Friday, 1 January 2016

[amdavadis4ever] મિલે તો થે વૈસે હઝારો લોગ ઝિંદગી મેં, પર વો સ બ સે અલગ થા , જો કિસ્મત મેં થા Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મિલે તો થે વૈસે હઝારો લોગ ઝિંદગી મેં, પર વો સબ સે અલગ થા, જો કિસ્મત મેં થા
 'મિસ તુલિકા, હું તને એક સૂચના આપવાનું તો ભૂલી જ ગયો.'
'યસ?'
'આપણે માત્ર ઉમેદવારની લાયકાતને જ ધ્યાનમાં લેવાની છે. આપણી કંપનીમાં સિફારિશ માટે કોઇ સ્થાન નથી. ભલભલા ચમરબંધીની ભલામણ ચિઠ્ઠી હોય તો પણ જો ઉમેદવારમાં પાત્રતા ન લાગે તો એને રિજેક્ટ કરી દેજે.'
'યેસ, સર! બટ સર.....' મિસ તુલિકા બહુ સ્માર્ટ હતી: 'ધારો કે એ ભલામણપત્ર કોઇ ખૂબ મોટા માણસનો હોય તો? તો મારે શું કરવું?'
પ્રાયુષ વિચારમાં પડી ગયો, 'યુ આર રાઇટ, મિસ તુલિકા! એ મોટો માણસ કોઇ મિનિસ્ટર પણ હોઇ શકે છે, જાણીતો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ હોઇ શકે છે, છાપાનો તંત્રી કે ઉચ્ચ પોલીસ ઓફિસર પણ....'
'તો આપણે શું કરીશું, બોસ?'
'જોબ તો એને અપાય જ નહીં, પણ..... પણ એ ભલામણપત્રને ફાડીને સાવ એવી રીતે કચરાટોપલીમાં પણ ફેંકી ન દેવાય. આપણા સંબંધો પૂરા થઇ જાય. આપણે એક કામ કરીએ. જેની ભલામણ આવી હોય તેની સાથે હું જાતે વાત કરી લઇશ. એને ખરાબ ન લાગે તેવી રીતે સમજાવી દઇશ. પણ એ ઉમેદવારને જોબ તો નહીં જ આપીએ.'
'બોસ, મારે એમાં શું કરવાનું છે?'
'તુલિકા, તારે માત્ર આટલું જ કરવાનું કે જે-જે ઉમેદવારો ભલામણપત્ર લઇને આવ્યા હોય તેમની ફાઇલ અલગ રાખી દેવી. પછી હું જ્યારે ઇન્ટરવ્યૂ લેવા માટે બેસું ત્યારે એ ફાઇલ્સ મારા ટેબલ પર મૂકી દેવી. આઇ વિલ ટેક કેર ઓફ ધોઝ કેન્ડિડેટ્સ! ઇઝ ઇટ ક્લીઅર ટુ યુ?'
'યસ બોસ.' મિસ તુલિકા ચાલી ગઇ. 

નિર્ધારિત દિવસે પ્રાયુષ ઇન્ટરવ્યૂ લેવા માટે ઓફિસમાં આવી ગયો. ઘંટડી મારી. મિસ તુલિકા ફાઇલોના બે થપ્પાઓ લઇને આવી ગઇ, 'ગુડ મોર્નિંગ બોસ!'
'વેરી ગુડ મોર્નિંગ, તુલિકા. શું લઇને આવી છે?'
'સર, આ ફાઇલમાં જેન્યુઇન કેન્ડિડેટ્સની એપ્લિકેશન્સ છે. ધે આર ફિફ્ટી ફાઇવ ઇન નંબર.'
'અને આ બીજી ફાઇલ?'
'એ સિફારિશવાળા ઉમેદવારોની ફાઇલ છે. પાંચેક જણા છે. એક ફાર્મા કંપનીના મેનેજરની ભલામણવાળો છે. એક કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરની લાગવગ લઇને આવ્યો છે. એક.....' મિસ તુલિકા વિગતો આપતી ગઇ. 
'અને આ છેલ્લી એપ્લિકેશનનું શું છે?'
'બોસ, એ પણ કોઇ લાગવગિયા કેન્ડિડેટની જ છે. કોઇ છોકરી છે. કોઇની ભલામણ લઇને આવી છે.'
'કોની ભલામણ છે?' 
'અરે છે કોઇ ફાલતુ! ન કોઇ મિનિસ્ટર છે, ન આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. ઓફિસર, ન કોઇ સેલિબ્રિટી! કોઇક ઓર્ડિનરી સ્ત્રી છે. મિસિસ પ્રકૃતિ આચાર્ય. હાઉસવાઇફ લાગે છે મને તો.' 
'મિસિસ પ્રકૃતિ આચાર્ય?' પ્રાયુષના કપાળ પર ત્રણ આડી લીટીઓ ઊપસી આવી. 

'હા, બોસ દુનિયામાં કેવી કેવી ખોપડીઓ વસે છે?! પડોશમાં કોઇ ઓળખતું ન હોય એવા માણસો પણ આપના જેવા મોટા માણસને ભલામણપત્ર લખી મોકલવાની નાદાની કરતા હોય છે!!'
મિસ તુલિકા ફાઇલમાંથી એ ઉમેદવારની એપ્લિકેશન ફાડીને કચરા ટોપલીમાં ફેંકી દેવાની તૈયારીમાં જ હતી; ત્યાં અચાનક એના બોસે એને અટકાવી દીધી, 'તુલિકા, તું એ લેટર મને આપ; તું બહાર બેસ. હું કહું એ પછી કેન્ડિડેટ્સને એક પછી એક અંદર મોકલવાનું શરૂ કરજે.' 
તુલિકા ગઇ. પ્રાયુષે એ કાગળ હાથમાં લીધો. ઉમેદવાર કોઇ યુવતી હતી. મિસ પાંખડી રાજેશકુમાર આચાર્ય. એનો બાયોડેટા લખેલો હતો. સાથે એક પત્ર હતો. પ્રાયુષની નજર સીધી જ સંબોધન અને લિખિતંગ પર દોડી ગઇ. 
લખનારે લખ્યું હતું: 'ક્યારેક જે મને ઓળખતા હતા અને જે આજે આટલી મોટી કંપનીના સર્વેસર્વા છે તે શ્રી પ્રાયુષજી!' અને પત્રની નીચે લખ્યું હતું: 'લિખિતંગ: તમે જેને ભૂલી જ ગયા હશો તે પ્રકૃતિ.'
આ નામ જાણીતું હતું. અક્ષરો તો વળી અત્યંત પરિચિત હતા. ક્યારેક આ જ હાથ વડે લખાયેલા પત્રો....... ના, પ્રેમપત્રો પ્રાયુષની આંખો માટે મિજબાની બની રહેતા હતા. ક્યારે? ક્યારે? ક્યારે?
એક કાચી ક્ષણમાં પ્રાયુષ બે હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીના ચેરમેનમાંથી અલ્લડ કોલેજિયન બની ગયો. પિસ્તાળીસ વર્ષના આધેડ પુરુષમાંથી અઢારનો યુવાન બની ગયો. સમયના કાચ પર બાઝેલી ધૂળ સાફ થવા લાગી. જૂની ફિલ્મની ખરાબ થઇ ગયેલી પટ્ટીમાંથી કેટલાંક દૃશ્યો સાફ દેખાવા માંડ્યાં. 
એ લીમડાનું ઝાડ. એના થડને અઢેલીને બેસેલી રૂપાળી પ્રેમિકા. એના લંબાવેલા પગની બે સૂર્ખ સાથળોમાં માથું મૂકીને સૂતેલો પ્રેમી. અવાજ પણ સ્પષ્ટ સંભળાવા માંડ્યો. 
'એ.....ઇ.....! તું મને છોડીને ક્યાંય જતી તો નહીં રહે ને?' પ્રાયુષનો પ્રશ્ન યુગોથી ચાલ્યો આવતો જગતના તમામ પ્રેમીઓનો પ્રશ્ન હતો. 
'માય લવ! તને છોડીને હું ક્યાં જવાની છું? તું તો મારો શ્વાસ-પ્રાણ છો.' જવાબ પણ યુનિવર્સલ હતો. 

'પહેલાં લગ્ન તો થવા દે.' પ્રાયુષનો જવાબ. મિત્રોનો ખુલાસો, 'પણ હું તો કોલેજ પૂરી કર્યા પછી કેનેડા ચાલ્યો જવાનો છું. તારા મેરેજ વખતે હાજર નહીં રહી શકું મારી પાર્ટીનું શું?' નિરુત્તર બની ગયેલા પ્રાયુષને બચાવવા માટે એક બટકબોલી છોકરી બોલી ઊઠી હતી, 'એવું તે હોતું હશે? ધારો કે પ્રાયુષે તને પાર્ટી આપી દીધી અને પછી એનાં અને પ્રકૃતિનાં લગ્ન ન થયાં તો? પ્રાયુષના તો પૈસા જ પડી જાય ને!'
'આવું અશુભ ન બોલ, મંજરી! ભગવાન ન કરે પણ જો આવું થશે તો મારા પૈસા નહીં પડી જાય......પણ..... મારો લખચોરાશીનો એક ફેરો એળે જતો રહેશે.' પ્રાયુષ રડી પડ્યો હતો. 
લાગે છે બોલાયેલા સારા-નરસા શબ્દોની નોંધ આ બ્રહ્માંડમાં ક્યાંક સચવાતી રહે છે. મંજરીની અશુભવાણી સાચી પડીને ઊભી રહી ગઇ. પ્રાયુષની પ્રકૃતિ બીજા વધુ સારા યુવાનને પરણીને અમેરિકા ઊડી ગઇ. એને જાણ કરીને ગઇ હતી, 'મને માફ કરજે, પ્રાયુષ. મેં મારાથી બનતી તમામ કોશિશો કરી, પણ મારા પપ્પાને હું મનાવી ન શકી. એમણે શોધેલો છોકરો બધી જ દૃષ્ટિએ તારા કરતાં ચડિયાતો છે. હું હારી ગઇ. શક્ય હોય તો મને માફ કરી દેજે અને વધારે શક્ય હોય તો મને ભૂલી જજે. --તારી જ થવાની હતી પણ જે થઇ ન શકી તે પ્રકૃતિ.'

આજે એ જ અક્ષરોમાં પ્રકૃતિ એને વિનવી રહી હતી: 'તને છોડીને હું અમેરિકા ગઇ તો ખરી, પણ જિંદગીએ મારા માટે કંઇક જૂદું જ ધાર્યું હશે. મારો પતિ મને એક દીકરીની ભેટ આપીને અકસ્માતમાં મૃત્યુ પામ્યો. મારા દિયરે મને મિલકતમાં ભાગ ન આપવો પડે તે માટે.......! જવા દે એ વાતો. અત્યારે હું પપ્પા-મમ્મી વિનાના ઘરમાં મારી પાંખડીને પાંખમાં લઇને દુ:ખભરી જિંદગી જીવી રહી છું. મારા જેવી ખૂબસૂરત વિધવા માટે નોકરીઓ તો ઘણી મળતી હતી, પણ સલામત નોકરી ક્યાંય ન મળી શકી. સિલાઇકામ, પાપડ, ખાખરા અને અથાણાંમાં મારી આંખોના નંબર વધારતી રહું છું. અઠવાડિયા પહેલાં મારી દીકરીએ કહ્યું કે 'આકાશ એક્સપોર્ટ' ના ચેરમેન મિ. પ્રાયુષ મહેતા સાથે કોઇકના છેડા અડતા હોય તો શોધી કાઢ ને, મમ્મી! ત્યાં જગ્યા ખાલી પડી છે. હું એને શું જવાબ આપું, પ્રાયુષ? છેડા તો ખૂબ બધા અડતા હતા, પણ લગ્ન પહેલાં જ એની સાથે છૂટાછેડા  થઇ ગયા!
પ્રાયુષ, તારી પાસે કશું જ માગ્યું નથી, જિંદગીમાં પહેલીવાર માગું છું. મારી પાંખડીને જોબ આપીશ? લિ.......!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment