે સમજતું થઈ જાય છે - તમારા મૂડ સ્વિંગ્સ પારખીને તમારા સૌથી નિકટના દોસ્ત કરતાં વધુ કંપની આપતું થઈ જાય છે.

ખાલીખમ જિંદગીને ભરવા માટે પ્રવાસો ઉત્તમ. દેશ જાણીતો હોય કે અજાણ્યો. ભાષા, પ્રજા, સંસ્કૃતિ - પરિચિત હોય કે અપરિચિત. પ્રવાસો તમારા ખાલીખમ જીવનમાં જેટલું ઉમેરી શકે એટલું ઉમેરવાની તાકાત બીજા કશાની નથી. તમારા પોતાના જ શહેરમાં ફરવાની કેટલી બધી જગ્યાઓ છે, તમારા રાજ્યમાં એવી કેટલી જગ્યાઓ છે જ્યાં હજુ સુધી તમે પગ પણ નથી મૂક્યો. દેશ તો વિશાળ છે જ. એટલો વિશાળ કે એનો એકએક ખૂણો ફરી લેવો છે એવું નક્કી કરો તો એક જિંદગી ઓછી પડે અને દુનિયા જોવા માટે તો સાત જિંદગીઓ નાની પડે.

પ્રવાસે નીકળવાની ઈચ્છા ન હોય ત્યારે કે પછી પ્રવાસોથી થાકી ગયા પછી સહેજ વિસામો લેવો હોય તો ખાલીખમ જિંદગીને ભરવા માટેનો સામાન ઘરમાં જ છે - જોવાનો સામાન, સાંભળવાનો સામાન અને વાંચવાનો સામાન. ભલું થજો એકવીસમી સદીનું કે આ ત્રણેય સામાન તમારા સો-બસો ગ્રામના સ્માર્ટ ફોનમાં જ તમને મળી જાય છે. તમારી મનગમતી મૂવીઝ જોવા માટે, મનગમતું મ્યુઝિક સાંભળવા માટે અને મનગમતું વાંચવા માટે જો તમારી પાસે અન્ય પરંપરાગત સુવિધાઓ ન હોય તો ફોન તમારો ઉત્તમ સાથી છે.

ખાલીખમ જિંદગીને ભરવાના આટલા જ ઉપાયો ઈનફ છે. થોડાક અઠવાડિયાં ટ્રાય કરી જુઓ. જિંદગી એટલી ભરેલીભરેલી લાગશે કે આવા લેખો વાંચવાનો સમય પણ નહીં હોય તમારી પાસે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment