Tuesday, 5 April 2016

[amdavadis4ever] લાલો લાભ વિ ના શા માટે લોટે? (એક વ ાતની સૌ વાત)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લાલો લાભ વિના શા માટે લોટે?

વાસ્તવિક જીવન મોટે ભાગે સપાટ હોય છે અથવા તો દુઃખોથી ભરેલું હોય છે. આવામાં, થોડો સમય ફિલ્મોમાં કે એકાદ સ્પોર્ટસમાં કે રાજકીય ચર્ચાઓમાં ડૂબવાની મોજ લેવાનું મન થવું સહન છે. જેમ બાળકોનું મન રોકાયેલું રહે એ માટે રમકડાં ઉપયોગી છે એ જ રીતે આપણે મોટેરાંઓ કંટાળાથી બચવા માટે ક્રિકેટ-ફિલ્મો-મોદીનાં રમકડાંથી રમવાનું પસંદ કરીએ છીએ. માણસ મોટો થઈ જાય તો પણ, રમકડાં તો એને જોઈએ. જીવનમાં આમ પણ બીજું છે શું? જન્મવાનું,મોટાં થવાનું, પ્રેમમાં પડવાનું કે વગર પ્રેમે પરણી જવાનું, સંતાનો પેદા કરવાનાં, એમને પોષવાનાં-ઉછેરવાનાં, પૈસા કમાવાનું,ઘર ચલાવવાનું અને બુઢાપામાં ચિમળાઈને છેવટે વિદાય લેવાની. આવાં બીબાંઢાળ જીવનની કંટાળાજનક ઘરેડમાં ક્રિકેટની કોઈ સનસનાટીભરી મેચ કે માતબર ફિલ્મ કે મોદીવિષયક જબ્બર ચર્ચાને લીધે છોડો રંગ ઉમેરાય, ઉમંગ ઉમેરાય તો શું એ કોઈ અપરાધ છે?
 મૂળ મામલો છે વ્યક્તિત્વનો. સાદી વાત છે. જ્યાં વ્યક્તિ છે,ત્યાં વ્યક્તિત્વ હોવાનું જ. પ્રત્યેક વ્યક્તિનાં શરીર અને મન દુનિયાની અન્ય તમામ વ્યક્તિથી જુદાં હોવાનાં જ. કોઈ એક માણસ એવું કહે કે મને ભીંડાં કરતાં રિંગણા વધુ ભાવે, મને ફૂટબોલ કરતાં ક્રિકેટ વધુ ગમે, મને કંગના કરતાં દીપિકા વધુ ગમે... તો ઠીક છે,બરાબર છે. વ્યક્તિની પોતાની આગવી પસંદગીઓ હોવાની. એ જ રીતે માણસની આગવી ખૂબીઓ પણ હોવાની અને ખામીઓ પણ હોવાની... આ બધુ વ્યક્તિત્વનો હિસ્સો છે અને માણસ ગમે તેટલો મોટો બની જાય, એ સૃષ્ટિનું રહસ્ય પામી જાય, ઈશ્વર સાથે એની ભાઈબંધી થઈ જાય કે અમેરિકાનો એ પ્રમુખ બની જાય તો પણ એનું વિશિષ્ટ વ્યક્તિત્વ તો રહેવાનું જ. સહજ વ્યક્તિત્વ સહજભાવે ઉજવવાની ચીજ છે.
હવે સહેજ ઊંડા ઊતરીએ. અસલી વ્યક્તિત્વના આધારે આપણી અંદર એક 'નકલી હું' રચાતો હોય છે. આ 'નકલી હું' શું છે? એ આપણા વ્યક્તિત્વ વિશેની આપણી ધારણા છે, કલ્પના છે. એ કલ્પનાની ઘણી વિગતો સાચી પણ હોય છે. જેમ કે, મને રંગીન ડિઝાઈન ધરાવતાં શર્ટ કરતાં સાદું સફેદ શર્ટ પહેરવું વધુ ગમતું હોય તો એ મારા વ્યક્તિત્વની એક સચ્ચાઈ છે અને મારો 'નકલી હું' પણ ખોંખારીને એ જ વાત કહે, 'બોસ, આપણને તો સફેદ શર્ટ જ ગમે.' આ જે ખોંખારો છે એ વ્યક્તિત્વને અને 'નકલી હું'ને નોખા તારવતું માર્કર છે. અસલી વ્યક્તિત્વ કૂલ હોય છે. સફેદ શર્ટ ગમે છે તો ગમે છે. એ માથાકૂટનો મુદ્દો જ નથી,પણ 'નકલી હું' શર્ટના રંગમાંથી પણ માથાકટ પેદા કરી શકે. કોઈ રંગીન શર્ટનું આશિક હોય એની સાથે એ લડી પણ શકે, એમ કહીને કે, રંગીન શર્ટ તે કંઈ ઔપહેરાતું હશે?
માટે 'ફળ' વિશે થોડી વિચારણા કરવા જેવી ખરી. ખાસ તો, 'ફળની ઝંખના'અને 'નકલી હું'નું સમીકરણ સ્પષ્ટ રીતે સમજવું રહ્યું. શું ફળની લાલસા ફક્ત 'નકલી હું'ને જ હોય છે? માણસનું અસલી વ્યક્તિત્વ પોતે પણ શું સતત જીત માટે નથી મથતું? આપણી સહેજ પણ જાણ વિના આપણું શરીર આપણી અંદર ('ખદબદી')રહેલા જીવાણુઓને હરાવવા માટે ચોવીસે કલાક ઝઝુમતું હોય છે. આ ખેલમાં શરીર જીતતું રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ અને શરીર જ્યારે જીવાણુ સામે હારી જાય કે અકસ્માતમાં તૂટીફૂટી જાય કે રક્તવાહની બ્લોક થતાં હૃદય બંધ પડી જાય ત્યારે આપણે મરી જઈએ છીએ. મોતની એ પળ સુધી શરીર સતત મોત સામે લડવાનો જુસ્સો ગુમાવતું નથી. શરીર માટે તો આખું જીવન પોતે જ મોત સામેની એક અવિરત મેચ છે. આ એક એવી મેચ છે, જેમાં જીત છે, તો જીવન છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment