Wednesday, 6 April 2016

[amdavadis4ever] ચીન-રશિયામાં આવા ક્ધહૈયાના શું હાલ થાય? .....તંત્રીલેખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છેલ્લા કેટલાક સમયથી જે રીતે નકારાત્મક અને ખંડનાત્મક વાતાવરણ ઊભું કરવા પ્રયાસ થઈ રહ્યો છે તેમાં પડદા પાછળ એવા તત્ત્વો છે કે જેમને ભારતમાં ગરીબાઈ કાયમી રહે તેમાં રસ છે!! આવા તત્ત્વો એક પછી એક દાવ ખેલી રહ્યા છે. તેઓ ઘડીકમાં અસહિષ્ણુતાની વાત લઈને આવે છે. તેમાં થાકી જાય તો લઘુમતી કોમ પરના અત્યાચારનો મુદ્દો ચગાવે છે. તેમાં પરાજય થાય તો મહિલાઓને મંદિરમાં પ્રવેશની વાત લઈ આવે છે!!

તેઓ ગમે તેમ કરીને એક જ વાત પુરવાર કરવા માગે છે કે વર્ષ ૨૦૧૪ના જૂન મહિના પછીથી આ દેશમાં લોકશાહી જ રહી નથી!! તેમને એક જ પક્ષને લોકસભામાં બહુમતી મળી છે તે વાત કઠે છે. તેમને મોંઘવારી દેખાય છે અને જાણે કે તે અગાઉ કદી ભાવવધારો થયો જ નહોતો. તેવી તેમની દલીલ હોય છે. જે ગધેડાને તાવ આવે જેવી છે!! પરંતુ પોતાનો જ કક્કો સાચો ઠરાવવો છે.

જે વાત કોઈ બોલ્યા હોતા નથી, તે વાતને મારીમચડીને રજૂ કરવામાં કેટલાક પ્રચારમાધ્યમો ખૂબ જ 'ઉસ્તાદી' કરી રહ્યા છે. આવું કરવામાં તેઓ 'વિશ્ર્વ વિજેતા' બન્યા જેટલો આનંદ મેળવી રહ્યા હોય છે. હાલમાં વહીવટીતંત્ર કરતાં વધારે ખોટું અને પ્રજાને અહિત થાય તેવું કેટલાક મુઠ્ઠીભર પ્રચારમાધ્યમો કરી રહ્યા છે. છતાં લોકશાહીના નામે તેમની સામે કંંઈ જ પગલાં લઈ શકાતા નથી.

દિલ્હી યુનિવર્સિટીના ક્ધહૈયાકુમાર તો જાણે કેટલાકને માટે 'હીરો' બની ગયા છે. આ વ્યક્તિ પોતાને ગરીબ અને કચડાયેલા વર્ગના ગણાવે છે. વાસ્તવમાં દિલ્હીની બહાર જાય છે તે વખતે વિમાનમાં જ મુસાફરી કરે છે. યુનિવિર્સિટીમાં આવે છે તે વખતે 'લકઝરી' મોટરમાં સુરક્ષાને કારણે આવે છે તેવો બચાવ તેઓ કરે છે, પરંતુ તેના પૈસા કોણ ચૂકવે છે? તેમની પાસે આવી વૈભવી સુવિધા કઈ રીતે આવી છે?

ક્ધહૈયાકુમાર 'આઝાદી'ની વાતો કરે છે! પરંતુ તેઓ તેની સાથે ચીન, રશિયા, ચીલી વગેરે જેવા સામ્યવાદી રાષ્ટ્રમાં જે સુવિધા છે અને ગરીબનું ધ્યાન રાખવામાં આવે છે તેની વાતો કરે છે ત્યારે બિહારી ક્ધહૈયાને કોઈ એમ પ્રશ્ર્ન પૂછી શકે કે ત્યાં સરકારી શાસનની ટીકા થઈ શકે છે? ચીનમાં કોઈ લોકશાહી અધિકાર મળે છે ખરા? રશિયામાં શાસનવિરોધી બોલનારના હાલહવાલ શું થાય છે?

આવા ક્ધહૈયાકુમારને બહેકાવવામાં પ્રચારમાધ્યમો જે 'કિંમતી ફાળો' આપી રહ્યા છે તેઓ પ્રજાની નજરમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે. 'કેટલાક અંગ્રેજી માધ્યમો તેમના 'મૂર્ખ' વિચારોનો પ્રસાર કરે છે જાણે કે આ એક જ વ્યક્તિનું શોષણ થાય છે અને બીજા બધા તો જાણે વૈભવી જીવન ગાળી રહ્યા છે.' આવી માન્યતા જ ભૂલભરેલી છે. કોઈ એક વર્ગનું નહીં ઘણાંનું શોષણ થઈ રહ્યું છે અને તેમાંથી બહાર નીકળવાના માર્ગ શોધવા તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

કેટલાક પ્રચારમાધ્યમો હેતુપૂર્વક જ સમાજમાં વર્ગવિગ્રહ થયા કરે તો તેમનો રોટલો શેકાતો રહે તેવી કામગીરી કરી રહ્યા છે. નજર સમક્ષ દેખાય તેવું આ કાર્ય છે. આ બાબત જ રાષ્ટ્રનો દ્રોહ કરવા બરાબર છે. કયો દેશ સતત ઉશ્કેરણી સહન કરે છે? અમેરિકા અને બ્રિટનમાં પણ રાજયની સામે બોલનારને અંદર કરી દેવાતા હોય છે.

સમાજને દિશાસૂચન કરવાના અગ્રતાક્રમ જ ખોટા છે. આજે રોજગારી, પદ્ધતિસરના આર્થિક નિર્ણય તેમજ આર્થિક બાબતોમાં વ્યવસ્થિત કામગીરી વગેરેની જરૂર છે. તેને બદલે 'આઝાદી'ની વાતો જાહેરમાં ફટકારનારાઓને તેઓ કેવી બાબતો માટે યોગ્ય છે તે સમજવા ચીન કે પાકિસ્તાનમાં મોકલી દેવા જોઈએ કે જેથી બીજીવાર તેમને પણ 'આઝાદી' શું છે તેની પૂરતી જાણકારી મળી રહે!

ટીવી ચેનલો પર ખૂૂબ જ સુરક્ષિત વાતાવરણમાં ડાહી-ડાહી વાતો કરવી સરળ છે. ભાષણ કરવાથી રેશન મળતું નથી તે વાતની જાણકારી ક્ધહૈયાકુમારને નથી પરંતુ તેને 'પ્રોત્સાહિત' કરનારા ડાબેરી પક્ષોમાં પણ નથી! પશ્ર્ચિમ બંગ
 અને કેરળ એ રાજયોના યુવાનો રોજગારી મેળવવા બહારના રાજયો તરફ દોટ મૂકે છે અને આ બંને રાજયોમાં વર્ષોથી ડાબેરી પક્ષો કે તેમના જ ટેકેદાર એવા પક્ષોએ રાજય કર્યું છે!


બિહારથી વધુ અભ્યાસ માટે દિલ્હી ગયેલા ક્ધહૈયાકુમારના વતન રાજયમાં શિક્ષણ, રોજગારી અને વ્યાપાર, વ્યવસાયની શું પરિસ્થિતિ છે? ત્યાં યુવાનોને પણ બિહારની અણઘડ અને જુનવાણી નેતાગીરીથી 'આઝાદી' જોઈએ છે! પરંતુ રાજકીય દાવપેચ દ્વારા તેઓ સતત સત્તામાં ટકી રહેવામાં સફળ થાય છે. કંઈ જ કામગીરી કરી ન હોવા છતાં તેઓ સત્તામાં જળોની જેમ ચીટકુ બનીને રહે છે.

આજે પરસ્પર સેતુબંધની કામગીરી સારા કાર્ય માટે કરવાની જરૂર છે. પ્રશ્ર્નો ઉકેલાય અને નવા પ્રશ્ર્નોનો કોઈ ઉમેરો ન થાય તે આજના સમયની માગ છે. જેટલું થઈ શકે તેટલું સારું કાર્ય કરવા પ્રજા દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવાશે તે વખતે સમગ્ર સમાજનો ઉદ્ધાર થવાનો છે. હાલમાં તો રસ્સી ખેંચની જ રમત ચાલી રહી છે. જેમાં માત્ર દેશના દુશ્મનોનો ફાયદો થવાનો છે.

ભારતના દુશ્મનોએ કંઈક કરવું પડે તેમ નથી કારણ કે 'અંદરના' જ સઘળું કરી રહ્યા છે. તોડફોડ, સારી બાબતમાં વિઘ્ન ઊભા કરવા, દરેક બાબતમાં સામા પ્રવાહે ચાલવું, વિવાદ ઊભા કરવા અને પ્રસિધ્ધિ મેળવવું તે જાણે કે કેટલાકને 'પ્રોફેશનલ બિઝનેસ' જ બની ગયો છે. પ્રજાને આવા નઠારા તત્ત્વોથી ચોક્કસપણે 'આઝાદી' જોઈએ છે.

પ્રબુદ્ધ નાગરિકોમાં પણ ખોટી બાબત પ્રતિ ગણગણાટ વધી રહ્યો છે. અસહિષ્ણુતાથી આઝાદી સુધીની બાબતમાં આર્થિક બાબતોની ઉપેક્ષા થાય તેવું એક વ્યવસ્થિત ષડયંત્ર કેટલાકને હાથો બનાવીને અમલી બન્યું છે, પરંતુ પ્રજા આ બાબતે સમજણપૂર્વક જ મુકાબલો કરવાની છે કારણ કે ખોટું બહુ લાંબો સમય ચાલતું નથી. આખરી વિજય તો સત્યનો જ હોય છે. અલબત્ત તેમાં બલિદાન ઘણું આપવું પડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment