Saturday, 2 April 2016

[amdavadis4ever] એપલ ફોનના અજાણ્યા ન ્યૂઝ Himanshu Kikani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગયા અઠવાડિયે એપલ કંપની બે કારણસર સમાચારમાં રહી. નવા, નાના આઇફોનના લોન્ચ વિશે તો આપણે અખબારોમાં ઘણું વાંચ્યું એટલે અહીં વાત કરીએ બીજા, પ્રમાણમાં ઓછા જાણીતા ન્યૂઝની. વાતની શરૂઆત થઈ 2 ડિસેમ્બર, 2015ના દિવસે. અમેરિકાના એક શહેરમાં, પાકિસ્તાનમાં મૂળ ધરાવતાં એક દંપતીએ હોલીડે પાર્ટી માણતા લોકો પર ગોળીબાર કર્યા ને 14 લોકો માર્યા ગયા. ચાર કલાક પછી, પોલીસ ગોળીબારમાં એ દંપતીએ જીવ ગુમાવ્યા.

દસ વાર ખોટો પાસવર્ડ આપવામાં આવે તો ફોનમાંનો બધો ડેટા આપોઆપ ડિલીટ થાય તેવું સેટિંગ હતું

ગણતરીના સમયમાં, એ દંપતીના ઘર પર એફબીઆઇની ટીમ ત્રાટકી અને તપાસમાં, એક કચરાપેટીમાં તોડી નાખેલા બે ફોન સાથે, એક સાજોસમો ફોન મળી આવ્યો– એ આઇઓએસ 9 પર ચાલતો, આઇફોન ફાઇવ-સી હતો. તપાસનીશોએ ફોન ચાલુ કર્યો તો તેમને ચાર આંકડાનો પાસવર્ડ પૂછવામાં આવ્યો. જેમને પાસવર્ડ ખબર હતી એને તો પોલીસે ઠાર કર્યા હતા. જો દસ વાર ખોટો પાસવર્ડ આપવામાં આવે તો ફોનમાંનો બધો ડેટા આપોઆપ ડિલીટ થાય તેવું સેટિંગ હતું. એ ફોન પેલો ત્રાસવાદી, ફારુક, જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીનો હતો.

એ કંપની પાસે પણ પાસવર્ડ નહોતો. એપલના ફોન સાથે, આઇક્લાઉડમાં ડેટા બેકઅપની સગવડ હોય છે, જેનો પાસવર્ડ ફોનના પાસવર્ડ કરતાં અલગ હોય છે. કંપની પાસે એ પાસવર્ડ પણ નહોતો, પણ તે તેને રિસેટ કરી શકતી હતી. કંપનીએ ફારુકનો આઇક્લાઉડનો પાસવર્ડ રિસેટ કર્યો, જેથી આઇક્લાઉડમાંનો, ફોનનો બેકઅપ એક્સેસ કરી શકાય, પણ ફારુકે શૂટઆઉટના દોઢ-મહિના પહેલાં બેકઅપ લીધો હતો, એ પછીનો કોઈ ડેટા આઇક્લાઉડમાં નહોતો, મતલબ કે આઇફોનમાં જ હતો, જેમાં એફબીઆઇ ઘૂસી શકતી નહોતી.

હવે? એફબીઆઇએ એપલને કહ્યું કે એપલ ખાસ એ ફોન માટે આઇઓએસ 9નું નવું વર્ઝન બનાવે, તેમાં 10 વાર ખોટા પાસવર્ડથી ડેટા ભૂંસાઈ જાય એવી લિમિટ ન રાખે. પછી ફોનનો પાસવર્ડ ક્રેક કરવો એફબીઆઇ માટે રમતવાત હતી. એપલના સીઇઓ સહિત મોટાં માથાંઓની એક મિટિંગ મળી, જેમાં નક્કી થયું કે આ રીતે આઇફોન ક્રેક કરવાનું કામ સહેલું ન બનાવવું. તેમણે કારણ આપ્યું કે આ રીતે તો દુનિયાભરના તમામ લોકોના આઇફોનની સલામતી જોખમાઈ જાય. કંપની એવું પગલું ન ભરી શકે.

એપલના નિર્ણયથી અમેરિકા અને બાકીની દુનિયામાં મોટી ચર્ચા જાગી છે. રાજકારણીઓએ એપલ સામે પસ્તાળ પાડી છે તો ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કટ્ટર હરીફ કંપનીઓએ એપલને સાથ આપ્યો છે. એપલના એન્જિનિયર્સે કહ્યું છે કે તેમને આઇફોન ક્રેક કરવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ એપલમાંથી રાજીનામાં આપી દેશે. એફબીઆઇ કોર્ટમાં ગઈ અને અદાલતના આદેશથી એપલ પર ફરજ પાડવાની કોશિશ થઈ, પણ એપલ હજી ઝૂકી નથી.

હવે ગયા અઠવાડિયે, આ બાબતે અદાલતની સુનાવણી હતી, પણ ટીવી સિરિયલમાં આવતા ટ્વિસ્ટની જેમ, સરકારે અદાલતને કહ્યું કે એક 'થર્ડ પાર્ટી'એ ત્રાસવાદીનો આઇફોન ઓપન કરી આપવાની મેથડ બતાવી છે અને હવે એફબીઆઇને એપલની મદદની જરૂર નથી! આગે ક્યા હોગા? બસ થોડા ઇંતેજાર કરેં!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment