Friday, 29 January 2016

[amdavadis4ever] નાકના રોગોન ી સરળ સારવા ર dr javahar talasaniya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાકના રોગોની સરળ સારવાર

આંખ અને નાકની વચ્ચે પોલાણ આવેલ હોય છે તેને સાઇનસ કહે છે. સાઇનસમાં ભીની ગુલાબી મ્યુકસ મેબરેન હોય છે. સાઇનસ ચાર જોડકાંમાં હોય છે. જેને ફ્રન્ટલ, મેક્સિલરીસ, ઇથમોઇડ અને સ્પિનોઇ સાઇનસ કહે છે. સાઇનસનું કાર્ય શ્વાસની હવાને ભેજવાળી કરવાનું અને ગરમાવો લાવવાનું છે. સુગંધનાં કેન્દ્રો તેમાં રહેલાં હોય છે. સાઇનસમાં થતી ધ્રુજારી-સ્પંદનને લીધે દરેક વ્યક્તિનો અવાજ જુદો પડે છે. સામાન્ય માણસોમાં 80 ટકા લોકોને એક નાકથી બીજા એમ વારાફરતી શ્વાસ લેવાની ક્રિયા થતી હોય છે. જે સાઇકલ સામાન્ય રીતે 4 કલાકની હોય છે, જેને નઝલ સાઇકલ કહે છે. તેમાં તકલીફ આવે ત્યારે સમસ્યા પેદા થાય છે. સાઇનસ થવાનાં કારણો જોઈએ તો શરદી, વાઇરસ, વાતાવરણના બેક્ટેરિયા અને ફંગસનો ચેપ, નાકનો ત્રાંસો પડદો, ધૂ‌ળ-ધુમાડો તથા પ્રદૂષણને કારણ થઈ શકે છે.
-સાઇનસ એન્ડોસ્કોપી: અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલા દૂરબીનથી નિદાન કરવાની પદ્ધતિ એન્ડોસ્કોપી અને તેના દ્વારા થતાં ઓપરેશનને એન્ડોસ્કોપી સર્જરી કહે છે. નાકની તકલીફોના સચોટ નિદાનના અભાવે ઓપરેશનમાં ફાયદો થતો નથી. પ્રાથમિક નિદાનમાં નાકનો પડદો તથા નાકના આગળના ભાગ સિવાય માહિતી મળતી નથી. નાકની અંદરનો ભાગ બરાબર દેખાતો નથી, તેથી સાઇનસનો ફોટો કાઢવામાં આવે છે. મોટા સાઇનસનું નિદાન અમુક અંશે મળે છે. પાછળ સાઇનસ કે જે નાક તથા સાઇનસના રોગોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાક વારંવાર બંધ થવું, છીંકો આવવી, વારંવાર માથું દુખવું, નાકમાં લોહી પડવું વગેરે જેવાં લક્ષણોમાં સાઇનસ્કોપી જરૂરી છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment