Wednesday, 6 April 2016

[amdavadis4ever] અત્યારે મારો ખર ાબ સમય ચાલે છે! - ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ [1 Attachment]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
 
 
 
સુખ ક્યારેય સમયનું મોહતાજ હોતું નથી. સુખ તો સ્વભાવ અને સહજભાવને વરેલું હોય છે. સમય ક્યારેય કોઈને કહેતો નથી કે અત્યારે તારે હસવાનું નથી. આ તારો રડવાનો સમય છે એવુંયે સમય કહેતો નથી. સમય કહે છે, હું તો જે છું એ જ છું. હા, તું જે હોવો જોઈએ એ તું નથી. તું તારી રીતે મારી વ્યાખ્યા કરી લે છે. મને શા માટે દોષ દે છે. તારે મજામાં રહેવું હોય તો હું ક્યાં ના પાડું છું? તારે દુ:ખી રહેવું હોય તો પણ તારી મરજી! તને એવું લાગે છેને કે હું સ્થિર નથી! હા, હું સ્થિર નથી. સ્થિર તો આ દુનિયામાં છે જ શું? પૃથ્વી ફરતી રહે છે, ગ્રહો બદલતા રહે છે, ઘડિયાળ ફરતી રહે છે, તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે, શરીરમાં પણ પરિવર્તન થતાં રહે છે, બધું જ બદલતું હોય તો પછી હું સમય કેવી રીતે સ્થિર રહી શકું? હા, તું ધારે તો સ્થિર રહી શકે. તું શા માટે વિચલિત થાય છે. તું કેમ નથી સ્વીકારી શકતો કે ચડાવ-ઉતાર આવવાના જ છે.
આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે ધાર્યું હોય એમ જ થાય. જિંદગી આપણા કંટ્રોલમાં હોય. હું ઇચ્છું એવું જ બધા કરે. મારી ઇચ્છાની વિરુદ્ધ કંઈ ન થાય. એવું થતું નથી. થવાનું પણ નથી. આપણાં દુ:ખનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે જરાયે વિપરીત સ્થિતિને સ્વીકારી શકતા નથી. એક વખત એક બા‌ળકે એના દાદાને પૂછ્યું કે, તમારી જિંદગીનો સમય કેવો રહ્યો? દાદાએ હસીને કહ્યું કે, બધા લોકોની જેવો જ! કોઈનો ક્યારેય એકસરખો થોડો રહ્યો છે કે મારો સમય એકસરખો રહે! દાદાએ કહ્યું કે તને મારી જિંદગીની એક વાત કહું. એક સમય મંદી આવી. માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું. વેપાર હતો નહીં. દિવસનો મોટો ભાગ નવરા બેસી રહેવું પડતું હતું. હું ડરી ગયો હતો. ડગી ગયો હતો. એવું લાગતું હતું કે બધું ખતમ થઈ જશે. થોડીક શાંતિ મળે એ માટે હું એક સંત પાસે ગયો. એ સંત કાયમ પ્રસન્ન મુદ્રામાં જ હોય. સંતને કહ્યું કે, મંદીનો ડર લાગે છે. સંતે કહ્યું કે, ગઈ કાલે આ જંગલમાં વાવાઝોડું આવ્યું હતું. મને હતું કે મારી ઝૂંપડી ઊડી જશે. ઝૂંપડીમાંથી કંઈ નહીં બચે. મેં વિચાર કર્યો કે ચિંતા કરવાથી તો કંઈ થવાનું નથી. જે જવાનું છે એ જવાનું જ છે. જે મારા હાથમાં નથી એનો શોક શું કરવો? વાવાઝોડાની રાત પસાર થઈ ગઈ. સવારે જોયું તો ઝૂંપડીનું એક છાપરું જ ઊડ્યું હતું. મને થયું કે આટલું તો હું કરી લઈશ. મેં ઝૂંપડીની ચિંતા કર્યે રાખી હોત તો મારો એ સમય બગડ્યો હોત. તું મંદીની ચિંતા છોડી દે. બજારની મંદી તો વહેલી મોડી બદલી જશે. મનની મંદીનું શું? આપણા તો મનમાં પણ તેજી અને મંદી આવતી રહે છે. ઘડીકમાં ખુશ થઈ જવાનું અને ઘડીકમાં દુ:ખી થઈ જવાનું. મનને મંદ પડવા ન દે. નુકસાન થઈ થઈને શું થવાનું છે? ગમે તે ખતમ થઈ જાય પછીયે જિંદગી તો હોય જ છે. જિંદગી ખતમ થઈ જાય પછી બીજું બધું હોય તો પણ શું ફરક પડે છે? પાગલખાનું એ જિંદગીથી હારેલા લોકોનું સ્થળ છે અને જેલ એ જિંદગી સામે બળવો કરનારાઓની જગ્યા છે. સંસાર સ્થિર લોકો માટેનું સ્થળ છે. તારી પાસે એવું ઘણું છે જે ક્યારેય ખતમ થવાનું નથી. એ છે તારી હિંમત અને તારો ઉત્સાહ. એને નબળાં પડવા ન દે. એ છે ત્યાં સુધી કંઈ જ ખતમ થવાનું નથી.

સમય સામે ફરિયાદ ન કરો. સમયને ચેલેન્જ ફેંકો. સમયને કહો, મને તારો ડર નથી. તું તારી પ્રકૃતિ છોડતો નહીં, હું મારો મિજાજ ગુમાવીશ નહીં. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું. અલબત્ત, એ આપણો ભ્રમ હોય છે. ખતમ થાય છે એ માત્ર એક સ્થિતિ હોય છે. અમુક સંજોગો એવા હોય છે જે બદલે છે અને થોડાક વિપરીત થાય છે. અમુક સંબંધો એવા હોય છે જે તૂટે છે. આપણે કહીએ છીએ કે કંઈ જ કાયમી નથી. આપણે પણ કાયમી નથી. બધું જ બદલે છે. કંઈ જ સ્થિર નથી, તો પછી આપણે એવી આશા કેમ રાખી શકીએ કે બધું જ એકસરખું રહે. જરાક જુદી રીતે જોઈએ તો એમ પણ કહી શકાય કે બધું એકસરખું જ હોત તો જિંદગીનો આટલો રોમાંચ હોત ખરો? રાત પડતી જ ન હોત તો? સવાર અને સાંજ થતી જ ન હોત તો? ફૂલનું માધુર્ય એ ધીમે ધીમે ખીલે છે એમાં જ છે. વરસાદ પછી ઝરણું જન્મે છે અને તડકામાં નદી પણ સુકાઈ જાય છે. સુખ કાયમ રહેતું નથી તો દુ:ખ પણ પરમેનન્ટ નથી. સમયને દોષ ન દો. અમુક સંજોગો થોડાક કપરા હોય છે, અમુક સ્થિતિ નાજુક હોય છે, એ પણ પસાર થઈ જ જવાના છે. તમારી હિંમતને ડગવા ન દો, તમારા ઉત્સાહને ઓસરવા ન દો. જિંદગી તો સુંદર જ છે, આપણે ડગી જતા હોઈએ છીએ, આપણે ડરી જતા હોઈએ છીએ

 
 
E-mail: kkantu@gmail.com
-- Blog: www.krishnkantunadkat.blogspot.com

 

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 1 photo(s) from this topic.
06 APRIL 2016 28.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment