Friday, 1 January 2016

[amdavadis4ever] તુમ થે તો વક્ત કહીં ઠ હરતા નહીં થ ા, અબ વક્ત ગુઝરને મેં ભી વક્ત લગ તા હૈ Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તુમ થે તો વક્ત કહીં ઠહરતા નહીં થા, અબ વક્ત ગુઝરને મેં ભી વક્ત લગતા હૈ
સાથે કામ કરતાં કરતાં બંનેના દિલમાં કૂણી લાગણી જન્મી. ડો. અંકુરે એક દિવસ ફરજ ઉપર વોર્ડની મધ્યમાં જ પૂછી લીધું, 'બંસી તારી સગાઈ થઈ ગઈ છે?'
'ના, સારા સંસ્કારી છોકરાની શોધ ચાલે છે.' ડોક્ટરોના પ્રેમ પ્રસ્તાવો મોટા ભાગે આવા જ હોય છે. કેટલાક રસિક અપવાદોને બાદ કરતાં મોટા ભાગના ડોક્ટર્સ યુવાન-યુવતી આવી જ રીતે એકબીજાનું મન વાંચવાની કોશિશ કરી લેતા હોય છે.વોર્ડમાં ઘુમરાતી સ્પિરિટની ગંધ અને ખાટલાઓમાં ચીસો પાડતાં બાળકોના કોલાહલ વચ્ચે ડો. અંકુરે પૂછી લીધું, 'બંસી, હું તને અસંસ્કારી લાગુ છું? ભાવી જીવનસાથી વિષેના તારા પેરામિટર્સમાં જો હું બંધ બેસતો લાગતો હોઉં તો પોઝિટિવલી વિચાર કરજે.'
ડો. બંસીએ કેસ પેપરમાં સી.ટી. ઓલ લખતાં લખતાં જવાબ આપ્યો: 'મને વાંધો નથી; હું મારાં મમ્મી-પપ્પાને વાત કરીશ.'
કેસ પેપર પૂરું થયું, કિસ્સો લખવાની શરૂઆત થઈ. ડો. અંકુર એનાં મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો. ખૂબ જ હોશિયાર હતો. મેરિટ પર મેડિકલમાં આવ્યો હતો. એ દિવસોમાં ડોક્ટર બનવા માટે મેરિટ એ એક જ માપદંડ હતો. 

બંસી પણ સારાં અને સંસ્કારી માતા-પિતાની દીકરી હતી. સુંદર અને તેજસ્વી હતી. બંનેના ધર્મો એક જ હતા; જ્ઞાતિઓ ઉચ્ચ હતી, પણ અલગ-અલગ હતી. (હું તમામ જ્ઞાતિઓને એકસરખી જ માનું છું; અલબત્ત, કોઈ પણ બે જ્ઞાતિઓ વચ્ચેના વૈચારિક અને આચારિક ભેદને જોઉં છું અને જાણું છું. અહીં મેં જે 'ઉચ્ચ' શબ્દ વાપર્યો છે તે ડો. અંકુર અને ડો. બંસીનાં માતા-પિતાની માન્યતાના સંદર્ભમાં છે; મારી માન્યતાના સંદર્ભમાં નહીં. જોકે, જ્ઞાતિભેદવાળાં લગ્નો વિષે મારો અંગત મત સ્પષ્ટ છે, પણ તે ખાનગી છે.)
ડો. અંકુર શનિ-રવિની રજામાં ઘરે ગયો. એ દિવસોમાં હજુ મોબાઇલ ફોન આવ્યા ન હતા. ઘરે જઈને તેણે મમ્મી-પપ્પાને વાત કરી: 'મારી સાથે બંસી નામની એક છોકરી છે. તે મને ગમે છે. હું એની સાથે લગ્ન કરવા માગું છું. બંસી પણ બાળરોગની શાખામાં જ પોસ્ટ ગ્રેજ્યેશન કરી રહી છે. અમે બંને એક સરખા કન્સલ્ટન્ટ્સ હોઈએ તો પ્રેક્ટિસમાં સારું રહેશે.'
પપ્પા ચૂપ રહ્યા. મમ્મીએ હળવો વિરોધ રજૂ કર્યો, 'બેટા, મારે તો તારાં લગ્ન કોઈ ઘરરખ્ખું છોકરીની સાથે કરવાનો વિચાર છે. તું એકલો જ પ્રેક્ટિસ સંભાળે અને વહુ ઘરને અને અમને સંભાળે એવી અમારી લાગણી છે.'
'આ તો બહુ ચીલાચાલુ માન્યતા કહેવાય. જો મારી જીવનસાથી પ્રોફેશનલ હોય તો મારી કમાણી બમણી થઈ જશે. ઘર-પરિવાર-રસોડું વગેરે સંભાળવા માટે પૈસા ખર્ચીને માણસો ક્યાં નથી રાખી શકાતા? લાખો રૂપિયાની આવકની સામે ફક્ત થોડાક હજાર જ ખર્ચવાના છે.'
 
લગભગ બે-ત્રણ લાખની વસ્તીવાળું નાનકડું ટાઉન હતું. ત્યાં સારા, હોશિયાર, ડિગ્રીધારી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટનો શૂન્યાવકાશ હતો. પ્રથમ દિવસથી જ ડો. અંકુરની પ્રેક્ટિસ જામી ગઈ. ડો. બંસી પણ પતિના ખભા સાથે ખભો મેળવીને સાથ આપતી હતી. સવારે પતિ કરતાં અડધો કલાક વહેલી જાગી જતી હતી. અંકુર માટે ચા-નાસ્તો તૈયાર કરી આપતી હતી. પછી રસોઈનું પચાસ ટકા કામ પતાવીને તે અંકુરની સાથે દવાખાને જવા માટે નીકળી જતી હતી. ત્યાંથી છેક બપોરે એક વાગ્યે 'લંચ' માટે બંને આવતાં અને કલાકનો આરામ કરીને ડો. બંસી પાછી ઘરકામમાં ગૂંથાઈ જતી હતી. સાંજે પાછી મેડિકલ પ્રેક્ટિસ.
આ બધું કરતાં કરતાં જેટલું શક્ય હોય એટલું સાસુ-સસરાને પણ સાચવતી હતી, પણ ધીમે ધીમે બે વાતની તકલીફ થવા માંડી. 

જ્યારે વિસંવાદિતાનો કુંભ ભરાઈ ગયો ત્યારે ડો. અંકુરનાં મમ્મી-પપ્પાએ એક દિવસ રાતના ભોજન પછી અંકુરને અલ્ટિમેટમ આપી દીધું, 'બેટા, તું આ છોકરીને શા માટે પરણીને આપણા ઘરમાં લઈ આવ્યો? બંસીને તો એની કરિયરમાં જ રસ છે. અમારે એવી પુત્રવધુ જોઈતી હતી જેને આપણું ઘર, આપણાં સગાંવહાલાં અને આપણો વહેવાર સાચવવામાં રસ હોય.'
'પપ્પા, તમે માત્ર તમારી અપેક્ષાની જ વાત કરો છો. તમે મારી જિંદગીનું તો વિચારતા જ નથી. બંસી ડોક્ટર છે એનાથી મને મારા કામમાં કેટલી બધી રાહત રહે છે! એને બદલે જો બીજી કોઈ ઘરેલુ પત્ની મળી હોત તો હું કામમાંથી ઊંચો જ ન આવ્યો હોત અને બંસી એકલી દર મહિને બે-અઢી લાખ રૂપિયા કમાઈ લે છે; તમે વીસ-પચીસ હજાર ખર્ચીને પાંચ-સાત માણસો રાખી લોને! એ લોકો તમારું બધું કામ કરી આપશે.'
મમ્મી-પપ્પા જીદ પર અડગ હતા: 'અમારે આ વહુ ન જોઈએ. તું એને છૂટાછેડા આપી દે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment